Kalmukhi

Phoolchhab – 15th Feb,2017.

​કાળમુખીઃ

સમજથી પર થઈ અપનાવ નહીંતર તો કશા-માંથી,

બધું કરવા છતાં જોજે, મઝા પણ નહીં મળે ત્યાંથી!

-અંકિત ત્રિવેદી

સફેદ અને આગળથી થોડી આછી કેસરી જેવા રંગની લગભગ છ એક ઇંચની પાતળી ગોળ પોલી કાગળની દંડી જેને લોકો સિગારેટ કહે છે, જેને નફરત કરતાં હોવા છતાં એના વગર રહી ના શકે એવો તીવ્ર પ્રેમ કરે છે, એક વાર પ્રિયતમાને છોડી શકાય પણ આની લત લાગે તો એને છોડવી મુશ્કેલ જ નહીં નામુમકિન જ છે એવું વિચારનારાનો આ જગમાં તોટો નથી, રંગ ભેદ જાતિ ધર્મ કશું જ એને નડતું નથી એવી સિગારેટ અત્યારે માનુનીના બે ગુલાબી અધર વચ્ચે સળગી રહી હતી. માનુની એટલે જીવનસભર સુંદર મજાની ત્રીસ બત્રીસ વર્ષની ઉંમર ધરાવતી યુવતી!

ચોમાસાની ઋતુ હતી અને વાતાવરણમાં થોડી ભેજવાળી ઠંડક પ્રસરેલી હતી. રોડની સાઈડમાં એક દાળવડાની લારી લાગેલી હતી જ્યાં અત્યારે જબરી ભીડ હતી. માનુનીપણ દાળવડાં બંધાવવા આવેલી. એણે પોતાનો સાડી સાતસો દાળવડાં બાંધવાનો ઓર્ડર આપીને દુકાનવાળાને રોડને અડીને પાર્ક કરેલી પોતાની ગાડીમાં આપી જવાનું કહ્યું અને પોતે ગાડીમાં બેસીને લાઈટ રોમાન્ટીક મ્યુઝિક ચાલુ કરીને ડેશબોર્ડમાંથી સિગારેટ કાઢીને વિદેશી-ગિફ્ટમાં મળેલ લાઈટરથી એ સળગાવી.પાતળી પાતળી અને ફ્લોરોસેંટ ડીપ બ્લ્યુ રંગની નેઈલપોલિશ લગાવેલી આંગળીઓ સાથે આ સફેદ-કેસરી રંગનું કોંમ્બીનેશન જમાનાની આંખોને રુચિકર તો ના જ લાગે પણ ધીમે ધીમે આવા કોમ્બીનેશનની સંખ્યા વધતી જતી હતી એટલે એમાં સાવ અજુગતુ ય નહતું  લાગતું. માનુનીએ એક લાંબો કશ લઈને હોઠને સાંકડા કરીને દૂર સુધી એનો ધુમાડો ફેંક્યો – એ ધુમાડામાં  પોતે મગજનો શરીરનો બધો થાકોડો ફૂંકી મારતી હોય એવી લાગણી અનુભવતી હતી. આંખો બંધ કરીને એ કશ પર કશ લગાવવા લાગી. લગભગ ચાર મિનીટ અને સાડત્રીસ સેકન્ડમાં તો એણે આખી સિગારેટ ફૂંકી મારી પણ હજુ મનને જોઇએ એવી રાહત નહતી મળતી. પેકેટમાંથી બીજી સિગારેટ કાઢીને એને સળગાવવા જ જતી હતી ત્યાં નજર સામે સત્તર અઢાર વર્ષનો દૂબળો પાતળો, ફાટેલાં તૂટેલાં મેલાંઘેલા કપડાં પહેરેલો છોકરો હાથમાં દાળવડાંનું પેકેટ લઈને આવતો નજરે પડ્યો અને એણે ગાડીનો કાચ આખો ખોલી કાઢ્યો. છોકરાંએ કાચમાંથી દાળવડાંનુ પેકેટ માનુનીના હાથમાં પકડાવ્યું.

‘કેટલાં પૈસા?’

‘ખોટું ના લગાડતાં બેન પણ એક પ્રશ્ન પૂછું ? તમે આ સિગારેટ કેમ પીવો છો?’

સાવ જ અણધાર્યો પ્રતિપ્રશ્ન સાંભળીને માનુનીને પોતાના કાન પર એક સેકંડ વિશ્વાસ જ ના થયો. એણે ધ્યાનથી છોકરાંને નિહાળ્યો. થોડી ભૂરી ભૂરી મૂંછો અને દાઢી એના માસૂમ ચહેરાં પર બહુ જ સુંદર લાગતી હતી. એને સરખો નવડાવી ધોવડાવીને તૈયાર કરાય તો એક હેન્ડસમ છોકરો જરુર નજરે ચડે એમ હતું. ઊભરો આવી રહેલ ગુસ્સાને કંટ્રોલમાં રાખીને એણે છોકરાંને કહ્યું,

‘મજા માટે,બીજું શું? તું નથી પીતો?’

