ઈશ્વર સાથેના મારા સંવાદ : સખૈયો -સ દેહે !
સખા, પ્રેમ એ શબ્દ તેં સાંભળ્યો છે કદી ? સાંભળ્યો તોઅનુભવ્યો છે ખરો ? પ્રેમ એ એક આહલાદક, અવર્ણનીય સ્થિતીછે. જેમાં તમે તમારી ગમતી વ્યક્તિના વિચારોમાં જ રમમાણરહો. દિવસ, રાત જેવા કોઇ જ કાળનું ધ્યાન ના રહે. ઉંઘમાં યજાગો ને જાગતાં હોવ ત્યારે જ એક ઘેનમાં જ રહો. તમારી નજરસમક્ષ તમારા પ્રિયતમનો ચહેરો ઇન્દ્રધનુષી રંગ સાથે રમ્યા જકરે. બસ, મારી ખરી મૂંઝવણ અહીંથી જ શરુ થાય છે પ્રિય !
મેં તને સદેહે તો કદી જ જોયો નથી. તારી ફરકતી પાંપણ, હોઠપર રમતું મુલાયમ સ્મિત, તારા સુંવાળા, વાંકડિયા ઝુલ્ફોની હળ્વીહળ્વી ફરફર, તારી નજરમાંથી નીતરતા અમી …આ બધું તો મારીરોજબરોજની કલ્પના મુજબ બદલાતું રહે છે. એમાં મારા મનનીસ્થિતી બહુ અગત્યનો ભાગ ભજવે છે. હું ખુશ હોવું છું ત્યારે તુંબહુ જ રુપાળો લાગે છે – દુનિયાનો સૌથી સુંદર – સુંદરતમ
પણજ્યારે હું ઉદાસ હોઉં છું ત્યારે તારી નજરમાંથી મારે ભોગવવીપડતી તકલીફોના અંશ ટપકે છે, તારા લીલાછમ અધરની મધુરલાલી સાવ ફીકાશ પકડી લે છે, સાવ સપાટ – દુનિયાની સર્વખુશીઓથી જોજનો દૂર હોય એવી દશામાં વંકાઈ જાય છે. આબધું શું મારા મનનો ભ્રમ જ હશે કે ? કારણ તો એ જ કે મેં તનેમાનવસ્વરુપે જોયો જ ક્યાં છે ! હું તો તારા પ્રત્યેના અદમ્યઆકર્ષણથી અભિભૂત થઈ જાઉં છું અને પછી તો મને કશું ભાનજ ક્યાં રહે છે ! મારી મનઃસ્થિતીનો તારી મૂર્તિમાં કાયમ પડછાયોપડે છે. આમ તો મને ખબર છે કે હું તને કાયમ પથ્થરની મૂર્તિમાંજ શોધવાનો યત્ન કરું છું. મારા એ પ્રયાસોમાં,વિચારધારામાં હુંકેટલા અંશે સાચી, કેટલા અંશે ખોટી છું એની કોઇ જ જાણકારીમને નથી. વળી હું રહી ભારે ગુમાની ! દુનિયાવાળા સમજાવવાઆવશે તો પણ હું એમની વાત કાને નહીં ને નહીં જ ધરું. મનેસમજાવી શકવાની શકવાની તાકાત જો કોઇમાં પણ હોય તો એફકત અને ફક્ત તારામાં જ છે બાકી કોઇ કાળામાથાનો માનવી, કોઇ માઈનો લાલ એ માટે સમર્થ નથી. પણ તું મને સમજાવવાઆવે એટલો સમય જ ક્યાં છે તારી પાસે . તારે શિરે તો આખીદુનિયાનો ભાર, મારા જેવી કેટલી ય ભગતના મૂડ સાચવવાનીચિંતાનો તાજ છે. હું તારી મર્યાદા સમજી શકું છું અને વર્ષોથી એમર્યાદાને માન આપીને સ્વીકાર કરતી આવી છું. પણ ઘણી વખતમન થઈ જાય છે કે તને મારી સામે ઉભેલો , સદેહે જોવું. તું તોમર્યાદા પુરુષોત્તમ છું, તને આ મર્યાદાઓની મર્યાદા શું કામ નડવીજોઇએ. ના, તને જીવથી ય અદકેરો ચાહનારા માટે આવી બધીમર્યાદા નડતી હોય તો તું ભગવાન હોઇ જ ના શકે. મારી શ્રધ્ધાથીઘડેલી તારી કલ્પના – મૂર્તીમાં આ મર્યાદા શબ્દ ‘ખંડન’ સમો લાગેછે. હું આખરે એક માણસ છું, સાવ જ સામાન્ય માણસ. તું મારીપાસે, મારી કલ્પનાશક્તિ પાસે, મારી શ્રધ્ધા પાસે ગજા બહારનીઅપેક્ષાઓ ના રાખ અને મને દર્શન આપી દે. બની શકે તારા દર્શનમાટેના મારા આ ટળવળાટમાં હું તને સ્વાર્થી લાગુ, પણ તને સદેહેજોવા મળવાનો લહાવો મળતો હોય તો મને એ ‘સ્વાર્થી’નું બિરુદપણ માન્ય છે દોસ્ત. કમ સે કમ તને એક વાર સદેહે જોઇશ પછીમને મારી કલ્પનાને હકીકતનો ઢોળ તો ચડશે. મનોમન બંધાતીજતી તારી મૂર્તિમાં પ્રાણ તો પડશે. હું કેટલી સાચી કેટલી ખોટીએની સમજ પણ પડશે.
તને ખબર છે કે પ્રેમમાં પડીએ તો માનવીની શું હાલત હોય છે ? કદાચ તને એ ખ્યાલ નથી જ. કારણ પ્રેમનો એક સર્વસામાન્યનિયમ છે કે તમે જેને પ્રેમ કરતાં હો એને સ્પર્શવાનું મન થાય. ના..ના..મૂર્તિ નહીં – સદેહે જ્સ્તો ! એના વાળમાં હાથ ફેરવવાનુંમન થાય, એની નજર સાથે તારામૈત્રક સાધીને એની આંખ વાટેસીધા એના દિલમાં પ્રવેશવાનું મન થઈ જાય. હું તને ચાહું છું,અતિશય ને એ ચાહતના પડઘા તારા દિલમાં પડે તો જ મને મારીચાહતની સાર્થકતા લાગે છે. આ એક અદના માણસનીમનોસ્થિતી છે. હું બીજા બધા માણસથી અલગ થોડી છું ? મારેપણ બે કાન,બે આંખ, બે હોઠ, એક નાક અને એક લાગણીથીછલોછલ હૈયું છે. એ હૈયામાં તારા દર્શનની અદમ્ય તરસ છે. પોતાના ચાહનારાની તું કઠોર પરીક્ષાઓ લે છે અને ચૂપચાપઉપર બેઠો બેઠો હસ્યાં કરે છે પણ યાદ રાખજે કે જેની પરીક્ષાલો એને પરિણામ આપવાની તૈયારી રાખવી પડે. પાસ કે નાપાસએટલું પણ કહેવા નીચે આવવાની તસ્દી તારે લેવી તો પડશે જ. તો બસ, તું તારું પરીક્ષાઓ લેવાનું કામ ચાલુ રાખ હું તો એનારીઝલ્ટની રાહ જોવામાં જ દિવસો ગાળું છું ! -સ્નેહા પટેલ.