Tag Archives: depression
God bless u
ગોડ બ્લેસ યુ !
માથું મૂકાય એવા ખભા તો ઘણા મળે,
આંસુ મૂકાય એવા ખભા એક બે જ હોય.
– પાર્થ તારપરા
ચોમાસાની ભીની ભીની એક સાંજ હતી અને અનોખી એની મનપસંદ જગ્યા- બગીચાની એની
મનપસંદ બેન્ચ પર બેઠી હતી. સાંજનો પાંચથી છ વચ્ચેનો આ સમય એ પોતાના માટે ચોરી લેતી અને બગીચામાં અડધો કલાક ચાલીને આ બેન્ચ પર બેસીને આજુબાજુની હસતી – ખિલખિલાતી બાળપણ – જુવાન – વૃદ્ધ બધી જ જિંદગીઓને અકારણ જ નિહાળતી રહેતી. હા, અમુક ઘટનાઓ, સંવાદો એના માનસપટલ પર જાતે જ અંકાઈ જતા એ વાત અલગ હતી. આજે બપોરે સારો એવો વરસાદ પડી ગયો હતો અને બગીચાના બધા છોડ – વૃક્ષ ધોવાઈને લીલાછમ થઈ ગયા હતાં. અમુક પાંદડા પર હજુ વરસાદની બૂંદો સચવાયેલી હતી તો અમુક બૂંદ પર્ણ પરથી ધીરે ધીરે લસરતી જતી હતી. માટીની ભીની ભીની સુગંધ, સુંવાળી – મુલાયમ હવા..અ..હા..હા..અનોખીના મગજમાં એક નશો છવાતો જતો હતો. એને યાદ આવ્યું કે, ‘નાની હતી ત્યારે એ વરસાદની કેવી ચાતક રાહ જોતી હતી ! કારણ તો એક જ..કે વરસાદના એકઠાં થતા પાણીના પ્રવાહમાં એને કાગળની હોડી બનાવીને તરતી મૂક્વાની બહુ જ મજા આવતી હતી. આ વિચારતી હતી ત્યાં જ અચાનક એની નજર બાંકડાંની નીચે હોવાથી કોરા રહી ગયેલ એક કાગળ પર પડી. હોડી બનાવવાની તીવ્ર ઝંખના સાથે અનોખીએ એ કાગળ હાથમાં લીધું. ત્યાં જ એની સામેની બેન્ચ પર વૃધ્ધ પુરુષ આવીને બેઠો. બે ઘડી અનોખી પોતાની ‘હોડી બનાવવાની’ બચકાની હરકત પર થોડી ક્ષોભમાં મૂકાઈ ગઈ. આ કાકા રોજ એને આ જ બેન્ચ પર જોવા મળતાં. વળી એમના મોઢા પર કાયમ કંટાળા – ગુસ્સાના વિચિત્ર ભાવ અંકિત રહેતા હોવાથી અનોખી જેવી ખુશમિજાજ સ્ત્રીને એ સહેજ પણ પસંદ નહતા. એણે ધરાર એમની તીખી લાગતી નજરને અવગણીને કાગળને ત્રિકોણ આકારમાં વાળવા જ જતી હતી અને એની નજર કાગળમાં અંકાયેલા મરોડદાર અક્ષર ઉપર પડી અને અનોખીના મનમાં એને વાંચવાનો મોહ પ્રગટી ગયો. એણે સહેજ ભેજવાળા કાગળને સીધો કરીને કરચલીઓ સરખી કરી, ભેજ્વાળો કાગળ હોવાથી શ્યાહીન થોડી થોડી પ્ર્સરી ગયેલી, વાંચવામાં તકલીફ પણ પડતી હતી પણ અનોખીએ જેમ તેમ કરીને એ લખાણ વાંચ્યું,
‘હું મારા જીવનસાથીના મૃત્યુ પછી વેઠવી પડતી એકલતાથી ખુબ જ હતાશ છું. કોઇને મારી પડી નથી, મારી દરકાર નથી કરતું – શું તમે મને કોઇ મદદ કરી શકો?’
