સખૈયા, આજે વળી એક નવો વિચાર મારા મનોપદેશમાં ભમતો હતો
‘આખરે હું કોણ છું ?’,
અને એ પછી તો મનના પેટાળમાં જાતજાતના વિચાર-તરંગોની ભરતી ઓટ આવતી ગઈ, ચાલ બધું ય તારી સાથે વહેંચી લઉં નહીં તો મને ચેન નહીં પડે. પેટમાં, મગજમાં આફરો ચડી જશે.
હા તો સખા, ‘મારી સામાન્ય સમજ પ્રમાણે તો , ‘હું એટલે કર્તા, કર્તા એટલે કર્મ કરનારી વ્યક્તિ’. કર્મ – ઇગોસેંન્ટ્રીક !
જો હું મારી મરજી પ્રમાણે કર્મ કરતી હોઉં તો મને દરેક કર્મમાંથી જોઇતો આનંદ કેમ નથી મળતો હેં સખા? મને ખુશી મળે એવા કર્મ ના હોય તો મારે કોઇ જ કર્મ નથી કરવું – ‘ધ ડુઅર’ નથી બનવું, કારણ હું તો કંઈ જ કર્મ કર્યા વિના – અકર્મી રહીને પણ તને યાદ કરીને ખુશ થઈ શકું છું. મારી એ ખુશીને શાશ્વતપણાની અલૌલિક સીમા સુધી માણી શકું છું.
ઘણી વખત લોકો સાવ અર્થહીન, વેરઝેરની પતાવટ – ખોટો આડંબર બતાવવો જેવી પ્રક્રિયામાં વ્યસ્ત રહે છે, મૂલ્યવાન જીવનનો મોટાભાગનો સમય બરબાદ કરે છે. ત્યારે મને એક વિચાર આવે કે : આપણે માનવીઓ કશું જ કર્મ ના કરીએ તો પણ દુનિયામાં ઘણા ‘નેગેટીવ વેવ્સ’ ઉદભવતા ઓછા થઈ જશે.’
હું જ્યારે ચૂપચાપ બેસીને અકર્મી રહીને મારી ચેતનાના પેટાળમાં ઉતરું છું ત્યારે મને તારો ભેટો થઈ જાય છે! મનમાં આ ક્રિયા હું જ કરું છું એવું કોઇ કેન્દ્ર બિંદુ નથી ઉદભવતું. બધું જ સાવ ખાલી ખમ અને હળ્વાશથી ભરપૂર લાગે છે. હળ્વાશના એ તરંગો પર હું તરતી તરતી તારી સમીપે પહોંચી જાઉં છું અને ચેતનાના પેટાળમાં તારી વાંસળીના સૂરો ગુંજી ઉઠે છે. તારા મોરપીચ્છની મખમલી સુંવાળપ માંહ્યલાને ભીતર – બહાર- સર્વત્ર જગ્યાએ મને અમીર બનાવી મૂકે છે. મનની આ અમીરાત મારા મનની અંદર જ છુપાયેલી છે, કસ્તૂરી મૃગ જેવી હાલત છે મારી નહીં ?
જો કે હું અકર્મી બની જાઉં તો તારી આરતી – પ્રસાદ – પૂજા એ બધું કોણ કરશે ? કદાચ સાવ અકર્મી બની જવું શક્ય નથી કારણ મારી ચેતના ઉપરાંત હું જે ભૌતિક જગતમાં શ્વસું છું ત્યાં અમુક ક્રિયાઓ -વિશેષ કર્મ જરુરી છે. હું કશું જ ના કરતી હોવું ત્યારે પણ મારા શ્વાસોછ્વાસ તો ચાલે જ છે, રુધિર એની ગતિ પકડી જ રાખે છે. એ બધું એની જાતે થયા જ કરે છે – ‘જસ્ટ હેપનિંગ’. તારી મરજીને આધીન. કારણ એમાં મારી મરજી કે તાકાત ક્શું જ કામ નથી કરતું. હું ઇચ્છું તો પણ મારા શ્વાસની પ્રક્રિયા બંધ કરીને જીવી ના શકું.
અમુક કર્મ વિશેષ કર્મ કહેવાતા હોય છે.
કર્તા બન્યાં વિના અકર્મી બનીને કર્મ કરવાનું હોય કે કોઇ વિશેષ ધ્યેય સાથે વિકર્મી બનીને કોઇ કર્મ કરવાનું હોય – એ જે હોય એ પણ મારું અંતિમ ધ્યેય તો તું જ છે મને તો એટલી જ સમજ પડે છે.મારે યેન કેન પ્રકારેણ તારી સમીપે રહેવું છે, કારણ એ મારા જીવનની સૌથી મોટી જરુરિયાત છે. તને ચાહ્યાં વિના હું જીવિત નહીં રહી શકું એ વાત સો ટચના સોના જેવી સાચી હકીકત બાકી બધું ધૂળ !
આજે સવારે તું એક નવા વિચાર સાથે મને યાદ આવેલો. કહું ?
‘આજે સવારે હું મારી ઓસરીમાં હીંચકા પર હિલ્લોળતી હતી અને મારા કેશ ગૂંથતી હતી ત્યાં જ અચાનક મારી નજર અંદરના વિશાળ મકાન પર પડી ને વિચારે ચડી ગઈ. આટલા મોટા ભવનની આવડી અમથી ઓસરી પણ એનું મહત્વ તો જુઓ ! ઓસરી વિના આ ભવ્ય મકાન કેવું વરવું લાગત ? ઓસરીમાં પગ મૂક્યા વિના ભવનમાં પ્રવેશ પણ શક્ય ના બને. ભવનનો મોહ હોય તો તમારે ઓસરીનું મહત્વ સ્વીકારવું જ પડે – એને નકારી ના જ શકાય. હેં વ્હાલા – મને તારી ઓસરી બનવાની તક આપીશને?’
‘હું સમગ્ર સૃષ્ટિનું જન્મસ્થાન છું. સમગ્ર જગત મારા થકી જ પ્રવૃતિમય છે. આ વાત સમજીને શ્રદ્ધા અને ભક્તિથી યુક્ત થઈને ભાવુક ભક્તજનો મારી, પરમેશ્વરની જ નિત્ય ઉપાસના કરે છે.’
શુભ સવાર સખૈયા,
રોજ સવારે મારી નજરે અનેકો નવા ચહેરા અથડાય છે. નાનપણથી આ નિત્યક્રમ અચૂકપણે જળવાતો આવ્યો છે. લગભગ ચાલીસ વર્ષની મારી જિંદગી (હા હવે,બહુ હસ મા. અમે કાળા માથાના માનવી તો સામાન્ય વાતો જ કરીએ ને ? અમારું જીવન વર્ષોમાં જ ગણાય તારી જેમ યુગોમાં નહીં , વળી અમે તારી જેમ વટથી એમ ના કહી શકીએ કે ‘ જ્યારે ધરતી પર પાપનો ફેલાવો વધી જાય ત્યારે હું ફરીથી અવતરીશ’. અમારે ભાગે તો જ્યારે જે સમય આવે એને માન આપવું પડે, એ રીતે જ ચાલવું પડે ને ! ) હા, તો હું શું કહેતી હતી કે, ‘મારી ચાલીસ વર્ષની જિંદગીમાં રોજ સવારે રસ્તા પર નજર દોડાવતા કાયમ નવા ચહેરા દેખાય, દેખાય ને દેખાય જ’. હવે ચાલીસ વર્ષ એટલે ૩૬૫ ગુણ્યાં ચાલીસ એટલે લગભગ ૧૪,૬૦૦ દિવસ. એમાં આપણે ધારી લઈએ કે મેં રોજના કમ સે કમ ૧૦૦ નવા ચહેરા જોયા હોય તો આજે એની સંખ્યા કેટલી થવા જાય!
હવે તું ગણ, થોડી તસ્દી લે અને ગણતરી માંડ. આ તો ફકત હું માણસોની જ વાત કરું છું. પશુ, પંખી, ફૂલો એ બધાંની તો કોઇ ગણત્રી જ નથી કરતી. તે હેં સખૈયા, આ મારી આજુબાજુની નાની શી જિંદગીમાં હું રોજેરોજ આ નવા નવા ચહેરાઓના દર્શન કરી શકુ છું, આટલું નાવીન્ય અનુભવી શકું છું એ એક અદભુત વાત નથી ?
