એકલતા


પ્રત્યુત્તરની રાહ જોયા વિના પત્રોમાં નકરા શબ્દો ઠાલવે રાખું છું
શબ્દોની થપ્પી પર થપ્પીઓ…
 રાતે ના વધે એવો દિવસે વધતો હિમાલય-ખડક્લો
જાત જોડે જાતની વાતો અને વેદનાની તીવ્ર પરાકાષ્ટા
હાય રે…
એકલતા કેટલી કાળ-ઝાળ…કેટલી વિષમ હોય છે..!!
સ્નેહા પટેલ – અક્ષિતારક.
૨૨-૧૦-૨૦૧૦