અમેરિકાના રેડિયો પર મારી રચના

સાંભળેલું કે અમુક સમયે જીભ પર સરસ્વતી વસતી હોય છે…પણ હજુ તમે મનમાં વિચારો, કોઇ ઇચ્છા કરો અને એ બીજી જ પળે તમારી સામે સફળ થઈને ઉભુ રહે તો કેવું લાગે.. એવું જ કંઇક મારી જોડે થયું. આ બાજુ મેં મારી ઇચ્છા-કવિતા લખી અને આ બાજુ મારા એક ફ્રેન્ડ’દેવિકાબેન ધ્રુવ’એ અમેરિકાના ડલાસના રેડિયો સ્ટેશન પર મારી રચના પોતાના સુંદર અને ભાવવાહી અવાજમાં વાંચી સંભળાવી. દેવિકાદીદી, . મારી રચનાને તમે ખૂબ જ સુંદર ન્યાય આપ્યો અને મને…૨૦૧૨ની શરુઆતમાં જ એક અદભુત ગિફ્ટ.આપનો ખૂબ ખૂબ આભાર. (દેવિકાબેન બહુ જ સરસ કવિયત્રી છે. એમની બુક ‘શબ્દોના પાલવડે’ પ્રકાશિત થઈ છે જેમાં એમણે ખૂબ સુંદર કવિતાઓ પીરસી છે.)

આ માટે રેડિયો હોસ્ટ ‘સંગીતા ધારીઆ’ની પણ ઘણી આભારી છું કે એમણે મને પળનાય વિલંબ વિના આ mp3 ફાઈલનો મેઈલ મોકલી આપ્યો.

આ ‘૨૦૧૧’ની સાલે કેટલું બધું આપ્યું છે મને..

અધધધ…!!

આ વર્ષને સાવ આમ જૂનું કેમનું કરી દઊં..?

કેટ-કેટલી યાદગાર ઘટનાઓ

લીલીછમ ક્ષણો

સોનેરી સંભારણા

યાદોના રુપેરી ચંદરવા

કંકુ ને અક્ષત લઇને વધાવેલી

એ નવી નવેલી ઘડીઓ

હવે એકદમ જ ઘરડી

પાનખર..!!

સાવ આમ તો

એને કેમની વિદાય આપી દઊં..!!

આ પળો

આવતા વર્ષે પાછી ગળે મળશે કે..?

મારા આંગણે ખુશીઓની રેલમછેલનું ‘રીપીટ ટેલીકાસ્ટ’ થશે કે..

પળો વચન આપી શક્તી હોત તો જોઇતું’તું જ શું..

પણ વહેતા સમયને ક્યાં કદી બાનમાં રાખી શકાયો છે..

વળી એવા માલિકીહક મને શોભે કે..

કેટ કેટલી અવઢવ..

પણ સાવ આમ જ છેડો ફાડી દેવાનો.

આ…વ…જો કહીને વિદાય જ કરી દેવાનું કે..!!

સાંભળ્યું છે કે ‘પરિવર્તન સંસારનો નિયમ છે.’

પરિવર્તનશીલ લોકો જ દુનિયાને વધુ ગમે

વધુ ડાહ્યાં લાગે..

ભૂતકાળને ભૂલો, ભવિષ્યની ચિંતા છોડો..વર્તમાનમાં જ જીવો..

૩૬૫ દિવસનો સંગાથ તો પત્યો હવે.

સારું ત્યારે…

આમે કંઇ તું મારી ‘આવજો’ની રાહ થોડી જોવાની છું..!!

એના કરતાં ‘સમય વર્તે સાવધાનવાળી’ કરી દઊં છું.

મન તો નથી થતું પણ તને આવજો કહી દઊં છું..

આવજે મારી વ્હાલુડી ‘૨૦૧૧ની સાલ’..!!

હા એક ભલામણપત્રની અરજી

મન થાય તો સહી કરજે…

આવનારી નવી-નવેલી ‘૨૦૧૨’ને

તારા અનુભવો, આશીર્વાદ વારસામાં આપતી જજે.

પછી તો હરિ ઇચ્છા બળવાન..

આમે મારો વ્હાલીડો અંતે

જે છે, જેવું છે એને ચાહતા પણ શીખવી જ દે છે..

