પ્રેમ જવાબદારી બની જાય એ પહેલાં ચેતી જવું સારું.
– Alarmed, good to go before it becomes the responsibility of love.
– સ્નેહા પટેલ
phulchhab > Navrash ni pal > 25-01-2012.
સ્થાન છોડયું એટલે કંઈ ખાનદાની જાય ના,
લ્યો ચૂંટો, હું ફૂલ છું, છેવટ સુધી મ્હોર્યા કરું!
-ઓરછવલાલ શાહ ‘પારસ’
‘ચિંતન, ક્યાં છું ?’
‘ઘરમાં’
‘અરે યાર, થોડી વાર નીચે આવને, આપણી રોજની મુલાકાતના સ્થળે, થોડા ગપ્પાં બપ્પાં મારીશું. ચાલ જલ્દી કર ને આવી જા આપણા માનીતા પાનના ગલ્લે.’
ચિંતન બે મિનીટ તો મોબાઇલને કાન પરથી હટાવીને એના સ્ક્રીન પર બાધાની માફક તાકી જ રહ્યો. શું આ સાચે જ વિનીતનો જ ફોન હતો..!! એ જ વિનીત કે જેની સાથે કાલે જ એણે ગુસ્સામાં હાથ ઉપાડી દેવા જેવી છેલ્લી કક્ષાનું વર્તન કરેલું. ત્યાં તો મોબાઇલમાંથી નીકળતા ધીરા અવાજે એની એ વિચારતંદ્રાને ઝટકો આપ્યો.
‘હ્મ્મ..અ..અ…હા, આવ્યો વિનીત. બસ બે જ મિનીટ’. અને સ્વેટર ચડાવતો’કને ઝડપભેર એ દરવાજામાંથી બહાર નીકળી ગયો. પાછળ સાક્ષી, એની પત્ની વિસ્ફારીત નયને એને જોતી જ રહી ગઈ,’આને વળી શું થયું..કેમ કંઇ જ કહ્યા કર્યા વગર સાવ આમ ચાલતી પકડી…!!’
ચિંતન ફટાફટ નીચે ઉતરીને લિફ્ટમાંથી બહાર નીકળ્યો.એના પગ સોસાયટીની બહારના પાનના ગલ્લાં તરફ વળતાં જ એના કાને પંચોલી,વિનીતના ખાસ મિત્રનો અવાજ અથડાયો અને એ અટકી ગયો.
‘વિનીત, તું પણ ખરો છે હોંકે, સાવ આવું વર્તન થોડું ચલાવી લેવાય’કે..તું લખી રાખ જેના પર લખવું હોય એની પર કે આજે આ ચિંતનીયાને માફ કરીને સંબંધને થીંગડા મારીને ચલાવીશ તો એને વારંવાર આવી ટેવ પડી જશે અને તારા ભાગે વારંવારના આવા અપમાનો..થપ્પ્ડો જ આવશે..સમજ વાતને જરા’
‘પંચોલી, જો ચિંતનને આજકાલ ઓફિસમાં બહુ જ ટેન્શન ચાલે છે. કદાચ એની નોકરી જતી રહે એવી અફવાઓ પણ મારા કાને પડી છે. વળી એની પત્નીની તબિયત પણ નરમ ગરમ રહે છે. આખો દિવસ એના દવાઓના ખર્ચા, એની છોકરી પણ હવે એના હાથમાં નથી. ફેશનના નામે નકરા પૈસાના પાણી કરે છે અને સ્કુલમાં તો ક્યાં ભણવાનું એટલે એકસ્ટ્રા ટ્યુશન ક્લાસીસના ધરખમ ખર્ચાઓ. અધૂરામાં પૂરુ આજકાલ ચિંતનનો બનેવી એના ૩-૪ લાખની મૂડીનો દાવ કરી ગયો છે. વ્યાજ તો ઠીક પણ મૂડી પણ ગયા ખાતે જ સમજો. એવામાં મેં કાલે એની સાથે મારા એની જોડે બાકી નીકળતા લેણાની મજાક કરી તો એનું ભડકવું સ્વાભાવિક જ હતું ને…મને મારી ભૂલ સમજાય છે. વળી એ મારો લંગોટીયો મિત્ર છે. આમ થોડા હજારની રકમ કે એકાદ થપ્પડના કારણે આ દોસ્તી થોડી તોડી નંખાય..!!’
‘અરે પણ તેં તો મજાક કરેલીને વિનીત, ચિંતનને પણ એ વાત ખબર છે જ ને..એ તને ક્યાં નથી ઓળખતો’ પંચોલી બોલી ઉઠ્યો.
‘હા, મેં મજાક કરેલી. પંચોલી એક વાત મારી ગાંઠે બાંધી લે કે આપણે જેને પ્રેમ કરતાં હોઇએ, જેને પોતાના માનતા હોઇએ એમના ટેન્શનો દૂર કરવાને અસમર્થ હોઇએ તો બીજું કંઇ નહીં તો આપણા વર્તનથી એમને ‘ગિલ્ટી ફીલ’ તો ના જ કરાવવા જોઇએ. સુખ ના આપી શકતા હોઇએ તો દુઃખમાં વધારો શું કામ કરવાનો..આનાથી વધુ તો શું કહું હવે તને..?’
અને ચિંતન સ્તબ્ધ થઈને સોસાયટીના નાકે આવેલા બાંકડે જ બેસી પડ્યો. વિનીતનો સ્નેહ, સમજ, દોસ્તી એની આંખની કિનારી ભીની કરી ગયો.
અનબીટેબલ :- સંબંધની ગૂંચો બને એટલી વહેલી ઉકેલી નાંખવી સારી.
-સ્નેહા પટેલ
એને આગળ વધવું હતું
સૌથી આગળ
પણ આત્મવિકાસની અક્કલના તો વાંધા..!!
આજુબાજુ નજર દોડાવી
બહુ યે ફાંફા માર્યા
પણ કંઈ ના વળ્યું
કંઇ સમજાયું નહીં
કોઇ રસ્તો નહીં
બસ પછી તો
એક ઝનૂન ઉપડ્યું
પોતાનાથી આગળ હતા
બધાયને ધબાધબ ઢાળવા માંડ્યા
કોઇને વાણીથી
કોઇને રમતથી
કોઇને શસ્ત્રોથી…
એક જ વાક્ય મગજમાં
સો વાતની એક વાત
‘प्यार,इश्क ओर प्रगतिमें सब जायज’
અંતમાં..
બધીય ઢાળેલી લાશોના પગથિયા પર ચડીને
સફળતાની ટોચ પર જઇને બેઠો
હાશકારાનો એક શ્વાસ હેઠો બેઠો ના બેઠો
ને ત્યાં તો મગજ સૂન્ન..
આ શું..
પ્રગતિની ટોચ પર તો એ સાવ એકલો..
આજુ બાજુ દૂર દૂર સુધી નીરવ શાંતિ
એ એકલો જ બોલનારો ને એકલો જ સાંભળનારો..!!
https://www.facebook.com/Akshitarak
ફેસબુક પર એક પેજ બનાવવામાં આવ્યું છે.
https://www.facebook.com/snehashah.akshitarak
જેમાં ‘ઓનર તરીકે’ ‘અક્ષિતારક-સ્નેહા શાહ’ જેવા નામનો પણ ઉપયોગ કરાયો છે.
This is not my twitter id.
http://akshitarak.blogspot.com/
એનાથી પણ એક ડગલું આગળ વધીને મારા જ નામનો,મારી જ રચનાઓનો બ્લોગ પણ બનાવવામાં આવ્યો છે.(જેમાં ફક્ત એક જ મારી રચના છે-બીજી કોની છે એ મને નથી ખબર).
આ વિશે કાલે અંકિતાબેન જાડેજા’એ મને બ્લોગ પર જાણ કરી ત્યારે ખ્યાલ આવ્યો.આખી વાત શું છે એ જાણવા માટે કાલે ‘રવિરાજભાઈ’એ એમની સાથે વાત કરી તો એમનો જવાબ આવ્યો કે આ મારો પોતાનો બ્લોગ અને ક્રીએશન છે.
હવે આની સામે કેવા અને કેવી રીતના પગલાં લઇ શકાય એ માટે મિત્રો તમારી મદદ જોઇએ છે..જેણે બનાવ્યું છે એને કોઇ કામધંધા નથી. એવા ડીસ્ટ્રકટીવ અને ટાઇમપાસીયા લોકો માટે આપણે’ક્રીએટીવ’લોકોએ સમય બગાડવો પડે છે એનો અફસોસ થાય છે..પણ આ નાટકને ઉગતું જ ડામવું જરુરી છે. નહીં તો આ તો રોજ બધાના બ્લોગ અને નામની ખુલ્લેઆમ, બેશરમીથી ચોરી કરવામાં આવશે.અસલમાં વાર લાગે નકલમાં નહીં..
phoolchaab >Navrash ni pal > today’s artical
તારા બોલાયેલા શબ્દો પાછળના
મ્રુગજળીયા ગુસ્સા કરતાં..
