તું એવું બાળક છે !


Gazalvishwa-,march 2014

Gazalvishwa-,march 2014

IMG_20140329_135417

– તું એવું બાળક છે !

થોડો વરસાદ છે ને ઠંડક છે,
બહાર ભીતર બધું ય માદક છે.

સૂર્ય આડે ધરી હથેળી તેં,
એથી થોડી ઘણી ય ટાઢક છે.

જૂઈની વેલ બારીએ આવી,
એ ય જાણે કોઇની ચાહક છે.

કેમ કહેવું છૂટે નહીં લજ્જા,
કંઇક ઇચ્છા ઓ મનમાં નાહક છે.

ઢોલ યા ને કે એક મરેલી ત્વચા,
ને વગાડે છે કેવો વાદક છે !

શ્વાસ રુંધાય ત્યારે લાગે કે,
આ હવા પણ બહુ ભયાનક છે.

સાવ સીધા સવાલના ઉત્તર.
દઈ શકે છે તું એવું બાળક છે.

-સ્નેહા પટેલ.

લજામણી


રે મારા સાજન…

તારા સ્પર્શની તરસમાં હવે આ લજામણી સુકાતી જાય છે,

મને તારા વ્હાલમાં પાગલપણ સુધીનો સંકોચાવાનો મોહ છે,

તું નજર તો કર જરા..

તારા વિના જીવવાનો અભિશાપનો મારો ભોગવટો,

મારી તડપ, મારી તરસ, મારી વેદના,મારી વ્યાકુળતા….

એક નજરનો સવાલ છે, એમાં તારું શું જાય છે ?

મારી તો આખી જીંદગી એના નામે બરબાદ થાય છે.

સાંભળ્યું છે કે, પત્થરોમાંથી પણ ઝરણાં ફૂટે છે…

તું તો વ્હાલનો દરિયો… તારા પાણી કાં આમ સૂકાયા રે સાજન…!!!!

મારી આંખોના દરિયા પૂરપાટ..બેય કાંઠે વહે છે,

એને હવે શેની પાળ બાંધુ..? બોલ ..

વહેતા શીખવ્યું પણ તરતાં ના શીખવ્યું,

આમ ભરપૂર લાગણીના મધદરિયે

તારા વિન મારે કઈ રીતે એકલા તરવું હવે..?

જો જો રે દોસ્તો…

આમ કોઈ લાગણીઓના દરિયામાં ભરતી ના લાવતા,

લાવો તો એને ઓટનો સહારો જરુરથી આપજો.

આમ એકલી એકલી એક લજામણીને…..

સ્નેહા પટેલ – અક્ષિતારક

૨૮-જુલાઈ. ૨૦૧૦

લજામણી


પથ્થર સમ વજ્રતા તમને મુબારક,
અમે તો લજામણી સમ મૃદુ જ રહીશું.
તમને છો ઘમંડ તમારી મજબૂતાઈનુ,
અમે નાજુકાઈથી તેમાં કોતરાઈ જઈશુ.

સ્નેહા-અક્ષિતારક .
૪-૧૨-૦૮