અને અનોખી અવાચક થઈ ગઈ. આ શું ? એણે આજુબાજુ નજર નાંખી પણ કોઇ જ નોંધનીય વ્યક્તિ ના લાગી કે જેના પર આ કાગળની માલિકી હોવાનો અંદેશો જાગે! બધા પોતપોતાની જીંદગીમાં, મસ્તીમાં મસ્ત હતાં. ત્યાં એના કાને કોઇના મોટેથી બોલવાનો અવાજ પડ્યો અને એનું ધ્યાન એ અવાજ તરફ ખેંચાયુ, આ તો પેલા કચકચીયા કાકા..રોજ રોજ એને કોઇ ને કોઇ સાથે બબાલ થતી જ હતી. આજે શિંગવાળા સાથે શિંગ ઓછી કેમ આપી? ની બાબતે મગજ ખરાબ થઈ ગયેલું. એક ધૃણાભરી નજર એમના તરફ્ નાંખીને અનોખીએ એ કાગળની નીચે ખાલી પડેલી જગ્યામાં બાજુમાં બેઠેલાં એક કોલેજીયન પાસેથી પેન લઈને એણે એની પર લખ્યું, ‘જીવન અને મૃત્યુ તો બધો ઉપરવાળાનો ખેલ છે, તમારા જીવનસાથીએ એમના કરવાના કર્મો કરી લીધા અને હવે એ જ્યાં પણ હોય ત્યાંથી તમને નિહાળતા હશે.એમની ખુશી માટે પણ તમારે ખુશ રહેતાં શીખવું જોઇએ. એકલતા એ અભિશાપ જેવી હોય છે પણ જેમ ઝેરનું મારણ ઝેર એમ એકલતાનું મારણ તમારા જેવા કોઇ એકલતાથી પીડાતા વ્યક્તિઓને મદદ કરવામાં સમય ફાળવી જુઓ, કોઇના માટે મનમાં નિસ્વાર્થ લાગણીઓના છોડ ઉછેરી જુઓ તો મારા માનવા પ્રમાણે તમારા પ્રોબ્લેમનું સોલ્યુશન આવી જ જશે.’ લિ. આપની નવી મિત્ર.’
કાગળને ગડી કરી અને એના ઉપર એક લાલ માટીનો ઇંટાળો મૂકીને એ જ જગ્યાએ બાંકડાની નીચે મૂકી દીધો અને ઘરે ચાલી ગઈ.
એ પછી રોજ બગીચામાં આવીને એની નજર સૌપ્રથમ બેન્ચની નીચે કાગળ શોધતી પણ એ નિરાશ થતી. મનમાં વિચારતી કે એ પણ શું નું શું વિચાર્યા કરે છે? કોઇએ ક્યારેક અકળાઈને આવું લખી કાઢ્યું હોય અને કાગળ ઉડતો ઉડતો અહીં આવી ચડ્યો હોય એમ પણ બને…કાં તો શક્ય છે કે આજના જમાનામાં કોઇ આવા ‘પ્રેન્ક’ પણ કરે અને અચાનક એને પોતાની ઉપર શરમ ઉપજી આવી.
બરાબર દસ દિવસ પછી બગીચામાં પ્રવેશતાં વેંત જ અનોખીની નજરે પેલા વૃધ્ધ કાકા પર પડી. આજે નવાઈ વચ્ચે એ કોઇ સાથે ઝગડી નહતાં રહ્યાં પણ એમની બાજુવાળા સાથે હસી હસીને વાતો કરી રહ્યાં હતાં. ‘આજે સૂરજ કદાચ પસ્ચિમમાંથી ઉગ્યો હશે’ વિચારતી હતી ત્યાં જ એની નજર બાંકડાંની નીચે પડેલ ઈંટાળાની નીચેના કાગળ પર પડી અને એણે રીતસરની દોટ જ મૂકી. કાગળ ખોલીને વાંચવા લાગી , કેમ જાણે એને પાક્કો વિશ્વાસ હતો કે આ કાગળ ચોકકસપણે પેલા એકલતાથી પીડાતા માનવીનો જવાબ જ છે. આજે વાતાવરણ કોરું હોવાથી કાગળ – એની શાહી સહેજ પણ પલળ્યાં નહતાં.