આ પ્રશ્ન કદાચ હું કોઇ કાળા માથાના માનવીને પૂછીશ તો એને હું પાગલ લાગીશ. હકીકતે અજ્ઞાનતાના સમંદરમાં ગોથા લગાવી લગાવીને જીવતા સામાન્ય દ્રષ્ટિવાળા લોકોને પોતાની અજ્ઞાનતા સમજવા, સ્વીકારવાનો સમય જ નથી મળતો. એ તો બસ ડૂબી ના જવાય એના પ્રયાસોમાં તર્યા કરવાના શ્રમમાં જ રચ્યા પચ્યા રહે છે.
જ્યારે હું રહી સ્વશોધક !
માસ્ટરવર્ક ! ડૂબીને ય તરી જવાનું આવડે છે મને! આ સ્વશોધની પ્રક્રિયામાં થોડી જીદ્દી બની ગઈ છું એવું લોકોને લાગે છે પણ હકીકત તો તું જાણે છે ને ?
અગ્નિ, જળ, વાયુ,આકાશ અને પૃથ્વીતત્વના ગુણો ધરાવતો વ્યક્તિ મને મળી જાય તો હું તરત એને મારો ગુરુ માની લઉં. પણ ભીતરમાં સતત દીવો પ્રજવલ્લિત રાખી શકે, સતત અમીનીતરતી આંખોથી જ નિહાળે..જેની ચેતના ક્યાંય ના બંધાતી હવા સાથે જોડાયેલી હોય, આકાશની જેમ અફાટ, અસીમ હોય અને ગમે એટલી ઉંચાઈએ પહોંચીને પણ ફકત વિકસવાને જ મૂળકાર્ય સમજીને પણ પોતાના મૂળ તો જમીનમાં જ ખોડી રાખતો હોય એવો ગુરુ મળવો મુશ્કેલ છે અને એથી જ હું કોઇની વાત આસાનીથી માની નથી શકતી કે જે પણ વિચારું એ બધું કોઇને કહી નથી શક્તી. મારે તો હું ભલી ને મારો સખૈયો તું ભલો. મને તો તું કાયમ મારી આસપાસ સંપૂર્ણપણે ચેતનવંતો જ લાગે છે. તારી એ ચેતનાને કારણે જ આજે હું તને આ પ્રશ્ન પૂછી શકી છું કે, ‘રોજ રોજ નવા નવા ચહેરા દેખાય એ અદભુત વાત નથી ?’
અને પછી આંખો મીંચીને તારા ઉત્તરની રાહ જોવું છું. મને ખબર છે તું મારી વાત પર પહેલાં કાયમની જેમ હસીશ જ પણ પછી મ્રુદુ હાસ્યના ફૂલો વેરીને તું મને ઉત્તર પાઠવીશ જ. તારી પાસે મારી વાત માન્યા સિવાય કોઇ રસ્તો જ ક્યાં છોડું છું હું ! તને બાંધવા માટે મારી પાસે ‘લાગણીપાશ’નું એક અદભુત શસ્ત્ર જે છે .. હા, તો હવે તું શું કહે છે એ સાંભળવામાં ચિત્તને લગાવું છું.
હવાના ઝાંઝર પહેરીને રણઝણ ચાલે તું મારી પાસે આવે છે હું સાંભળી શકું છું. સૂર્યકિરણોની ગરમીમાંથી તારા નેહ-અમી પસાર થઈને આકાશના ફલક પર સતરંગી મેઘધનુ બનાવી દે છે અને એની પાછળથી તારી દિવ્યવાણીના સૂર રેલાય છે. તું પણ પાછો મોટો કલાકાર, તારી વાણીમાંથી મને એક જ જવાબ સંભળાય છે કે,
‘ આ બધી કડાકૂટ રહેવા દે ને સખી, બધી વાતોનો મર્મ જાણી લેવામાં કોઇ જ મજા નથી. જે જેમ છે એને એમ જ સ્વીકારીને શાંતિથી અચરજથી ભરપૂર જિંદગી જીવ ને ! શું કામ દરેક પ્રશ્નોના ઉત્તર શોધવાની પળોજણમાં પડવાનું !’
હા, હવે હું બરાબર સમજી ગઈ, આ સૃષ્ટીના અચરજને દિલ ખોલીને માણીશ અને ફકત માણીશ જ. એના રહસ્યોના તાગ મેળવવાનો પુરુષાર્થ કરીને એની સુંદરતા નહી મારી કાઢું !
રાતનો સમય હતો. રાત મને અમથીય ના ગમે એમાં પણ આજે અમાસ અને ખબર નહીં કેમ પણ સખા મને અંધારાની બહુ બીક લાગે. એમાં ય પાછું બહાર મૂશળધાર વરસાદ વરસી રહ્યો હતો. એના ટીપાં છજા પર પડવાથી એક વિચિત્ર ધ્વનિ ઉતપન્ન થઈ રહ્યો હતો. વરસાદ પાછો ડાહ્યો ડમરો થઈને નહતો વરસતો એ એની સાથે પેલા વાયડા પવનને ય લઈને આવેલો. બે ય ભેરુઓ આજે ભેગા થઈને જબરી ધમાલે ચડેલા ! બારીમાંથી આકાશમાં જોયું તો દિલ ધક્ક. વાદળાનાં ગગડાટ, ક્યાંક કોઇ કૂતરું રડી રહ્યું હતું, આકાશ તો જાણે મેશ આંજીને ડરામણા શણગાર કરીને બેઠેલું. અચાનક જ આકાશની છાતી ચીરીને એક તેજોમય રુપેરી લીસોટો ત્રાંસી ચાલ સાથે બહાર આવ્યો અને એના અવાજ કે આંખ આંજી દેતી રોશનીના ડરથી કે ખબર નહીં શું કારણથી – પણ મારી છાતીના પાટિયાં બેસી જતા લાગ્યાં અને મેં બારી બંધ કરી દીધી..ધડામ..!
કચકચાવીને આંખો બંધ કરીને પરાણે સૂવાનો પ્રયત્ન કરવા લાગી. પગની પાનીથી માથાના વાળ સુધી ઓઢવાનું ખેંચી લીધું અને થોડું ટૂંટીયું ય વળી ગઈ. ધીમે ધીમે શરીરની ધ્રુજારી બંધ થતી લાગી અને ખબર જ ના રહી ક્યારે આંખોમાં ઘેન અંજાઈ ગયું.
અચાનક અડધી રાતે મારી આંખ ખૂલી ગઈ પણ શરીર અને મગજ બે જાણે અલગ અલગ હતાં એવું અનુભવ થતું હતું. તીવ્ર પાણીની પ્યાસ અનુભવાતા મેં પાણીની બોટલ તરફ હાથ લંબાવ્યો પણ આ શું હું મારા હાથને હલાવી પણ ના શકી ! આ મારી સાથે શું થઈ રહ્યું હતું. ધીમે ધીમે મેં સ્વસ્થતા કેળવી અને મને ખ્યાલ આવ્યો કે આ બધું મારા ડરામણા સ્વપ્નનું પરિણામ હતું અને મને યાદ આવ્યું કે સપનામાં મેં એવો અનુભવ કર્યો કે તું મારી પાસેથી છિનવાઈ રહ્યો છે. દુનિયાના લોકો ભેગાં થઈને તને મારાથી દૂર લઈ જતાં હતાં, ખેંચી જતા હતા અને હું ચૂપચાપ , બેબસ થઈને એ જોઇ રહ્યાં સિવાય કશું જ ના કરી શકી.બહારની બધી ભીનાશ ભેગી થઈને બે પાંપણો વચ્ચેની ક્ષિતિજના કિનારે આવીને બેસી ગઈ અને ત્યાં અનરાધાર ચોમાસું બેસી ગયું.
‘સખા, આ શું ? મારા જીવનમાં તારું ‘હોવાપણું’ જ ના હોય તો હું કેમ ‘હોઇ’ શકું ? ‘ વિચારોને ય લકવો મારી ગયો.
