લાગણીનું સિંચન


મારામાં રહેલી મને લીલી-છમ રાખે છે તું,
લાગણીના સિંચનથી સદા જીવંત રાખે છે તું…

સ્નેહા-અક્ષિતારક
૨૭-૨-૦૯

ધડકન ચુકી ચુકી જાય છે.


નયન લાજથી ઝુકી-ઝુકી જાય છે,
સાજન હો નયનની સામે અને
દિલ એક ધડકન ચુકી ચુકી જાય છે.

સ્નેહા-અક્ષિતારક.
૨૫-૨-૦૯
૮.૦૦સવારનાં

હવે દાવ છે કોના માથે…!!!!


એક રમત ચાલુ કરી અમે ,
કોઈ અજ્ઞાત કારણથી તમારી સાથે.

મેં તો દાવ આપી દીધો,
લ્યો – હવે વારો તમારા માથે.

અંચઈ કરીને જીતી જવું ,
એ સિદ્ધ્-હસ્તતા તો છે તમારી પાસે.

જાણી-જૉઈને હારી જવું
એ નાકામ્યાબી ભલે અમારા માથે.

એક પછી એક નવા દાવ અને
તમારું તોફાની કામણગારું સ્મિત..

મને સઘળું ભુલાવે શાન-ભાન ,
કે હવે દાવ છે કોના માથે…!!!!

સ્નેહા- અક્ષિતારક
૨૧-૧૧-૨૦૦૮.

નેટ-જગત..


“નેટ એક નવી-નવાઈ ની દુનિયા,
અધૂરાં સપનાંને સાકાર કરવાની દુનિયા.

જેટલું ઇરછો તેટલું જ બતાવો,
બાકી બધું છુપાવી દેવાની આ દુનિયા.

બેન,સખી,મા,દીકરી સઘળાં સંબંધો મળી જાય,
સ્નેહ – ઇર્ષ્યાની કોક્ટેલિયણ છે આ  દુનિયા.

વિશ્વાસ મળે અને અવિશ્વાસ પણ અહીં,
થોડું ઘણું સાચવીને ચાલવાની દુનિયા.

પ્રસન્નતાથી છલકાવી દે ઘડીમાં,
ઘડીકમાં નિઃશાસાથી ધરબી દે,

એક આદત જેવું ના થઈ જાયે એનું,
નશાથી બચીને માણવાની છે આ દુનિયા”.

 

સ્નેહા-અક્ષિતારક..
૨૪-૧૧-૦૮


બોમ્બેની ખૂનભરી ઘટના


ક્યાં અટકશે માનવીનું આ પાશવીપણું,
નિહ્ત્થા માણસોને મારવાનું દરિન્દગીપણું.

એ કે ૪૭ લઈને પોતાને વાઘ સમજે,
ફટ ફટ ઘાણીની જેમ આગ ઓકે,

લોહીની નદીઓ વહાવી પ્યાસ બુઝાવે,
માણસોને કચડીને મહેફિલો સજાવે.

કેટ્-કેટલાંનાં સપનાંઓ ક્રુરતાથી કચડે,
ઘરડાં મા-બાપના સહારા બેશરમો ઝુંટવે,

દિલમાં આગ લઈને બસ કુદી પડે,
ના વિચારે એ નાચે કોણ સ્વાર્થી હાથે.

આજે તો અમે ફના થૈ જાઈશુ,
મરી જઈશું કાં મારી નાખશું,

પણ એ નાદાનો એ ના સમજે કે,
મારીને શું કરામત કરી નાખી,

ખરી હિંમત તો ત્યારે જ દેખાય કે,
એક નવસર્જન કરી બતાવે.

સ્નેહા – અક્ષિતારક

ૠતુરાજ વસંત


તું તો આજ છો અને કાલે જતી રહીશ રે વસંત,
મારો પ્રેમ તારી રાહ ના જોતો જાય.

અવિરત,ચિરંજીવી પ્રણય મારો રે વસંત,
ના કોઈ તમા રાખે તું આવ કે જાય.

મારા પ્રિયતમને તો હું સદા વ્હાલી રે વસંત,
ના ઓટ કદી,એમાં ભરતી જ આવે જાય.

સ્નેહા-અક્ષિતારક.

૮.૩૦ સાંજનાં ૧૨-૨-૦૯

એક ૯ માસનું ફુલ ઇશ્વરનાં અન્યાયે કવેળાએ કચડાય..!!!


 
ma

  ફુલગુલાબી ઠંડીએ રવિનાં હુંફાળા કિરણૉથી સભર એક સુપ્રભાત,
બધી જીમ્મેદારીથી પરવારીને બેઠેલી હું, અને ચા-બિસ્કીટનો સંગાથ.

પાડોશીઓનો કોલાહલ આટલી સવારમાં કેમ કણૅપટલે અથડાય?
ઓહ..તમને નથી ખબર..?
એક ૯ માસનું ફુલ ઇશ્વરનાં અન્યાયે કવેળાએ કચડાય..!!!

ફુલની બગિયાએ શોક તણી કાળી ચાદર,
પગ શીદ ઉપડે મારો જવાને અંદર?