શબ્દોના આવરણ હેઠે સંતાયેલી,
તારી ના બોલી શકાયેલી
મબલખ લાગણી
મને વધારે સ્પર્શે છે.
‘ના…ના..ના…આવું તો ના જ ચલાવી લેવાય? આવી ખોટી વાત કઇ રીતે સહન થાય.!! બધે સારા દેખાવાનો, સારા વર્તનનો મેં કંઇ ઠેકો લઈ રાખ્યો છે, આખરે હું પણ એક માણસ છું ને..’
સ્પષ્ટીના મોઢામાંથી એક ૪૭ની રાઇફલ ઘણધણી ઊઠી.
સ્પષ્ટી એક બહુ જ લાગણીશીલ, નિખાલસ,પરગજુ સ્વભાવની સ્ત્રી. પણ એનામાં નામ પ્રમાણેના ‘સ્પષ્તવક્તા’નો ગુણ (અવગુણ..!!) બહુ જબરદસ્ત હતો. લાગણીશીલ સ્પ્ષ્ટી જલ્દી ગુસ્સે થઇ જતી. મનમાં કંઈ જ ના હોય પણ ગુસ્સો ભાન ભુલાવી દેતું અને એ પોતાના શબ્દો પરનો કાબૂ ખોઇ બેસતી.જોકે જેટલી જલ્દી એ ગુસ્સે થતી એટલી જ જલ્દી એમાંથી પાછી પણ નીકળી જતી. પણ એ બે મીનીટનો ગુસ્સો, એ શબ્દો..!! એની બધીયે સારપ આ એક અવગુણની નીચે અમાસના ચાંદની જેમ છુપાઇને રહી જતી. જેના કારણે હંમેશા એના ભાગે ‘તને બોલવાનું કંઇ ભાન નથી’નું વાક્ય નિર્વિવાદપણે આવતું.
આજે સવારે જ સ્પષ્ટીએ ત્રીજા માળેથી એની રસોડાની કાચની બારીમાંથી કચરો સીધો નીચે નાંખ્યો. જે જોઇને એના પતિ પારિજાતને નવાઇ લાગી. કારણ પૂછતાં સ્પષ્ટીએ કહ્યું કે ‘એમની બિલ્ડીંગમાં લગભગ દરેક જણ આ જ રીતનું વર્તન કરે છે. તો પોતે એકલાએ જ શું કામ ડાહ્યા ડાહ્યા રહેવાનું..’
‘અરે પણ એ લોકો એમની મતિ મુજબનું વર્તન કરે, તારે તારો સ્વભાવ છોડવાની કયાં જરુર એમાં? તું શું કામ એમના જેવી થાય છે..!! તું આમ કરે એ મને ના ગમે. હવેથી તું આમ નહીં કરે…!’ વાતને એક પૂર્ણવિરામ આપી દેવાના ઇરાદા સાથે જ પારિજાત ઊભો થવા જતો હતો ને સ્પષ્ટીના મોઢામાંથી ઉપર મુજબના વાક્યો નીકળ્યાં.
પારિજાત અકળાઇ ગયો.
‘તું સમજતી કેમ નથી.’
‘હું શું કામ સમજું..મારે એકલીએ જ શું કામ સમજવાનું…બોલાવો સોસાયટીની મીટીંગ અને લાવો આનો કોઇ ન્યાયપૂર્ણ અને કાયમી ફરજિયાતપણે પાલન કરવાનો ઊકેલ.પછી હું આવું કરો તો મને કહેજો. બાકી આવું તો…’
વાત થોડી લાંબી ખેંચાઈ અને છેલ્લે ‘તને બોલવાનું કંઇ જ ભાન નથી..બોલાયેલા શબ્દોના ઘાવ કદી રુઝાતા નથી તને આ વાત કેટલી વાર કહી પણ તું છે કે સુધરવાનું નામ જ નથી લેતી…તારી જોડે તો વાત કરવાનું જ બેકાર છે’ ના તીર છોડાયા અને સ્પષ્ટી આરપાર વીંધાઇ ગઈ.
વાત બહારની હતી, મામૂલી હતી પણ ધીમે પગલે ઝગડો ક્યારે ઘરમાં પ્રવેશીને પતિ-પત્નીના મૂડને બગાડીને જતો રહ્યો એનો ખ્યાલ બેમાંથી એકેય ને ના આવ્યો. છેલ્લે અકળાઇને પારિજાત ઓફિસે જવા નીકળી ગયો.
સ્પષ્ટીને ખબર ના પડી કે આ આખીય વાતમાં પોતે ક્યાં ખોટી હતી..!!!
બેયનો આખો દિવસ આમ જ ખરાબ વીત્યો.
————————–
સાંજે ઓફિસેથી ઘરે આવતાં રસ્તામાં ફ્લોરીસ્ટને જોઇને પારિજાત એ દુકાને સહેજ અટક્યો અને એના મોઢા પર એક મંદ હાસ્ય ફરકી ગયું
સ્પષ્ટીનો મૂડ આજે બહુ જ ખરાબ હતો. સવારથી કંઇ જ ખાધું નહોતું. ‘પોતાને બોલવાનું સહેજ પણ ભાન નથી,પોતે એ સ્વભાવ સુધારવાનો લાખ પ્રયત્ન કરે છે પણ કાયમ નિષ્ફળ જાય છે’ની પીડા એના હૈયાને બહુ કનડતી હતી.
પારિજાતને પંજાબી બહુ જ ભાવે એટલે એ સવારથી નાન અને પંજાબી સબ્જીની તૈયારીમાં પડેલી. એટ્લામાં મિક્સરની ઘરઘરાટી વચ્ચે ઘરનો ડોરબેલ રણકી ઉઠ્યો,
‘ટીંગટોગ..’
અને ઉતાવળે પગલે સ્પષ્ટી બારણા તરફ દોડી..હડફેટે આવી ગયેલા પાણીના ગ્લાસ પર એક નજર નાંખીને એને સીધો કરવાની દરકાર કર્યા વગર જ દરવાજો ખોલ્યો ને ઓહ..આ શું..સામે જ પારિજાત એના મનપસંદ ‘કાર્નિશન’ના ફુલોનો મસમોટો બુકે અને એની ફેવરીટ કેડબરી લઇને સસ્મિત વદને એની સામે હેતાળ નજરથી નિહાળતો હતો.
‘પારિ…મને માફ…’અને સ્પષ્ટીના આગળના શબ્દો એના હોઠ પર મૂકાઇ ગયેલી પારિજાતની હથેળી હેઠ્ળ દબાઇ ગયા.
બે મિનિટના પરપસ્પરના આ મૌન સંવાદોની કાળજીભરી આપલેની વાતોએ ઘરને એકદમ હળવું ફૂલ બનાવી દીધું.
‘સ્પષ્ટી, મને ખ્યાલ છે કે તારામાં નામ પ્રમાણે જ ગુણ છે. એક્દમ ‘સ્ટ્રેઈટ ફોરવર્ડ.’ પણ તારા દિલમાં કોઇ મેલ નથી એ વાત હું સમજુ છું. તારો નેચર તું ઇચ્છે છે છતાં બદલી નથી શકતી એ વાત હું દિલથી સ્વીકાર કરુ છું. એમ કંઇ કોઇની પર જોર-જબરદ્સ્તી ના થાય.આપણે બેય ભેગા મળીને ધીરે ધીરે એના પર કાબૂ મેળવવાના રસ્તા પણ શોધીશું. વળી થોડું વિચારતા તારી વાત પણ મને સાચી લાગી. અમે હવે પછીની મીટીંગમાં આ બાબતે ચર્ચા જરુરથી કરીશું. હવે મીટીંગનું શું રીઝલ્ટ આવશે એ તો મને નથી ખબર, પણ આવી વાત માટે મારે મારી પ્રેમાળ’સ્પષ્ટી’ જોડે નથી ઝગડવું એ વાત તો ચોક્કસ. કારણ મને ખ્યાલ છે કે,
‘ જે પોતાની વાત સ્પષ્ટપણે બોલી કાઢે એ ખરાબ હોય અને જે ચૂપ રહીને કામ કરે એ હંમેશા સારા જ હોય એવું માનવાની ભૂલ ક્યારેય ના કરાય.‘
અને સ્પષ્ટી પોતાને આટલું સારી રીત સમજી શકનારા,પોતે જેવી છે એવી સ્વીકારી શકનારા પતિના સ્નેહમાં ખોવાઇ ગઈ.
અનબીટેબલ :- સાચા માણસો ખોટું વર્તન સરળતાથી સહન નથી કરી શકતા.
સ્નેહા પટેલ
તું પતંગ અને હું દોરી
બંધાયા સ્નેહ-ગાંઠે ચોરી-ચોરી.
ચાલ..
ઉંચે ઉંચે ઉડી જઈએ
ગગનમાં થપ્પો રમીએ
વાદળામાં ખોવાઇ જઇએ
વાયરાના હિંડોળે ઝુલીએ
અન્યોન્ય હૈયાસરસા રહીએ
આમ ગોથ ના ખા,
વફાદાર રહે
તારા આ નટખટ અડપલાં
જાન લઇ લે મોરી..