શું અંદર કે શું બહાર – ચોમેર ઘોર અંધકાર ! અચાનક ભીની ક્ષિતિજ પર સૂર્યોદય થયો અને સપ્તરંગી મેઘધનુ ફૂટી નીકળ્યું. નજર ત્યાં સ્થિર થતાં જ મન મોર બનીને થનગની ઉઠ્યું…ઓહ આ તો મારો ‘સખૈયો’. મન થનગનાટ અનુભવતું હતું પણ તન ..ત્યાં કોઇ સંચાર નહતો થતો. આહ મારી મજબૂરી ! સખૈયા તારા ચાહનારાની આવી હાલત ? અને તું બોલ્યો,
‘સખી, કેમ આટલી ડરે છે ? એવું તો શું છે કે જે ગુમાવી બેસવાની બીક છે ?’
‘સખૈયા, તું બધું જાણીને ય અનજાન ! મારા સંધાય જીવનની મૂડી તું ને માત્ર તું, તું જ મારી પાસેથી છિનવાઈ જાય એ તો કેમ સહન થાય ? આ ડર મને પજવી રહ્યો છે એમાંથી મુકત કેમ થાઉં, એની પર કાબૂ કેમનો મેળવું ?’
‘સખી, આ અધિકારભાવના તારામાં ક્યાંથી આવી ગઈ ? તું તો કેવી પ્રેમાળ, દરિયાદિલ.’
‘આ ભાવ તો માત્ર તારા માટે જ. બીજી કોઇ જ વસ્તુ કે વ્યક્તિની મને ચિંતા નથી પણ તું…’
‘તને ખબર છે તારી આ અધિકારની ભાવના જ તારા ડરનું કારણ છે. ડરમાં એક વિચિત્ર પ્રકારની ઉર્જા હોય છે. તારી મારા માટેની આ સ્વામિત્વવાળી ભાવના છે એમાં જ આ ઉર્જા ગતિવાન. તું એ સ્વામિત્વની ભાવનામાંથી મુકત થઈ જા પછી જો એ નેગેટીવ ઉર્જા બધી પોઝિટીવ થઈને તને પ્રફુલ્લિત કરી મૂકશે. આઝાદીનું તો એક શાશ્વત સનાતન મૂલ્ય, તું તો આટલી જ્ઞાની તો મને કેમ બંધનમાં બાંધે છે ? એક વાર તેં જ મને ‘સહજ પ્રેમ’નો પાઠ શીખવાડેલો ને આજે તું જ ભૂલી ગઈ. પગલી ડર પર કાબૂ મેળવવા જઈશ તો એ ઓર વકરશે. મનુષ્યરુપે જન્મ લો અને ડરથી ડરો એ કેમ ચાલે ? ડર તો દરેકના જીવનમાં હોય જ. તું એની અંદર ઉતર, એને સમજ અને એમાંથી મુકત થઈ જા. તારી સલૂણી સમજદારી એ જ તારા ડરને ભગાડવાની ચાવી છે.માટે સમજદારીના નિયમ પર ચાલ અને ‘તું’ ‘હું’ ‘અધિકાર’ જેવા વિચારોથી પ્રદૂષિત ના હોય એવા ખુલ્લાં, અસીમ, અવ્યાખ્યાયિત નભના સ્વરુપે વિસ્તરી જા !’
‘ઓહ, કેટલી સરળ વાત, બધું જાણવા છતાં પણ હું આ બાલિશ અધિકારભાવનામાં તણાઈ ગઈ, અમથી જ ગભરાઈ ગયેલી. માફ કરજે મારા વ્હાલાં ! ‘
આટલા વિચાર સાથે જ તન – મન અને ઘરમાં कोटिसूर्यसमप्रभ ( લાખો સૂરજની જેવો પ્રકાશ) વેરાઈ ગયો.
સ્નેહા પટેલ.
Fear
It was night time. I don’t like Amathiya at night, but I don’t know why today, but Sakha, I feel very scared of darkness. It was raining heavily outside. Its drops falling on the roof made a strange sound. The rain didn’t come back because it was raining. The two wolves got together today and went on a rampage! It is heartbreaking to see the sky through the window. The roar of the clouds, somewhere a dog was crying, the sky seemed to be sitting on Mash Anji with a scary decoration. Suddenly a bright silver Lesotho came out of the sky with a slanted gait and for fear of its sound or eye-popping light or some other reason – but my chest began to sit up and I closed the window .. bang ..!
Crying, he closed his eyes and tried to sleep. Pulling the veil from the water of the feet to the hair of the head and twisting a little. Gradually the body began to tremble and I did not know when I felt drowsy.
Suddenly, in the middle of the night, my eyes were opened, but my body and my brain seemed to be very different. Feeling very thirsty for water, I reached for the water bottle but I couldn’t even shake my hand! This is what was happening to me. Gradually I recovered and realized that all this was the result of my nightmare and I remembered that in the dream I felt like you were being snatched from me. The people of the world would gather and take you away from me, pull me away and I could do nothing but watch it silently, helplessly. ‘Friend, what is this? If I don’t have your ‘being’ in my life, why should I ‘be’? The thoughts were paralyzed. Whether inside or outside – Chomer deadly darkness! Suddenly the sun rose on the wet horizon and a rainbow burst forth. As soon as the gaze was fixed there, the mind became bloated and woke up … Oh, this is my ‘Sakhaiyo’. The mind was feeling thunnat but tan..there was no communication. Ah my compulsion! Such is the condition of Sakhaiya your fans? And you said,
Sakhi, why are you so scared? What’s so significant about a goat’s head? ” ‘Sakhaiya, you are ignorant knowing everything! You are the only capital of my evening life, if you are snatched from me, why should it be tolerated? Why should I get rid of this fear that is bothering me, how can I overcome it? ‘ ‘Sakhi, where did this right-wing star come from? You are so kind, generous. ‘ ‘This price is only for you. I don’t care about any other thing or person but you … ‘ ‘You know that your sense of entitlement is the cause of your fear. Fear has a strange kind of energy. You have this sense of ownership for me, this energy is dynamic. If you get rid of that sense of ownership then all that negative energy will become positive and make you happy. Freedom is an eternal value, why do you bind me so wise? Once you taught me the lesson of ‘Sahaj Prem’ and today you forgot. If I go to overcome the step fear, it will turn ugly. Why be born as a human being and be afraid of fear? Fear is in everyone’s life. You get into it, understand it and get rid of it. Your sweet intellect is the key to banishing your fear. So walk on the rule of common sense and expand in the form of open, infinite, undefined nabhas that are not tainted with thoughts like ‘you’, ‘I’ and ‘rights’!’ ‘Oh, what a simple thing, despite knowing everything, I was overwhelmed by this childish sense of entitlement, terrified of us. Sorry my dear ‘ With all these thoughts, the body, mind and the house were scattered with millions of suns (like millions of suns). Sneha Patel.
સખૈયા..હે સખૈયા… કેમ છે ? અહીં તો રાતનો સમય છે. અમારા વિશ્વમાં તો તું જાણે ને – રાત પડે એટલે અંધારું જ થઈ જાય.આમ તો માંહ્યલી કોર જાતજાતનાં નૃત્યો થકી અંધારું તાંડવ ખેલતું જ હોય છે, પણ રાત પડે એટલે બહાર પણ અંધારુ થઈ જાય છે.
અત્ર – તત્ર સર્વત્ર અંધકાર.
અંધારામાં સામાન્યતઃ લોકોની આંખોમાં નિંદ્રાદેવી રુમઝુમતા પ્રવેશ કરીને પોતાનું શાસન સ્થાપી રુઆબ સાથે એમનો પ્રભાવ વિખેરવા લાગે ,પણ ખબર નહીં કેમ રાતના અંધારામાં મને તું સતત યાદ આવ્યા કરે છે! હું સતત એ અંધારામાં ઊંડી ઉતરીને તારો પ્રકાશ શોધવા મથામણ કરતી રહું છું. કોઇક વાર સફળ થાઉં છું ને કોઇક વાર નિષ્ફળ પણ જાઉં છું, પણ જ્યારે સફળ થઇ જાઉં ત્યારે જાણે જન્મારો સફળ થઈ ગયો એવું જ અનુભવું છું. આજે પણ અંધકારમાં મેં મારો એ પ્રયાસ ચાલુ કર્યોં. વિચારો બહુ વિચિત્ર હોય છે. જેટલાં દબાવીએ એટલાં વધુ જોરથી ઉથલા મારે ને મારા મગજમાં પણ આજે સવારે મેં જોયેલું એક દ્રશ્ય ઉથલો મારી ગયું.
