Laapataa ladies

ગાળો, મારધાડ અને હિંસાના કારણે પ્રખ્યાત થઈ ચુકેલા નેટફલિક્સ ઉપર કાલે ‘ લાપતા લેડીઝ ‘ પિકચર જોઈને ખૂબ જ સારું લાગ્યું

ખૂબ જ સરળ ( હું સરળ લેખો લખું છું એટલે આ સરળતા કેટલી અઘરી છે. તમારી પાસે સારી આવડત હોય તો જ વાત સરળ બનાવીને લોકો સમક્ષ અસરકારક રીતે રજુ કરી કરી શકો.) અને માર્મિક ડાયલોગ, સરસ મજાનું કલાત્મક direction…જો આંખો અને મગજ ખુલ્લા હોય તો આ પિકચરમાં ઢગલો નાનું નાનું મજાનું જોઈ શકો એમ છે.

સમાજમાં જે જગ્યાએ ખરેખર ફેમીનીઝમની જરૂર છે એ જગ્યા બહુ જ સરસ રીતે ને કોઈ જ ઉપદેશ આપ્યા વિના સમયોચિત પ્રસંગે આંગળી બતાવી દીધી છે. કોઈ પ્રખ્યાત ચહેરો નહિ, કોઈ જ તામઝામ નહિ…બે ચાર જગ્યા ઉપર જ કામ કરીને પિકચર પતાવી દીધું છે પણ વાર્તામાં એવું કશું જ feel નથી થતું. બધું શિરાના ગળપણ જેવું સ્મૂધ આ લાગે છે. આ ખૂબ જ અદભુત કામ લાગ્યું. રવિકિશન ખાસ ગમતો નથી પણ આ પિકચરમાં તો નવાઇરૂપે એ પણ મને ખૂબ ગમ્યો ! આમિરખાન, કિરણ રાવ હતા એટલે આવી થોડી ગણી આશા તો હતી જ અને એ પૂરી પણ થઈ.

કલાકારો ને ફક્ત કલાકારની રીતે જ જોઈએ તો જીવનમાં લોકોને સમજવા, ના સમજી શકવા, સ્વીકારી શકવા જેવા ગૂંચવાડા કે સવાલો ઊભા નથી થતાં.

બાકી તો જેવી જેની પસંદ. મારે પણ વધુ કશું નથી કહેવું મૂવી માટે… ‘ મજા આવી ગઈ બસ…’

  • સ્નેહા પટેલ

Leave a comment