
Book Review in gujaratmitra, 5th july
20-3-2018..ફુલછાબમાં વાત@હૃદયકોમ.નો ઉલ્લેખ.🙏😊
24-9-2017, દિવ્ય ભાસ્કર, રસરંગ પૂર્તી – અંકિત દેસાઈ ની બુક કોર્નર કોલમ – પેજ નં.7 પર ‘વાત@હૃદય.કોમ અને વાત ચપટીક સુખની.
આજ ના (13-8-2017)મુંબઈ સમાચાર માં શ્રી કિશોરભાઈ વ્યાસ ની મશહૂર કોલમ ‘ઈર્શાદ ‘માં મારા પુસ્તક અક્ષિતારકનો સુંદર ઉલ્લેખ.આભાર !
તારીખ 4-7-2017ના રોજ ‘ગુજરાત ગાર્ડિયન’ પેપરમાં ડો.હરીશ ઠક્કર દ્વારા મારા કવિતાના પુસ્તક ‘અક્ષિતારક’ વિશે બે શબ્દો.
ઓસ્ટ્રેલિયાથી પ્રકાશિત ‘નમસ્કાર ગુજરાત’ પેપરમાં મારા નવા આવેલા બે પુસ્તકો વિશે બે શબ્દો. 12-6-2017
વાત ચપટીક સુખની”
સ્નેહા પટેલ એક કવિ, લેખક તથા ઉત્તમ બ્લોગર છે. તેમના પુસ્તકોમાં સમાજ જીવનમાં બનતી વિવિધ ઘટનાઓને ક્રિએટીવ રીતે રજુ કરવામાં આવે છે. “વાત ચપટીક સુખની” પુસ્તકના શીર્ષકનો અર્થ સૌ કોઇ જાણે જ છે પરંતુ તેનો ભાવાર્થ વિશાળ છે. રસોઇમાં ચપટી મીઠું અથવા સ્વાદ અનુસાર મીઠુ આવુ વાક્ય સાંભળ્યુ જ હશે. આ ચપટી મીઠાનો રસોઇમાં કેટલો પ્રભાવ હોય છે, એ આપ સમજો જ છો. બસ આવો જ પ્રભાવ લેખક સ્નેહા પટેલની “વાત ચપટીક સુખની” પુસ્તકની વાર્તાઓમાં છે. આ વાર્તા સંગ્રહમાં જીવનના, પારિવારીક સંબંધોના, પડોશી, પતિ-પત્ની, સમાજ કે પછી સ્ત્રી જીવનની સાહજિક બાબતો તથા એના પ્રત્યે સમાજના દ્રષ્ટીકોણને આબેહુબ ઝીલ્યા છે. આ ઉપરાંત “ચપટીક” ઉપાય દ્વારા જીવનમાં કેવી રીતે શાશ્વત સુખ મેળવી શકાય તેની વાત સરળ, સહજ શૈલીમાં રજુ કરવામાં આવી છે.
“ભુલક્કડ” વાર્તામાં સ્ત્રીની પારિવારિક, સામાજીક, માનસિક સ્થિતિનું જે રીતે વર્ણન કર્યુ છે તેને ઝીલી શકાય તો મને લાગે છે કે અનેક પરિવાર ફરીથી કિલ્લોલ કરતા થઇ જાય. લેખક સ્નેહા પટેલે એક મનોવિજ્ઞાનીને છાજે એ રીતે એક માતાની મનઃસ્થિતિને રજુ કરી છે. “સ્વ-સ્વિકાર” વાર્તાને લેખકના સ્વ-સાથે જોડીને જોઇ શકાય. એ સિવાય પણ કેટલીક અન્ય વાર્તાઓમાં સ્વાનુભવની છાંટ દેખાયા વિના રહેતી નથી. “અમાનવીય વ્યવહાર” માં અકસ્માત અને ફ્રેક્ટચરની ઘટના એવી વાર્તા બનીને આવે છે કે જે તદ્દન સામાન્ય લોકો માટે પણ એક ચોટદાસ સંદેશ આપી જાય છે. તો “અડસઠમું વર્ષ”માં એકલા પડેલા સિનીયર સિટિઝનના કારણે દીકરી-જમાઇ, પુત્ર-પુત્રવધુને પડતી મુશ્કેલીઓ તથા છેવટે પુત્ર દ્વારા આપવામાં આવેલી શીખામણ ત્રાજવામાં સાહિત્ય તરફ ભલે ન ઢળે પરંતુ આ વાર્તા વાંચીને કેટલાક લોકોના હ્રદયમાં ઝણઝણાટી થાય તો તે વૃધ્ધાશ્રમમાં વડીલોની સંખ્યા ઓછી કરવા માટે નિમિત બની શકે છે. “વાત ચપટીક સુખની” વાર્તાસંગ્રહમાં આપણી માતૃભાષા તથા અનામત જેવા મુદ્દાઓ પર લેખકની નિસબતસાવ સહજ છતાં ચોટદાર સંવાદો દ્વારા વ્યક્ત થાય છે.