તું પતંગ અને હું દોરી
બંધાયા સ્નેહગાંઠે ચોરી ચોરી..
સ્નેહા – અક્ષિતારક.
જેને સાચો પ્રેમ કરતા હો એને ક્યારેય ‘ગિલ્ટ’ની લાગણીનો અનુભવ ના કરાવશો.
-સ્નેહા પટેલ
ખેતીની વાત મેગેઝિન > મારી હયાતી તારી આસપાસ- ૪ > જાન્યુઆરી,૨૦૧૨.
લાગે છે તું સાવ પાગલ થઈ ગયો છે. તું આવું કહી જ કેમ શકે..!!
તું મને બરાબર જાણે છે, એમ છતાં કહે છે કે ‘ હવેથી મને કાયમ માટે ભૂલી જજે..!’
તો શું આપણો પ્રેમ જેમાં આપણે હજારો કસમો ખાધી, વાયદાની આપ-લે કરી એ સાવ,
‘એક વ્યવસ્થા હતી ?
એક સુવિધા હતી ?
એક ગણિતશાસ્ત્ર હતું ?’
મારી સામે અત્યારે એક બાળક આઇસ્ક્રીમ માટે જીદ કરે છે ત્યારે તું યાદ આવી ગયો. તને પણ આઇસ્ક્રીમ આમ જ પસંદ છે ને. આપણે મળીએ ત્યારે તું હંમેશા આઇસ્ક્રીમ ખાવાની જ વાત કરે. વળી આઇસ્ક્રીમ ખાતા ખાતા જાણે આજુબાજુની દુનિયાને સાવ જ ભૂલી જઇને આઇસ્ક્રીમમય જ થઈ જાય છે અને હું ઇર્ષ્યાભરી આંખે તારા આઇસ્ક્રીમ સામે જોઇ રહ્યા વગર કંઇ જ ના કરી શકું..!! આ આઇસ્ક્રીમની આ મજાલ..મારા કરતા એ તને વધારે પ્રિય થઇ જ કેમનો શકે ? મારું ચાલે તો મારી ઇર્ષ્યાની આંચ પર આખી દુનિયાના આઇસ્ક્રીમને એક્સાથે ભેગો કરીને બાળી કાઢું..’ના રહેગા બાંસ ના રહેગી બાંસુરી..’
હવે બોલ..આવી તીખી તમતમતી ઇર્ષ્યા હોય એ પ્રેમ કેવી કક્ષાનો હોય એ મારે તને સમજાવવાનું રહે છે કે…?
શ્વાસ પલળ્યો, શબ્દો પલળ્યા,
આ ચારેકોરની હવા પણ પલળી.
વીજળી પડી જ્યારે જાણ્યું કે બસ
એક લાગણીઓ જ ના પલળી..
પ્રેમ એટલે કંઇ ભુલવા યાદ રાખવાની રમત થોડી છે ? એમાં તો બે વ્યક્તિ આખી દુનિયા ભૂલીને, સંપૂર્ણપણે ઓગળીને એક થઈ જાય…આ તો એક શક્તિ સમાન છે…મને કાયમ જીવતી રાખતી દૈવી શક્તિ અને તું કહે છે કે ‘હું તને ભૂલી જઉં..’ આવા પીગળતા સીસા’ જેવા ચાર શબ્દો….આહ..!! દિલમાં વાંસળી- છેદ પાડીને આરપાર નીકળી જાય છે અને પછી રેલાય છે નકરી વેદનાના સૂર.આંખોમાં દરિયો ઊમટી આવ્યો જો..
સાંભળ્યું છે કે,
પત્થરોમાંથી પણ ઝરણાં ફૂટે છે..
તું તો વ્હાલનો દરિયો..
તારા પાણી આમ કાં સૂકાયા રે સાજન !!!!
મારી આંખોના લાગલગાટ
વહેતા દરિયાને
શેની પાળ બાંધુ..?
બોલ ..
વહેતા શીખવ્યું
તરતાં ના શીખવ્યું,
ભરપૂર લાગણીના મધદરિયે
તારા વિના એકલા કેમનું તરવું હવે..?’
તને તો હું કેમ ભૂલી શકું..? સારું ચાલ તું મારી વાત છોડ, તું મને ભૂલી શકીશ ?
મને યાદ છે એ રોજ જમતી વેળાએ ‘પહેલો કોળિયો’ મારા હાથે જ ખાવાની તારી જીદ. તું દુનિયાના ગમે તે છેડે હો પણ એ કોળિયો હાથમાં લેતાં વેંત જ આંખો બંધ કરીને મનોમન મને યાદ કરી લેવાની એ અચૂક ટેવ, એ કોળિયાના સ્રર્વ હક તેં રાજીખુશીથી કાયમ માટે મારે નામે કરી દીધેલા…યાદ છે ને..!! તો એ ‘પહેલો કોળિયો’ મને યાદ કર્યા વગર તારા ગળે ઉતરશે કે..? ઘણીવાર તો એ ‘કલ્પના જગતના કોળિયા’થી તારો જીવ ના ભરાતા, મને એ જ ઘડીએ મળવા બોલાવી; મારા હાથે જ એ કોળિયો ખાવાની જીદ કરતો..ઘણીવાર હું આવી શકતી તો તને જાણે કુબેરનો ખજાનો મળી ગયો હોય એમ, નાના બાળકની જેમ ખુશ થઇ જતો. તો ઘણીવાર મારાથી એ ‘આવવાનુ’ શક્ય ના બનતાં તું ગૂમસૂમ થઈને એ કોળિયો પાછો થાળીમાં મૂકીને, અન્નદેવતાની બે હાથ જોડીને માફી માંગીને, ભીના હ્રદયે ઊભો થઈ જતો..આખો દિવસ એમ જ ભૂખ્યા-તરસ્યા નીકળેલા તારા એ દિવસો મને અંદર સુધી હચમચાવી જતાં. એ બધું કેમનું ભૂલી શકાય? એની કોઈ પાઠશાળા કે કોઇ સોફટ્વેર ધ્યાનમાં હોય તો કહેજે ભૂલવાનું શીખી લઈશ. બાકી,
‘હું અને મારી લાગણીઓ તો નકરી અભણ, એક પ્રેમની ભાષા જ સમજાય છે એને તો.’
તારા માટે પણ આ લાગણી એટલી જ તીવ્ર હતીને..પ્રેમની મર્યાદા જાળવવા તું કેટ-કેટલું ધ્યાન રાખતો હતો..
તને યાદ છે, હું જ્યારે તારી પાસેથી ‘આઇ લવ યુ’ સાંભળવાની જીદ્દ કરું, ત્યારે તું હંમેશા કવિ કાલિદાસની ‘અભિજ્ઞાન શાકુન્તલ’ની વાત કહેતો હતો કે, ‘એણે આટલા વર્ષો પહેલાં એ નાટકમાં ક્યાંય ‘પ્રેમ’ શબ્દનો ઉપયોગ જ નથી કર્યો. એના બદલે એણે રતિ, કામ, શૃંગાર જેવા શબ્દોને જ સ્થાન આપ્યું છે. સાત અંકનું નાટક અને એક પણ વાર પ્રેમ શબ્દ જ નહીં કેટલું અઘરું કામ !! કારણ કે એમણે એ ‘પ્રેમ’ શબ્દને વારંવાર લખીને સાવ છીછરો નહોતો બનાવવો. ચોરે ને ચૌટે બોલાતા પ્રેમ શબ્દના છીછરાપણાને જો આજે ‘શેલી’ જીવતાં હોત તો કેટ્લો આઘાત લાગત. અરે હા..’લવ’ શબ્દ મૂળ અંગ્રેજ કવિ શેલીની શોધ છે એ પણ આ પ્રેમ પ્રેમ લવતાં ડ્રાઉં ડ્રાઉં કરતાં દેડકાંઓને ખ્યાલ નહીં હોય. એટલે જ એ ‘પ્રેમ’ શબ્દની અસ્મિતા જાળવવા માટે હું પણ તને આખો દિવસ ‘આઈ લવ યુ’ નહી જ કહું.. કેટલો જીદ્દી..!!
વળી તારી ભીતરના ચંદનવનને મારી યાદોની ગરમીથી આગ નહીં લાગે ? તારી આજુબાજુની સમગ્ર સૃષ્ટિ, તારી ઇચ્છાઓ, ઓલો તડકો-પવન-વરસાદ…આ બધાયમાં તું મને નહીં સંવેદે ? એકદમ સાચું બોલજે હોંકે, જાત સાથે સંપૂર્ણ પ્રામાણિક રહેવું વધું સારું. ત્યાં પ્રામાણિકતાના ચેડાં પકડાઇ જાય એ તો તને ખબર જ હશે ને..? રોજ રાતના સૂતી વેળાએ પાંપણની ધારે મારી યાદ આવીને તલવાર સમ બેસી જશે. પછી રાતીચોળ આંખ લઈને તારી પથારીના સળોમાં તું મને શોધતો ફરજે. તું પણ મારા વિના નહી જીવી શકે એ વાત સ્વીકારતો કેમ નથી તું ?
