winner in compition

11218000_958620007494622_6687837481680391662_o

યુ.એસ. રહેતા મિત્ર વિજયભાઈ શાહે મને ઇમેઇલમાં પ્રતિલીપી.કોમની’ માય ડેડી સ્ટ્રોંગેસ્ટ’ વિષયની સ્પર્ધા વિશે જણાવીને એમાં પાર્ટ લેવા કહ્યું. બ્લોગ અને કોલમ લખવાનું ચાલુ કર્યું પછી પહેલી વખત સ્પર્ધામાં ભાગ લીધો

http://www.pratilipi.com/sneha-patel/mara-jivanni-pratham-xano

અને વર્ષોથી મારા પર એમનો મબલખ પ્રેમ વરસાવનારા મિત્રોએ ફરીથી એક વખત મને એમના પ્રેમથી તરબોળ કરી દીધી ને એમના સપોર્ટથી મને જીતાડી પણ ખરી. પ્રતિલીપીટીમનો અને મારા સર્વે મિત્રો કે જેમણે મને જીતાડવા આટલી મદદ કરી એ સર્વેનો ખૂબ ખૂબ આભાર.
આ સાથે એ વિજેતા કૃતિ આપના વાંચવા હેતુ મૂકી છે

મારા જીવનની પ્રથમ ક્ષણો

મજબૂતાઈ સાથે નાજુકાઇનું કોમ્બીનેશનઃ

હમણાં જ હું અંધારિયા-મમતાળુ કુવામાંથી બહાર નીકળી હતી..કુવામાં મને સતત તરતું રાખનાર દોરડું ખચા..ક..દઈને કપાઈ ગયું.આહ..આ શું..પણ મને કોઇ તકલીફ ના પડી..બહુ નવાઈ લાગી..થોડી ક્ષણોમાં તો મારી આખી દુનિયા બદલાઇ ગઈ ..મારી જાત સુરક્ષિત દુનિયામાંથી એક્દમ જ અજાયબ દુનિયામાં પટકાઈ ગઈ..ત્યાં તો મને મા શબ્દ યાદ આવ્યો..ઉપર સ્વર્ગમાં એના વિશે બહુ વાતો થાય..એટલે હૈયે થોડી ટાઢક વળી. એ બધું સંભાળી લેશે..મારે કોઇ જ ચિંતાનું કારણ નથી..પણ એ બધી ય વાતો જાણે કે ધરમૂળમાંથી ખોટી ઠરતી લાગી.
મારા નાજુક ગાલ પર કંઇક ખરબચડું રુખું રુખું ઘસાયું…ઇશ્વરના ઘરે તો એવી જાણકારી અપાયેલી કે માતાનો હાથ તો એક્દમ નાજુક હોય છે.. એ તને હળ્વેથી પકડશે..એનો સ્પર્શ તો મોરપિંછ જેવો મુલાયમ હોય
પણ આ તો જાણે કોઇ મશીનની સ્વીચ પાડતાં હોય એવા રુખા સ્પર્શ..અને ઉંચકવામાં પણ નકરી બેદરકારી જ..જાણે કોઇ વજનદાર બોરી ્ના ઉંચકતા હોય..! માંહ્યલીકોરમાંથી આ સ્પર્શ જાણીતો-પોતીકો લાગતો હતો..પણ પોતીકા આવા જડ થોડી હોય..? આંખો ખૂલી નહોતી શક્તી..બોલી પણ નહોતી શકતી.. શું કરું..કંઇ જ્ સમજાતુ નહોતું..બસ..જોરથી ભેંકાટવાના પ્રયત્નોમાં ગળામાંથી ફકત ઉઉઉ..જેવું જ નીકળ્યું ..બોમ્બના બદલે સુરસુરિયું !
ત્યાં તો મને ઉંચકેલા હાથવાળા તનમાંથી અવાજ નીકળ્યો,
‘અરે મારી પરી..મારી સોના બેટા…’ અવાજ મમતાળુ હતો..બહુ જ સાંભળેલો પણ હતો..પણ કંઈ સમજાતું નહોતું …આટલો ઘેરો અવાજ..મારા કાનના પડદા તોડી કાઢશે એવું જ લાગ્યું..ત્યાં તો મારા કાનમાં એક રુપાની ઘંટડી જેવો અવાજ અથડાયો,
‘અરે…જરા સાચવીને ઉંચકો તમારી પરીને..હજુ તો હમણાં જ આ દુનિયામાં આવી છે..ફૂલ કરતાં પણ વધારે નાજુક..આ કોઇ તમારા મશીન નથી..’
અને હું ચમકી..અરે..આ ચોકકસ મારી જોડે કલાકોના કલાકો વાતો કરતો મમતાળુ અવાજ..આ અવાજ તો છેલ્લાં ૯ મહિનાથી સતત શ્રવણ કરતી આવી છું..જાણે મારો પોતાનો જ અવાજ હોય એટલો પોતીકો.
ત્યાં તો પેલા બરછટ સ્પર્શમાં એક્દમ નાજુકાઈએ પ્રવેશ કર્યો..મારા પોચા પોચા ગાલ પર કંઇક ખરબચડું ખરબચડું સભાનપણે સાવચેતીથી સ્પર્શયું..ગાલ પર અજબ સી ભીનાશનો અનુભવ થયો…છે..ક અંદર સુધી ઠંડક રેલાઈ ગઈ..આવી અનુભૂતિ તો ઉપર સ્વર્ગલોકમાં અસંખ્ય દેવતાઓના સહવાસમાં-કાળજીમાં- પ્રેમમાં પણ નહોતી થઈ. મજબૂત સાથે નાજુક, બરછટ સાથે મુલાયમ..બેદરકારી સાથે નકરી કાળજી.. બધું વિચિત્ર કોમ્બીનેશન હતું..અલગ – અનોખું વિશ્વ.
પેલો જાણીતો મમતાળુ અવાજ જે મોટા ભાગે મારી જનેતા…મારી માવડીનો હોવાના જ અણસાર મને આવતા હતાં એ પેલા ઘેરા અવાજ સાથે વાત કરવા લાગ્યો. થોડી વાતચીતના અંશ પછી મને જાણ થઈ કે ઓહ..આ તો મારા પિતા છે જે લાગલગાટ ૯ મહિનાથી માતાના પેટમાંથી હું બહાર નીકળું એની ચાતક નજરે રાહ જોઇ રહેલા..માતા તો એના ઉદરમાં રોજ મને સ્પર્શી શક્તી હતી જ્યારે આમના ભાગે તો મારી ઉપરના ચામડીના સાત સાત પડ ઉપર હાથ ફેરવીને ..માથું મૂકીને સંતોષ માણવાનું જ આવતું હતું.. હું મારી માતાની સુંદર પ્રતિકૃતિ..રુપાળી છબી પણ એ નકરી બ્લેક એન્ડ વહાઈટ..એમાં રંગપૂરણી તો મારા ‘પપ્પા’ના એમના સ્વભાવથી અલગ જ કરાતા આ કાર્યો થકી જ થઈ.. જે મારા માટે કંઈ પણ શીખવા ..કરવા તૈયાર હતાં.. જેમાં ફકત અને ફક્ત મારી સહુલિયત સાચવવાની ઇચ્છા જ સર્વોપરી હતી..હું મારી જાતને બહુ જ નસીબદાર માનવા લાગી. આટલા વાક્યોમાં તો પપ્પા જેવું વિશાળ વ્યક્તિત્વ કઈ રીતે સમાય..વધારે વાત ફરી કયારેક..આમ જ મળી જઈશું ક્યાંક જીંદગીના રસ્તા પર ત્યારે ..!
-sneha patel.
-સ્નેહા પટેલ

