forth book – akshitarak (poetry )

akshitarak (2)-page-001

sneha patel - kachhamitra 4-8-2015મારા પ્રિય મિત્રો,
આટલા વર્ષોથી તમારી શુભેચ્છાઓથી હું મારી લેખનયાત્રામાં આટલી આગળ વધી શકી છુ. મારા દરેક સારા નરસા પ્રસંગોમાં આપને ભાગીદાર કરતી આવી છુ. લો આજે એક વધુ ખુશી આપની સાથે વહેંચુ છુ.
વર્ષોથી તમે લોકો મારા બ્લોગ ‘અક્ષિતારક’ નામથી પરિચીત જ છો. પેપરમાં કોલમ લખતાં પહેલાં તો હું આ બ્લોગ પર નાની નાની રચનાઓ અને લેખ લખતી હતી. તમે મારી એ નાની નાની રચનાઓમાં એમ જ મજા માટે લખતી ઉપનામ ‘અક્ષિતારક’ પર એટલો પ્રેમ વરસાવ્યો કે મને ‘સ્નેહા પટેલ’ના નામથી નહીં પણ ‘સ્નેહા – અક્ષિતારક’ નામથી જ ઓળખવા લાગ્યાં. એ પછી તો પેપર – મેગેઝિનમાં કોલમો લખતાં લખતાં મેં મારું ઓરીજીનલ નામ ‘સ્નેહા પટેલ’ જ લખવાનું રાખેલું. ધીમે ધીમે છંદ શીખતા શીખતા મારી પાસે ઘણી બધી ગઝલો ભેગી થઈ ગઈ અને મને એ રચનાઓને પુસ્તક સ્વરુપે મઢી લેવાનો મોહ થઈ ગયો ને એ વખતે મારા મનમાં આ પુસ્તક માટે એક ને માત્ર એક જ નામ આવ્યું ‘અક્ષિતારક’.
આ નામ આપ સૌને જ આભારી છે. આ બદલ હું દિલથી આપની આભારી છું.

મારી ટૂંકી વાર્તાઓના ત્રણ પુસ્તક પછી  લગભગ સાત – આઠ  વર્ષોથી લખાતી આવેલી રચનાઓમાંથી સ્ટ્રીકટ – કઠોર  સિલેક્ટન કરેલી ગઝલ અને અછાંદસ કવિતાઓનું ચોથું પુસ્તક ‘અક્ષિતારક’ લઈને આવી રહી છું.આશા છે આપ એને પણ અગાઉ વરસાવેલ પ્રેમાળ – હૂંફાળું વાતાવરણ પૂરું પાડશો અને એને વધાવી લેશો.

પુસ્તકના પાના ૧૪૪ અને કિંમત રુપિયા ૧૬૦ છે. પુસ્તક મારી પાસેથી જ મળશે જે મિત્રોને ખરીદવાની ઇચ્છા હોય તેઓ મને મેસેજ કરશો. my email id is sneha_het@yahoo.co.in.u can email too.

આ પુસ્તકના આગમન વખતે મિત્ર હસમુખભાઈ અબોટી – ચંદન (જેમને હું ‘દરિયાના માણસ’ તરીકે ઓળખું છું . કારણ એમના પુસ્તકોમાં મને કાયમ દરિયો દેખાય, દેખાય ને દેખાય જ) એ એમની કેળવાયેલી કલમ દ્વારા ખૂબ જ સુંદર લેખ લખીને આવકાર આપ્યો છે એ બદલ એમની અને કચ્છમિત્ર પેપરની હું ખૂબ જ આભારી છું. હસમુખભાઈની કલમથી મારો પરિચય લખાય એટલે સર્વાંગ સુંદર જ હોય. હું એમની ‘અક્ષરદાત્રી’કોલમની ‘ફેન’ છું. મોટાભાગે હું એમના એ લેખ વાંચીને અનેક સર્જકોનો પરિચય જાણી શકી છું એ હસમુખભાઈની કલમ આમ જ અવિરતપણે વહેતી રહે અને બીજા અનેક સર્જકોને આમ જ ઓળખ આપતી રહે એવી શુભેચ્છાઓ.
-સ્નેહા પટેલ.

 

14 comments on “forth book – akshitarak (poetry )

  1. પુસ્તક અને તે પણ પોતાનું & પોતીકું હોય ત્યારે સોનામાં સુગંધ ભળી , એમ કહી શકાય !

    નવસર્જન અને નવા પુસ્તક માટે ખુબ શુભકામનાઓ , સ્નેહા મેમ 🙂

    Liked by 1 person

  2. ખરેખર મેમ આપ બહુ સરસ લખો છો અને એટલે જ હું આપની કોલમ ની નિયમિત વાચક છું.

    Liked by 1 person

  3. આપની “અક્ષિતારક” કવિતા બુક મેં વાંચી છે અને મને ખુબ ગમી તથા વાંચીને ખુબ આનંદ થયો……
    આખરે તો વ્યક્તિનું કામ જ બોલે છે. હું શું કોઈના વખાણ કરીશ ? જ્યારે સ્નેહાબેન લખે છે, ત્યારે વિચારોનું મનોમંથન કરીને, ઉંડાણથી, સમજણથી, મહેનતથી, પુરી લગનથી, દિલથી, ઈમાનદારીથી લખે છે. લખવા માટે જે શબ્દોની જરૂર પડે છે, તેનો સાગરરૂપી ખજાનો ભરેલો પડેલો છે, પરંતુ સાગરમાંથી જેમ મરજીવો મોતી શોધી લાવે છે, તેમ સ્નેહાબેન શબ્દોના સાગરમાંથી મોતી રૂપી યોગ્ય, સાર્થક અને બહુમુલ્ય શબ્દો શોધી લાવે છે. જેમ એક માઁ પોતાના બાળકનું ખુબ પ્રેમ, લાગણી અને શ્રદ્ધાથી જતન કરે છે, તેમ સ્નેહાબેન તેમની કવિતા, ગઝલ અને લેખનું પુરી માવજતથી જતન કરે છે. જે તેમના લખાણમાં દેખાય આવે છે. તો આપને ખુબ ખુબ ધન્યવાદ…અભિનંદન…
    – અમિત બી. ગોરજીયા

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s