અરે,હજી કાલે તો “walker” લાવેલાં લાડલાંનું..
એનાં મનગમતાં ભુરા આકાશી રંગનું..
સૂનું પડ્યું એનાં અવાજ વિનાનું..

એક જણ કહે,અરે..
બાળકની જરાં જુવો તો આંખ છે ફરકે,
ગભરાયેલાં મા-બાપને એક આશ પડીકે,
ધબકાર, શ્વાસ- ઉચ્છવાસ મપાય ઉંચા જીવે,
કડવી ઘોર નિરાશા..

 ગામ આખાંની તો જાણે પંચાતને ત્યાં અવકાશ.!!!
અમારે તો આમ રિવાજ,તમને તમારી વધુ જાણ,
માવતરનું તો બેબસીએ કકળે દિલ…

એક દાદીમાને  મ્રુત દિકરાઓની વિદાય હૈયે લીલી  છે.
અરે,મેં તો મારાં બે જુવાનોને આ હાથે વિદાય આપી છે,
તમારું તો ઉગતું ફુલ, ભુલી પણ જશો, અમને બહું કારમું છે,
જાણે,૯ મહિનાની મા એ મા જ ના હો ખાલી એક નામ છે.

 કોરા કાપડે ફુલડાંને હળ્વેથી લુછતું માવતર વિચારે,
શું આમ જ હવે બધી યાદોને લૂછી પાડવાની વિસારે?

માથે હલ્કો રાતા રંગનો લેપ,હળ્વે ભઈલાં..
જોજો દિકરાને તકલીફ ના થાય,
પીળાં-રાતાં ફુલોથી સાચાં ફુલને જાણે ઉધાર રંગ અપાય,
ગંગાજળ-તુલસી પણ શરમાય,
અરે-આ પવિત્રતાને અમે છીએ શું લાયક?

દીપ તણો પ્રકાશ પણ થથરે..
હે પ્રભુ,આ વળી શું સુઝયું તને?

સોપારી,ખીચડી,નારિયેળ,નવાં કપડાંને
દિકરાં સાથે મસાણ સુધી જવાય અને
મોટી બેન,મા-બાપ,બા-દાદા રહે ઘરે..!!

ઘરની અટારીમાંથી રડતાં-કકળતાં માવતર વિચારે,
અમારાં રક્તે- સ્વપ્ને સીંચાયેલ અરમાનો,
શું હવે જશે ધરામાં નમકની ગરમીનાં હસ્તે…….!!!!!

સ્નેહા-અક્ષિતારક.
૨૦-૧૧-૨૦૦૮.

 
પ્રિય મિત્રો,
આ એક સત્ય ઘટના છે.મારી આંતરડી કકળાવી ગયેલી ઘટના છે.સમાજનાં અમુક જડ રિવાજો  સામે એક જાતનો ગુસ્સો કાઢવાની ગરજે જ લખ્યું છે..આપણાં સમાજની અમુક કરુણ અને વરવી વાસ્તવિકતા.

મેં જે અનુભવ્યુ એના ૫૦% જ લખી શકી છુ ..મે પેલુ લખેલુ છે ને…….

 
કમીઓ તો અમને પણ નડી જાય છે,
માણસ છીએ…!!!

હીરનાં સંબંધો


g1

આમ દિલમાંથી એક કટકો કાઢો ના,
બહુ પ્રેમથી તમને ગૂંથ્યાં છે એમાં.

રેશમી ધાગે નાજુક સંબંધો વણ્યાંએમાં,
હીરનાં સંબંધોની મર્યાદા તો રાખો વ્હાલાં.

સ્નેહા-અક્ષિતારક.
૧૦.૦૦સવારનાં,૪ ફેબ્રુ.૦૯

 

મને હજી યાદ કરે છે??


આજે એ જગ્યાએ ફરી જઈ ચઢી,
એ ફૂલ-એ રસ્તા-એ હવા- એ બેઠક,
સૌને મળીને પૂછી આવી,
એ હજી અહીં આવે છે?
મને હજી યાદ કરે છે??

સ્નેહા-અક્ષિતારક
૨જી ફેબ્રુ.૨૦૦૯

ડાળી સુકાતી ચાલી,


તારી યાદમાં એક ડાળી સુકાતી ચાલી,
ફૂલ ઉગવાની આશે,
ભીનાશનો છેદ પણ ઉડાડતી ચાલી.
સ્નેહા-અક્ષિતારક
૨જી ફેબ્રુ.૨૦૦૯

લોહીની ટશરો


તારે હૈયે વેદનાનાં સોળ ઊઠે છે,
તને ખબર…
લોહીની ટશરો ક્યાં ક્યાં ફુટે છે?
સ્નેહા-અક્ષિતારક
૧૦.૪૫સવારનાં
૩જી ફેબ્રુ.,૦૯

રે સખા…


મન આખું ઊતરડી બેઠી  તુજ સમક્ષ રે સખા,
અંતરમાં ડોકીયું કરીને જોતો તો જા,
ક્યાં કયાં સીવી બેઠી છું તને રે સખા…
સ્નેહા-અક્ષિતારક.
૧૦.૧૧ સવારનાં,
૩જી ફેબ્રુઆરી,૦૯.