વમળો


તારી છાતીના વાળમાં

ગોળ ગોળ

ફરતી આંગળીઓ

મનમાં

ઢગલો વમળો પેદા કરે છે

અને

ધીમે …ધીમે…

હું એમાં ડૂબતી જઉં છું !

-સ્નેહા પટેલ

 

મૌન


હું મારા મૌનને ભરપૂર માણું છું,

રોજ એની સાથે ઉત્સવ મનાવું છું..

સ્નેહા પટેલ – અક્ષિતારક

મૌન


મૌનની પરાકાષ્ઠાએ જીવનમાં સન્નાટો વ્યાપી જાય છે…..

સ્નેહા પટેલ-અક્ષિતારક