એક ૯ માસનું ફુલ ઇશ્વરનાં અન્યાયે કવેળાએ કચડાય..!!!


 
ma

  ફુલગુલાબી ઠંડીએ રવિનાં હુંફાળા કિરણૉથી સભર એક સુપ્રભાત,
બધી જીમ્મેદારીથી પરવારીને બેઠેલી હું, અને ચા-બિસ્કીટનો સંગાથ.

પાડોશીઓનો કોલાહલ આટલી સવારમાં કેમ કણૅપટલે અથડાય?
ઓહ..તમને નથી ખબર..?
એક ૯ માસનું ફુલ ઇશ્વરનાં અન્યાયે કવેળાએ કચડાય..!!!

ફુલની બગિયાએ શોક તણી કાળી ચાદર,
પગ શીદ ઉપડે મારો જવાને અંદર?

અરે,હજી કાલે તો “walker” લાવેલાં લાડલાંનું..
એનાં મનગમતાં ભુરા આકાશી રંગનું..
સૂનું પડ્યું એનાં અવાજ વિનાનું..

એક જણ કહે,અરે..
બાળકની જરાં જુવો તો આંખ છે ફરકે,
ગભરાયેલાં મા-બાપને એક આશ પડીકે,
ધબકાર, શ્વાસ- ઉચ્છવાસ મપાય ઉંચા જીવે,
કડવી ઘોર નિરાશા..

 ગામ આખાંની તો જાણે પંચાતને ત્યાં અવકાશ.!!!
અમારે તો આમ રિવાજ,તમને તમારી વધુ જાણ,
માવતરનું તો બેબસીએ કકળે દિલ…

એક દાદીમાને  મ્રુત દિકરાઓની વિદાય હૈયે લીલી  છે.
અરે,મેં તો મારાં બે જુવાનોને આ હાથે વિદાય આપી છે,
તમારું તો ઉગતું ફુલ, ભુલી પણ જશો, અમને બહું કારમું છે,
જાણે,૯ મહિનાની મા એ મા જ ના હો ખાલી એક નામ છે.

 કોરા કાપડે ફુલડાંને હળ્વેથી લુછતું માવતર વિચારે,
શું આમ જ હવે બધી યાદોને લૂછી પાડવાની વિસારે?

માથે હલ્કો રાતા રંગનો લેપ,હળ્વે ભઈલાં..
જોજો દિકરાને તકલીફ ના થાય,
પીળાં-રાતાં ફુલોથી સાચાં ફુલને જાણે ઉધાર રંગ અપાય,
ગંગાજળ-તુલસી પણ શરમાય,
અરે-આ પવિત્રતાને અમે છીએ શું લાયક?

દીપ તણો પ્રકાશ પણ થથરે..
હે પ્રભુ,આ વળી શું સુઝયું તને?

સોપારી,ખીચડી,નારિયેળ,નવાં કપડાંને
દિકરાં સાથે મસાણ સુધી જવાય અને
મોટી બેન,મા-બાપ,બા-દાદા રહે ઘરે..!!

ઘરની અટારીમાંથી રડતાં-કકળતાં માવતર વિચારે,
અમારાં રક્તે- સ્વપ્ને સીંચાયેલ અરમાનો,
શું હવે જશે ધરામાં નમકની ગરમીનાં હસ્તે…….!!!!!

સ્નેહા-અક્ષિતારક.
૨૦-૧૧-૨૦૦૮.

 
પ્રિય મિત્રો,
આ એક સત્ય ઘટના છે.મારી આંતરડી કકળાવી ગયેલી ઘટના છે.સમાજનાં અમુક જડ રિવાજો  સામે એક જાતનો ગુસ્સો કાઢવાની ગરજે જ લખ્યું છે..આપણાં સમાજની અમુક કરુણ અને વરવી વાસ્તવિકતા.

મેં જે અનુભવ્યુ એના ૫૦% જ લખી શકી છુ ..મે પેલુ લખેલુ છે ને…….

 
કમીઓ તો અમને પણ નડી જાય છે,
માણસ છીએ…!!!