વર્ષો પહેલા હું ફક્ત વાચક હતી ત્યારે મને મારા ગમત લેખક સાથે વાત કરવાનો..એના લખાણ ને પ્રોત્સાહન આપવાનો કોઈ ચાન્સ નથી મળ્યો..પણ આજે જયારે મને પ્રેમથી, આદરથી વાંચનારા મિત્રોને એવી તક મળે છે એનો એ કેવો અદભુત પ્રત્યુત્તર વાળે છે એ જોઈને દિલ ગદ ગદ થઇ જાય છે.
મિત્ર અમિતભાઈની પોસ્ટ.:
જે કોઈપણ મિત્રો (ભાઈઓ-બહેનો) સ્નેહાબેન પટેલ (અક્ષિતારક) ની કવિતા કે ગઝલ ગાઈને પોતાનો વિડીયો સ્નેહાબેન પટેલની ફેસબુક ટાઈમ-લાઈન (ફેસબુક વોલ) પર મુકશે (અપલોડ કરશે) એ વ્યક્તિને Sneha H Patel ના પુસ્તકોનો એક સેટ (6 બુક) મારા તરફથી ભેટ આપવામાં આવશે…(સ્નેહાબેનની કવિતા અને ગઝલ એમના બ્લોગ https://akshitarak.wordpress.com અને ફેસબુક પેજ https://www.facebook.com/snehapatel.akshitarak પરથી મળી રહેશે અથવા તો જે વ્યક્તિ પાસે “અક્ષિતારક” બુક હોય તો તેમાંથી…) એ વિડીયો અપલોડ કરેલ વ્યક્તિને એમના સરનામે એ પુસ્તકો મોકલી આપવામાં આવશે…તો મિત્રો રાહ કોની જુવો છો, Time start now … [નિયમો અને શરતો – (1) વિડીયો અપલોડ કરવાની છેલ્લી તારીખ : 1-1-2018 સોમવાર અને સમય રાતના 12:00 વાગ્યા સુધી, આ તારીખ અને સમય પછી જે વ્યક્તિ વિડીયો મુકશે તેને પુસ્તકની ભેટ નહીં મળે…(2) એક વ્યક્તિએ એક વિડીયો જ અપલોડ કરવો…(3) અધુરી ગાયેલી કવિતા કે ગઝલ માન્ય ગણાશે નહીં…(4) પુસ્તક હાજર સ્ટોકમાં હશે ત્યાં સુધી જ આપવામાં આવશે (વહેલા તે પહેલા)…(5) ગઝલ કે કવિતા યોગ્ય વર્તનથી ગાયેલી હોવી જોઈએ, અયોગ્ય રીતે ગાયેલું માન્ય ગણાશે નહીં…(6) કવિતા કે ગઝલ ગાઈને વિડીયો બનાવવાનો છે, વાંચીને નહીં…(7) કોઈ વ્યક્તિ વિડીયો અપલોડ કરશે તો તેને તરત જ પુસ્તકો મોકલવામાં નહીં આવે, તા. 1-1-2018 પછી જે વ્યક્તિઓએ વિડીયો મોકલ્યા હશે તેમને બધાને એક સાથે મોકલવામાં આવશે…]અને બીજું કે, ‘આપ સૌ મિત્રોને જણાવવાનું કે કવિતા કે ગઝલ ગાતા પહેલા એ વ્યક્તિએ કહેવાનું કે હું આ નામની વ્યક્તિ સ્નેહાબેન પટેલની ગઝલ ગાઈને સંભાળવું છું (દા.ત. હું અમિત ગોરજીયા સ્નેહાબેન પટેલની ગઝલ ગાઈને સંભળાવું છું…) આમ બોલીને પછી ગઝલ કે કવિતા ગાવાની શરૂઆત કરવી જેથી ગાયક અને કવિ બંનેના નામ આવી થાય… – લી. અમિત બી. ગોરજીયા
1.https://youtu.be/nSo68XNOK7Q
2.https://youtu.be/nSo68XNOK7Q
3. https://youtu.be/4OjNNOQ_ClY