‘ના અને આ કાળમુખીને ક્યારેય હાથ પણ નહીં લગાડું. મારા બાપાને આ ભરજુવાનીમાં ભરખી ગઈ અને અમારા કુટુંબની હાલત ખરાબ થઈ ગઈ. હું સિગારેટને બહુ જ ધિકકારું છું બેન. બે પળની રાહત આપનારી આ આ કાળમુખી સાવ લોભામણી – છેતરામણી છે,  છેવટે તમારો અને તમારા નજીકનાઓનો વિનાશ જ નોંતરે છે. ‘

‘ઓહ, એમ વાત છે. પણ હું સિગારેટ બીજા કારણથી પીવું છું. મને સિગારેટ પીવાથી આજના જમાનામાં પુરુષોના કદમથી કદમ મિલાવીને ચાલી રહી છું, હું એકદમ સ્વતંત્ર છું – સેલ્ફ ડિપેન્ડન્ટ’ એવું લાગે છે. પ્રુરુષો દરેક ક્ષેત્રમાં પોતાનું મહ્ત્વ સ્થાપીને પોતાને મહાન સમજે છે પણ આજકાલ દરેક ક્ષેત્રમાં અમે સ્ત્રીઓ એમને હરાવી રહી છીએ ફકત આ દારુ અને સિગારેટના ક્ષેત્રને છોડીને. બધી બાબતમાં આગળ વધી રહેલી સ્ત્રીઓએ આ ક્ષેત્રમાં પણ પુરુષોને ધોબીપછાડ આપવી જ રહી. થોડીક હિંમત કરવાની જ જરુર છે બસ પછી પુરુષોને ય અમારા ‘વુમન પાવર’ને સમજી લેશે, માની લેશે.’ અને માનુનીની આંખોમાં ગુસ્સાની હલ્કી સી રતાશ ફૂટી નીકળી.

‘બેન, સ્ત્રી-પુરુષની તમારી વાતોમાં હું કંઇ ના સમજુ. મને તો એટલી ખબર કે આ સફેદ કાગળમાં છુપાયેલી કાળમુખી અંતે તો તમારો જીવ લઈ જ લે છે. અચ્છા, મને એક વાતનો જવાબ આપો તો- તમે આ સિગારેટનું વ્યસન ઇચ્છો તો છોડી શકો?’

‘શું પાગલ જેવી વાત કરે છે ?હું દિવસમાં લગભગ આઠથી દસ સિગારેટ આરામથી પીવું છું. એને છોડવું મારા માટે ખૂબ જ અઘરું કદાચ નામુમકિન જ છે.’

‘તો બેન તમે પુરુષોના ક્દમ સાથે કદમ કેવી રીતે મિલાવી શકશો?’

‘મતલબ?’

‘અરે બેન, પુરુષોની દેખાદેખીમાં તમે આ સિગારેટને શોખ ને મજા માટે ચાલુ તો કરી દીધી પણ આજે એ તમારી જરુરિયાત અને તમારી કમજોરી બની ગઈ છે. તમે આ વ્યસનને છોડી શકવાને સક્ષમ જ નથી. આનો મતલબ તો એમ જ ને કે તમે દારુ સિગારેટ અપનાવીને કમજોર બની ગયા છો. એના વગર તમારું એક પણ કામ વ્યવસ્થિતપણે થઈ જ ના શકે.હવે કમજોર શરીર પુરુષોના કદમ સાથે કદમ મિલાવવા જાય તો કેટલાં પાછા પડે…પડે ને બેન?’

અને માનુની વિચારમાં પડી ગઈ. છોકરાંની વાત તો સાચી હતી. એણે ટણીમાં ને ટણીમાં બહેનપણીઓ સાથે મળીને દારુ સિગારેટ ચાલુ તો કરેલી પણ હવે એને એનુ વ્યસન થઈ ગયેલું હતું. દારુ ને સિગારેટની તલપ હોય ત્યારે એનું મગજ સૂન્ન  થઈ જતું હતું. એના વગર એ કોઇ જ વિચાર કરવા કે કામ કરવા પોતાની જાતને અપંગ સમજતી હતી. આના કરતાં તો એ જ્યારે દારુ સિગારેટ નહતી પીતી ત્યારે વધુ કાર્યક્ષમ અને સ્ફૂર્તિવાળી હતી. દેખાદેખીના ચક્કરમાં એ  આજે ક્યાંથી ક્યાં આવી ચડેલી!