‘પ્રિય મિત્ર, તમારી વાત સાવ જ સાચી છે. મેં મારા ઘરની બાજુમાં આવેલ અપંગ માનવ મંડળમાં જવાનું ચાલુ કર્યું છે. બહેરાં, મૂંગા, આંધળા એ લોકોની સાથે મારો સારો એવો સમય પસાર કરું છું અને બદલામાં એ લોકો મને ખૂબ જ માન આપે છે. મારા જવાની આતુરતાથી રાહ જોયા કરતાં હોય છે. એ લોકોને પૈસાની કોઇ જ પડી નથી, એના માટે ઢગલો ડોનેશન મળી રહે છે ,એમને જરુર છે તો ફકત મારા જેવા લોકોના સાથની, પ્રેમની, , હૂંફની. બદલામાં એ લોકો ધરાઈને પ્રેમ કરે છે, મારા જીવનમાં ચોતરફ પ્રેમ જ પ્રેમ છે. હું ખૂબ જ ખુશ છું.
થેંક્સ.’
અને અનોખી ખુશ ખુશ થઈ ગઈ. કાગળમાં જવાબ લખ્યો,
‘મને ખુબ જ ખુશી થઈ. આપની નવી મિત્ર આપને મળવા માંગે છે, મળશો?’ પેપર ઇંટ નીચે ભરાવીને એ વોક લેવા ગઈ. અડધો કલાકની વોક પછી એની નજર એ કાગળ પર પડી અને મનમાં ચળ ઉપડી,’કદાચ કાગળમાં જવાબ આવી ગયો હોય તો?’ એક પળ તો પોતાની બેચેની પર એને હસવું પણ આવી ગયું એમ છતાં કાગળ લેવાનો મોહ જતો ના જ કરી શકી. નવાઈ વચ્ચે એમાં પ્રત્યુત્તર હતો,
‘આપણે આમ જ પત્રદેહે મળતાં રહીશું ને..!’
અને અનોખીનું મોઢું એક પળ માટે પડી ગયું. હળવે પગલે એ ગાર્ડનની બહાર નીકળી ગઈ.
એના બહાર નીકળી ગયા પછી પેલા કચકચીયા વ્રુધ્ધ કાકાએ બાંકડાંની નીચે પડેલો કાગળ ઉઠાવીને ચૂમીને ખીસામાં મૂક્યો અને મનોમન બોલ્યાં,’ગોડ બ્લેસ યુ માય ચાઈલ્ડ.’
અનબીટેબલઃ જીવનમાં પ્રેમ મેળવવા કોઇને નિઃસ્વાર્થ પ્રેમ આપી જુઓ.
-sneha patel

Namaskar Gujarat – march-akshitarak
Halvu phool
હળવું ફૂલઃ
કાયમ અધૂરા પાઠ રહ્યા ઓમ નમઃ શિવાય,
ના શાંત મન થયું ન થયા ખળભળાટ શાંત.
-લલિત ત્રિવેદી.
