નવો રંગ


શ્વાસ તણાં પર્ણ રુદને ભીનાં થઈ યાદોએ લીલાંછમ છે,
જીન્દગી જાણે એક છેડાંવિહિન વર્તુળ સમ છે,
રંગહીન ચુપચાપ જીવાતી જીન્દગી બોજ સમ છે,
અરે આ તો…
એક વ્હાલુડીનાં કન્યા-વિદાય પછીનો એક નવો રંગ છે.
સ્નેહા-અક્ષિતારક.
૧૮-૧૧-૦૮