એક્લાં એક્લાં તમારી યાદ સાથે લઈને બેઠાં હતાં અમે,
બે મીઠી મુલાકાતો દિલમાં વાગોળીને બેઠાં હતાં અમે.
આંખો રાતી ચોળ અંગારા સમ લઈને બેઠાં હતાં અમે,
કોઈ સપનાં આંખને સજાવશે સમજીને બેઠાં હતાં અમે.
ચમકતો તારો ખરશે રાહ ઉરે લઈને બેઠાં હતાં અમે,
એનાં રુપેરી તેજે ચાતક મીટ માંડીને બેઠાં હતાં અમે.
ઠંડી હવા દિલને બહેલાવે,ચંચળતા લઈને બેઠાં હતા અમે,
એનાં જાદુઈ સ્પર્શે કોઈ શીતળતા માણીને બેઠાં હતા અમે.
પ્રેમ નગરે કોઈ મસ્તીનાં ઈરાદા લઈને બેઠાં હતાં અમે,
તમે સાથ આપી જશો પાકી ખાત્રી જાણીને બેઠાં હતાં અમે.
સ્નેહા-અક્ષિતારક
૧૧.૦૫ રાત્રિનાં
૩-૦૧-૦૯
કઈ કેટલીયે આશા ઓ લઈ ઉભા હતા અમે
કઈ કેટલાયે ઈરાદા ઓ લઈ ઉભા હતા અમે
કાકરીયા ની પાળે ઉભા હતા અમે
રાહ તમારી જોઇ ઉભા હતા અમે
LikeLike
સુંદર રચના…
LikeLike
ભાવ સુંદર જળવાયો છે-અભિનંદન.
LikeLike
di aato kharekhar tame kamal kari nakhyo chhe…dil thi yaar bahuj saras lakhyu chhe….
LikeLike
સુંદર ભાવ.. સુંદર રચના..
LikeLike
Ame no varmvar upayog tali shakay to rachana vadhu sari bane.
LikeLike
સરસ રચના
LikeLike