‘ધડ..ધડ..ધડા ધડ..’ સાથે સાથે ‘ દ્રુ…ઉ….ઉ….ઉ…’નો તીણો તીખો કાનસોંસરવો નીકળી જતો સ્વરનો સથવારો. શૌર્ય કંટાળી ગયો. એમની નીચેના ફ્લેટમાં બાથરુમ અને રસોડું તોડાવીને સમારકામ કરાવવાનું કામ ચાલતું હતું અને એનો હથોડા- ડ્રીલનો સતત અવાજ એના ભણવામાં ડીસ્ટર્બ કરતાં હતાં. સાત દિવસ પછી એની બારમાની પરીક્ષા હતી. બારમું એનું કારકીર્દીનું વર્ષ. આખા વર્ષની સ્કુલ, ઇન્સ્ટીટ્યુટસની દોડધામ – પરીક્ષાઓ પછી હવે મુખ્ય પરીક્ષા માથે આવીને ઉભી હતી અને એ ટાણે જ આવા વિધ્ન ! આમ તો શૌર્ય ખૂબ જ શાંત, ડાહ્યો અને તેજસ્વી છોકરો હતો. ક્યારેય અકળાય નહીં પણ છેલ્લાં બે કલાકથી એ એક દાખલામાં અટવાયેલો હતો, જવાબ જ નહતો આવતો, વળી આ તો એનું મનગમતું ચેપ્ટર – આમાં તો રાતે આંખ બંધ કરીને ભણવા બેસે તો પણ પ્રોબ્લેમ સોલ્વ કરી લે એવી માસ્ટરી…પણ અત્યારે પ્રોબ્લેમ મચક નહતો આપતો. ભણવામાં વિધ્ન પડે અને એના ટાઇમટેબલો ખોરવાય એ શૌર્ય ને સહન નહતું થતું. ઘરની ગેલેરીમાં ગાર્ડન બનાવેલું હતું અને હીંચકો પણ હતો.શૌર્ય પોતાના પુસ્તકો લઈને ત્યાં જઈને બેઠો. નજર સામે નભમાં ગઈ. કાળાં કાળાં વાદળો પાછળ એને ઘેરી નિસ્તબ્ધતા વર્તાઈ. જાણે પોતાના દિલનો પડઘો જ જોઇ લો ને ! એની આંખો બંધ થઈ ગઈ. ગગનની ઉદાસી એની આંખોમાં ઉતરી ગઈ.
‘બેટા, અહીં શું કરે છે?’ સ્મ્રુતિ પોતાના દીકરાના કાળા ઘમ્મર ઘટાદાર વાળમાં વ્હાલભર્યો હાથ પરોવતાં બોલી.
‘કંઇ નહીં મમ્મી, ડ્રોઈંગરુમમાં અવાજ બહુ આવે છે એટલે અહીં આવી ગયો, થયું કે ખુલ્લામાં કદાચ અવાજ ઓછો લાગશે અને ખુલ્લી હવામાં મન હલ્કું થશે. વિચાર્યા મુજબ વાંચી શકીશ.’
ત્યાં જ એક ડમરી ઉડી અને ધૂળ સાથે રજોટાયેલો પવન શૌર્યના તનને હળવો ધક્કો મારીને આગળ વધી ગયો.
‘આ લે ચા અને સાથે પોપકોર્ન. હમણાં જ તાજી તાજી ફોડી છે. તને બહુ ભાવે છે ને? ચોપડાં બાજુમાં મૂક અને મારી સાથે ચા પીતાં પીતાં પેલું નવું કયું મૂવી આવ્યું છે…બળ્યું નામ ભૂલી ગઈ…એની વાતો કર. એકાદ દિવસ થોડો સમય કાઢ આપણે બે જણ જઈને એ જોઇ આવીએ. મને ય બહુ મન થયું છે.’
અને શૌર્ય ચા -પોપકોર્ન – મૂવી અને મમ્મી ના અદભુત વાતાવરણ વચ્ચે ખરેખર અડધો જ કલાકમાં ફ્રેશ થઈ ગયો. એની મમ્મી એની બેસ્ટી ! જરુર પડે ત્યારે ગુસ્સો પણ કરતી, વઢતી પણ ખરી…પણ મોટાભાગે એની બધી જરુરિયાતો સમજનારી, અને દરેક સમસ્યાનો અંત લઈને ઉભી રહેતી એની સૌથી પ્રિય દોસ્ત હતી.
‘મમ્મી,મસ્ત પોપકોર્ન હતી. બીજી હોય તો આપો ને થોડી અને હા, ઉપર થોડો ચાટ મસાલો પણ નાંખતા આવજો.’
‘ઓકે.’ અને સ્મ્રુતિ પોપકોર્નનો બાઉલ ભરીને આવી.
