તમે ચુપચાપ કામ કર્યે જાઓ અને તમારા કામ ની નોંધ લેવાય ,તમારું કામ બોલે ત્યારે બહુ મજા આવે. માનવ કલ્યાણ મંડળ – ગુજરાત દ્વારા સુરક્ષા સેતુ સોસાયટી રાજકોટ ગ્રામ્ય પોલીસ ના સહયોગ થી આજે મને ‘ મહિલા ગૌરવ એવોર્ડ -2016 ‘ પ્રાપ્ત થયો છે જે મારા 17 વર્ષના દીકરાના સ્પોર્ટ્સ , ભણતરના ઢગલો અવાર્ડ્સ ની સાથે મૂકતા ખુબ જ આનંદ અનુભવું છું.