અને એનું દિલ પારાવાર અફસોસથી ભરાઈ ગયું. ત્યાં એના કાન પર અવાજ અથડાયો,

‘બેન દાળવડાંના સિત્તેર રુપિયા થયાં છે, મને આપો એટલે હું મારા કામે ચાલ્યો.’

અને માનુનીએ પર્સમાંથી સો રુપિયાની નોટ કાઢીને વધારાના પૈસા એ છોકરાંને રાખી લેવા ઇશારાથી સમજાવ્યું અને એક ક્રુતજ્ઞ નજર એની તરફ ફેંકીને દાળવડાંનુ પેકેટ લઈને ગાડી ચાલુ કરી.રસ્તો કપાતો જતો હતો એમ એમ  એની કારકિર્દીની અમુક આસ્ચ્ર્યજનક હારની ‘ઝીગ શૉ’ જેવી ગૂંચવાડાભરેલ કારણોના પીસીસ એની જગ્યાએ બરાબર ગોઠવાતા જતા હતાં અને મગજમાંથી ગેરસમજના વાદળો  હટતાં જતાં હતાં.

અનબીટેબલઃ પોતાની ખામીઓથી આગળ જવામાં જે મજા છે એ કોઇની બરોબરીમાં ક્યારેય નથી.

-sneha patel

3 comments on “Kalmukhi

  1. ખુબ જ સરસ અને સામાજીક સંદેશ આપતો લેખ તથા અલગ વિષય…તમે આ લેખમાં દરેક પાત્રનું, જગ્યાનું, શરીરના દેખાવનું, વસ્તુનું અદ્‍ભૂત વર્ણન કર્યું છે, ને સાથે સચોટ અને ધારદાર સંવાદો, જે ખરેખર કાબીલેદાદ છે…જ્યારે કોઈપણ વ્યક્તિ કોઈને દેખાડી દેવાની કે કોઈને નિચા દેખાડવાની કે પોતે બીજાની બરોબરી કરી શકે છે, એવી ભાવના સાથે કોઈપણ કાર્ય કરે કે એવી રીતભાત અપનાવે, ત્યારે આવા કાર્યથી કે એવી રીતભાતથી પોતાને જ સંતોષ નથી થતો તો બીજાને તો ક્યાંથી થાય…કોઈપણ કાર્ય સારી રીતે કરવું હોય તો એ કામમાં ઓતપ્રોત થવું પડે છે, ખુબ જ મહેનત કરવી પડે છે, ધીરજ રાખવી પડે છે, મન શાંત રાખવું પડે છે અને દેખાડી દેવાની ભાવનાની બાદબાકી કરવી પડે છે, ત્યારે કામ પણ સારું થાય છે અને સફળતા પણ મળે છે…બીજાને દેખાડી દેવાની વૃત્તી સાથે કામ કરો તો એ કામ પણ સારું નથી થતું અને માનસિક તથા શારીરીક સ્થિતિ પણ કથળે છે…આજે લોકો એમ સમજે છે કે વ્યસન કરવાથી મજા આવે છે, કામ પણ સારી રીતે કરી શકાય છે, કોઈની બરોબરી કર્યાનો આનંદ મળે છે અને એક પ્રકારની કિક મળે છે, પણ આ બધી ભ્રામક વાતો કે વિચારો છે…ઉલ્ટું આવી કુટેવોથી તો મન અને શરીર પણ ખોખલું બને છે એ વાત યાદ રાખવી જોઈએ…અંતે તો એ વ્યક્તિ પોતાની જાતને જ છેતરે છે…બીજું કે ક્યારે કોની પાસેથી શું બોધપાઠ મળી જાય એ કહેવાય નહીં અને મનની આંખો પણ ખુલી જાય…વાહ, Unbeatable is a wonderful…

    Like

  2. મજાની પ્રસંગ કથા …. જો કે એક ભજીયાની લારી પર કામ કરતાં અશિક્ષિત કે અલ્પશિક્ષિત કિશોર પાસેથી આવી સમજદારીભારી વાત સાંભળવા મળે એ થોડું અસંભવ લાગ્યું એની જગ્યાએ દસમા કે બારમા ધોરણમાં અભ્યાસ કરતો કોઈ શાળાનો કિશોર ત્યાંથી પસાર થતો હોય અને એના મોંઢે આ વાત થાય તો વાસ્તવિક લાગે.. અલબત્ત આ મારા વિચાર છે..

    Liked by 1 person

  3. Vaat sachi Chhe aapni.. e chhokro bhnelo nahato Pan anubhavi hAto…Ena papa ne pal pal cigarette mate tadpto joyelo..ne ante mrutyu pamta…e anubhavo parthi eni pase aatla shabdo to bolavi j shkaay…aatla zinvatbhqrya nirixan badal aabhar.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s