કાલે એક ફેસબુકના ‘ફ્રેન્ડલિસ્ટમાં રહેલ વ્યક્તિ’ને મળવાનું થયું એણે બહુ જ ઇનોસન્ટલી કહ્યું કે મને ‘વાહ, ઑસમ’ એવી બધી કોમેન્ટ્સ કરતાં નથી આવડતું એટ્લે હું તમારામાં કોમેન્ટ્સ નથી કરતો પણ મારી એક મિત્ર તમારા બહુ વખાણ કરે છે. મને એક મિનીટ હસવું આવી ગયું પછી થયું કે આજકાલ લેખકોની – કવિઓની આવી છાપ છે કે તમે કોઇ પણ વ્યક્તિને મળો એટલે તમારી રીડરલોબી વધે? આ તો બહુ વિચિત્ર અને મારા જેવા સીધાસાદા મગજમાં ના ઉતરે એવી વાત..અલ્યા ભાઈ, હું તારો ફોટો જોઇને તને ઓળખી શકી અને તને હાય હલો કર્યું એમાં કોઇ સ્વાર્થ નથી. મારું લખાણ વાંચવું…કોમેન્ટ કરવી એ બધું એફબીમાં જ મૂકીને આવો તો કેવી મજા…
મને એક સીધી સાદી ‘સ્નેહા’ જ બની રહેવું ગમે છે..ને મને એવી રીતે જ લોકોને મળવાનું પણ ગમે છે..હું ભીડમાં ભળી જનારી માણસ છું નહી કે સ્ટેજ પર જઈને અલગથી બેસીને લોકોથી અલગ પડનારી સ્નેહા…
કોમેન્ટ્સ કે વાહવાહી ઉઘરાવવાના કોઇ જ પ્રચારો મે કોઇ પણ પ્રકારે ચાલુ નથી કર્યા. લોકો એમની મરજીથી મારું લખાણ વાંચે અને સારું લાગે તો કોમેન્ટ કરે એના માટે મારે એમની ચાપલૂસી કરવી, વળતામાં કોમેન્ટીયા સંબંધો વધારવા એવી કોઇ જ જરુર નથી લાગતી.
-સ્નેહા પટેલ.