3 comments on “winner in compition

  1. સ્નેહાબેન…પહેલા તો પિતા પ્રત્યેનો આટલો અદ્‍ભુત અને લાગણીસભર લેખ લખવા બદલ આપને ખુબ ખુબ ધન્યવાદ…આ લેખમાં આપનો પિતા પ્રત્યેનો પ્રેમ, લાગણી, હુંફ દેખાય આવે છે…માઁ વિશે તો ઘણા લેખ લખાયેલા હશે, પરંતુ પિતા પ્રત્યે બહુ ઓછા લેખ લખાયેલા છે…એક જન્મેલા બાળકની મનોવ્યથાને (પછી ભલે નાનું બાળક કંઈ સમજી ન શકતું હોય પણ તેમ છતા) આપે એક સરસ વાચા આપી છે…માં પ્રેમાળ, કોમળ, હેતાળ, માયાળુ, દયાળુ, ક્ષમાવાન અને લાગણીસભર લાગે, પરંતુ પિતા એક કઠોર વ્યક્તિ લાગે. જ્યારે પ્રેમ તો પિતા પણ પોતાના બાળકને કરતા જ હોય છે, પણ તે બતાવતા હોતા નથી. એમની લાગણી સાયલેન્ટ હોય છે. આપે આપની પિતા પ્રત્યેની હૃદયમાં રહેલી ઉંડાણની લાગણીઓ આ લેખમાં રેડી દિધી હોય એવું લાગે છે. ફરીથી આપને આ સુંદર લેખ લખવા બદલ ધન્યવાદ – ખુબ ખુબ અભિનંદન…

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s