લેખક સ્નેહા પટેલે નાની વાર્તાઓ અને દ્રષ્ટાંતોથી વિચારની અસરકારકતા લગાવી છે, જે સોને પે સુહાગા જેવું લાગે છે. આમ જીવનને સોળે કળાએ ખીલવતા શીખવે તેવું આ પુસ્તક જાણે સ્વયં વાચાળ બનીને આપને આહ્વાન કરે છે કે તું મારી પાસે આવી જા, જ્યા “વાત ચપટીક સુખની” છે.
-alkesh patel.
સ્નેહા પટેલની “વાત ચપટીક સુખની” પુસ્તકનું રીવ્યુ – http://newstok24.com/સ્નેહા-પટેલની-વાત-ચપટીક/
chitralekha 17-10-2015
એક સર્જક જયારે નવોદિત સર્જકના શબ્દોને મીઠો આવકાર આપે , શક્ય વધુ ને વધુ વાંચકો સુધી એનો શબ્દ પહોંચાડવાની મહેનત કરે ત્યારે નવોદિત સર્જકનું મન ઝાલ્યું ના ઝલાય..ચિત્રલેખા ની ખૂબ જ પ્રસિદ્ધ કોલમ ‘પલક’માં મારી ચાર શેરની ગઝલમાં થી ત્રણ ત્રણ શેરનો સમાવેશ કરવા બદલ કવિ શ્રી હિતેન આનંદપરાનો ખૂબ ખૂબ આભાર. બહુ જ સરસ લેખ થયો છે એ બદલ એમને અભિનંદન પણ !
મારા પ્રિય મિત્રો,
આટલા વર્ષોથી તમારી શુભેચ્છાઓથી હું મારી લેખનયાત્રામાં આટલી આગળ વધી શકી છુ. મારા દરેક સારા નરસા પ્રસંગોમાં આપને ભાગીદાર કરતી આવી છુ. લો આજે એક વધુ ખુશી આપની સાથે વહેંચુ છુ.
વર્ષોથી તમે લોકો મારા બ્લોગ ‘અક્ષિતારક’ નામથી પરિચીત જ છો. પેપરમાં કોલમ લખતાં પહેલાં તો હું આ બ્લોગ પર નાની નાની રચનાઓ અને લેખ લખતી હતી. તમે મારી એ નાની નાની રચનાઓમાં એમ જ મજા માટે લખતી ઉપનામ ‘અક્ષિતારક’ પર એટલો પ્રેમ વરસાવ્યો કે મને ‘સ્નેહા પટેલ’ના નામથી નહીં પણ ‘સ્નેહા – અક્ષિતારક’ નામથી જ ઓળખવા લાગ્યાં. એ પછી તો પેપર – મેગેઝિનમાં કોલમો લખતાં લખતાં મેં મારું ઓરીજીનલ નામ ‘સ્નેહા પટેલ’ જ લખવાનું રાખેલું. ધીમે ધીમે છંદ શીખતા શીખતા મારી પાસે ઘણી બધી ગઝલો ભેગી થઈ ગઈ અને મને એ રચનાઓને પુસ્તક સ્વરુપે મઢી લેવાનો મોહ થઈ ગયો ને એ વખતે મારા મનમાં આ પુસ્તક માટે એક ને માત્ર એક જ નામ આવ્યું ‘અક્ષિતારક’.
આ નામ આપ સૌને જ આભારી છે. આ બદલ હું દિલથી આપની આભારી છું.
