બન્ને અધુરા


તારા શબ્દો અને મારી આંખો,
બન્ને અધુરા એક બીજા વીના
એકનુ નશીબ શાહીએ લખાય
બીજાનું નશીબ આંસુએ લખાય.
સ્નેહા
૯-૧-૦૯

હે ખુદા


જા તને સર્વ હક આપ્યા,હે ખુદા,
જોઉ તો ખરી તારી કસોટીની તાકાત,

કર્મો નાં હિસાબ છે બધાં તારી સાથે,
જોઉં તો ખરી,કોણ છે એમાંથી બાકાત.

સઘળો વિશ્વાસ ધર્યો તુજમાં,હે ખુદા,
જાણું છું,હું નથી તારા પ્રેમ થી બાકાત,

હામ હૈયે છે બેશુમાર મારા, હે ખુદા,
માણું છું હરપળ તારી જીંદગીની સૌગાત.

સ્નેહા, ખ્યાતિ ધ્વનિ

હું અને તું..


પ્રણય કેડીએ ઉભરતાં બે નામ છીએ હું અને તું..
દરીયા કેરી મીઠી શીત લહેર છીએ હું અને તું..

પ્રણયથી છલકતાં નશીલા જામ છીએ હું અને તું..
પાનખર ઋતુનાં સુવાસિત પુષ્પ છીએ હું અને તું..

પ્રણય સ્વપ્નમાં ચાલ ખોવાઈ જઈએ હું અને તું..
ને પછી એને વાસ્ત્વિકતાં માં ઢાળીએ હું અને તું..

પ્રણય રંગે રંગાયેલાં યુવાન હૈયાં છીએ હું અને તું..
જિંદગી ને રંગો થકી રંગી નાખીએ હવે હું અને તું..

પ્રણય કેરી નદી નાં બે કિનારા છીએ હું અને તું..
અને છતાંય મળતાં ક્યાંક આરા છીએ હું અને તું..

પ્રણયની સોનેરી સંધ્યાનાં કિરણો છીએ હું અને તું..
સંધ્યા નાં સપ્ત રંગો માં ડૂબેલા છીએ હું અને તું..

–શ્લોકા,સ્નેહા ,રાધેક્રિશ્ના..
૧૯/૧૧/૨૦૦૮

તારો પ્રેમ.


એક એક શ્વાસ લેતાં બસ વધે છે તારો પ્રેમ
હવા – રુધિર સાથે બસ વહે છે તારો પ્રેમ .

ધડકન હોય કે શ્વાસ બસ કહે છે તારો પ્રેમ,
રગ રગ,નાસિકામાં બસ ફરે છે તારો પ્રેમ.

આકાશી વાયરા પણ બસ સ્મરે છે તારો પ્રેમ,
નીલા નીલા રંગોએ બસ તરે છે તારો પ્રેમ.

એક ઉપકાર તોયે બસ કરે છે તારો પ્રેમ,
હૈયે નિરંતર સંગાથે બસ રહે છે તારો પ્રેમ.

ખ્યાતિ-સ્નેહા …
૨૫-૧૧-૦૮.