‘માંડ તો આ લાગણી લખાણી નસીબમાં
એનો ઓચ્છવ ઊજવ્યા વગર તો કેમ ચાલે ?’
આટઆટલું ઉમેર્યા પછી પણ આપણી બેલેન્સશીટ આમ ઝીરો તો કેમની કરી શકાય મને તો એ જ નથી સમજાતું. મારી જીંદગીના કણકણમાં છવાયેલા તારા અસ્તિત્વને કેમનું સમેટી શકાય..!!
‘वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ!
निर्विध्नम कुरुमे देव सर्व कार्येषु सर्वदा !!
શિવ-પાર્વતી જેવા વિવાહ આદર્શ વિવાહ છે. શિવજી જેવા વરને પામવા પાર્વતી જેવું ચિંતવન કરવું જોઇએ. દરેક સ્ત્રીના હાથમાં એક પાર્વતીરેખા અવશ્ય રહેલી છે.’
આવુ જ કંઇક લખાણ ધરાવતી અને બદામી કલરની રુપકડી ચમકતી, ગણપતિજી-વિધ્નહર્તા (!!)ના ફોટાથી સોહતી કંકોત્રી જોઇને ખબર નહીં દિલના વ્રણ પાછા ખળભળી ઊઠ્યાં. હમણાં જ તું આ કોફીશોપના કાચના દરવાજેથી હવાના ઝોંકાની જેમ મારાથી નજર છુપાવતો બહાર નીકળી ગયેલો એની સાક્ષીરુપે પેલો કાચનો દરવાજો હજુ ધીમો ધીમો ઝુલતો હતો.
તારા ગયા પછી
અડધી કોફી પીને મૂકેલા
કપની આંગળીઓની છાપ પર
હલ્કો અંગુલીસ્પર્શ..
કપની કિનારી હજુ તારા હોઠના
સ્પર્શથી ધગે છે.
તું બેઠેલો એ ખુરશીના હાથા પર
તારા પરસેવાની બે બૂંદ ચમકે છે.
ટેબલ પરની એશ-ટ્રેમાં તારી
સિગારેટના ઠૂંઠા હતા
એક ઠૂંઠું
મેં મારા હોઠ પર મૂક્યું
અદ્દ્લ તારી જ સ્ટાઇલમાં
આખ્ખે- આખી ૭ ઇંચની સિગારેટ ફૂંકી મારી !!
તારા વોલેટ્માંથી કાઢીને મૂકાયેલ
એ એશટ્રેની નીચેના
સિનેમાની બે ટિકિટોના અડધિયા
પંખામાં આમથી તેમ ફરફરતા હતા
અને બાજુમાં
તારા લગ્નની કંકોત્રી
એ બધાંય પર પાણીવાળી નજર ફેરવી લીધી
એ બધુંય તારા જેટલું જ પ્રિય લાગ્યું મને
છેલ્લા બે કલાકમાં
એ બધાંયથી મને તારા જેવો જ પ્રેમ થઈ ગયેલો..!!
વધારે તો શું કહું હવે તને, ક્યારેક મન થાય તો યાદ કરી લેજે
‘તને તારા પહેલાં કોળિયાના સમ..!!’
– સ્નેહા પટેલ
સાંજને આંગણ ઉદાસીના સૂરજ
આંખમાં પરછાઇઓ ઢળતી રહી.
આયખાના અંતની લઈને આરઝુ
એક મીણબત્તી પાછી બળતી રહી.
-અજ્ઞાત.
‘મમ્મી, જલ્દીથી મારું ટીફીન ભરી દે, આજે તો મારે કોલેજ જવાનું મોડું મોડું થઈ ગયું છે’
‘હા દીકરા આવી, બસ એક મિનીટ. ખાવાનું ‘રેડી’ જ છે’
ત્યાં તો ટીનેજર દીકરી રાશીનું ફરમાન છૂટ્યું,
‘મમ્મી, મારી આ ટી-શર્ટ તો જો કેવી ચૂંથાયેલ છે..જરા ઇસ્ત્રી કરી આપને. હું ત્યાં સુધી ફટાફટ નહાઈ લઊ. આજે મારે જીમમાં જલ્દી પહોંચવાનું છે અને હા, મારી પેલી ‘પર્પલ સ્ટોન’વાળી ઇયરિંગ્સ પણ કાઢી રાખજે ને પ્લીઝ.’
‘ઓ.કે. આવી દીકરા..બસ એક જ મિનીટ, તું તારે સ્નાન કરી લે શાંતિથી.’
‘અરે રીવા, મારા મોજાં ક્યાં છે, જલ્દી શોધી આપ અને હા રુમમાં આવતા આવતા ઠંડા પાણીની એક બોટલ પણ લેતી આવજે ને.’
‘હા, બસ એક મિનીટ ..’
રીવાએ ટીફીન ડાઇનિંગ ટેબલ પર મૂકયું, ટી-શર્ટ ઇસ્ત્રીના ટેબલ પર મૂકીને ઇસ્ત્રીની સ્વીચ ચાલુ કરી રાખી, જેથી એ થોડી ગરમ થતી થાય અને ફીજમાંથી પાણીની બોટલ લઇને ફટાફટ પતિદેવ રુપેશને મોજા શોધી આપવા માટે બેડરુમમાં ગઈ
અડધો કલાક પછી બધા પોતપોતાના રસ્તે. ઘરમાં એક સૂનકાર વ્યાપી ગયો.
‘હાશ..!’
રીવા એક હાથમાં છાપું અને બીજા હાથમાં ચાનો કપ લઇને એની મનપસંદ ખુરશી પર બેઠી. હજુ તો ચાનો એક ઘૂંટ જ પીધો, પહેલાં પાને નજર ઠરી ના ઠરી ત્યાં તો ફોનની ઘંટડી વાગી,
‘મમ્મી, હું મારી બે બહેનપણીઓને લઇને આવું છું. એ લોકો લંચ આપણી સાથે લેશે. તો પ્લીઝ ..તું સમજે છે ને…!!’
રીવા બે ઘડી તો સૂનમૂન..પણ તરત જ જાત પર કાબૂ મેળવીને બોલી,
‘અરે હા બેટા..ચોક્કસ..એમના મનપસંદ પરોઠા,સબ્જી અને પુલાવ કઢી તૈયાર જ હશે.આવી જા તું તારે’
છાપુ એક બાજુ અને એ ફટાફટ નહાવા ઊપડી,
હજુ તો બાથરુમમાં પગ મૂકે એ પહેલાં તો દરવાજાની ઘંટ્ડી વાગી. જોયું તો કામવાળી બાઇ આજે વહેલી આવી ગયેલી. એને આજે ક્યાંક વહેલું પહોચવાનું હતું એટલે એ રીવાનો સમય સાચવવા (!!) વહેલી આવી ગયેલી. ઘરમાં થોડી ઝાપટ ઝૂંપટ પતાવી સરખું કરી અને રીવા નહાવા ગઇ. ગીઝરમાંથી કાઢી રાખેલ પાણી ઠંડુ થઇ ચૂકેલું જે એના આજે તો મન ભરીને ગરમ પાણીએ નહાવાના ઇરાદાને પણ ઠંડા પાણીએ નવડાવી ગયું.જેમતેમ ફટાફટ ન્હાઇને એ રસોઈએ વળગી. ખૂટતી કરતી વસ્તુઓ નીચેથી ચોકીદારને બોલાવીને ૧૫રુપિયાની રોકડી લાંચ આપીને મંગાવી લીધી.
રાશી અને એની બહેનપણીઓને જમાડીને છેલ્લે ગેસ સાફ કરતા કરતાં રીવાની નજર ઘડિયાળ તરફ ગઈ અને યાદ આવ્યું કે દીકરો રવિન હવે આવતો જ હ્શે.. એના માટે થોડું ‘લેમન જ્યુસ’ બનાવી લઊં, બિચારો થાકેલો હશે.
હાશ..બધું પતાવીને એ બેઠી. માથું થોડું ભારે લાગતું હતું: ‘કદાચ એક શ્વાસે કામ કરવામાં આવ્યું એટલે.. હશે એ તો.’
ત્યાં તો એને એની બહેનપણી રોશની જોડે થયેલી વાત યાદ આવી’
‘રીવા હવે તો તારા સંતાનો મોટા થઈ ગયા છે, તું હવે થોડું તારા માટે જીવ, તારી તબિયત માટે થોડું યોગા, જીમ જોઇન કર.કંઇક મનગમતી પ્રવ્રુતિ માટે સમય ફાળવ. તું તો ખાસી સ્માર્ટ છે. તને તો કોઇ પણ જગ્યાએ પાંચ આકડાની નોકરી આરામથી મળી જાય..!!’
