નાડ અમારી જોઈ ને વૈદ્યો પણ ચકરાઈ ગયા,
ઊંડા વિચારના દરિયામાં ખોવાઈ ગયા,
જાણમાં આવો રોગ નથી હજી અમારા તો,
આના હાલ કેમ આવા થયા..???
રે ભલા….કોઈ જઈને સમજાવો એમને જરા,
એ આજે એક પ્રેમઘેલીની નાડ પકડી બેઠા…
સ્નેહા-અક્ષિતારક,
૨૦મી એપ્રિલ,૨૦૦૯
નાડ અમારી જોઈ ને વૈદ્યો પણ ચકરાઈ ગયા,
ઊંડા વિચારના દરિયામાં ખોવાઈ ગયા,
જાણમાં આવો રોગ નથી હજી અમારા તો,
આના હાલ કેમ આવા થયા..???
રે ભલા….કોઈ જઈને સમજાવો એમને જરા,
એ આજે એક પ્રેમઘેલીની નાડ પકડી બેઠા…
સ્નેહા-અક્ષિતારક,
૨૦મી એપ્રિલ,૨૦૦૯
Posted in નાનકડી રચનાઓ | Leave a Comment »
અચાનકનો એક આંચકો જ ભારે પડી ગયો અમને,
બાકી તો ભૂકંપ પણ ક્યાં નથી પચાવી જાણ્યાં અમે…!!
સ્નેહા-અક્ષિતારક,
૧૩મી એપ્રિલ,૨૦૦૯
Posted in નાનકડી રચનાઓ | 1 Comment »
થોડી પ્રણયરેખા હથેળીમાં ટૂંકી પડી ગઈ મારે,
નહિં તો તારું નામ તો જોયેલું મેં ત્યાં કાલે….
સ્નેહા-અક્ષિતારક,
૫મી એપ્રિલ,૨૦૦૯
Posted in નાનકડી રચનાઓ | 1 Comment »
સૂર્ય જો ને કેટલો સોહામણો દી’સે છે આજે,
લાગે છે,
તારા ચેહરાના શુકન લઈ ને આવ્યો છે આજે…
સ્નેહા-અક્ષિતારક.
૨ જી એપ્રિલ.૨૦૦૯.
Posted in નાનકડી રચનાઓ | Leave a Comment »
તને મળવું એટલે એક સુંદર રુમઝુમતું ગીત ગાવું, રશ્મિકિરણો ને હથેળીમાં કોમળતાથી કેદ કરવા,પતંગિયાની પેઠે ફુરર…ઊડી જવું,મેઘધનુષ્યની જેમ ફેલાઇ રંગોની દુનિયામાં ગર્ત થઈ જવું,ધડકનોમાં શ્વાસ સમ ફરકતા-સરકતા રહેવું,મંઝિલની ચિંતા વગર બેરોક્ટોક મનગમતા પ્રવાસે મરજી મુજબ બેફામ રખડવા નીકળી પડવું પછી પહાડની ટોચ પરથી બેફિકરાઈથી ખુલ્લા કોરા કેશ હવામાં ફર-ફરતા હોય અને અભયતાથી જિંદગીને છેક તળીયા સુધી નિરખવાની.
આ બધું જ અનુભવવાનું પણ કેવી રીતે? એક્દમ સાહજીક.
કોઈ જ બ્યુટી-પાર્લરમાં ગયા વગર ,તનને રુપાળું બનાવવાની ઘેલછામાં ડુબ્યાં વગર,”હું જે છુ,જેવી છું” એ કુદરતી રંગ-રૂપના સથવારે ફક્ત નિર્ભેળ લાગણીવાળા મનમાં તારા મિલનની એક અખૂટ અફાટ રેતીના દરિયા જેવી પ્યાસ લઈને તારી નજદીક આવવાનું.પંખીઓના મધુર કલરવને માણતા માણતા, ઝરણાં પેઠે ઉછળ-કુદ કરતાં હું તારી તરફ પ્રયાણ કરું છું.મનમાં કોઈ જ શંકા-કુશંકા નહી…બધું જ એકદમ સાહજીક,કોઈ જ બંધન આડખીલી થઈને મને રોકવાનું નથી.કોઈ સમાજ ની બે આંખવાળી શરમ મને રોકવાની નથી.કોઈ ઇર્ષ્યા-ભરેલ હૈયું એની કાળી નજર મને લગાડી શકવાની નથી.કોઈ જ સુંદર રૂડા-રૂપાળા શબ્દોવાળી પ્રાર્થનામાં શબ્દોની ગોઠવણ કરવાની ભાંજગડમાં પડવાનું નહી.ઠાલા ઉપહાર,ભેટ-સોગાદો ના માયાવી વિશ્વ થી દુર-સુદુર રહી,હૈયાના અમ્રુત ના સંગાથે જ ફક્ત તારી સમીપે આવવાનું અને દુનિયાના કોઈ જ શબ્દકોશના પાને ના છપાઈ શકે તેવી દિવ્ય પ્રેમ વાણી સાંભળતા સાંભળતા કોઈ અગોચર વિશ્વમાં મારી જાતને કોઈ જ ઓળખાન -પહેચાનની,અસ્તિત્વ ટકાવી રાખવાની ચિંતા વગર ડુબાડી દેવાની.
