હક અને જવાબદારી…

’ફ઼ૂલછાબ -પંચામૃત’માં આજનો મારો લેખ..

Click to access pancha_01.pdf

પાંદડું કેવી રીતે પીળું થયું, કોને ખબર ?

એટલે કે ઝાડમાંથી શું ગયું, કોને ખબર ?

-રમેશ પારેખ.

રાહુલ આજે ખૂબ થાકેલો હતો. ઓફિસમાં કામનું ભારણ બહુ હતું. લોક ખોલીને સોફામાં જાતને લગભગ ફંગોળી અને ગળાની ટાઈ લૂઝ કરતાં’કને નજર ઘરમાં ચોતરફ ફેરવી લીધી.ઘર પર એ જ રોજની જેમ અસ્ત-વ્યસ્તતાની હુકૂમત હતી. એમાં કામવાળી બાઈ પણ નહી આવી હોય એની ખાત્રી કરાવતા પ્લેટફોર્મ પરના એંઠા વાસણો અને બાલ્દીમાં પલાળેલા કપડાં, ઘરમાં ચોતરફ વિખરાયેલા કાગળના ટુકડા સમેતનો કચરો.. જાણે કે એની  હાંસી ઊડાવી રહ્યાં હતા.

અત્યારે રાહુલના મનમાં કોઇ એક ગરમા ગરમ કોફીનો પ્યાલો અને સાથે થોડા બિસ્કીટવાળી ટ્રે તૈયાર કરીને ધરે એવી એક કામના તીવ્રપણે ઊઠી. પણ હાયરે એની કિસ્મત..એના નસીબે તો રાખી જેવી કમાતી પત્નીનું વરદાન લખાયેલું  હતું ને..!! જોકે આ પરિસ્થિતી એણે સામે ચાલીને ભગવાન પાસે માંગેલી. દેખાવમાં સામાન્ય ભલે હોય પણ પત્ની તો કમાતી જ જોઇએ એવા હઠાગ્રહને કારણે જ મા-બાપના વિરોધ છતાં એણે રાખીને પસંદ કરેલી.

રાખીના આવ્યા પછી ઘર સુખસગવડોના સાધનોથી ભરાતું ચાલેલું.રાખીની મહેનત અને સ્માર્ટ્નેસના કારણે થોડા સમયમાં એનું પ્રમોશન થઈ ગયું અને સફળતાની સીડીઓ ચડતા ચડતા એનો પગાર વધતો વધતો રાહુલ કરતાં લગભગ ત્રણ ગણો થઇ ગયો. પણ આ બધા સાથે ઘરમાંથી એક વસ્તુ સતત ખોવાતી ચાલી અને એ હતી રાખીની હાજરી. જેમ જેમ એ સફળ થતી ગઈ એમ એમ એના મનમાં સ્વતંત્રતાનો નશો છવાતો ગયો. રાહુલને તો જાણે એ પોતાના નોકર સમાન જ સમજવા લાગી. ગમે ત્યારે કોઇને જણાવ્યા વગર ઘરની બહાર ઉપડી જતી. ના એના આવવાનો સમય નક્કી હોય કે ના જવાનો. ઘર અને સમાજ દરેક જગ્યાએ બેધડક રીતે પોતાના નિર્ણયો જાહેર કરીને એનો અમલ કરાવવાની ટેવ પડી ગઈ હતી. રાહુલની કોઇ જ બાબતમાં સલાહ તો ઠીક પૂછવા કહેવાની પણ દરકાર કરતી નહી. ટુંકમાં એક્દમ મળી ગયેલી સ્વતંત્રતાને એ સાપેક્ષતાથી પચાવી ના શકી. વળી છેલ્લાં થોડા સમયથી તો એના બોસ સાથેના એના સંબંધો કંઇક વધુ પડતા જ અંતરંગ થયા હોવાની વાતો રાહુલના કાને અથડાતી હતી.

પણ રાહુલને હવે રાખીના પૈસે સુખસગવડો ભોગવવાની અને પોતાની જવાબદારીઓથી છટકવાની આદત પડી ગયેલી.એ લગભગ રાખીના પૈસાને લીધે પરવશ જ થઈ ગયેલો હતો. એ વાતો સારી રીતે સમજતી રાખી પણ પોતાની સ્વ્તંત્રતાનો ગેરલાભ ઉઠાવીને લગભગ સ્વછંદી બનીને જીવી રહેલી.પરિણામે લગ્નજીવનમાંથી ઉષ્મા ગુમાવીને આ સંબંધ બેયના દિલમાં એક બોજ જેવો જ બનીને રહી ગયેલો.

અનબીટેબલ- બીજાને આપણા દુઃખનું કારણ માનવાનો રોગ આપણને કદી એના ઉપાયો નથી જોવા દેતો અને પરિણામે આપણે હંમેશા માંદા જ રહીએ છીએ.

સ્નેહા પટેલ – અક્ષિતારક

2 comments on “હક અને જવાબદારી…

  1. એના નસીબે તો રાખી જેવી કમાતી પત્નીનું વરદાન લખાયેલું હતું ને..!!

    વરદાન..?

    Nice said….

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s