મારી ટૂંકી વાર્તાઓના ત્રણ પુસ્તક પછી લગભગ સાત – આઠ વર્ષોથી લખાતી આવેલી રચનાઓમાંથી સ્ટ્રીકટ – કઠોર સિલેક્ટન કરેલી ગઝલ અને અછાંદસ કવિતાઓનું ચોથું પુસ્તક ‘અક્ષિતારક’ લઈને આવી રહી છું.આશા છે આપ એને પણ અગાઉ વરસાવેલ પ્રેમાળ – હૂંફાળું વાતાવરણ પૂરું પાડશો અને એને વધાવી લેશો.
પુસ્તકના પાના ૧૪૪ અને કિંમત રુપિયા ૧૬૦ છે. પુસ્તક મારી પાસેથી જ મળશે જે મિત્રોને ખરીદવાની ઇચ્છા હોય તેઓ મને મેસેજ કરશો. my email id is sneha_het@yahoo.co.in.u can email too.
આ પુસ્તકના આગમન વખતે મિત્ર હસમુખભાઈ અબોટી – ચંદન (જેમને હું ‘દરિયાના માણસ’ તરીકે ઓળખું છું . કારણ એમના પુસ્તકોમાં મને કાયમ દરિયો દેખાય, દેખાય ને દેખાય જ) એ એમની કેળવાયેલી કલમ દ્વારા ખૂબ જ સુંદર લેખ લખીને આવકાર આપ્યો છે એ બદલ એમની અને કચ્છમિત્ર પેપરની હું ખૂબ જ આભારી છું. હસમુખભાઈની કલમથી મારો પરિચય લખાય એટલે સર્વાંગ સુંદર જ હોય. હું એમની ‘અક્ષરદાત્રી’કોલમની ‘ફેન’ છું. મોટાભાગે હું એમના એ લેખ વાંચીને અનેક સર્જકોનો પરિચય જાણી શકી છું એ હસમુખભાઈની કલમ આમ જ અવિરતપણે વહેતી રહે અને બીજા અનેક સર્જકોને આમ જ ઓળખ આપતી રહે એવી શુભેચ્છાઓ.
-સ્નેહા પટેલ.
આવા જ્ઞાની અને અનેકો અવોર્ડવીનર કપલના હાથે ૧૫-૨-૨૦૧૫ ના દિવ્યભાસ્કર, ભૂજની પૂર્તિમાં વલો ક્ચ્છ કોલમમાં મારા પુસ્તકનો આસ્વાદ. મારા સદભાગ્ય ! આભાર રમેશભાઈ અને મંજુલાબેન.http://epaper.divyabhaskar.co.in/bhuj/23/15022015/0/1/
પ્રિય મિત્રો,
મારા બે પુસ્તક ‘વાત થોડી હૂંફની’ અને ‘વાત બે પળની’ની સુંદર સફળતા બાદ આપની સમક્ષ ત્રીજું પુસ્તક ‘ વાત દીકરીની – દીકરીએ જ સાસરે કેમ જવાનું ?’ લઈને ઉપસ્થિત થઈ છું. આશા છે આ પુસ્તકને પણ આપનો પ્રેમ અને આશીર્વાદ મળે.
આ સાથે ફૂલછાબ પેપરના તંત્રી શ્રી કૌશિકભાઈ, બુકશેલ્ફના હિરેનભાઈ ગાંધી અને બુકના ડિઝાઈનર એસ.એમ.ફરીદનો ઘણો ઘણો આભાર માનું છું. એમના સહયોગ વગર આ બુક આ રુપરંગ સાથે પ્રકાશિત ના થઈ શકી હોત. જોકે સૌથી વધુ આભાર તો હું લેખક – કવિ મિત્ર મહેશભાઈ સોનીનો માનીશ કે જેમણે એક પણ પળના વિલંબ વગર આ બુક માટે બે શબ્દો લખી આપવાનું કામ હસતા હસતા અને ત્વરિત કરી આપ્યું.
મારા વાંચકોની તો હું સદા આભારી છું જ…મારી એક ઓર ખુશીમાં આપને સહભાગી કરું છું.
સ્નેહા પટેલ.
બુક્ પ્રાપ્તિસ્થાન –
બુક શેલ્ફ,
૧૬, સિટી સેન્ટર, સ્વસ્તિક ચાર રસ્તા.