‘મને લાગે છે કે રોજ પાંચ સાડા પાંચે નીચે મજૂરો જતાં રહે છે, હજી સાડા ચાર થયાં છે. તું ચા પી લે પછી આપણે નીચે ગ્રાઉંડમાં જઈને બેડમીન્ટન રમીએ ચાલ. અત્યારે ગાડીઓની અવર જવર પણ નહીં હોય એટલે મજા આવશે. એ પછી જ ભણવા બેસજે.’
‘ઓકે મમ્મા…એઝ યુ સે..’ અને એ પછીનો કલાક હસતાં રમતાં ક્યાં પસાર થઈ ગયો એની શૌર્ય ને ખબર જ ના પડી.
મજૂરો હવે જતાં રહ્યાં હતાં. સ્મૃતિનો રસોઇનો અને શૌર્ય નો ભણવાનો સમય થઈ ગયો હતો.
લગભગ બે કલાક પછી ઘરના બધા સદસ્ય ડાઇનિંગ ટેબલ પર જમવા માટે ભેગાં થયેલ હતાં.
‘શું થયું બેટા? આજનું ભણવાનું પતી ગયું ?’
‘અરે હા મમ્મી, એક પ્રોબ્લેમ પાછળ સવારે લગભગ ૩ કલાક મહેનત કરેલી એ અત્યારે માત્ર પાંચ જ મીનીટમાં સોલ્વ કરી દીધો અને એ પછી બીજું પણ ખાસું એવું ભણાઈ ગયું.’ શૌર્ય ઉત્સાહસભર બોલી ઉઠ્યો.
‘હું પણ તને એમ જ કહેતી હતી કે જ્યારે વાતાવરણ બહુ જ અજંપાવાળું હોય ત્યારે આપણે થોડી સમતા રાખતા શીખી લેવાનું. દરેક પ્રવાહમાં સામે તરવા ના જવાનું હોય. જ્યારે પરિસ્થિતી આપણા કાબૂ બહાર હોય ત્યારે તરવા કરવા ટકી જવામાં પણ બહુ મોટી જીત છે. અવાજ્વાળા વાતાવરણમાં તું કલાકોના કલાકો જેની પાછળ મહેનત કરીને મગજ બગાડે એના કરતાં મગજ ફ્રેશ હોય ત્યારે માત્ર કલાક ભણી લે તો પણ બધું સરભર છે બેટાં. દરેક પરિસ્થિતીનો એક શક્ય એવો પોઝીટીવ રસ્તો હોય જ છે એ વાત યાદ રાખીને દરેક સ્થિતીનો સમજણ, ધૈર્યથી મુકાબલો કરવાનો તો તમે ક્યારેય નહીં હારો કે પસ્તાઓ.’
‘યસ મમ્મી, યુ આર ઓલવેઝ રાઈટ!’ અને શૌર્ય એ ઉભા થઈને મમ્મીના ગળામાં હાથ પૂરોવીને વ્હાલ કરી લીધું.
ઘરની પાછળ વિસ્તરેલાં પીપળાનાં પાંદડાં પર ‘ટપ ટપ’ અવાજ સંભળાઈ રહ્યો હતો. આકાશ વરસી ને ચોખ્ખું થઈ રહ્યું હતું. ચોમેર વાતાવરણ હળવું ફૂલ થઈ રહ્યું હતું.
અનબીટેબલઃ સુખ – દુઃખ , ઉત્સાહ – હતાશા, સફળતા – નિષ્ફળતા આપણી સાથે સતત સંતાકૂકડી રમે છે, ક્યારેક પકડાઈ જવાનું હોય અને ક્યારેક પકડી લેવાનું !
-sneha patel
ઇનસ્ટન્ટ રીપ્લાય
phoolchhab newspaper > navrash ni pal column > 22-04-2015
થોડી નિસ્બત, થોડી ધરપત, થોડી ચાહત ને રકઝક પણ,
મન ફાવે તે લૂંટાવી જા, આ લાગણીઓના સરનામે.
-દિવ્યા રાજેશ મોદી.