અને રીવા મનોમન હસી પડી. કેવી પાગલ જેવી વાતો કરતી હતી આ રોશની. આ જો, હું ઘરમાં ના હોવું તો આ ઘરમાં એક પત્તું પણ હાલે એવી હાલત છે કે…? કોઇને પોતાના કામ જાતે કરવાની ટેવ જ ક્યાં છે? વળી એમણે શું કામ કરવા જોઈએ.મને મજા આવે છે મારા પરિવાર માટે જીવવામાં, કામ કરવામાં, એમની નાની નાની જરુરિયાતો પૂરી કરવામાં..એમના સમય સાચવવામાં. મારા લીધે કેટલી શાંતિ અને નિયમીતતા છે એમની લાઇફમાં.. આનાથી વધારે મારે શું જોઈએ વળી!’
‘ઓહ..આ માથું કેમ આટલું ભારે લાગે છે.. આ કમર પણ બહુ તૂટે છે આજકાલ. થોડું કામ કરું ને થાકી જવાય છે.’
સાંજે ફેમિલી ડોકટરને મળવા ગયેલી રીવાને ડોકટરે ‘હાઇ પ્રેશર’ના નિદાન સાથે થોડા રીપોર્ટ્સ કઢાવવાના પણ કહ્યાં. જેના પરિણામમાં રીવાને કરોડરજ્જુના છેલ્લા મણકામાં જગ્યા પડતી હોવાથી થોડા સમય માટે ‘ટોટલ બેડરેસ્ટ’ કરવાની ફરજ પડી.
બે દિવસ તો બધું સમૂસુતરું ચાલ્યું.બહારથી સરસ મજાના ટીફીન આવી જતાં. રીવાને ‘આઇ લવ યુ, મીસ યુ, જલ્દી સાજી થઈ જા હવે, તારા વગર તો અમે સાવ પાંગળા જ થઈ જઈએ છીએ..’જેવા મતલબી અને મીઠા મીઠા શબ્દોની ચાસણીમાં ઝબકોળવામાં આવતી. પણ પછી બધા પાછા પોતપોતાના કામમાં બીઝી.
એક રસોઈયણ રાખી લીધી જે બે સમય આવીને રસોઇ કરી જતી.પણ રીવાની જોડે બેસનારું, વાત કરનારું,’બસ, એક મિનીટ’ વાળું…’ કોઇ જ નહીં. એનાથી માંડ માંડ ઊભા થવાતું. એના જમવાના, દવાના કે બારણે વાગી ઊઠતા બેલ વખતે દરવાજો ખોલવાની દિનભરની એકસરસાઇઝમાં કોઇનો જ સાથ નહીં.
બે ચાર દિવસ તો એણે જેમ તેમ કાઢ્યાં. પણ હવે એનાથી નહોતું પહોંચી વળાતું. રાતે જમતી વખતે એણે બધા આગળ પોતાની મનઃસ્થિતી રજૂ કરી અને થોડા દિવસ વારાફરતી પોતાનો સમય સાચવી લેવાની વિનવણી કરી.બધા એકબીજાનું મોઢું તાકવા લાગ્યાં, ગલ્લાં તલ્લાં કરીને ત્યાંથી છટકવા લાગ્યાં. રીવા માટે કોઇને પોતાની રુટીન લાઇફ ડીસ્ટર્બ નહોતી કરવી. હા પ્રેમ ભરપૂર હતો પણ એના માટે સંભાળ લેવાની તકેદારી લેવાની કોઇની કંઇ ખાસ ઇચ્છા નહોતી. છેલ્લે રુપેશે પણ ઓફિસના કામકાજ આગળ ધરીને પોતાની મજબૂરી પ્રદર્શિત કરી ત્યારે એ અકળાઇ ગઈ,
‘હું આખો દિવસ ‘બસ, એક મીનીટ’ કહીને તમારા બધા માટે ઊભા પગે હાજર રહું, તમારા કામકાજ શાંતિથી, નિયમીતપણે કરી શકો એ માટે તમારા ટાઇમટેબલ પ્રમાણે મારા સમયપત્રકો બનાવી બનાવીને જીવ્યા કરું.. અને તમે લોકો મારો આટલો સમય પણ ના સાચવી શકો ?’
‘મમ્મી, તું તારી મરજીથી અમારા કામ કરતી હતી. અમે તને કોઇ ફરજ નહોતી પાડી. વળી દુનિયાની બધી મા પોતાના સંતાનો માટે આટલું તો કરે જ ને, એમાં તમે શું નવાઇ કરી.સોરી, અમને નહી ફાવે” રવિન બોલ્યો અને રાશીએ પણ લાચાર નજરથી જ પોતાના ભણવા અને જીમના સમયપત્રકોને બગાડીને રીવા માટે સમય કાઢી ના શકવાની મજબૂરી જાહેર કરી લીધી.
અને રીવા અવાચક થઈને વિચારતી રહી કે,
‘ હા, એમણે તો મને કોઇ દિવસ કોઇ કામ માટે કહ્યું નથી. આ તો પોતે જ પોતાની જાતને એ લોકો આટે સાવ ફાજલ રાખી હતી,’ઇઝીલી અવેઇલેબલ બનાવી દીધેલી. આમ જોવા જઇએ તો વાંક તો પોતાનો જ હતો ને..!!”
અનબીટેબલ :- દુનિયામાં સરળતાથી મળતી વસ્તુનું મૂલ્ય કાયમ ઓછું હોય છે.
http://www.janmabhoominewspapers.com/Admin/Data/Epapers/11_Jan/panch_01.pdf
-સ્નેહા પટેલ
![]() ![]() ![]() |
![]() તું મને નિહાળે અને મને લાગે કે હું સુંદર છું. તુ મને સ્પર્શે અને મને લાગે કે હું નાજુક છું. તું મને વિચારે અને મને લાગે કે હું વિશ્વાસ છું. તું મને સાંભળે અને મને લાગે કે હું સંગીત છું. તું મને ચાહે અને મને લાગે કે હું જીવંત છું. બસ,રે…….. સ્નેહા-અક્ષિતારક |
![]() ![]() ![]() |
શ્રી ખોડલધામ સ્મ્રુતિ > આચમન – ૪ > જાન્યુઆરી-૨૦૧૨.
બાળપણ હંમેશા માસૂમ હોય છે અને એટલે જ સુંદર પણ હોય છે.દુનિયાના કોઇ પણ છેડે શ્વસતા ગોરા કે કાળા વર્ણના, ગરમીના કે ઠંડીના પ્રદેશના બાળકને લઇ લો, નિર્વિવાદપણે એનામાં આ માસૂમિયતનો ગુણ દેખાઇ આવશે. એ હંમેશા દિન-દુનિયાથી બેખબર પોતાની મસ્તીમાં જ જીવતું હોય છે.
જન્મતાંની સાથે જ એની સઘળીયે ઇન્દ્રીયો સતત આ દુનિયાની દરેક ગતિવિધીઓનું ઝીણવટપૂર્વક,ચપળતાથી અવલોકન કરતી હોય છે. બગીચામાં પવનની લહેરખી વાય ત્યારે ડાળીએ ઝુલતા,લચી પડેલા ફુલોના ઝુમખાં એ દિશામાં જે રીતે લળી પડે છે, જોઇને એના ગુલાબી કોમળ હોઠ પર નિર્દોષ હાસ્ય ફેલાઇ જાય છે. પક્ષીઓ સુંદર મજાનું ગાયન ગાય ત્યારે એના કાન સરવા કરી લે છે, અને આખેઆખો ગીતરસ એના કાનમાં સમાવી લે છે. નદી, ઝરણાં વગેરેના વહેણને પોતાની ગોળમટોળ કાળી કીકીઓમાં નકરુ કુતૂહલ ભરી નજરથી ‘ક્લીક’ કરી દે છે અને આ બધામાં છુપાયેલો ઇશ્વરનો ગર્ભિત સંદેશો આબેહૂબ પોતાના માનસપટ પર અંકિત કરવાનો પ્રયત્ન કરે છે, ‘વત્સ તું મારો એક માનીતો અને વ્હાલુડો અંશ છું એટલી વાત બરાબર યાદ રાખજે. ભવિષ્યમાં ક્યારેય પોતાના અસ્તિત્વને ભૂલીને સમગ્રની- મારી -પ્રકૃતિની ઉપરવટ જવાની કોશિશ ના કરીશ.એ નિરર્થક પ્રયાસોમાં તું તારી એકઠી કરેલી બધી તાકાત,માસૂમિયત વેડફી કાઢીશ એનો મને ભય છે. વળી એ વેડફ્યા પછી પણ તારે માથે કોઇ વિજયપતાકાઓ નથી લહેરાવાની. તારે મારા સમગ્ર અસ્તિત્વની શરણાગતિ સ્વીકાર્યા વગર કોઇ છૂટકો જ નથી. ભવિષ્યમાં પણ તારી શક્તિના સ્ત્રોત તો મર્યાદિત જ હશે, પણ મને એવા કોઇ જ બંધનો કે મર્યાદાઓ નથી નડવાના. ઢગલો મથામણોના અંતે પણ છેવટે પરાજ્ય પામીને મારી સામે વેદનાથી થાકી-હારીને ઝુકી જઈશ. એના કરતાં ‘સમય વર્તે સાવધાન’ રહીને રાજીખુશીથી મારી સાથે જીવતાં શીખજે. મારો વિરોધ કરીને મને પડકારવાના બદલે મારામાં વિશ્વાસ રાખીને પ્રેમ અને શ્રધ્ધાથી મને જીતવાના, સમજવાના પ્રયત્નો કરજે. આમ કરીશ તો છેવટે હારીને પણ તું જીતી જઇશ. અત્યારે તારું મન એકદમ કોરું અને કોઇ જ પક્ષપાતો વગરનું ચોખ્ખું ચણાક છે એટલે આ વાત તને સમજાવવાનો પ્રયત્ન કરું છું. બાકી એના પર પક્ષપાતોના,અભિપ્રાયોના વરખ લાગવા માંડશે પછી તો તું કોઇનું નથી સાંભળવાનો એ વાત મને ખ્યાલ છે’ અને બાળક ઇશ્વરની બધીયે વાતો મોઘમમાં સમજી જતું હોય એમ બિન્દાસ થઇને સહજતાથી જીવવા લાગે છે. પોતાની પૂરેપૂરી જાત એને સમર્પી દે છે. ‘હેય ને પેલો બેઠો જ છે ને હજાર હાથ વાળો. પછી મારે ક્યાં કોઇ ચિંતા છે. એ સંભાળી લેશે મને.’