સખા…લોકો કહે છે કે તું મંદિરમાં વાસ કરે છે, તે હેં – આ વાત સાચી કે ? અમારા ઘરની નજીક એક નવું મંદિર બન્યું હતું. હું બહુ દિવસથી ત્યાં ‘જઉં જઉં’ કરતી હતી પણ મેળ નહતો પડતો. આજે સવારે એ કામ પૂરું કર્યું. વહેલી સવારના ઊઠીને ઝાકળભીનાં વાતાવરણમાં હું મંદિરે ઉપડી જ ગઈ . સૂર્યદેવતાના કોમળ કિરણોમાં ચોમેર વાતાવરણ પણ પ્રફુલ્લિત જણાતું હતું જાણે આગલા દિવસના ઘોંઘાટનો થાક ઉતારીને આળસ મરડીને ના બેઠું હોય! આસોપાલવ, મોગરો, રાતરાણી જેવા વૃક્ષોના પાંદડાની ઝીણી ઝીણી મર્મર પણ સાંભળી – અનુભવી શકાતી હતી. ઠંડી ને નિર્મળ હવાનો સ્પર્શ થતાં રોમે રોમે ટેકરીઓ ઉપસી આવતી હતી – મનમાં આનંદના ઝરાં ફૂટી નીકળતાં હતાં. હું મારા સખાને મળવા જતી હતી ને !
મંદિરમાં તો તને આ લોકોએ કેદ કરીને રાખ્યો હશે એટલે મૂર્તિરુપે તો તું ત્યાં મળી જ જઈશ એવો વિશ્વાસ હતો. નહીંતર તું તો રહ્યો મારો મનમોજી મિત્ર – લાખ કાલાવાલા કરું તો ય ના આવે અને ફકત આંખ મીંચીને તને વિ્ચારી લઉં તો ય તું સાક્ષાત આવીને ઉભો રહી જાય.
મંદિરનું પ્રવેશદ્વાર અદભુત હતું. આરસમાં ઝીણી ઝીણી કોતરણી અને એમાં લાલ – લીલાં – ભૂરાં રંગો પૂરેલા હતાં. લાકડાંના નકશીકામવાળા મોટાં મસ કમાડમાં પિત્તળના ચકચકીત કડાં લટકતાં હતાં. મંદિરમાં અંદરની બાજુ ચોતરફ આરસ જ આરસ – શ્વેત ધવલ આરસથી સમગ્ર વાતાવરણ નિર્મળ ને પવિત્ર લાગતું હતું. છત પર ષટકોણની ડિઝાઈનમાં કાચ જડેલાં હતાં ને એની ફરતે લાલ ભૂરાં કલરની કોતરણીવાળાં લાકડાં. બે ખૂણામાં બે તોતિંગ ઘંટ લટકતાં હતાં અને સામે જ ભંડારાની પાછળ તું બિરાજમાન હતો..અહાહા.. મારો સખા સાક્ષાત! ગુલાબ, જાસૂદ, મોગરો જેવાં ફૂલોની ચાદર પર ધૂપસળીની ધૂમ્રસેરમાંથી તારા મુખારવિંદની આછી ઝલક જોવા મળી જ ગઈ. તારા મસ્તકની ફરતે અનોખી આભા નિહાળી આંખમાં હર્ષ, સંતોષના આંસુ આવી ગયા.
સખૈયા, એ ક્ષણે મને અફસોસ પણ થયો કે, “હું રોજ તારા દર્શન માટે અહીં મંદિરમાં કેમ નથી આવતી ?” આ વાતાવરણ કેટલું પવિત્ર , અલૌકિક છે અને શ્રધ્ધાથી મારી આંખો બંધ થઈ ગઈ , બે હાથ જોડાઈ ગયાં. મનનો તાર તારા તાર સાથે સંધાન કરવા જ જતો હતો ને મારું ધ્યાન ભંગ થઈ ગયું. બાજુમાં જ એક બેન એમના હાથમાં રહેલા પરચૂરણ સિક્કાં એક એક કરીને ભંડારમાં ખડકતાં જતાં હતાં. સિક્કાં ખલાસ થઈ જતાં એમણે એમના પર્સમાંથી સો સોની થોડી નોટ કાઢી અને મંદિરના એક એક ખૂણે જ્યાં પણ મૂકી શકાય ત્યાં એ નોટ મૂકવા લાગ્યાં. એમની ભક્તિથી દિલ ગદ ગદ થઈ ગયું.
‘દાનવીર કર્ણ.’
ત્યાં તો એ શેઠાણીએ એમની બાજુમાં રહેલાં ડ્રાઈવર જેવા માણસને મોકલીને એમની ગાડીમાંથી પૂજાપાનો મોટો થાળ મંગાવ્યો જેમાં ચુંદડી, પ્રસાદ ને સોના ચાંદીના દાગીના સુધ્ધાં હતાં. મંદિરમાં રહેલાં દરેક માણસની આંખો એ બેન પર સ્થિર થઈ ગઈ હતી. પૂજારી પણ એમના વૈભાવ, રુઆબથી ચકાચોંધ થઈને એમના ભણી દોડી ગયો અને તારા દર્શન માટેની લાઇનમાં ઉભા રહેલા લોકોને તદ્દન અવગણીને શેઠાણીજીને ‘આવો આવો’ કહીને આવકારવા લાગ્યો.
એનું વર્તન જોઇને મને એ ના સમજાયું કે એ પૂજારી માટે તારું સ્થાન ઉંચુ હતું કે પેલા શેઠાણીનું ? મારાથી તારી આ અવહેલના સહન ના થતાં હું તો તરત જ ત્યાંથી નીકળી ગઈ. એ અકળામણ અત્યારે રાતે મને સૂવા નથી દેતી. સખૈયા, મંદિર – એ દર્શન માટેની જગ્યા છે કે પ્રદર્શન માટેની ? મંદિર તો સ્વચ્છ અને પવિત્ર હોય એટલું જ કાફી છે ને ! વળી સાચા દિલથી જે પણ તારા શરણમાં આવતો હોય એના કપડાં – ઘરેણાં – ગાડીને કેમ પ્રાધાન્ય અપાય છે ? હૈયાનાં અત્તરથી મઘમઘતો માનવી આમ હાંસિયામાં ખસેડાઈ જાય અને ખોટા સિક્કાં જેવા માનવીઓ વૈભવના નકલી અજવાળાથી ચળક ચળક થયા કરે.. ઉફ્ફ..સખૈયા – તારા રાજમાં આવો અન્યાય ! આ બધું તું કેમ ચલાવી લે છે ? આંખો હવે ઘેરાઈ રહી છે. મગજ થોડું થોડું સૂન્ન થતું જાય છે. લાગે છે સજાગતાનો દોર પૂરો થવાની અણી પર છે. એક કામ કર સખૈયા – હવે તું મને સ્વપ્નમાં જ મળજે અને ત્યાં આવીને મને મારા આ સવાલનો ઉત્તર આપજે. હું રાહ જોઉં છું હાં કે.. સ્નેહા પટેલ.
वह आत्मा जो सदैव भगवदभक्ति में लीन रहती है, उसे दुख दर्द कभी नहीं सताते है !
-ઋગવેદ.
સખૈયા, સાંભળ્યું છે કે ભાષા એ સંવાદની મહત્વની કડી છે, પણ હું તો કાયમ મને જે પણ ભાષા આવડે છે એમાં જ તારી સાથે બોલું છું, કશું જ નવું શીખવાનો પ્રયત્ન સુધ્ધાં નથી કરતી ! ઘણીવાર તો બોલી લીધા પછી મને ખુદને એની વાક્યરચનામાં પણ ભૂલ લાગે છે. લાગે છે કે, મારે જે કહેવું હતું એ વ્યવસ્થિત રીતે કહેવાયું જ નથી, વળી જે કહેવું હતું એ કહેવાયું જ નહીં તો તું એ વાત બરાબર સમજીશ કેમનો ? આંખોમાં દ્વિધા આંજીને હું તારી સૂરત સામે નજર કરું છું અને મારી બધી ચિંતા – દ્વિધાની ભૂલ-ભૂલામણી સરળ થઈ જાય છે. એની પાછળ એક જ કારણ છુપાયેલું હોય છે અને એ છે ફક્ત તારું સુમધુર, નયનાકર્ષક સ્મિત અને તારી સ્નેહાંજનવાળી નજર !
