ક્યાં સમજાણી


 
પ્રેમ નામે કેટલી ગઝલો સમજાવી દુનિયાએ,
તો ય કોઈ પથ્થરદિલને ક્યાં એ સમજાણી.!!

કોઈ ઓળ-ઘોળ જન્મારો આખો એનો કરે,
ક્દી એની મહતા બેકદરને ક્યાં સમજાણી.!!

રડતાં – રડતાં કોઈ હસતા જાય દુનિયા સામે,
લોહીનાં પાણીની વાતો નિષ્ઠુરને ક્યાં સમજાણી.!!

મન બહલાવ્યું સપનાંનાં વાયદાઓ કરી કરીને,
લાગણીની ભીનાશ કોરાધાકોરને ક્યાં સમજાણી.!!

પ્રેમ નામે વેદનાઓ જ કાયમ મળી દામને તો યે,
અમ નાદાનોને એની નિરર્થકતા કયાં સમજાણી.!!

સ્નેહા-અક્ષિતારક.
૬.૫૬સાંજના
૨૭-૦૧-૦૯

સ્વપ્ન-પ્રણય


નજીક રાખીને પણ દૂર-દૂર રાખો છો,
ખરા છો તમે તો..
કોરીધાકોરતાથી વરસી જાઓ છો,
ખરા છો તમે તો..
સ્વપ્ન-પ્રણયની કેડી સુઝાડો છો,
વળી વહેતાં સંવેદનોને પાળ બાંધી દો છો,
ખરા છો તમે તો..

એક પ્રિયતમા પોતાનાં પ્રિયતમને ખૂબ ચાહે છે. એની યાદમાં અડધી થઈને વિહ્વળ બેચેન રહે છે. એના પ્રિયતમને વીનવે છે કે રોજ સપનામાં મળવાનાં વચનો આપો છો, સ્વપ્ન-પ્રણયનાં રસ્તા બતાડો છો .સપનામાં પ્રેમ કરીને મને વધુ બેચેન કરી મુકો છો ,મારા કાબૂમાં રાખેલાં સંવેદનોને બેકાબૂ કરો છો અને પછી કહો છો કે જાતને થોડી કાબૂમાં રાખો.તો હકીકતમાં પણ ક્યારેક મળીને આ બેચેન દિલને થોડી શાંતિ આપો..વીનવે છે…

સ્નેહા-અક્ષિતારક.
૨૭ જાન્યુઆરી,૭.૦૦સવારનાં