પણ, વિધીની ખરી વક્રતા તો હવે ચાલુ થાય છે. બાળક અને ઇશ્વર વચ્ચેનો આ શુધ્ધ અને પ્રેમાળ સંવાદ બાળકની આજુબાજુ વસતી દુનિયા નથી સાંભળી શકતી કે નથી સમજી શકતી.
એના સંસારમાં વસતા એના મા-બાપ,વડીલો,શિક્ષકો વગેરે પોતપોતાની સમજ, અનુભવ અને પૂર્વગ્રહો યુકત શબ્દોથી, વર્તનથી બાળકના ભવિષ્યના લેખ લખવાનું – એના ભાગ્યવિધાતા જેવું મહાન (!!) કામ કરતાં નજરે પડે છે. પછી ચાલુ થાય છે બાળકની જીવન જીવવા માટેની મોટેરાંઓ દ્વારા નક્કી કરાયેલી માનસિક અને શારીરિક કવાયતો થી ભરપૂર જીવનપધ્ધતિ.
હંમેશા જોવામાં આવ્યું છે કે ‘ભૂલો ભલે બીજું બધું મા – બાપને ભુલશો નહીં’ જેવી પંકિતઓનો જેટલો સારો ઉપયોગ કરાય છે, એટલો જ આ બાળકોને ‘ઇમોશનલ બ્લેકમેઈલ’ કરવા પણ વપરાય છે. માતા અલગ વિચારો ધરાવતા ભજનો સંભળાવે તો, બાપા કોઇ અલગ જ ગણત્રીવાળો રસ્તો ચીંધે, સ્કુલના શિક્ષકો કોઇ બીજી જ સમજના પાઠ ભણાવે. એ કુમળા બાળમાનસમાં દરેક પોતપોતાની તાકાત અને સમજ અનુસાર પોતાના વિષ અને અમ્રુત રેડતું હોય દેખાય. હવે બાળકનું મન રહ્યું કોરી પાટી, એની પર જે ભાષાના જે એકડાં માંડવા હોય એ માંડી શકાય છે, ઘૂંટાવી શકાય.
સમજદાર અને સંયમી મા-બાપ બાળકના મગજમાં સતત સારા સંસ્કારોનું અમ્રુત સીંચવાના પ્રયત્નો કરતા રહે છે. એનામાં ઇશ્વરની આસ્થા અકબંધ રાખવાના પ્રયાસો કરતા હોય છે. રાત દિવસ મહેનત કરી કરીને સંતાનોના સુખી ભાવિ માટે ઊભી કરેલી સુખ અને સગવડોથી ભરપૂર દુનિયામાં એમને વિપરીત દશામાં અને અભાવો વચ્ચે પણ કેમ જીવી શકાય એની સમજ પણ આપતા જાય છે. વાણી અને વર્તનનો યોગ્ય જગ્યાએ યોગ્ય વ્યવહાર કરતાં શીખવવાનો પૂરો પ્રયત્ન કરે છે. ભગવાનના આશીર્વાદથી મળેલી તાકાતથી છકી ગયા વગર સાહસથી જીવનને રોમાંચક બનાવીને તળિયા સુધી માણી લેવાની વાતો પણ શીખવતા જાય છે સાથે ‘બેલેન્સીંગ વર્તનના સ્વામી ભવઃ’ ના આશીર્વાદ સદા એના પર વરસાવતા જાય છે
તો કેટલાંક છીછરા ઘડા જેવા મા-બાપ પોતે જે વર્તન કરતાં હોય એ પોતાનું સંતાન ના જ કરે એવો દુરાગ્રહ રાખે. જેમ કે પોતે ખોટું બોલી શકે (એ તો આ દુનિયામાં જીવવા માટે જરુરી છે. સાચાનો જમાનો જ ક્યાં રહયો છે હવે.!) પણ બાળક સામે : ‘અરે ખોટું ના બોલાય બેટા, એવું કરીએ ને તો ભગવાન આપણી જીભમાં કાંટા ઊગાડે.’ પોતે ગુસ્સે થાય ને સંતાનને બે અડબોથ લગાવી દે, બે ચાર ગાળો બોલી કાઢે તો ચાલે, પણ દીકરાના શિરે તો ‘અપશબ્દો બોલે એવા મિત્રોની સામે પણ નહીં જોવાનું’ની વજનદાર જવાબદારી ઠપકારી દેવાની. પોતે સિગારેટ પીવે, શરાબ પીવે તો ચાલે (હાય રે ઢગલો કામકાજના, સામાજીક વ્યવહારના ટેન્શનો ) પણ દીકરો પોતાનું અનુકરણ કરીને પેન્સિલ મોઢામાં નાંખીને સિગારેટ પીવાનો ડોળ કરે તો પીત્તો જાય, નાલા….. !! અને બે ધોલધપાટીની તડાતડી.. સાથે વિચારતા જાય કે આવું કેમ ચલાવી લેવાય આપણે રહ્યાં ‘ઈન્ડીયન બ્લડ’ આપણે આર્યપ્રજા, અનાડી જેવા થઈએ, એ કેમ પોસાય ?
પેલું ખબર છે ને કે, ‘નાઈન્ટીએઈટ ડીગ્રી ઈઝ ધી નોર્મલ ટેમ્પરેચર ’. ૧૦૦’ એ ‘એબોવ નોર્મલ’ .
એ જ રીતે ‘એબોવ નોર્મલ’ વિચાર કરવા કે, ‘બીલો નોર્મલ’ વિચાર કરવા તે ય ‘ફીવર’ છે.
સગા-સંબંધીઓ જ્યારે આવા બાળકોને માથે હાથ ફેરવીને આશીર્વાદ આપે કે “બેટા બાપથી યે સવાયો થજે” ત્યારે પેલું બાળક પણ આવા ‘વિચારોના ફીવર’માં સપડાય અને આ બધીયે ઘટનાઓનો પોતાની સમજણ મુજબ સરળ અર્થ કાઢે છે કે, ‘આનો મતલબ મારે સવાયું ખોટું બોલવાનું, એ અડબોથ મારે છે તો મારે ગનથી ગોળીઓ ઝીંકવાની, એ બે ચાર ગાળો બોલે તો મારે ૨૦- ૨૨ સામી ચોપડાવી દેવાની..એ સિગારેટ પીવે તો મારે ચરસ ગાંજો…’
હવે આવા ‘વિચારોના તાવ’ આવે એમાં આવે એમાં બાળકનો શું વાંક? એને તો શ્રાવ્ય કરતાં દ્રશ્ય વધુ અસર કરે. મતલબ એને કહેવાયેલી વાત કરતાં આંખોએ જોયેલી વાતો પ્રમાણમાં જલ્દી અસર કરે. એના માબાપ એને કહે એના કરતાં એ લોકો જે પ્રમાણે વર્તે એ માનસપટ પર સ્પષ્ટપણે અને ઘાટી રેખાઓથી રેખાંકીત થઈ ગયું હોય છે.
વળી અમુક મા – બાપ તો જાણે પોતાના અધૂરા અરમાન પોતાના સંતાનો એ પૂરા કરવા જ જોઇએ જેવું જક્કી વલણ ધરાવતા જોવા મળે છે.. એ લોકોનો તો જન્મ જ એના માટે થયો છે જેવું જક્કી વલણ ધરાવતા હોય. પેલા માસૂમની કોઇ જ ઇચ્છા કે લાગણીને ધ્યાનમાં નથી લેવામાં આવતું. તું કોણ મોટો તારી જાતે નિર્ણયો લેનારો. અમે હજુ જીવતા જાગતા બેઠા છીએ ને.. પોતે એમને જન્મ આપ્યો, મોટો કર્યો એટલે એના ભવિષ્યના રણીધણી…એના માલિક જ.