કારણ…આ બધાની બાગડોર તો તારા હાથમાં છે મારા વ્હાલા..આ ભવ સાગરમાં મારે કઈ બાજુ જવું ,કઈ દિશા પકડવી એ બધું વિચારવા માટે તો હેય ને તું બેઠો જ છુ ને પ્રભુ….મારે ક્યાં કોઈ જ ચીંતા છે, મેં તો મારી જાત ને તારા હવાલે કરી છે..જે હાલ હવાલ કરવા હોય મારા વ્હાલીડા એ હવે તારે નકકી કરવાનું….હું તો તારા પ્રેમ માં નચિંત,અભય,સહજ..
એક ફૂલ નું ઉગી ને ખરી પડવા જેટલું જ…
અંતઃકરણનાં કોટી કોટી વંદન,
સ્નેહા-અક્ષિતારક,
૧૧-નવેમ્બર,૨૦૦૯,સવારના ૯.૫૦ મિનિટે
Posted in મારા સંવાદોઃ- | 16 Comments »
આ જગના લોકો કેટલાં મૂર્ખ છે. માને છે કે હું સાવ એક્લી છું,અટુલી છું..!!!
એમને ક્યાં ખબર પડે છે કે મારી સાથે નિત્ય હરહંમેશ નો મારો સાથી-સંગાથી તું છું.જે પરમ સત્ય છે.ક્યારેય તું મારો સાથ છોડવાનો નથી.આ આપણો સંબંધ-સંબંધોના આપ-લે ના ગણિતથી ક્યાંય ઉપરનો છે .જ્યાં કોઈ જ કડવાશ નથી,છે તો ફ્ક્ત એક મીઠાશ, એક અવર્ણનીય હળવાશ, જ્યાં એક બીજાને કોઈ જ લાગણી બતાવવાની કે સમજાવવાની જરૂર નથી.ગમે ત્યાં ગમે ત્યારે હું બસ તને અનિમેષ નયને નિહાળી શકુ છું અને પલક્વારમાં એક શૂન્યાવકાશ સર્જાઈ જાય છે અને એમાંથી તારી અદ્વિતીય ખુશ્બુ ચોતરફ છવાઈ જાય છે.બસ આમ જ તું હંમેશા મારી એકલતાને તારા સ્મરણ માત્રથી હરી-ભરી કરી દઉં છું.મારી એકલતામાં તારી હાજઈની રંગોળી પૂરી દઉં છું.તું ચોતરફ તારા તેજની ચાંદની પ્રસરાવી દે છે અને હું એ રંગોમાં તારી ચાંદનીનું અજવાળું ગટ-ગટ પીવું છું.આકંઠ છલકાઈ જવું છુ તારા એ અમ્રુતપાનથી..
મારું એકાંત મને બહું ગમે છે.કારણ..હું તને ત્યાં સર્વાગપણે કોઈની હાજરીની રોક-ટોક વગર ધરાઈ જઉં ,છલકાઈ જઉં એ હદ સુધી પામી શકુ છું.
સ્નેહા-અક્ષિતારક,
૪થી જુલાઈ,૨૦૦૯
સવારના ૯.૧૫ વાગ્યાનાં
Posted in મારા સંવાદોઃ- | 7 Comments »
દોસ્તો,ક્યારેક કોઈ પ્રિયજનની યાદમાં રડ્યાં છો?ત્યારે મનમાં કેવા- કેવા વિચારો ની હેલી ઉફ્ને એ અનુભવ્યું છે?થોડુંક કંઈક લખ્યું છે એ સંદર્ભમાં..એક નવો પ્રયત્ન..મારી જાત સાથેના મારા સંવાદો..