‘બાય બાય -૨૦૧૧’.

https://www.facebook.com/photo.php?fbid=3028534875125&set=a.3028534555117.2155778.1315433624&type=1&theater

http://f.cl.ly/items/3N362j091g0i0s3P2z3L/Dec31_%20Kem_Chho_Devikaben1_Goodbye2011.mp3

———————————————————————————————–

(2) 14th of 2012..

http://f.cl.ly/items/0X181K3O090r143j3R0n/Jan%2015-Kem%20Chho-Uttarayan-Snehas%20poem.mp3

તું પતંગ અને હું દોરી
બંધાયા સ્નેહ-ગાંઠે ચોરી-ચોરી.
ચાલ..
ઉંચે ઉંચે ઉડી જઈએ
ગગનમાં થપ્પો રમીએ
વાદળામાં ખોવાઇ જઇએ
વાયરાના હિંડોળે ઝુલીએ
અન્યોન્ય હૈયાસરસા રહીએ
આમ ગોથ ના ખા,
વફાદાર રહે
તારા આ નટખટ અડપલાં
જાન લઇ લે મોરી..
તું પતંગ અને હું દોરી
બંધાયા સ્નેહગાંઠે ચોરી ચોરી..

————————————————————————————————

(3) 13-02-2012

મારી ગદ્ય રચના ‘સાહજિક પ્રેમ’ મારી નવી નવી સખી સંગીતા ધારિયાના સુમધુર,ભાવવાહી અવાજમાં. પોતાની રચનાને લેખક કે કવિ જાતે જ સૌથી વધારે ન્યાય આપી શકે, એનો સંગીતાએ ઘણી સુંદર રીતે મારી રચના વાંચીને છેદ ઉડાડ્યો છે.
સંગીતા તારો અને ‘Co – Host’ નીશાબેનના સુંદર પ્રતિભાવ બદલ ઘણો ઘણો આભાર

http://f.cl.ly/items/241K2d3P0o1d0i233J24/Sahjik%20Prem_SnehaP.mp3

https://akshitarak.wordpress.com/2009/11/11/sahjik-prem/

https://www.facebook.com/photo.php?fbid=3361614881917&set=a.3183355505544.2159125.1315433624&type=1&theater

————————————————————————————

—————————————————————————————————————————

22 જુલાઈ,2012નો લેખ

akshitarak.wordpress.com/2012/07/22/alphanzo-family/

27 જુલાઈ -2012ના રોજ રેડિયો આઝાદના ‘કેમ છો’ પ્રોગ્રામમાં

મારા લખાણને પોતાના સુંદર અવાજમાં સજાવીને નિરંતર મારા પર પોતાનો પ્રેમ વરસાવતી અમેરિકાના ડલ્લાસ સ્ટેશનની સૂરીલી – નટખટ અવાજની સ્વામિની -‘રેડિયો આઝાદ’ની હોસ્ટ -મારી સખી સંગીતાના અવાજનો જાદુ મારા કાળા શબ્દોમાં ગોઠવાઈ ગયેલ નીર્જીવ શબ્દોને ચેતનવંતા કરી દે છે..જાદુઈ પ્રાણ ફૂંકી દે છે.
આપ પણ માણો શબ્દ અને સૂરના આ અનોખા સખીપણા !

સંગીતા તારી નિ:સ્વાર્થ, પ્રેમભરી શુભેચ્છાઓ અને મને પ્રોત્સાહન આપવાના તારા આ પ્રયાસ માટે દિલથી આભાર.

 

12 comments on “અમેરિકાના રેડિયો પર મારી રચના

  1. હું તો ખોવાઇ ગઈ સંગિતાબેનનો અવાજ ખરેખર ભાવવાહી છે..સ્નેહા અભિનંદન….

    Like

  2. Sneha..khub aanand ni vaat ane abhinandan..2011 ni poem Devika ji ni raju karel sambhli..Devikaben sathe phone per vaat thayel ane blog ma mulaakat thaay chhe.

    Like

  3. આપનો બ્લોગ માણવાની મજા પડી.

    Like

  4. Gujratini sari seva karocho. america putra na gher tamaro e mail parichy,
    kakam ne sada chalurakhvani
    tamari echachha eshvar puri kare.sadaye vtjay na panthi pryan karata raho evi shubhashish.lakhano ma kauvat chhe, vanchak tamane bhuli sake tem nathi. Navu karvani Znkhana na hoy to te kavi na ganay.Vijayi bhav.JITENDRA PADH.
    Editor/Nutannagari (navimumbai)only one gujarati wellky in navimumbai Last *8 varas…..khubaj maja padi.
    nava khedan mate antar na ashirvaad…….Jitendra Padh (71/varas no navjuvaan)
    sahitya Premi yachak…………………

    Like

  5. april25- juvani ne jo tame kaik evo mod apo to kaik tame pratham prayashe mani romanch anubhavo ane kavya hoi ke lekhan tadio na gadgad vagar jaroor agal vadhshoj. all the best keep it up.sameer,maninagar,ahmedabad,gujarat.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s