નાનપણમાં સ્કૂલમાં મારા વ્હાલા કુસુમબેને સૌપ્રથમ એકડો ઘૂંટતા શીખવાડેલું, પ્રેક્ટિસ પછી બરાબર આવડી ગયું . સમજાઈ ગયું કે જે ઘૂંટીશ એ પાક્કું થશે. હવે હું ‘નફરત’થી દૂર રહીને માત્ર ‘પ્રેમ’ જ ઘૂંટુ છું !
-સ્નેહા પટેલ
like #short #subscribe #subscribe #youtuber #love #youtubeshorts #ytshorts #gujaratistatus #poetry
If u like plz share, Like and subscribe. Thnx
like #short #subscribe #subscribe #youtuber #love #youtubeshorts #ytshorts #gujaratistatus #poetry
હું સ્વાભિમાનથી છલોછલ છું પરંતુ હું જાણું છું કે એને લોકો અભિમાન પણ ગણે છે. હું એક લાગણીશીલ સ્ત્રી છું પરંતુ મને સ્ત્રીઓમાં ઓછું અને પુરુષોમાં વધુ જોવા મળતો દિમાગનું આધિપત્ય ધરાવતો ગુણ આકર્ષે છે એ નકારીશ નહિ. મને જાતે નિર્ણયો લેવાનું ખૂબ ગમે છે પરંતુ એમાં અમુક વખત હું ખોટી પણ હોઉં છું. મને રસોઈ કરવી ખૂબ ગમે છે પરંતુ કોઈ પ્રેમથી રસોઈ કરીને જમાડવાનું કહે તો એ વધુ ગમે છે. મારા કામ મારે જ પતાવવાના હોય છે, જાણું છું, પરંતુ કોઈ આવીને જાદુની છડી ફેરવીને એ બધા કામ મારી જેટલી જ ચપળતાથી પતાવી આપે એવી ઈચ્છા પણ થાય છે. આમ તો હું ખૂબ મજબૂત છું પરંતુ એ છબી સાબૂત રાખવા રડવું હોય ત્યારે હસીને,’હું મજામાં છું’ એવું નથી કરી શકતી. હું ખૂબ જ સારી વ્યક્તિ છું પરંતુ અમુક અનિચ્છનીય અવગુણો મારામાં પણ છે. મને બધો સ્વીકાર ‘જેવો છે એવો’ જ મને મંજૂર છે પરંતુ જાતને છેતરવા ‘એપ્રિલ ફૂલ’ કહી જાત સાથે અંચઇ કરવી સહેજ પણ પસંદ નથી. -સ્નેહા પટેલ. 1એપ્રિલ,2021.