ખાલીપો- ભાગ: ૧૫

ઇતિના સુખના દિવસો પાછા આવી રહ્યાં હતાં. એણે ક્યારેય વિચારેલી નહોતી એવી દુવાઓ પણ કબૂલ થઇ ગઈ હતી. મનોમન એ અને વિકાસ એક-બીજાની નજીક આવતા જતા હતાં. બંનેયને ખબર હતી હાલત પણ બેમાંથી એકેય મગનું નામ મરી નહોતા પાડતા અને સાથે સાથે એ બંધ મુઠ્ઠીની મજા પણ માણતા હતા. વિકાસ અને વિમળાબેન બેયની મહેનત અને પ્રેમ ધીમે ધીમે રંગ લાવી રહ્યાં હતાં.

વિકાસની ભલામણથી ઇતિને એક આર્કીટેક મિત્ર સુધીર ભાટીયાને ત્યાં ઇન્ટીરીયર ડેકોરેટર તરીકે જોબ પણ અપાવી દીધેલી. બસ..ઇતિને તો જીવવા માટેનો ટેકો મળી ગયો..ભગવાને એના અસ્તિત્વના પીંડને ઘડવાનો, એક આકાર આપવાનો ફરી અવસર આપી દીધો હતો. હવે એ આ તક ખોવા નહોતી માંગતી. રોજબરોજની લેટેસ્ટ માહિતીથી અપડેટેડ અને સ્માર્ટ ઇતિને ક્લાયંટસની અઢ્ળક પ્રશંસા મળવા માંડી. એ સફળતાનો નશો ઇતિને એના જાનલેવા ડીપ્રેશનમાંથી બહાર કાઢવામાં બહુ મોટો ભાગ ભજવી ગયો. વિકાસ દૂરથી ઇતિને સફળતાની સીડીઓ ચઢતી જોઈને મનોમન હરખાતો અને ઉપરવાળાનો ખરા દિલથી પાડ માનતો.

@                                                  @                                             @

લગભગ છએક મહિના વીતી ગયા. હવે ઇતિ ઓલમોસ્ટ સાજી થઈ ગઈ હતી. આ સમય દરમ્યાન એને એક પણ વાર પાગલપણનો દોરો પડ્યો નહતો. વિકાસે એને વસ્ત્રાપુર જેવા પોશ વિસ્તારમાં બે રૂમ- રસોડાનો સરસ મજાનો નાનક્ડો ફ઼્લેટ લેવડાવી દીધો. ઇતિની જીંદગીમાં ફ઼રીથી એકવાર નવા રંગો પૂરાવા માંડેલા. નવીજ ભાતની રંગોળીથી એની જિંદગી સુશોભિત થઈ ગઈ હતી. હવે એ પહેલાંની જેમ જ ઉત્સાહ,જોમ અને આત્મ-વિશ્વાસથી ભરપૂર ઇતિ બની ગઈ હતી.

આજે ઓફ઼િસમાં ઇતિ બહુ કંટાળેલી. એક ડ્રોઈંગ કેમે કરીને પુરું થતું જ નહોતું. કેટ કેટ્લી વાર પ્રયત્નો કર્યા પણ એને સંતોષજનક પરિણામ નહોતું મળતું. છેલ્લે થાકી હારીને એને પડતું મુક્યું..કાલે થોડી ફ઼્રેશ થઈને જ હાથમાં લઈશ હવે ..એ નિર્ધાર કરીને ઓફ઼િસમાંથી નીકળી…રિક્ષાવાળાને હાથ કરીને ઊભો રાખ્યો…

’રીક્ષા..’

’બોલો મેડમ, ક્યાં જવું છે?’

’વસ્ત્રાપુર લેક…’

’ઓ.કે.’

આજે બહુ દિવસ પછી ઇતિને વસ્ત્રાપુર લેક પર જવાની ઇચ્છા જાગી આવેલી. રસ્તામાં આજે બહુ ટ્રાફ઼િક નહોતો એટલે દસેક મિનિટમાં તો એ લેક પર પહોંચી ગઈ ત્યાં.

રિક્ષાવાળાનું ભાડું ચુકવીને , બહાર લારી પર તપેલામાં ગરમ પાણીમાં બાફ઼ેલી અમેરિકન મકાઈ વેચાતી હતી એના પર થોડો એક્સ્ટ્રા મસાલો લગાવડાવીને, બાજુના સ્ટોલમાંથી એક એક્વાગાર્ડની બોટલ ખરીદીને એક હાથમાં મકાઈ ને બીજા હાથમાં પાણીની બોટલ સંભાળતીકને બગીચામાં પ્રવેશી.  ત્યાંથી થોડેક અંતરે આવેલ બાંકડે હાશ કરીને બેઠી..