નવા માટલામાંથી ધીમે ધીમે પાણી ઝમ્યાં કરે અને પછી એનું પાણી મીઠું ને મધુરું લાગે, એના સ્વાદની તોલે કોઇ પણ ફ્રીજના પાણી કે રંગબિરંગી શરબતો પણ ના આવે પણ તારી નેહભરી નજર તો એ મીઠા મધુરા શીતળ પાણી કરતાં પણ વધુ આહલાદક, અવર્ણનીય હોય છે, ઝમ્યાં જ કરે..ઝમ્યાં જ કરે ! તારા બંધ હોઠના નાજુક સ્મિત પાછળથી મને દિવ્યવાણી સંભળાય છે અને ખ્યાલ આવી જાય છે કે તું મારી બધી ય વાતો બહુ સરળતાથી સમજી ગયો છે – જે વ્યવસ્થિત બોલાઈ શકાઈ નહીં, બરાબર સમજાવી શકાઈ નહીં અને હદ તો એ કે જે અનુભવાયેલી અને જેને અનુરુપ શબ્દો ના મળતાં ફકત દિલમાં જ ઉગીને રહી ગઈ – મુખમાંથી બહાર જ ના નીકળી શકી એ વાત પણ તું સરળતાથી અને અદ્દલ એના મૂળ અર્થમાં જ સમજી જાય છે.
તો દુનિયામાં ભાષાઓનું જે મહત્વ ગણાવાયું છે એ સાવ નક્કામું જ કે ?
પાંદડા ઉપરનું ભીનું – ઠંડું – મોતી જેવું ચમકતું ઝાકળ મને તારી મમતાનો અનુભવ કરાવે છે. પવનમાં ડોલતાં ઝૂમતાં વૃક્ષના પાંદડા, ફૂલ , ફૂલની આસપાસ ફરતાં ભ્રમરો, અલબેલા રંગીન પતંગિયાઓ થકી તારી મસ્તી હું બરાબર સમજી શકું છું. ઉંચા પહાડ પરથી નીચે પછડાતાં ઝરણામાં તારો આદેશ અને એ જ ઝરણું નદી બનીને ખળખળ વહેતા વહેતી દરિયા તરફ આગળ ધપે છે ત્યારે મહાન સમર્પણનો પાઠ શીખી શકું છું. સૂર્યનો અનુવાદ દિવસ અને ચંદ્રનો રાત થાય એ સમજણ તો મારામાં જન્મજાત જ હતી. રોજ રાત પડે સૂઇ જવાનું ને દિવસ ઉગે એટલે ઉઠી જવાનું, આ સંવેદનોની ભાષા તો હું તારી પાસે હતી ત્યારની શીખી ગયેલી, કડકડાટ ગોખી ગયેલી.
આપણી વચ્ચે લાગણીનો નિરાકાર સેતુ છે જેની પર ચાલવા માટે શુધ્ધ પ્રેમથી વધુ કોઇ જ આવડતની જરુર નથી પડતી. વળી એ આવડત મેળવવા કોઇ મોટી હાઈ- ફાઈ સ્કુલોમાં એડમીશન નથી લેવા પડતાં કે કોઇ મોટી મોટી ડિગ્રીઓની પરીક્ષાઓ પાસ નથી કરવી પડતી, એ તો મગજને સાવ તળિયા સુધી ખાલી કરી, દિલમાં ઠસોઠસ તારી યાદ ભરી, બે હાથ જોડીને આંખ બંધ કરવાની એટલે આપોઆપ આવડી જાય છે. કોઇ જ ભ્રમ કે અણસમજને ત્યાં સ્થાન નથી. ત્યાં તો ‘જે છે એ જ છે’ ને કશાથી એને જુઠલાવી જ ના શકાય એવું જ કંઇક છે. આ અનુભવ એકલતાના વનમાં ફરતાં સાંભળવા મળતાં પક્ષીના ટહુકા જેવો મીઠો છે. અધૂરપને કોઇ સ્થાન નથી, સ્થાન છે તો ફક્ત મધુરપને જ ! એ સ્થળ -કાળમાં એક જ વિચાર આવે કે અત્યાર સુધી જે પણ મળ્યું, જે પણ માણ્યું આ સમય એનાથી ક્યાંય આગળનો અદકેરો છે, અદભુત છે. જીવનમાં એ સમયે સતત કંઇક ઉમેરાતું જ જાય છે, બાદબાકીઓની બાદબાકી થઈ જાય છે ને ચિંતા -પીડા -દુઃખના ભાગાકાર ! તને લખતી નથી છતાં તું લખાઈ જાય છે, મારામાં દૂર સુદૂર અનહદ ફકત તું જ તું વિસ્તરાઇ જાય છે. કશું ય બોલાયા વિના મારામાં તારા પડઘા પડે છે. તારી સાથે સંધાતી તાદાત્મયની ક્ષણો પછી એમ થાય છે કે , ‘ વ્યક્ત થવા ભાષાની ક્યાં કોઇ જરુર જ છે ? એ તો દુનિયાના લોકો બસ એમ જ…’ -સ્નેહા પટેલ.
છેલ્લાં એક વર્ષથી કોરોનાકાળમા લોકોની જે હાલત છે એ જોઈને મને કાયમ અમે student હતા એ સમય યાદ આવે.
અમે ‘અનામત આંદોલન’નો ત્રાસ બહુ વેઠયો છે એ પછી મને અનામત શબ્દથી ચીડ ચડવા લાગેલી જે આજ સુધી બરકરાર છે. એટલે જ હું કાયમ સ્ત્રી છું માત્ર એ કારણથી કોઈ સ્પેશિયલ ફેસિલિટી આપે તો એ નથી સ્વીકારતી…એ અનામત મને અપમાન જેવી લાગે છે. ખેર, એ એક આડવાત, મુખ્ય તો અમે જીવનનો એ સુંદર સમય થોડા ઘણા આવા સંકટ સિવાય હસતા રમતા પસાર કરી ગયા અને જીવનના ચાર દસકા ક્યાં વહી ગયા એની ખબર જ ના પડી અને આજે…
આજે અમારા સંતાનો બે બે દસકામાં તો જીવનની કેટલી કટુતા જોઈને , સહન કરીને જીવે છે. જન્મ્યા ત્યારથી જ ભૂકંપ, પછી સુનામી…ડેન્ગ્યુ, કોરોના જેવા અનેકો જીવલેણ જાત જાતના નવા રોગો, ક્વોરેટન્ટાઈન, એકલતા,સાવચેતી, અનેક નજીકના લોકોના ફટાફટ મોત , દર્દ…ઉફ્ફ. . ભયંકર સ્ટ્રેસ વચ્ચે આ પ્રજા ઉછરી રહી છે. મને યાદ છે કે તાવ એટલે માત્ર મેલેરિયા જ હોય એ સિવાય કોઈ રોગનું નામ સુદ્ધા મેં નહોતું સાંભળ્યું અને એ 3 દિવસમાં ફેમિલી ડોકટર હિમતલાલની બે ગુલાબી ને ઘોળી ટિકડીઓ ખાઈએ એટલે મટી જાય. મેં મારા જીવનમાં પ્રથમ બ્લડ ટેસ્ટ મારી પ્રેગ્નન્સી વખતે કરાવેલો… પ્રેશર પણ એ જ વખતે ને એ પછી પણ ખબર નહિ ક્યારે કરાવ્યો હશે…જ્યારે આજે વાત વાતમાં બ્લડ ટેસ્ટ, એક્સરે વગેરે ચણા મમરા જેટલા સહજ. હા, અમે નાસ્તામાં ચણા મમરા મોજથી ખાતા ને આજની પેઢીને એમા ખાસ રસ નથી હોતો એ વાત અલગ છે. પણ આટ આટલા માનસિક, શારીરિક પ્રેશરમાં ઉછરતી પેઢીને જોઈને દયા આવે છે. આ સ્માર્ટ પેઢીને બધું ફટાફટ જોઈએ છે, એ મેળવવા ગમે એ પ્રકારની મહેનત કરવા પણ એ લોકો તૈયાર હોય છે પણ આ કુદરત એમાં રોજ નવા નવા હર્ડલ ઉભા કરવામાં માહેર થતી જાય છે. જોકે નવી પેઢી ખૂબ જ સમજદારીથી આ મુશ્કેલીમાંથી માર્ગ કાઢતી જાય છે, પણ આટલી નાજુક ઉંમર આવા અનુભવો માટે થોડી છે ભગવાન ! આ બચુકડાઓએ તો અત્યારે પાંખોમાં પૂરજોશમાં હવા ભરીને આકાશમાં ઉડવાનું હોય, પાણીમાં ડૂબકીઓ લગાવવાની હોય, બિનદાસપને રખડવાનું હોય, સપ્તરંગી સપના જોવાના હોય એ પૂરા કરવા મચી પડવાનું હોય….કેટકેટલું હોય…!