તારી સરળતા રાખ તારી પાસે,
જે તું સમજે છે રાખ તારી પાસે,
અમે તો પાણીને થીંગડા મારનારા,
સુગંધને પણ બાનમાં લેનારા,
અમારી ચીંધેલી કેડીએ જ ચાલ,
તારી પસંદ બધી રાખ તારી પાસે…
અને એ માસૂમ ફુલ એની વસંત આવતા પહેલાં જ પાનખરનો અનુભવ કરવા લાગે છે. જીવનના બાગમાં ખીલતા પહેલાં જ કરમાવા લાગે છે. ઝાકળના બદલે અશ્રુઓથી ચમકવા લાગે છે.
બસ, જીવન આમ જ ધીમે ધીમે આગળ વધે છે.
હવે બાળકને શીખવનારમાં એના પોતાના અનુભવો અને સમવયસ્ક, એના જેવી જ અધકચરી સમજ ધરાવનારા મિત્રોનો પણ ઊમેરો થાય છે. એના આધારે બાળક પોતાની એક અલાયદી વિચારશક્તિ ધરાવતું થાય છે. મા બાપ, શિક્ષકો સામે બળવો પોકારીને ખુલ્લે આમ, ક્યાં તો છુપાઈ છુપાઈને પણ એ પોતાની મરજી મુજબના થોડા શ્વાસ લેવા લાગે છે. દરેક વાતમાંથી પોતાની સમજણ, અનુકૂળતા મુજબના અર્થ કાઢતું થઈ જાય છે.એ અર્થના રસ્તે ચાલતા ચાલતા લપસે છે, પડે છે-આખડે છે અને એ બધી માનસિક,શારીરિક કસરતોમાંથી પસાર થઈ પોતાના અનુભવોનો કક્કો પોતાના હસ્તાક્ષરમાં પોતાની સમજ -પાટી પર માંડે છે. માણસને પોતાની દરેક ચીજ વ્હાલી જ લાગે છે.પછી એ એનો ગુસ્સો હોય, પ્રેમ હોય કે અનુભવમાંથી શીખેલા પાઠ..એ સંધુયે એને વ્હાલુ વ્હાલુ, સાચુકલું અને પોતીકું જ લાગે.
બસ આમ જ પોતાના અનુભવોના આધારે એ હવે પોતાનું અલગ વિશ્વ રચતો જાય છે, જાતજાતના તરંગો,વિચારો,સપનાઓને પોસવાના ચકકરમાં હવે એક ઓર વ્યક્તિનો ઉમેરો થાય છે !!!
આ એક્દમ અલગ વ્યક્તિ…વિજાતીય વ્યક્તિ…પોતાનાથી સામેના છેડાની વિચારધારા ધરાવનાર વ્યક્તિ.ઘણી બધી વાતોમાં પોતાનાથી અલગ પડનારી આ વ્યક્તિ દિલથી એકદમ નજીકની કેમ લાગે છે ? એનું આકર્ષણ આટલું તીવ્ર કેમ ? એ ‘દિવસને રાત’ કહેવાનું કહે તો એક વાર કુદરત જેવી કુદરતને પણ ચેલેન્જ કરી દઈને રાત બનાવી દેવાનું ઝનૂન ચડી જાય એવું કેમ ? રાત દિવસ એના જ સપના, વિચારો દુનિયા જાણે એના પરિઘમાં જ ફરતી હોય..કેન્દ્રમાં એ એક વિજાતીય, દિલની ધડકન જેવી વ્યક્તિ. યેન કેન પ્રકારેણ..એને ખુશ રાખવાના ચકકરમાં જ રહેવા લાગે છે.
એ પછી જીંદગીમાં આવે ગણત્રીઓનો તબક્કો, પૈસા કમાવાની ઘેલછાનો તબક્કો..સુખ-સગવડોનો માયાવી તબક્કો. એવા સમયે એને જીંદગીના સૌપ્રથમ ગુરુ એવા ઇશ્વરના શબ્દો ધ્યાનથી સાંભળ્યા હોય, સમજ્યા હોય અને એનામાં પહેલાં જેવી માસૂમ શ્રધ્ધા અકબંધ હોય તો એને આ ભવસાગર સુખેથી તરી જવામાં કોઇ જ તકલીફ નથી પડતી. સંતોષ અને સાચી સમજથી જીંદગીના દરેક વહેણને અનુરુપ થતો થતો રસ્તામાં આવતા ધૂળ-ઢેફાંઓને પણ પોતાની સાથે ઢસડી જાય છે અને સુખેથી જીવનના રસ્તે વહેતો રહે છે.
પણ યુવાનીની અમર્યાદીત શક્તિ, જોશ જો એની સમજ પર હાવી થઈ ગઈ અને એના જોશમાં એ હોશ ખોઈ બેઠો તો પછી એ ગયો કામથી..!! ઇશ્વરનો અને એનો જીવનની શરુઆતના તબક્કાનો થયેલો સંવાદ ભુલી જાય અને આ રંગીન દુનિયામાં ચોમેર પથરાયેલી ઝાકમઝોળમાં ફસાઇ સુખ નામના હરણ પાછળ દોડવાનું ચાલુ કરે છે. ધીમે ધીમે એનામાંથી પેલો માસૂમ બાળક ખોવાતો જાય છે અને જન્મે છે એક આક્રમક, સાહસી,દુનિયાની લેતી દેતીની ગણત્રીઓ શીખવા મથતો યુવાન. એ પોતાની ઇરછાનુસારની જીન્દગી જીવવા માટે હવે કુદરતને ચેલેન્જ કરતો થઈ જાય છે. એમાં એક જાતનું થ્રીલ અનુભવે છે. નસીબ સારા હોય અને પડકારમાં સફળતા મળે તો એની સાહસવૃતિ સોળે કળાએ ખીલી ઊઠે છે, હિંમતના ઝરણાં ફૂટી નીકળે છે. જે એને એ જ દિશામાં આગળ વધવાનું જોમ આપતું રહે છે અને એ આંખો બંધ કરીને એ લપસણા ઢાળ પર મુશ્કેટાટ મુઠ્ઠીઓ વાળીને દોટ મૂકે છે. આ રહી ગયું ને પેલું રહી ગયું..બધુંય મેળવી લેવું છે, સારી દુનિયા મારી મુઠ્ઠીમાં કરી લેવી છે. બસ આ જ ચકકરોમાં, કવાયતોમાં વર્ષો વીતતા જાય છે અને એની યુવાનીની રેત સરકતી જાય છે.
છેવટે એક એવી ગોઝારી પળ સામે આવીને ઊભી રહે છે કે જે કુદરતને પડકારીને, એની વિરુધ્ધ દિશામાં ચાલતા રહીને ગર્વ અનુભવ્યો હોય, જે કુદરતને પોતાના પગની જૂતીએ કચડી હોય, છેલ્લી આંગળીએ નચાવીને બેજોડ સાહસ અને અદ્ભુત રોમાંચ મેળવ્યો હોય એ જ કુદરતને પડકારવા જતા…સામે થતાં હવે એનું શરીર થાકીને શ્રમાન્તિત થઈ ચૂક્યું હોય છે. તન અને મનના એક એક જોડ દુઃખવા આવી ગયા હોય , કુદરતને હરાવવાની તીવ્ર ઇરછાઓને સાથ આપવામાં એનું શ્રમિત શરીર જવાબ દઈ દે છે.. એડીચોટીના જોર બધાંય નિષ્ફળ જાય છે. ‘બસ હવે ખમૈયા કરો બાપલા…જરા શાનમાં સમજતા હો તો.. ‘ કાનમાં ફૂંક મારી મારીને સમજાવતું જાય છે. આવી વિપરીત સ્થિતીનો સામનો કરવા ના ટેવાયેલો એ ગર્વિલો અંદરોઅંદર અકળાય છે, ક્રોધિત થાય છે પણ અંદરખાને લાચારી અને નબળા શરીર સામે એ હાર માની લે છે… જોકે એણે ‘હાર માનવી પડે છે ‘એમ કહેવું વધુ યોગ્ય રહે. કારણ, કુદરત આગળ કોનું ચાલ્યું છે તે એનું ચાલવાનું હતું. !! એની સામે ઝૂક્યા વગર એની પાસે કોઇ ‘ઓપ્શન’ જ નથી હોતું. ના ઝૂકે તો તૂટીને ચકનાચૂર થઈ જવા સિવાય બીજો કોઇ જ રસ્તો એની પાસે નથી બચતો. માનવીથી આ હાલત સહન નથી થતી… જોકે એને તકલીફ તો બહુ જ પડૅ છે એ સ્વીકારતાં. પણ તમાચો મારીને પણ ગાલ લાલ રાખવો પડે છે …!!!