સાંજનો સમય હતો. સામે લેકમાં ૪એક બોટ તરતી હતી. બાજુમાં ફ઼ાઊન્ટેનનું રંગીન લાઈટોથી રંગાયેલ પ્રકાશવાળું પાણી આકાશને ચુંબન કરવાના મિથ્યા યત્ન કરી રહ્યું હતું.  આજુબાજુ નકરા જીવનથી છલકતા નવજુવાનિયાઓની ચહલ-પહલ..સામેની તરફ઼ નાના બાળકો માટેના હીંચકા અને લપસણીમાં લસરતા..ધમાચકડી મચાવતા માસૂમ ભૂલકા..અને લાલ – ભુખરા..વાદળી..આસમાની..કંઈક અલગ જ જાતના ,,ભાત ભાતના કોમ્બીનેશન વાળું આકાશ..આ બધુંય મળીને રચાતું સુંદર મજાનું વાતાવરણ ઇતિને તરબતર કરી ગયું. આખા દિવસનો થાક ઉતરી ગયો..આ બધામાં ખોવાઈને એની મકાઈ ક્યાં પતી ગઈ ખ્યાલ જ ના રહ્યો. બાજુમાં ’use me’ લખેલા કાંગારુ-ડસ્ટ્બીનમાં મકાઇનો ડોડો નાંખીને બોટલનું ઢાંકણું ખોલતા ખોલતા એ વિચારતી હતી કે,

’ હવે ઘરે જઈને શું રસોઈ બનાવું કે બહારથી એક ભાજી-પાઊંનું પાર્સલ કરાવી દઊં..?”

પાણી પીને બોટલનું ઢાંકણું બંધ કરી, અને ખભે લટકતા પર્સને સંભાળતી એ બગીચાના એકાદ બે ચકકર લગાવવાના મૂડ સાથે જેવી ફ઼રી ત્યાં એની નજરે સામેથી ગેટમાં પ્રવેશતા અર્થ પર પડી.

અર્થનું ધ્યાન નહોતું. એ તો જોર જોરથી હસતો હતો અને એની બાજુમાં ચાલી રહેલી એક ૨૫એક વર્ષની યુવતીની પીઠે જોરથી ધબ્બો મારતો હતો. ઇતિને દિલમાં એક સબાકો ઉપડ્યો. એકદમ જ એ અર્થથી વિરુધ્ધ દિશામાં મોં ફ઼ેરવી ગઈ ને ધીમેથી એક ખૂણામાં સરકી ગઈ..

સ્નેહા પટેલ

9 comments on “ખાલીપો- ભાગ: ૧૫

  1. સરસ લાગ્યુ ઇતિનું આટલું ઝડપથી રિકવર થવું..પણ સાચું કહુ તો તેની રંગીન દુનિયામાં
    અર્થનું પ્રવેશવું જરા ખટકી ગયું..
    આ તો માનવ સ્વભાવ જ છે..કે જરા પણ નેગેટિવ વણાક સ્વિકારતા મન અચકાય છે..
    તેમ છતાંય આગલા episodનો આતુરતાપૂર્વક ઇન્તઝાર..
    ઉષ્મા

    Like

  2. ઉષ્માબેન…માણસ પ્રેમ અને લાગણીથી પણ ઘણી બધી માંદગીમાં સારા એવા અંશે રીકવરી મેળવી લે છે…જ્યારે આ તો દિલથી જ તકલીફ઼ પામેલી..દિલની જ વેદના હતી..એના માટે તો પ્રેમ એક અકસીર ઇલાજ કહેવાય..ખરું ને..

    Like

  3. પ્રથમવાર ખાલીપો-15 વાંચ્યો, અને ત્યારબાદ બધાજ હપ્તા વાંચવાની ફરજ પડી … ખુબ જ મઝા આવી આગલા હ્પ્તાની આતુરતાથી રાહ જોઉ છું.

    Like

  4. hmmmmmmmm nice episode…. Itinu sukh joi ne man pan khush thai gayu…… !!……

    hmm sneha aa arth nu praveshvuu.. mane natural lagyu….n eni feelings pan e jaldi thii eni biji life ne accept kari lese.. but iti to vichari pan shaki nathi haju clear.. that is the diff between man n woman,..am i right?

    n @ushma..aa arth too ene avarnavar bhatkato j rahese.. aam lake par nahi male too vicharo ma avse too kahro j soo.. positive sathe negative pan life ma bantu j rahese..

    @ sneha.. tari varta nu vadgan vadhtu jay che hooooooooo..!nice one dear.. mari kalpna mujab j jay che tuu..thanks .

    Like

  5. એકદમ સાચું સ્નેહાજી..દરેક દુઃખ અને બિમારીનો ઇલાજ પ્રેમ જ છે..સાથે દરેક દુઃખ અને
    બિમારીનું કારણ પણ આ પ્રેમ જ છે..personally i think this..

    @ જાહ્નવીજી..ભુતકાળ કાંઇ એમ પીછો નહિ મૂકે તે સાચી વાત છે..તેને વિસરવું પણ
    શક્ય નથી. પણ હા જો સુખદ વર્તમાન જોઇએ તો દુઃખદ ભુતકાળને આઘો હળસેલવો જ
    રહ્યો.

    Like

  6. ઇતિની જીંદગીમાં ફ઼રીથી એકવાર નવા રંગો પૂરાવા માંડેલા. નવીજ ભાતની રંગોળીથી એની જિંદગી સુશોભિત થઈ ગઈ હતી. હવે એ પહેલાંની જેમ જ ઉત્સાહ,જોમ અને આત્મ-વિશ્વાસથી ભરપૂર ઇતિ બની ગઈ હતી…. saras !! 🙂 iti na jivana ma alag rango umeraya…

    Like

Leave a comment