લખેલું બધું યે ધૂળ મારું….

એક કાજળઘેરું મૌન તારું,
ઉપરથી નિર્લેપતાના લેપવાળું.
શબ્દોની ધાર ચકાસી લેવા દે,
એ જ આખરી હથિયાર મારું,
વાંચીને પણ તું જો ના પીગળે તો,
લખેલું બધું યે ધૂળ મારું….

એક પ્રીતમઘેલી શબ્દોનાં સાંચામાં ઢાળીને પોતાની લાગણી વયક્ત કરે છે. એના પ્રીતમને બીજી કોઈ રીતે એનાં મનની વાત સમજાવી શક્તી નથી કે પ્રીતમના દિલમાં એના માટે શું જગ્યા છે એ એનાં કાળમીંઢ મૌન ના કારણે સમજી નથી શક્તી અમુક જગ્યાએ એની લાજ- શરમ નડે છે..તો અમુક જગ્યાએ પ્રીતમની પ્રણયને સમજવા માટે કાચી સમજશક્તિ..આખરી હથિયાર તરીકે એ એના શબ્દોરુપી શસ્ત્ર અજમાવે છે.એમ છતા પણ જો પ્રીતમ એની વાત ના સમજી શકે તો એને એનું સઘળું યે લખાણ વ્યર્થ લાગે છે.

સ્નેહા-અક્ષિતારક
૧૦ માર્ચ,૨૦૦૯.

9 comments on “લખેલું બધું યે ધૂળ મારું….

  1. વાંચીને પણ તું જો ના પીગળે તો,
    લખેલું બધું યે ધૂળ મારું…
    MUCH NICE

    Like

  2. So nice gr88888 poem dear i like..it..[:)]

    Tamaru lakhelu badhu dhul nathi dear..e to anmol..che jeno koi mol na hoy ok really dear…[:d]

    Like

  3. આહા !

    પ્રિતમનું નિર્લેપતાના લેપવાળું મૌન ખરેખર કેટલી ગડમથલ પેદા કરતું હશે પ્રિયતમાનાં દિલમાં…

    Explanation પણ સરસ આપ્યું છે. [:)]

    Like

  4. લખેલું બધું યે ધૂળ મારું….ખુબ જ સુંદર અભિવ્યક્તિ છે .

    શબ્દોની ધાર ચકાસી લેવા દે,
    એ જ આખરી હથિયાર મારું,

    ખુબ જ ગહન વાત કરી છે તમે ઉપરની પંક્તિઓમાં

    લખવું એ પણ કંઇ સહેલું નથી લ્યો મનોજ ખંડેરીયાનો આ શેર વાંચો..
    પકડો કલમ ને કોઈ પળે, એમ પણ બને
    આ હાથ આખે આખો બળે, એમ પણ બને

    Like

  5. મૌનને ભેદવાની કોશીશ તો કરી જુઓ..
    સવાલો પણ કદાચ મૌન થઈ જશે…

    સુંદર રચના… આવી જ અભિવ્યક્તિ કરતા રહો…

    Like

  6. રચના એકદમ ક્લાસ બની છે. સરસ લાગી.

    Like

Leave a comment