વીસે’ક વર્ષનો તરવરીયો ફૂટ્ડો યુવાન હિતાંશ હાંફળો ફાંફળો થઈને બંગલાના કંમ્પાઉન્ડમાં ફરતો હતો. એના એક હાથમાં સિગારેટ અને બીજા હાથમાં સ્માર્ટ ફોન હતો. સિગારેટનો છેલ્લો લાંબો કશ લઈને એણે અંગૂઠા અને પહેલી આંગળીની મદદથી સિગારેટનું ઠૂંઠું દૂર ફંગોળ્યું. હવામાં બે ત્રણ ગોળ ગુલાંટી ખાઈને ઠૂંઠું પામના કૂંડા પાસે જઈને પડ્યું. કૂંડાની ફરતે મહેંદી વાવેલી હતી જેમાં આ બેદરકારીથી ફેંકાયેલ સિગારેટના તણખાંથી આગ લાગી. જોકે હિતાંશનું ધ્યાન જતાં એણે તરત જ આગને એના ફ્લોટર્સથી દબાવીને ઠારી દીધી.
વીરેન, હિતાંશના પપ્પા એમના રુમની ગેલેરીમાંથી આ સમગ્ર ઘટના જોઇ રહ્યાં હતાં અને જેનાથી હિતાંશ સાવ અજાણ હતો. પોતાના દીકરાની આવી બેચેનીનું કારણ જાણવાના ઇરાદાથી વીરેન એના બેડરુમમાંથી બંગલાના બગીચામાં આવ્યો અને હિંચકા પર બેઠેલ હિતાંશની પાસે જઈને બેઠો.
‘બેટા, કેમ આટલો બધો અકળાયેલો છું ? ‘
‘હ..અ..અ…પપ્પા એવું કશું નથી. આ તો અમથું..માથું દુખતું હતું.’
‘બેટા, મારી પર વિશ્વાસ નથી કે ?’ અને વીરેને પોતાની સ્વચ્છ વિશાળ આંખો હિતાંશની આંખોમાં પૂરોવી દીધી. પપ્પાની નજરનો સામનો ના કરી શકતો હોય એમ હિતાંશ નજર ફેરવી ગયો. વીરેને એના ખભા પર હાથ મૂકયો અને હળ્વેથી બોલ્યો,
‘પપ્પા પર વિશ્વાસ ખૂટી ગયો કે ?’
‘ના..ના પપ્પા એવું કંઇ નથી. આ તો એવું છે ને કે મારી એક ફ્રેન્ડ છે, યશ્વી. અમે બંને એક બીજાને પસંદ છીએ. કોલેજમાંથી છૂટા પડીએ પછી પણ અમારી વચ્ચે રોજ સતત મેસેજીસ અને ફોનથી કોન્ટેક્ટ રહે છે. પણ છેલ્લાં અઠવાડિયાથી યશ્વી મારા કોઇ જ મેસેજીસના રેગ્યુલર જવાબ નથી આપતી. પાંચ વાર ફોન કરીએ તો માંડ એકાદ વાર વાત કરે અને બાકી કામનું કે ઘરનું કોઇ બાજુમાં છે તો વાત નહીં થાય જેવા બહાના બતાવે છે. પપ્પા, હું તમને મારા મિત્ર માનું છું અને એથી જ આપને આ વાત કહી રહયો છું. મારી રોજની સવાર એના ‘ગુડ મોર્નિંગ’ ના મેસેજથી અને રાત એના ‘ગુડનાઈટ’ના મેસેજથી જ પડે છે. મને એક જાતની આદત પડી ગઈ છે હવે. પણ આ યશુ આજકાલ આવું ઓકવર્ડ બીહેવ કરે છે ને મને સતત અસલામતીનો ભય રહ્યાં કરે છે. યશુ બહુ જ સુંદર અને પૈસાદાર મા બાપની સ્માર્ટ સંતાન છે એને ક્યાંક બીજો કોઇ છોકરો તો…’ અને હિતાંશનો અવાજ રુંધાઈ ગયો ને આગળનું વાક્ય બોલાયા વિના જ રહી ગયું. જોકે વણબોલાયેલ વાક્યના પડઘા લાગણીશીલ બાપાના કાન સુધી પહોંચી જ ચૂક્યા હતાં અને પોતાના સંતાનની આવી દશા પર એ બે પળ સ્તબ્ધ થઈ ગયાં. બે મૌન પળ વહી ગયા પછી વીરેને પોતાની જાતને સંયત કરી અને દીકરાના ખભે હાથ મૂકીને બોલ્યો,
‘હિત, તને ખબર છે ને તારી મમ્મી ને મારા પ્રેમલગ્ન છે ?’
