10%


મેં આશરે ૨૦-૨૧ વર્ષે પહેલી પહેલી નોકરી કરેલી. પહેલો પહેલો પગાર જ્યારે હાથમાં આવ્યો ત્યારે જીવનમાં એક જબરદસ્ત રોમાંચ અનુભવેલો. શું કરી કાઢું…શું કરી કાઢું થઈ ગયેલું અને ખબર નહિ એક વિચાર મનમાં ઊગ્યો, ‘ હું જે પણ કમાઈશ એના દસ ટકા જેટલી રકમ કોઈક ને ક્યાંક ને ક્યાંક મદદરૂપ થવામાં વાપરીશ.’ આવું વિચારીને જીવનમાં કેટલા પૈસા આપવા એ નિર્ણય મે indirectly ભગવાન પર છોડી દીધેલો. એ વખતે સહજતાથી લીધેલો નિર્ણય બને એટલું સજાગ રહીને પાળ્યો છે.

સાચું કહું, આ સોદો ખોટો નથી દોસ્તો. એ દસ ટકાના વળતરમાં જરૂર જેટલું જીવનમાં બધું પ્રેમથી મેળવી ચૂકી છું અને બહારના અજાણ લોકોને તો આપણી ઉપર ઉદાર હોવાનો વહેમ બની રહે એ નફામાં 😀

  • સ્નેહા પટેલ

#blogger #facebookpost #Salary #God

My thought process


મારા લખાણની પ્રોસેસ વિચારતા એવું લાગ્યું કે હું ફટાફટ કોઈને સંભળાવી દેવા કે બતાવી દેવા ઉતાવળમાં બોલવાનું મોટાભાગે પસંદ ન કરું. સામેવાળાને બોલીને ( ઘણી વખત મજાકના નામે ટોન્ટ પણ હોય ) એ બોલીને ખુશ પણ થવા દઉં.. મને એમની એ વિચિત્ર ખુશીથી કોઈ ફરક નથી પડતો…મારું ખરું કામ તો એમના બોલાઈ લીધા પછી એમના વર્તન પર વિચાર આવે ત્યારે ચાલુ થાય છે ને પછી એના પર લખાય છે. બાકી મારી સૌથી મોટી પ્રશંસક કે ટીકાકાર હું પોતે જ છું એ ઘણી વખત કહી ચુકી છું. વળી મારું સત્ય મારા પોતાના માટે જ સત્ય હોય છે, બીજાઓ પણ એવું માને એવો દુરાગ્રહ ક્યારેય નથી સેવ્યો !