મગજમાં લોહીનું પરિભ્રમણ સતત કેમ થતું રહેતું હશે,
વળી એ સર્વદા એકધારી ગતિ કેમ નહી જાળવતું હોય..?
સાતત્યતાથી સદા વિમુખ રહેવાની ટેવ કેમ પડી ગઈ હશે.
એમાંયે ઘણીવાર તો….
નસે નસ ત્રસ્ત થઈને ફાટું ફાટું કરે,
રક્તપ્રવાહ વિદ્રોહ પુકારે ત્યારે એમ થાય કે,
ચાલ…..
આપણે પ્રવાહી થઈને વહી જઈએ,
તો કદાચ એની ગતિથી તાલ મેળવી શકીએ,
વળી એમ થાય…
કદાચ નસો લોખંડની બનેલી હોય તો કેવું સારું.
આ પ્રચંડ ભ્રમણના વેગથી એ ફાટી જવાનો ડર તો ના રહેત ને..!!!
જો..
આ રકતપ્રવાહ અટકી જાય તો વળી શું થઈ જાય,
કેટલી શાંતી, કેમ?
કાયમ માટે આ ભ્રમણ-ગતિની ચિંતામાંથી તો મુક્તિ…
ના..ના…
એના કરતાં
પ્રવાહી બનીને જો આપણે જાતે જ વહેવા લાગીએ તો….
કેવી મજા.
સાંકડી-પહોળી ગલીઓમાં વહેવાનું,
બેકાબૂ-બેફામ..
અને પછી,
સાવ અચાનક એક દિવસ કોઈ જ એંધાણી વગર
અટકી જવાનું…આહ…
જિંદગીના ભ્રમણો આપણી ઈરછા-શક્તિથી ચાલે
તો કેવી શાંતિ…કેમ…!!!!!
સ્નેહા-અક્ષિતારક.
૪થી નવેમ્બર,૨૦૦૮..ના ના ભૂલ નથી..એક વરસ પહેલાં જ લખેલ છે આ રચના..
બપોરનાં ૨.૦૦ વાગ્યે.
Posted in મારા સંવાદોઃ- | 7 Comments »
સ્નેહા-અક્ષિતારક
૨૬,ઓક્ટૉબર.૨૦૦૯
Posted in ત્રિપદી | 4 Comments »
સૂર્ય સાથે મારા રાત-દિ’ને ક્યાં નિસ્બત,
તુ મળે અને દિ’મારો ઉગે,
તું બીછડે અને મારી રાત થાય.
ગ્રહણ લાગે જ્યારે આંખ આસુથી ધૂંધળાય,
તું મળે ને ફરી અરમાનો સોનેરી થઈ જાય…
સ્નેહા-અક્ષિતારક
૨૬,ઓક્ટોબર,૨૦૦૯
Posted in નાનકડી રચનાઓ | 3 Comments »
બારીમાંથી હું આકાશી રૂપેરી ચાંદ જોઉં છુ,
મારા ચાંદ,તું પણ એ જ ચાંદ જોતો હોઈશ ને…?
મારી પ્રીતની છાંટ એના પર પાડીને
એક નેહ-ભર્યો પત્ર લખુ છું.
મારા દિલના હાલ-હવાલ લખું છું એમાં.
મારે એને એટલું જ કહેવું છે કે,
મારો ચાંદ તો બહું રૂપાળો અને પ્રેમાળ છે.
એકદમ માસૂમ-દેવના અવતાર જેવો.
મારા શ્વાસની હુંફ થી એ નકરો લથપથ,
નર્યા વ્હાલથી નીતરતો,
લાગણીની અદકેરી ભીનાશ એના ખોબામાં ભરીને,
એ હંમેશા મારા પર ઠાલવે છે.
એના પ્રેમનાં અક્ષયપાત્રને પ્રભુ આમ જ અક્બંધ રાખે.
તારા કરતાં મારો ચાંદ વધુ સુંદર અને વહાલો છે મને,
મહેરબાની કરીને તું એની ઇર્ષ્યા ના કર હવે…
સ્નેહા-અક્ષિતારક.
૨૭-૧૦-૦૮
રાતનાં ૧૦.૦૦વાગ્યે.
Posted in અછાંદસ | 11 Comments »