ખબર જ ના રહી


ખબર જ ના રહી ક્યારે કોઈ પોતાના કરી ગયું,
મધઝરતી બોલીએ મારા શાન-ભાન ખોઈ ગયું,
એક નજર નાખી હૈયું સમૂળગું પીગળાવી ગયું,
લાગણીનાં એક નવાનવાઈના રંગે રંગી ગયું.

સ્નેહા-અક્ષિતારક

પીળું પડેલું એક પાંદડું,


હું તો પીળું પડેલું એક પાંદડું,
લીલાશ જીવતરની અનુભવી સઘળી,
તડકી -છાંયડી વેઠી જીન્દાદિલીથી,
ફુલો સમ સંતાનો નાજુક સુગંધી,
મારા શણગારમાં રાખ્યાં એમને પ્રથમી,
આજે એ જ મને કહે કે હવે,
તમે છો પીળું પડેલ એક પાંદડું કાયમી..
સ્નેહા-અક્ષિતારક
૨૪-૧૨-૦૮
૫.૧૦ બપોર

ગણત્રી અમાસની


અમારી ધડકન હવાને સ્પર્શી ગઈ,
એક મ્રુદુલ સુરીલો રાગ છેડી ગઈ,
પંચાગે ગણત્રી તો અમાસની હતી,
ચાંદ તણી આ ઝાંખી કોની ઉપસી ગઈ???
સ્નેહા- અક્ષિતારક
૨૨-૧૨-૦૮

શબ્દો સળગી રહ્યાં છે.


શબ્દો પણ આજે ભડ ભડ સળગી રહ્યાં છે,
વ્હાલનાં ઝગડાંની પૂર્ણાહૂતી ઝંખી રહ્યાં છે..
સ્નેહા-અક્ષિતારક
૨૪-૧૨-૦૮

કોલાહલ


એક ખાલીપો ભરેલો મારા ઊરનો તમે કાલે,
ત્યાં આજે તમારી યાદોનો કોલાહલ બહુ છે.
સ્નેહા-અક્ષિતારક
૨૫-૧૨-૦૮
૧૧.૦૦રાતનાં

મધુરી યાદો


દિલને આજે ખાલી ચડી ગઈ છે,
સમજણશક્તિ કાચી પડી ગઈ છે,
થોડી મધુરી યાદો મોકલાવ તારી કે
જિંદગી આજે રઝળાટે ચડી ગઈ છે….

સ્નેહા-અક્ષિતારક
૨૦-૧૨-૦૮

બે સ્વાસની દૂરી


આમ તો બે સ્વાસની દૂરી એ જ બેઠેલા અમે
મજ્બૂરીઓ એમાંથી પ્રાણવાયુ જ ચોરી ગઈ..

સ્નેહા-અ઼ક્ષિતારક
૨૦-૧-૦૯
૧૧.૦૦સવારનાં

તડ


બહુ તરલ છે અમારી લાગણીઓ,
તમારા પથ્થર દિલને વિનંતી-
એને વહેવાં જરાં તડ પાડી આપજો.
સ્નેહા-અ઼ક્ષિતારક
૨૦-૧-૦૯
૧૧.૦૦સવારનાં

ભેજ


આંસુને આજે થોડાં તડકે સૂકવવાં મૂક્યાં છે,
એમનાં દિલને ભેજથી શરદી થઈ ના જાય!!

સ્નેહા-અ઼ક્ષિતારક
૨૦-૧-૦૯
૧૧.૦૦સવારનાં