સી જી રોડ, નવરંગપુરા, અમદાવાદ – ૩૮૦ ૦૦૯.
https://akshitarak.wordpress.com/2013/08/10/my-first-books/
25th phoolchhab paper – madhuvan poorti.
આપ સૌ મિત્રોની અઢળક શુભેચ્છાઓ,પ્રેમના પરિણામરુપે મારા બે ય પુસ્તકો ૧. વાત થોડી હૂંફની ૨. વાત બે પળની , જે પ્રકાશિત થયે હજુ વર્ષ પણ પુરું નથી થયું એ ‘રી -પ્રીન્ટ’ (સેકન્ડ એડીશન)થઈ રહ્યાં છે.
ફરી એક વાર મારી ખુશી તમારી સાથે વહેંચીને એને બમણી કરું છું.
હજુ બહુ કામ કરવાનું છે બસ આપ મિત્રોનો આવો જ પ્રેમ, સહકાર અને શુભેચ્છાઓ ઇચ્છું છું. આભાર મારા વ્હાલા વાંચકમિત્રો
-સ્નેહા પટેલ date 28-06-2014.
Arvind Barot વૃક્ષ પરનું ફળ પાકે ત્યારે જ મીઠું લાગે છે..ફળની જેમ જ પળ પણ પાકે ત્યારેજ રંગ લાવે.પાકેલી પળ-બે પળની વાતનો આસવ જેમ ઘૂંટાય એમ ગણ કરે…એક તાજી,સ્વસ્થ,સમતોલ,ભીની કલમથી નીતરેલો રસ-કટોરો પાકેલી પળ-બે પળની વાતનું સત્વ ધરાવે છે….એટલે એ ગુણકારી હોય જ….પળ પાકી છે(એટલે કે ઉચિત સમય આવ્યો છે ),વાત પણ પાકી છે(એટલે કે અવઢવ નહીં,કાચી કે અધ્ધર-પધ્ધર વાત નહીં..!)….
બેમાંથી એક પળ છે થોડી હૂંફની…જીવતરની રંગોળીમાં બધા જ રંગ હોય,પણ એક ખાનું ખાલી હોય તો આખી રંગોળી અપશુકનિયાળ ગણાય..!એ ખૂટતો રંગ એટલે એક ચપટી હૂંફનો રંગ….આખા ય આયખાની રઝળપાટ એ ચપટી હૂંફ માટે તો હોય છે…!!!!
બંને પુસ્તકો માટે અઢળક શુભકામના……
LikeLike
can i got the above books in kolkata pl.reply me if not how i collect the above books
LikeLike
Mukeshbhai..here is the website.
http://www.gujaratibookshelf.com/index.php?view=grid&authorn=sneha%20patel#
LikeLike
આપના બેય પુસ્તકો વાંચી એક્દમ ગળે ઉતરી જાય અને તરોતાજી ભાષામાં આજના કાળમાં આપે જે રીતે વિષય નિરુપણ કરો છે તે ખુબ જ ગમે..આપના આ પુસ્તકોને સફળતા લોકમાન્યતા સાંપડે તે જાણી આનંદ થાય છે.
LikeLike
અભિનંદન, આપણાં આ બંન્ને પુસ્તકો હજુ પણ આગળ ઘણી સફળતા મેળવે અને તે સિવાય વધુ અન્ય પુસ્તકો આપતાં રહો અને આપણી કલમ ચાલતી રહે તેવી દિલથી શુભેચ્છા…
– પ્રવિણ કે.શ્રીમાળી
LikeLike
thank you v. much pravinbhai..
LikeLike
all the titles and the pictures of the books are very touchy,,,,,,,, Congratulations….
LikeLike
thnx imranbhai…
LikeLiked by 1 person
કવયિત્રી સ્નેહા પટેલનો કાવ્ય સંગ્રહ “અક્ષિતારક” આજે કુરિયરથી પ્રાપ્ત થયો. આ સંગ્રહમાં એમની આરંભકાલીન ગઝલો છે. મજાના અછાંદસ છે. દીર્ઘ અને લઘુ. એ પણ કાવ્યના પ્રદેશમાં કવયિત્રીને લઇ જવા માટે કેડી કંડારનારા. પણ, એમની કવિતાઓ રાઆજમાર્ગની શોધમાં છે. બહુ નજીકના ભવિષ્યમાં આ ઘટના ઘટીત થશે.
