સ્વપ્ન દુનિયા


 એક મસ્ત સપનાની દુનિયા વસાવી છે અમે,
એને વળી સપ્તરંગી ચાદરેય ઓઢાડી છે અમે,
સૂર્યનાં કીરણૉ રોજ દોડ-પકડ રમે છે ત્યાં,
પંખીઓ સુમધુર સંગીતે ડોલાવે છે ત્યાં,
આવ એક દિવસ તું યે તો બતાવું ત્યાં,
કેટ-કેટલાં ફુલોયે સલામી ભરે છે ત્યાં.

સ્નેહા-અક્ષિતારક
૧૬-૧૧-૦૮.