‘ઓફકોર્સ પપ્પા, આ તો કેવો સવાલ ? આ જ કારણથીમને તમારી ને મમ્મી પર વિશ્વાસ છે કે તમે મારી હાલત સમજશો અને મને પણ લગ્ન માટેની સંમતિ આપશો જ. અહાહા…કેવી અદભુત પ્રેમ કહાની છે તમારી બે ય ની ! મને તો એ સાંભળીને ય રોમાંચ થઈ જાય છે પપ્પા.’ અને હિતાંશના મુખ પર આછેરી સ્મિતની લકીર ખેંચાઈ ગઈ.વીરેન પણ દીકરાની હળવાશની એ પળોને માણી રહ્યો ને ધીરેથી બોલ્યો,
‘અમારા જમાનામાં આજની જેમ મોબાઈલ – ફોબાઈલ નહતા. ઘરનાથી છુપાઈ છુપાઈને અમારે ફોનમાં વાત કરવાનો સમય પણ ચોરવો પડતો હતો. એવા ચોરેલ સમયમાં એના ઘરની બહાર આવેલ પીસીઓમાંથી તારી મમ્મી મને ફોન કરે અને ઘણી વખત તો એ ફોન તારી દાદી કે દાદા ય ઉપાડે અને એ સમયે સામેથી ફોન કટ કરી દેવો પડે. વાત કરવાના ય આવા ફાંફાં તો મળવાની વાત તો શું કરું બેટા ? અમે બે ય જણ મળવા માટેની કે ફોન પર વાત કરવાની ચાતકની જેમ રાહ જોતાં. પણ સાચું કહું બેટા, એ રાહ જોવાની પણ એક મજા હતી. બહુ જ રાહ જોવાયા પછી માંડ માંડ પાંચ દસ મિનીટ વાત કરવા મળે, દસ પંદર દિવસે અડધો પોણો કલાક એક બીજાને મળવાનો મળે અને એ સમય અદભુત અદભુત હોય બેટા, એટલો અદભુત કે હું એને શબ્દોમાં વર્ણવી જ ના શકું.’
‘હા પપ્પા, તમારા ના વર્ણવાયેલ સમયને હું સમજી શકું છું.’
‘પણ બેટા, આજે તમને લોકોને સતત ફેસબુક, વોટસએપ, ટ્વીટરના અપડેટના જંગલોમાં અટવાયેલી જોવું છું ને ત્યારે મને બહુ દુઃખ થાય છે.’
‘કેમ દુઃખ પપ્પા ? અમે સતત એક બીજાના સંપર્કમાં રહીએ છીએ એનાથી અમારો પ્રેમ વધુ ગાઢ બને છે. તમને તો આનંદ થવો જોઇએ ને ?’