બીજા તો ઠીક પણ કુદરતસર્જિત આ છેલ્લી આફત હોય એમના જીવનની એવી ઈચ્છા રાખું છું.
તરવરિયણ, સ્વપ્નિલ, મસ્તીભરી જુવાની જુવાન રહે,અકાળે ચીમળાઈ ના જાય પ્રભુ…થોડું ધ્યાન રાખજે એમનું હવે.. અસ્તુ. -સ્નેહા પટેલ. Https://akshitarak.wordpress.com
દર વર્ષે તું કેટલી આતુરતાથી રાહ જોતી આ દિવસની…ક્યારે 15 એપ્રિલ આવે અને ક્યારે તું અમને બધાને જમવા બોલાવે, અને અમે પણ બધા ભેગા થઈને તને સરસ મજાની ગિફ્ટ આપીએ ને તારા હાથની રસોઈ ખાઈએ એની રાહમાં જ હોઈએ..
આજે ફરીથી એ સુંદર મજાનો દિવસ આવ્યો છે ને આજે ફરીથી તને બહુ બધા hug and kisses.
એક.. બે…ત્રણ.. ચાર…બસ…હું હવે નથી ગણતી કે તું અમારી વચ્ચે નથી એને કેટલો સમય થયો છે. તારી સાથે વિતાવેલી સરસ મજાની યાદોનું ઓશીકું બનાવીને કાયમ એના પર સૂઈ જાઉં છું ને તારા ખોળા જેવી હૂંફ અનુભવું છું. મારામાં Imaginationની જે તીવ્ર શક્તિ છે એ આ બધામાં મને બહુ જ મદદ કરે છે.
હું તારા વ્હાલથી ભરપૂર સઁતોષ મેળવી અને સ્વસ્થ થઈ જાઉં છું ને પછી હકીકત સ્વીકારવા મજબૂત થઈ જાઉં છું. મનોમન તારો રૂપાળો, ગરવિલો ચહેરો યાદ કરીને મારા દિલના તાર હું તારી સાથે જોડીને તું જ્યાં પણ હોય ત્યાં સુધી મારો પ્રેમ વ્હેવડાવું છું. મને નથી ખબર તું આકાશના કરોડો, ખરબો તારાઓમાં વસેલી છે કે પછી મારી આજુ બાજુના કોઈ સુગંધી ફૂલની ખુશ્બુમાં ..કે પછી કોઈ પણ બીજા જીવમાં…મને ફક્ત એટલું ખબર છે કે તારો ને મારો સ્નેહ- સેતુ મજબૂત,અખંડ અને અમર છે. મારા સ્નેહનું વહેણ કાયમ તારા ને તારા તરફ જ રહેવાનું અને એમાં એટલી તાકાત છે કે ખુદ ઈશ્વર પણ એના કવચની સામે બેબસ થઈ જશે અને તને સુંદર જીવન આપવા મજબૂર થઈ જશે.
બસ ત્યારે … તમે આમ જ હસતા,રમતા ને ખુશ રહો મમ્મીજી.
ફેસબુક, વોટ્સઅપ ચેટ.. આ બધામાં જેટલી મજા છે એટલો કકળાટ પણ છે. તમે લખો કશુંક ને સામેવાળો સમજે કશું. વળી તમે ય તમારી ક્ષમતા અનુસાર જ લખ્યું હોય એટલે હકીકત શું હોય એની તો કોઈને ખબર જ ના પડે!
આમ ને આમ વાતો ગોળગોળ ફરતી જાય..ફરતી જાય અને લોકોના મગજ વલોવતી જાય અને પરિણામે ઢગલો ગેરસમજોના વમળ સર્જન કરતી જાય છે. રોજ નવા મિત્રો (!) બને અને ઢગલો જૂના મિત્રો સાથે ખટરાગ થાય. કોઈ જ કારણ વિના અનેકો લોકો સાથે ઝગડા થઈ જાય, અહમ છન્છેડાઈ જાય.
સમય પસાર કરવા પસંદ કરેલું માધ્યમ તમને સતત પોતાની મોહજાળમાં વ્યસ્ત રાખતી જાય છે. તમે એના મોહપાશમાં ક્યારે બંધાઈ જાઓ છો એની તમને ખુદને જાણ નથી થતી. વળી આસાનીથી, મરજી અનુસાર જેની સાથે વાત કરવી હોય એ પસંદગી તો હાજર જ હોય એટ્લે મગજમાં આવે ને વિચાર્યા વિના તરત બોલી કાઢવાનું ‘કુ-વરદાન’ મળી જાય છે.
વણજોઈતા વિચારોના ઘોડાપૂર સતત ચાલ્યાં જ કરે છે, ચાલ્યાં જ કરે છે. વળી જ્યાં યોગ્ય વિચારની જરૂર હોય એવા કામ ધંધા કે સામાજીક પ્રસંગો વખતે મગજ સાવ જ બંધ પડેલી હાલતમાં હોય છે. ચાવીઓ માર્યા જ કરો, માર્યા જ કરો પણ જોઈએ એવી તરવરિયણ ‘kick’ વાગતી જ નથી.
સૃષ્ટિનો ‘સર્કલ’નો નિયમ ખૂબ સરસ છે. હરીફરીને લોકો એના ઉદ્દભવસ્થાને પાછા જરૂર પહોંચે જ છે.
કોરોનાની અસરમાં અમદાવાદના સોલા હાઇકોર્ટની મકાઈની લારીવાળાઓ પણ સૂના સૂના..રવિવારની સાંજ અને મકાઈની લારી પર યારો દોસ્તો સાથે ગપ્પાં મારતાં અમદાવાદીઓ ઘરના ખૂણામાં બેસી ગયા છે. કાયમ ધમધમતો ધંધો અત્યારે સાવ ઠંડો. મારું શહેર ક્યારે નોર્મલ અને ભયહીન થશે ?
સાહિત્યજગતમાં હોવું એટલે એકબીજાની ખોદણી, પગખેંચાઈ, ઈર્ષ્યા, પગચાટણી, સ્ટેજ – નામ માટે કાવાદાવા કરવાના બદલે નવું લોકોપયોગી સર્જનકાર્ય કરવું એ મુખ્ય કાર્ય /ફરજ સમજુ છું.
થોડાંક જ સ્ટેજ -મેળાવડાંઓના અનુભવો પછી એનો મોહ સાવ ઉતરી ગયો મને. ત્યાં જઈને નેગેટિવિટી ભેગી કરવી એના કરતા ઘરમાં બેસીને સર્જનકાર્ય કરવુ વધુ પ્રિય. મેડલોની ખેવના ય નહીં એટલે આવા પ્રોગ્રામોની કોઈ જ જરૂરિયાત નહીં મારે. વાંચનારા મને શોધીને વાંચી લે જ છે ને ઉમળકા ભર્યો પ્રતિસાદ પણ આપી દે છે..આપણે રાજી રાજી
મારા લખાણની પ્રોસેસ વિચારતા એવું લાગ્યું કે હું ફટાફટ કોઈને સંભળાવી દેવા કે બતાવી દેવા ઉતાવળમાં બોલવાનું મોટાભાગે પસંદ ન કરું. સામેવાળાને બોલીને ( ઘણી વખત મજાકના નામે ટોન્ટ પણ હોય ) એ બોલીને ખુશ પણ થવા દઉં.. મને એમની એ વિચિત્ર ખુશીથી કોઈ ફરક નથી પડતો…મારું ખરું કામ તો એમના બોલાઈ લીધા પછી એમના વર્તન પર વિચાર આવે ત્યારે ચાલુ થાય છે ને પછી એના પર લખાય છે. બાકી મારી સૌથી મોટી પ્રશંસક કે ટીકાકાર હું પોતે જ છું એ ઘણી વખત કહી ચુકી છું. વળી મારું સત્ય મારા પોતાના માટે જ સત્ય હોય છે, બીજાઓ પણ એવું માને એવો દુરાગ્રહ ક્યારેય નથી સેવ્યો !