એના ધ્યાન બહાર જ ધીમે પગલે બુઢાપાની અણગમતી પરિસ્થિતી જીવનના દરવાજે ટકોરા માર્યા વગર હળ્વેકથી પગપેસારો કરી જાય છે . જીવનપર્યંત એ જે કંઇ શીખ્યો એ બધાંને હવે નિરાંતે બેસીને વાગોળે છે, મેળવેલા અનુભવો પર એક નજર નાંખે છે. શું મેળવ્યું,શું ગુમાવ્યું, કેટલી સિલક ખાતામાં બાકી રહી..આ બધી સિલક કોના હવાલે કરવાની હવે..કે પછી આમ જ અહીં મૂકીને એક દિવસ ભગવાનને શરણ..છાતીએ બાંધીને થોડા ત્યાં લઈ જવાય બધું..આ તો બહુ મોટો અન્યાય..અને એ આકાશમાં એક મીટ માંડે છે. ત્યાં તો સૂર્યના કોમળ કિરણોમાંથી કોઇ આશીર્વાદ વરસતો દેખાય છે..એ ‘આશીર્વાદ- કિરણો’માંથી એક ચહેરો રચાઇ જાય છે. દિવ્યદર્શન..જીવનની સૌથી સુંદર પળ અને એના ખોળામાં આવી પડે છે એનો પોતાનો અંશ.પોતાનું બાળક.
ઇશ્વર એને એક ‘ઓર ચાન્સ’ આપે છે. પોતાના જીવનમાં કરેલી ભૂલોની સુધારેલી આવ્રુતિ એ બાળકને સુપેરે ભણાવવાની એક મોટી જવાબદારી એના શિરે નાંખે છે. અને ફરીથી એ જ ચકકરો ચાલુ..
એ જ માસૂમિયત પર અનુભવના ઢોળ ચડાવવાની ધમાલો. માણસ પોતે જીંદગીના સાગરમંથનમાંથી ઝેર પામ્યો હોય તો એ માસૂમના મૂળિયા ઝેર નાંખીને પોસે છે અને અમ્રુતના અનુભવો પામ્યો હશે તો અમ્રુતરસ સીંચે છે. ‘જેવું વાવ્યું એવું લણે’ એ તો.
-સ્નેહા પટેલ
વર્ષોથી એક વાત સાંભળતી આવી છું કે,
‘સુંદરતા જોનારની આંખોમાં હોય છે’,
પણ જ્યાં સુધી મારી સમજણ છે ત્યાં સુધી એમ લાગે છે કે,
‘સુંદરતા જોનારની આંખોમાં નહીં, એના દિલમાં હોય છે.’
‘तुण्डे तुण्डे सुंदरता भिन्नः’
-સ્નેહા પટેલ.
સીધી સરળ વાત અને અર્થઘટનોના ખડકલા,
મગજના નકશે મનફાવતી દલીલોના ઢગલા.
સીધું સાદું પણ ના સમજાય ત્યાં
સમજણના ફાંકા મારતા અનેકો દાખલા.!!
-સ્નેહા પટેલ – અક્ષિતારક.
Today’s articl in ‘fulchaab’ newspaper.
સદાકાળે હકીકત એ જ જોઈ,
નથી સ્વમાનની મર્યાદા કોઇ,
પછી જો માન તારું કેટલું,
જરા સત્કારથી આગળ વધી જા.
-મરીઝ
સુનીલ લેપટોપમાં ઓફિસનું બાકી રહી ગયેલું કામ કરતો હતો. કામ બહુ જ અગત્યનું અને અર્જન્ટ હોવાથી ફરજિયાતપણે ઘરે લાવવું પડેલું. આજે તો એણે જમવાનું પણ પોતાના બેડરુમમાં મંગાવીને, એક હાથે લેપટોપ પર કામ કરતા કરતા જ જેમ-તેમ કરીને પેટમાં નાંખેલું.
એકસેલના લંબચોરસ ખાનાઓમાં ગોઠવાયેલા આંકડાઓની માયાજાળમાં એ ગોળ ગોળ ફરતો હતો. કંઇક તો પ્રોબ્લેમ હતો પણ શું..? નહતું પકડાતું..!!
હવે લમણાંની નસો ખેંચાતી હતી..ફૂલતી જતી હતી. ત્યાં તો એના રુમના દરવાજે ટકોરા પડ્યાં.
‘કોણ..?”
‘દીકરા એ તો હું..’ વિભાબેન – સુનીલના મમ્મીએ અંદર પ્રવેશતા કહ્યું.
એક મિનીટ તો સુનીલને થયું કે મમ્મીને કહે કે અત્યારે મારી પાસે સમય નથી પ્લીઝ..કાલે વાત કરીએ તો..! પણ પછી થયું કે ના ના..પોતાની વિધવા મા પ્રત્યેની ફરજથી આમ હાથ થોડી ધોઈ શકાય ?
‘આવો આવો મમ્મી.’
‘આ જો ને દીકરા, આજે સવારે હાથમાં ચપ્પાની ધાર વાગી ગયેલી. એ વખતે તો હળદર દબાવી દીધેલી તો લોહી તરત બંધ થઈ ગયેલું.પણ અત્યારે પાછું ફરીથી વહેવા લાગ્યું છે. વૈશાલીને બતાવ્યું, પણ એણે કંઇ બહુ ધ્યાન ના આપ્યું. આમે ‘પારકી જણી’ જોડે હવે તો શું આશા રાખવાની ..!! પણ બહુ દુઃખે છે બેટા જરા જો ને’
સુનીલ બે મીનીટ તો બઘવાઇ ગયો. એને કંઇ સમજ ના પડી કે મમ્મીને શું કહેવું ?
ઘા સામાન્ય હતો. કંઈ ખાસ ચિંતા જેવું નહોતું. બે પળ ચૂપચાપ રહ્યાં પછી એણે ઉભા થઈને ડેટોલ લઈને ઘા સાફ કરીને એના પર રૂનું પૂમડું દબાવીને પાટો બાંધી દીધો. પોતાના દીકરાને પોતાની કેટલી બધી દરકાર છે જોઇને વિભાબેનને હૈયે ટાઢક વળી અને ‘જય શ્રી ક્રિશ્ના’ કહીનેસૂવા માટે જતા રહ્યાં.
પણ સમયકાળ દરમ્યાન સુનીલનું મગજ ખાસું છટકી ગયેલું.
આજકાલ મમ્મી નાની નાની વાતોને મોટું સ્વરુપ આપવામાં એકસપર્ટ થતા જતા હતાં. હવે આખો દિવસ વૈશાલી પણ એમનું કેટલું સાંભળે.. એના માથે ઓફિસ, ઘરના અને છોકરાઓના કામનો ઢગલો ખડકાયેલો રહેતો. એ બધાથી પરવારીને લોથપોથ વૈશાલી જોડે પોતાની સાથે વાત કરવાનો સમય પણ ક્યાં બચતો હતો..!
એણે મમ્મીને આ બધું સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ વિભાબેનને હવે લોકોની હમદર્દી ઉઘરાવવાની ટેવ પડવા લાગેલી.. એ પોતાની સમજણ પર તાળા મારીને બેસી ગયેલા. પોતે જે કરે છે એ બધું બરાબર છે. દીકરાએ, એના પરિવારે મારું ધ્યાન રાખવું જ પડે. મેં આખી જીન્દગી એમના માટે કાઢી તો હવે એમનો વારો મારું ઘડપણ સાચવવાનો. એના માટે એ રોજ રોજ જાતજાતના ત્રાગા કરતાં પણ થઈ ગયેલાં પણ આવા નાટકો કેટલા સમય સુધી ચાલી શકે? લોકો કેટલા સમય સુધી ઉલ્લુ બની શકે.
વિભાબેનના ‘અટેન્શન સીકીંગ’ના શોખના લીધે વધતા જતા ‘ઇમોશનલ ડ્રામાઓએ’ ઘરની બહાર પણ એમને અપ્રિય બનાવી મૂક્યા. એમને દૂરથી જોઇને જ લોકો વિચારતા, ‘પત્યું..આ હમણાં એમના દુઃખ દર્દના પોટલા ખોલીને રોદણાં રદવાનું ચાલુ કરી દેશે.!!” આમ ને આમ જ સગા-વ્હાલામાં એમનું મહત્વ દિનબદિન ધટવા લાગ્યું લોકોને વિભાબેન એક બોજરુપ લાગવા માંડ્યા. કોઇ પણ વાતમાં હવે કોઇ એમને પૂ્છ્તું નહોતું કે એ બોલે તો સાંભળવાની દરકાર પણ નહોતું કરતું.
આમ જ ધીરે ધીરે વિભાબેન પોતાની અણસમજ અને હમદર્દીના ઓવરડોઝ મેળવવાની લાલસાને કારણે તીવ્ર ડીપ્રેશનમાં ગરકાવ થતા ચાલ્યાં..
અનબીટેબલ :- ‘What is Poision?’
Lord buddha says : ‘everything excess in life is poison’.