‘ના બેટા, તમે આ સતત અપડેટમાં ધીરજ જ ખોઇ બેઠા છો. વિરહ પછીના મિલનની શું મજા હોય એ અનુભૂતિથી જ તમારી પેઢી વંચિત થઈ ગઈ છે. તમને બધું ઇનસ્ટન્ટ જોઇએ. સવાલો પણ ઇન્સટન્ટ, એના જવાબો ય ઇનસ્ટન્ટ અને વળી એ જવાબ ના મળે તો એના ફ્રસ્ટ્રેશન ય ઇનસ્ટન્ટ. પણ આ બધા ઇન્સ્ટન્ટમાં જે અગત્યનું હોય છે – આ ડીપ્રેશનોમાંથી ઇનસ્ટન્ટ બહાર આવી જવાની.’ એ જ તમને નથી આવડતું. ઉલ્ટાનું નાની નાની બાબતો ય તમને હેરાન પરેશાન કરી મૂકે છે. તમારી પાસે ખુશી, મનોરંજન મેળવવાના ઢગલો સોર્સીસ હાજર છે પણ ઝાઝા રસોઇઆ રસોઈ બગાડે એમ આ ઝાઝા સોર્સીસે તમને એમનું મહત્વ જ નથી સમજવા દીધું. મેસેજીસ, ફોન એ એકબીજાની ખબર અંતર પૂછવા માટે હોય છે પણ તમે લોકોએ એને સતત રીપ્લાય આપવાના, ટચમાં રહેવાની અપેક્ષાઓ થકી એક ન્યુસન્સ બનાવી દીધું છે. બે કલાક પણ નેટ ના ચાલતું હોય કે કોઇની સાથે મેસેજીસની આપ લે ના થાય તો આખી દુનિયાના દુઃખના ડુંગરા તમારા માથે તૂટી પડે છે. આટલી વિશાળ દુનિયામાં તમે સાવ જ એકલવાયા થઈ જાઓ છો – વળી જેટલી ઝડપથી મિત્રો બની જાઓ છો એટલી જ ત્વરાથી તમે લોકો એકબીજાથી અળગાં ય થઈ જાઓ છો ને સતત નવા નવા સંબંધોની શોધમાં ભટક્યા જ કરો છો ને પરિણામ શું ? સ્ટ્રેસના સમુદ્રમાં ગોતા લગાવો છો…છ્ટ છે તમારી આ ઇન્સ્ટન્ટીયણ અપેક્ષાઓને.તમે લોકો એક પળ પોતે ય એકલા નથી જીવતા કે નથી સામેવાળાને પક્ષને ય એવી સ્પેસ આપતાં. કોઇ પણ પ્રસંગ કે જગ્યા – તમે લોકો સતત મોબાઈલમાં મેસેજીસ કરવામાં જ વ્યસ્ત. નથી આમના રહેતા કે નથી પેલી પા ના. શું સમજાવવું હવે તમને લોકોને ?’
હિતાંશના મગજમાં એકાએક ટ્યુબલાઈટ થઈ હોય એ થોડો ચમક્યો અને બે પળ રહીને બોલ્યો,
‘પપ્પા, તમારી વાત સાચી છે. યશ્વીએ મને કહેલું જ હતું કે એના માસી તાજા તાજા વિધવા થયા છે અને બધા એમને લઈને થોડા ટેન્સ છે તો રેગ્યુલર મેસેજીસ કે ટચમાં રહેવું શક્ય નથી જ. પણ હું એની એ તકલીફ સમજી શકવા જેટલો સમર્થ જ કયાં ? આ ઇન્સ્ટન્ટ રીપ્લાય, સતત સંપર્કની આદતોએ મારું માનસ, સમજણ સાવ ખોખલું જ કરી નાંખ્યું છે. રાહ જોવાની ધીરજ જ નથી રહી. તમે મને સમયસર ચેતવી દીધો પપ્પા, આઇ લવ યુ !’
અને હિતાંશની આંખમાંથી પસ્તાવાના બે મોતી વીરેનની હથેળીમાં સરી પડ્યાં.
અનબીટેબલ : એક ને એક બે થાય એવું જાણતાં હોવા છતાં આધુનિક માનવી એને અગિયાર કરવાની કસરતમાં રચ્યો પચ્યો રહે છે.
unbetable
આપણી નજીકનાં લોકો આપણાં ‘ડીપ્રેશન’ સહન કરવા નથી જન્મયાં.
-સ્નેહા પટેલ.
unbetable
ખુદના ડીપ્રેશન / ટેન્શનોના રસ્તા ખુદમાંથી જ શોધી કઢાય પછી મોટા ભાગે જીંદગી સરળ બની રહે છે.
-સ્નેહા પટેલ.