“60 રૂપિયાની લોઅરની ટિકિટ લઈને શૉ શરૂ થવાનો હોય ત્યારે પ્લેટિનમ ની સીટમાં જઈને બેસી જાય છે અને ડોરકીપર ના પાડે ત્યારે સિનિયર સિટીઝનનો કૈક તો વિચાર કરો..એમને પગની તકલીફ છે તો અહીં લોઅરમાં પગ કેવી રીતે સેટ કરશે ? થોડો તો વિચાર કરો તમે..”
‘મહિલા દિન’ની ઢગલો શુભેચ્છાઓ આજે મોબાઈલની ટોકરીમાં ભરાઈ ગઈ છે. અમુક વાહિયાત..કોપી..પેસ્ટ,સમજ વિનાની તો અમુક સાચે દિલને સ્પર્શી જાય એવી મુલાયમ , સ્પેશિયલ મારા માટે લખાયેલી પર્સનલ ટચ્ચ વાળી,સંયમ સાથે ખુલ્લા દિલથી લાગણી વહાવતી પોસ્ટ મળી..એમને દિલથી સલામ !
અચાનક આજે દુનિયાની દરેક નારી કોઈ જ સ્પેશિયલ કાર્ય કર્યા વિના એકાએક મહાન થઇ ગઈ હોય એવું અનુભવાય છે. હસવા સાથે દયા પણ આવે છે. જેટલી જલદી ઉપર ચઢશો એટલી જ જલ્દી ને તીવ્રતાથી કાલે પાછા જમીનને શરણ થઇ જાઓ એવો કુદરતી નિયમ યાદ આવી ગયો.
ઈશ્વરદત્ત સૌંદર્યના ગુણ ગાવા, ખોટી જગ્યાએ ખોટો ઉપયોગ કર્યા વિના તમે જાતે મહેનત , બુદ્ધિ અને સેલ્ફકોન્ફિડન્સથી તમારી અંદર શું વાવ્યું,ઉગાડયું ને લણ્યું એ વિચારો..ને પછી યોગ્ય લાગે એનો મહિમા કરો.
સ્વતંત્રતા એ કોઈના આપી દેવાથી મળી જાય એવી સ્થિતી નથી.તમારે જાતને એને લાયક બનાવવી પડે, પચાવવી પડે અને પછી એનો મહિમા કરતા શીખવાનો હોય. આટલું શીખી લીધા પછી તમને ક્યારેય તમારી ઈચ્છા, સ્વતંત્રતા ઉપર કોઈની પણ મંજૂરીના થપ્પાની કદી જરૂર નહિ પડે. એ કમાયેલી સ્વતંત્રતા એવી વિશાળ હશે કે એ સમજણનો ભવ્ય વારસો તમે તમારી આવનારી સાત પેઢી સુધી તો ચોક્કસ આપી શકશો !
અરે હા..આજકાલ સેનેટરી પેડ ‘ઈનથિંગ’ છે. એનું ય સ્વતંત્રતા જેવું જ. તમે હાથમાં પેડ લઈને ફોટા પડાવો છો. ભલે…પબ્લિસિટી, અવેરનેસ, પણ એ વાપર્યા પછી એનો યોગ્ય નિકાલ કરવામાં શું તકેદારી રાખવાની, એનો યોગ્ય નિકાલ એ તમારી જવાબદારી એવી સમજ આપો છો ?એ યોગ્ય નિકાલ ના થયેલ પેડનો કચરો કેટલું પોલ્યુશન ફેલાવે એનો અંદાજ પણ હોય છે તમને ?
પૂરતી સમજણ વિનાની સ્વતંત્રતા બધે નક્કામી જ નહિ છે પણ અધકચરા જ્ઞાનની જેમ હાનિકારક છે દોસ્તો.
હું ભગવાનનો આભાર માનીશ કે એણે મને દીકરો આપ્યો છે. મારેતો એક તન – મનદુરસ્ત સંતાન જોઈતું હતું, દીકરો કે દીકરી જે પણ હોય – મા બની શકવાનું સદ્ભાગ્ય એ ભગવાનના આશીર્વાદ. એક જ સંતાન બસ !
આજે જયારે આવા વેવલા મેસેજીસ વાંચીને મારો અતિસ્માર્ટ અને અતિલાગણીશીલ -સ્ત્રી દાક્ષિણ્યથી છલોછલ દીકરો આજના દિવસ પ્રત્યે ઘોર નારાજગી વ્યક્ત કરે છે ત્યારે હું નારી તરીકે અટકીને એક મા તરીકે વિચારવાનું ચાલુ કરું છું,
આનો મતલબ એમ નહિ કે પુરુષોને બધું માફ, બધી !
છૂટ ! 😃
એમણે પણ બધી બાબતમાં સ્ત્રી નીચે જેવી માનસિકતા બદલવી જ રહી. નહિ બદલે તો એ પણ પસ્તાશે નક્કી. આજની સ્ત્રીઓ વધુ ને વધુ સ્માર્ટ, ઈન્ડિપેન્ડન્ટ અને પ્રેક્ટિકલ થતી જાય છે. શહેરોમાં શરૂઆત થઇ ચુકી છે, ગામડાં સુધી પણ ધીમે ધીમે એ વાયરા
ફૂંકાશે જ.
ટૂંકમાં કહું તો આ સમયની આંધીમાં સ્ત્રી પુરુષ બંને એ પૂરતો વિવેક અને સંયમ રાખીને એક તંદુરસ્ત સમાજ સ્થપાય એવા સાથે મળીને પ્રયત્નો કરવાના છે. એકબીજાની સામે પડવું બહુ સરળ છે પણ એકબીજાની સાથે ગરિમા પૂર્વક જીવવું બહુ અઘરું. આપણી દિશા કોઈનું મનોબળ તોડવાની કે નીચા દેખાડવાની ના જ હોય એનું ધ્યાન દરેકે રાખવું જ ઘટે.!
મોબાઈલમાંથી આટલું જ લખી શકી..થાકી ગઈ આંગળીઓ , તો અટકું 😃😃😃
વિશ્વાસ છે મારી વાત પાર દરેક મિત્ર એક વાર વિચારશે જ.
-સ્નેહા પટેલ.
9-3-2018
સખા, પ્રેમ એ શબ્દ તેં સાંભળ્યો છે કદી ? સાંભળ્યો તોઅનુભવ્યો છે ખરો ? પ્રેમ એ એક આહલાદક, અવર્ણનીય સ્થિતીછે. જેમાં તમે તમારી ગમતી વ્યક્તિના વિચારોમાં જ રમમાણરહો. દિવસ, રાત જેવા કોઇ જ કાળનું ધ્યાન ના રહે. ઉંઘમાં યજાગો ને જાગતાં હોવ ત્યારે જ એક ઘેનમાં જ રહો. તમારી નજરસમક્ષ તમારા પ્રિયતમનો ચહેરો ઇન્દ્રધનુષી રંગ સાથે રમ્યા જકરે. બસ, મારી ખરી મૂંઝવણ અહીંથી જ શરુ થાય છે પ્રિય !