સંગ્રહની કવિતાઓમાંથી પસાર થતાં તરત નજરે ચડે એવી બાબત એનો કામનો વિષય. કવયિત્રી હિંમત કાબીલેદાદ છે. આ કવિતાઓનો એક છેડો મને “” વસંતવિલાસ” ના રચનાકાર સુધી ખેંચી જાય છે અને બીજો છેડો શિવકુમાર જોશીની નવલકથાઓ સુધી. કવયિત્રીનું બિન્ધ્દપણું મને પાને પાને પ્રતિત થયું છે. એનું એક કારણ સ્નેહા સારા કોલમ લખનાર છે અને એનો લાભ એમની કવિતાને મળ્યો છે, એમ હું માનું છું. એમની સર્જકતાને તુષાર શુક્લ અને અદમ ટંકારવી જેવા સર્જક મિત્રો વધાવી છે. આવો આપણે સહુ પણ એમની કવિતાના પોંખણા કરીએ.
– અનિલ વાળા.
આપની “અક્ષિતારક કવિતા બુક” વિશેનો મારો અભિપ્રાય :-
આપની બુક મને કુરીયર દ્વારા મળી ગઈ છે, જે મેં વાંચી અને મને ખુબ ગમી તથા વાંચીને ખુબ આનંદ થયો……
આખરે તો વ્યક્તિનું કામ જ બોલે છે. હું શું કોઈના વખાણ કરીશ? જ્યારે સ્નેહાબેન લખે છે, ત્યારે વિચારોનું મનોમંથન કરીને, ઉંડાણથી,સમજણથી, મહેનતથી,પુરી લગનથી,દિલથી, ઈમાનદારીથી લખે છે. લખવા માટે જે શબ્દોની જરૂર પડે છે, તેનો સાગરરૂપી ખજાનો ભરેલો પડેલો છે, પરંતુ સાગરમાંથી જેમ મરજીવો મોતી શોધી લાવે છે, તેમ સ્નેહાબેન શબ્દોના સાગરમાંથી મોતી રૂપી યોગ્ય, સાર્થક અને બહુમુલ્ય શબ્દો શોધી લાવે છે. જેમ એક માઁ પોતાના બાળકનું ખુબ પ્રેમ, લાગણી અને શ્રદ્ધાથી જતન કરે છે, તેમ સ્નેહાબેન તેમના લેખ, કવિતા અને ગઝલનું પુરી માવજતથી જતન કરે છે. જે તેમના લખાણમાં દેખાય આવે છે. તો આપને ખુબ ખુબ ધન્યવાદ…અભિનંદન…
– અમિત બી. ગોરજીયા
Kayam lakhta raho.
Aaj aa book mane corior ma mali. Aanand ni ghadi. Facebook par malya ne mitrta no setu bandhayo. Yaad kari ne book moklavi ne mate aabhar nahi manu.
Mitro aa book jarur vanchjo. Bhini lagnee thi lakhayeli ek ek advitiy rachna chhe.
-Uday maru
LikeLike
આપનો બ્લોગ વાંચ્યા પછી મન થયું કંઇક લખવા માટે અને જ્યાં લખવા
કલમ હાથમાં લીધી અને શબ્દો શરમાઈ ગયા, કોણ સમજાવે શબ્દોને ,
પ્રયત્ન કર્યો પણ શબ્દો કહે”આમના માટે અમે બહુ નાના પડીએ, તેઓ
અને અમે અરસ પરસ વણાયેલા છીએ નોખા કેમ પડીએ, ” તો ઠીક છે,
પણ અભિનંદન ,
LikeLike
હરેશભાઈ, અહાહા..શું સરસ મજાની કોમેન્ટ છે આપની…વાહ. મજા આવી ગઈ, આનંદ આનંદ થઈ ગયો. મુજ નાની શી લેખિકાને આટલું વિશાળ ગૌરવ આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
LikeLike
Waah ! Didi Garv che…ne raheshe.. vadhashe…
Khoob Shubhkamnao ne Abhinandan… 🙂
LikeLike
lv u dear…
LikeLike
ખૂબ સુંદર પુસ્તકો અને સરસ પ્રકાશન!
