આ ‘૨૦૧૧’ની સાલે કેટલું બધું આપ્યું છે મને..
અધધધ…!!
આ વર્ષને સાવ આમ જૂનું કેમનું કરી દઊં..?
કેટ-કેટલી યાદગાર ઘટનાઓ
લીલીછમ ક્ષણો
સોનેરી સંભારણા
યાદોના રુપેરી ચંદરવા
કંકુ ને અક્ષત લઇને વધાવેલી
એ નવી નવેલી ઘડીઓ
હવે એકદમ જ ઘરડી
પાનખર..!!
સાવ આમ તો
એને કેમની વિદાય આપી દઊં..!!
આ પળો
આવતા વર્ષે પાછી ગળે મળશે કે..?
મારા આંગણે ખુશીઓની રેલમછેલનું ‘રીપીટ ટેલીકાસ્ટ’ થશે કે..
પળો વચન આપી શક્તી હોત તો જોઇતું’તું જ શું..
પણ વહેતા સમયને ક્યાં કદી બાનમાં રાખી શકાયો છે..
વળી એવા માલિકીહક મને શોભે કે..
કેટ કેટલી અવઢવ..
પણ સાવ આમ જ છેડો ફાડી દેવાનો.
આ…વ…જો કહીને વિદાય જ કરી દેવાનું કે..!!
સાંભળ્યું છે કે ‘પરિવર્તન સંસારનો નિયમ છે.’
પરિવર્તનશીલ લોકો જ દુનિયાને વધુ ગમે
વધુ ડાહ્યાં લાગે..
ભૂતકાળને ભૂલો, ભવિષ્યની ચિંતા છોડો..વર્તમાનમાં જ જીવો..
૩૬૫ દિવસનો સંગાથ તો પત્યો હવે.
સારું ત્યારે…
આમે કંઇ તું મારી ‘આવજો’ની રાહ થોડી જોવાની છું..!!
એના કરતાં ‘સમય વર્તે સાવધાનવાળી’ કરી દઊં છું.
મન તો નથી થતું પણ તને આવજો કહી દઊં છું..
આવજે મારી વ્હાલુડી ‘૨૦૧૧ની સાલ’..!!
હા એક ભલામણપત્રની અરજી
મન થાય તો સહી કરજે…
આવનારી નવી-નવેલી ‘૨૦૧૨’ને
તારા અનુભવો, આશીર્વાદ વારસામાં આપતી જજે.
પછી તો હરિ ઇચ્છા બળવાન..
આમે મારો વ્હાલીડો અંતે
જે છે, જેવું છે એને ચાહતા પણ શીખવી જ દે છે..
‘બાય બાય -૨૦૧૧’.
સ્નેહા પટેલ
nice 1 . .( ajab gajab)
LikeLike
ખુબ સુંદર લખાણ. ઘણું જ ગમ્યું. એટલું બધું ગમ્યુ સ્નેહા, કે મેં તારી પરમીશન વગર અમેરિકાના ડલાસના રેડિયો સ્ટેશન પર હમણાં જ પ્રસારિત કર્યું !
LikeLike
અરે વાહ દીદી, એની કોઇ ઓડિયો ફાઇલ સાંભળવા મળી શકે કે…? ના મળે તો પણ વાંધો નહી…આટલા બધા લોકો સુધી મારા શબ્દો પહોંચાડવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર..
LikeLike
જરૂર મળશે.contact http://www.radioazad.us
LikeLike
A NICE WAY OF PRESENTING AND SAYING GOODBYE.2011 HAS GONE AND 2012 IS IN.LET US NOT MAKE RESOLUTIONS TO BREAK BUT REMEMBER TO NOT REPEAT THE MISTAKES WE DID LAST YEAR.WISHING A THOUGHTFUL AND KNOWLEDGABLE 2012. DHYANI.VRAJKISHOR,BARODA
LikeLike