LikeLike
please give me information of 12 jyotirlinga in gujarati language with all photographs
LikeLike
please give me information of 12 jyotirlinga in gujarati language with all photographs on my e-mail id ubp2141977@gmail.com
LikeLike
અભિનંદન
LikeLiked by 1 person
Thank you Shaileshbhai.
LikeLike
હું પણ અમુક પ્રકારના લેખો લખવાની ઈચ્છા વ્યક્ત કરુ છુ પણ હુ કેવિરીતે લખું એ બાબત મા હુ મું ઝવણ અનુભવુ છુ તો મને સહેલાઈ કરી આપવા વિનંતી છે
LikeLike
મેં આપના બધા પુસ્તકો વાંચ્યા છે…આપના દરેક પુસ્તકો ખૂબ સારા છે પણ “અક્ષિતારક” કવિતાનું પુસ્તક મારા હૃદયની ખૂબ નજીક છે…સ્નેહા ખરેખર આપ “શબ્દશ્રી” છો…મેં આપના પુસ્તક “વાત@હૃદય.કોમ” ની પ્રસ્તાવના “સ્નેહનું અમીઝરણું” લખી છે…તેથી હું અહીં વધારે નથી લખતો…કારણકે એ પ્રસ્તાવનામાં મેં ઘણું બધું કહી દીધુ છે…બસ સાહિત્યક્ષેત્રે આપ ખુબ આગળ વધો એજ મારી શુભેચ્છાઓ…
LikeLiked by 1 person
“વાત પુસ્તકોની”…(વાત સ્નેહા પટેલનાં ત્રણ નવા પુસ્તકોની…)
“ખાલીપો” ખુબ જ અદ્ભુત તથા લાગણીસભર અને વેદના-સંવેદનાથી છલોછલ નવલકથા…આ વાર્તામાં કરુણ રસ, પ્રેમ રસ અને શૃંગાર રસનું અદ્ભુત મિશ્રણ છે…અહીં લાગણીને શબ્દોમાં બિલકુલ સહજ, સરળ અને સૌમ્ય રીતે વ્યક્ત કરી છે…સ્નેહા એ આ વાર્તાનું કોઈ એક પાત્ર જેમકે ઈતિ નું જ નહીં પણ જાણે કે દરેક પાત્રને જીવી જાણ્યા હોય એટલા સુંદર અને સચોટ રીતે રજુ કર્યા છે…એની માટે કાલ્પનિક પાત્રોને દિલોદિમાગથી જીવવા પડે છે તથા એની પીડા અને થાક પણ સહન કરવો પડે છે, ત્યારે આવી “ખાલીપો” નામની વાર્તાનું સર્જન થતું હોય છે અને એક સર્જકને પણ આ સર્જનનો થાક લાગે પણ પછી સારી રીતે વાર્તા લખાયાનો આનંદ તથા ભાવકોનો પ્રેમ બધો થાક ઓગાળી નાખે છે…
જીવનમાં ખાલીપો સર્જાય ત્યારની મનુષ્યની મનોસ્થિતિનું જોરદાર વર્ણન તથા ત્યારે જીવન અને સંબંધમાં કેવો શૂન્યાવકાશ સર્જાય છે તેની સચોટ રજુઆત…અહમ અને જીદ માણસના જીવન તથા સંબંધને કેટલી હદે ડામાડોળ અને વેરાન કરી નાખે છે તેનો યોગ્ય ઉલ્લેખ…
તથા સ્નેહાના બીજા બે પુસ્તકો “વાત સતરંગી” અને “વાત સુગંધી” ની વાત કરીએ તો એમાં ટૂંકી વાર્તાઓ છે…જેમાં આજની આધુનિક સમયની સામાજિક સમસ્યાઓ અને બાબતોને, જીવનના અને સંબંધોના ગુઢ રહસ્યોને તથા જીવનની બહુ નાની નાની વાતો પણ જેની અસર જીવન પર બહુ મોટી પડતી હોય છે તેને એકદમ અનુરૂપ, સરળ ભાષામાં, યોગ્ય અને ધારદાર રીતે રજુ કરી છે…
જે કોઈ મિત્રોને આ પુસ્તકો ખરીદવા હોય તે Sneha H Patel નો સંપર્ક કરે…
So, my best friend Sneha, Congratulations with best wishes…
– અમિત બી. ગોરજીયા
LikeLiked by 1 person