મેં તને સદેહે તો કદી જ જોયો નથી. તારી ફરકતી પાંપણ, હોઠપર રમતું મુલાયમ સ્મિત, તારા સુંવાળા, વાંકડિયા ઝુલ્ફોની હળ્વીહળ્વી ફરફર, તારી નજરમાંથી નીતરતા અમી …આ બધું તો મારીરોજબરોજની કલ્પના મુજબ બદલાતું રહે છે. એમાં મારા મનનીસ્થિતી બહુ અગત્યનો ભાગ ભજવે છે. હું ખુશ હોવું છું ત્યારે તુંબહુ જ રુપાળો લાગે છે – દુનિયાનો સૌથી સુંદર – સુંદરતમ
પણજ્યારે હું ઉદાસ હોઉં છું ત્યારે તારી નજરમાંથી મારે ભોગવવીપડતી તકલીફોના અંશ ટપકે છે, તારા લીલાછમ અધરની મધુરલાલી સાવ ફીકાશ પકડી લે છે, સાવ સપાટ – દુનિયાની સર્વખુશીઓથી જોજનો દૂર હોય એવી દશામાં વંકાઈ જાય છે. આબધું શું મારા મનનો ભ્રમ જ હશે કે ? કારણ તો એ જ કે મેં તનેમાનવસ્વરુપે જોયો જ ક્યાં છે ! હું તો તારા પ્રત્યેના અદમ્યઆકર્ષણથી અભિભૂત થઈ જાઉં છું અને પછી તો મને કશું ભાનજ ક્યાં રહે છે ! મારી મનઃસ્થિતીનો તારી મૂર્તિમાં કાયમ પડછાયોપડે છે. આમ તો મને ખબર છે કે હું તને કાયમ પથ્થરની મૂર્તિમાંજ શોધવાનો યત્ન કરું છું. મારા એ પ્રયાસોમાં,વિચારધારામાં હુંકેટલા અંશે સાચી, કેટલા અંશે ખોટી છું એની કોઇ જ જાણકારીમને નથી. વળી હું રહી ભારે ગુમાની ! દુનિયાવાળા સમજાવવાઆવશે તો પણ હું એમની વાત કાને નહીં ને નહીં જ ધરું. મનેસમજાવી શકવાની શકવાની તાકાત જો કોઇમાં પણ હોય તો એફકત અને ફક્ત તારામાં જ છે બાકી કોઇ કાળામાથાનો માનવી, કોઇ માઈનો લાલ એ માટે સમર્થ નથી. પણ તું મને સમજાવવાઆવે એટલો સમય જ ક્યાં છે તારી પાસે . તારે શિરે તો આખીદુનિયાનો ભાર, મારા જેવી કેટલી ય ભગતના મૂડ સાચવવાનીચિંતાનો તાજ છે. હું તારી મર્યાદા સમજી શકું છું અને વર્ષોથી એમર્યાદાને માન આપીને સ્વીકાર કરતી આવી છું. પણ ઘણી વખતમન થઈ જાય છે કે તને મારી સામે ઉભેલો , સદેહે જોવું. તું તોમર્યાદા પુરુષોત્તમ છું, તને આ મર્યાદાઓની મર્યાદા શું કામ નડવીજોઇએ. ના, તને જીવથી ય અદકેરો ચાહનારા માટે આવી બધીમર્યાદા નડતી હોય તો તું ભગવાન હોઇ જ ના શકે. મારી શ્રધ્ધાથીઘડેલી તારી કલ્પના – મૂર્તીમાં આ મર્યાદા શબ્દ ‘ખંડન’ સમો લાગેછે. હું આખરે એક માણસ છું, સાવ જ સામાન્ય માણસ. તું મારીપાસે, મારી કલ્પનાશક્તિ પાસે, મારી શ્રધ્ધા પાસે ગજા બહારનીઅપેક્ષાઓ ના રાખ અને મને દર્શન આપી દે. બની શકે તારા દર્શનમાટેના મારા આ ટળવળાટમાં હું તને સ્વાર્થી લાગુ, પણ તને સદેહેજોવા મળવાનો લહાવો મળતો હોય તો મને એ ‘સ્વાર્થી’નું બિરુદપણ માન્ય છે દોસ્ત. કમ સે કમ તને એક વાર સદેહે જોઇશ પછીમને મારી કલ્પનાને હકીકતનો ઢોળ તો ચડશે. મનોમન બંધાતીજતી તારી મૂર્તિમાં પ્રાણ તો પડશે. હું કેટલી સાચી કેટલી ખોટીએની સમજ પણ પડશે.
તને ખબર છે કે પ્રેમમાં પડીએ તો માનવીની શું હાલત હોય છે ? કદાચ તને એ ખ્યાલ નથી જ. કારણ પ્રેમનો એક સર્વસામાન્યનિયમ છે કે તમે જેને પ્રેમ કરતાં હો એને સ્પર્શવાનું મન થાય. ના..ના..મૂર્તિ નહીં – સદેહે જ્સ્તો ! એના વાળમાં હાથ ફેરવવાનુંમન થાય, એની નજર સાથે તારામૈત્રક સાધીને એની આંખ વાટેસીધા એના દિલમાં પ્રવેશવાનું મન થઈ જાય. હું તને ચાહું છું,અતિશય ને એ ચાહતના પડઘા તારા દિલમાં પડે તો જ મને મારીચાહતની સાર્થકતા લાગે છે. આ એક અદના માણસનીમનોસ્થિતી છે. હું બીજા બધા માણસથી અલગ થોડી છું ? મારેપણ બે કાન,બે આંખ, બે હોઠ, એક નાક અને એક લાગણીથીછલોછલ હૈયું છે. એ હૈયામાં તારા દર્શનની અદમ્ય તરસ છે. પોતાના ચાહનારાની તું કઠોર પરીક્ષાઓ લે છે અને ચૂપચાપઉપર બેઠો બેઠો હસ્યાં કરે છે પણ યાદ રાખજે કે જેની પરીક્ષાલો એને પરિણામ આપવાની તૈયારી રાખવી પડે. પાસ કે નાપાસએટલું પણ કહેવા નીચે આવવાની તસ્દી તારે લેવી તો પડશે જ. તો બસ, તું તારું પરીક્ષાઓ લેવાનું કામ ચાલુ રાખ હું તો એનારીઝલ્ટની રાહ જોવામાં જ દિવસો ગાળું છું ! -સ્નેહા પટેલ.
ક્યાં લખું તો મારી લાગણી તારા સુધી પહોચે મમ્મા…સાવ લાચાર છું હું આજે..તને ગયાને 5-5 વર્ષ થઇ ગયા, તારું મૃત્યુ ક્યારેય ‘રિવાઇન્ડ’ કરીને ‘એડીટ’ ના કરી શકાય એવી ઘટના છે,પણ તું હજુ રોજ સપનામાં આવે છે,ને વ્હાલ વરસાવે છે,મારી ચિંતા કરે છે.. હું ત્યાં પણ તારી અડધી વાતો નો ધરાર વિરોધ કરું છું..ને અડધી માની પણ લઉં છું. મારા સપના મને બહુ વ્હાલા છે કારણ એ એક જ જગ્યા એ મારી મા મારી સાથે વાતો કરે છે.જાણે હું હજુ નાની બાળકી હોઉં ને એમ જ .અફસોસ એક જ કે એ દુનિયામાં હું કાયમ નથી રહી શકતી,આજે હું પણ એક મા છું ને..તને મારા કરતા પણ વધારે વહાલા એવા તારા પૌત્રનું ધ્યાન રાખવાનું હોય છે આખરે મારે..એક પા નો ખાલીપો બીજી પા થી ભરવાની અસફળ કોશિશોમાં અવિરત રહું છું
ઇચ્છાઓની પૂર્ણાહુતિના નશામાં ડૂબતાંડૂબતાં અચાનક પગ તળિયે અથડાઈ ગયા ને હું સ્તબ્ધ ! ઓહ, આ તો ઇચ્છાઓનું તળિયું આવી ગયું. મે તો ‘સખૈયા’એ ભરપૂર નિહાળી લીધો, આકંઠ છ્લકાઈ ગઈ. મારી તો દરેક ઇચ્છાનું પરમ રહ્સ્ય ‘સખૈયા’ના દર્શનમાં જ સમાયેલું, પણ હવે તો એ બધું જ ખતમ થઈ ગયું. ઇચ્છા – પૂર્ણાહુતિના ચકકર પતી ગયા તો હવે આગળ શું ?
વાંચો મારી કોલમ સખૈયો, માત્ર હું ગુજરાતીના અંક ૩૧માં.
નાનપણથી મને ભગવાનની સાથે રીસામણાં – મનામણાંનો બેહદ શોખ ! એના તરફ મનમાં અહોભાવ કરતાં પ્રેમ વધુ. એટલે મારે રોજબરોજ એની સાથે મનોમન ઢગલો વાતચીત થતી રહે. આ વર્ષોથી થતી રહેતી વાતોનો ખજાનો આપ સૌ સમક્ષ ‘સખૈયો’ કોલમમાં લઈને આવું છું. હું ગુજરાતી એક ઇ મેગેઝિન છે એટલે હું કાયમની માફક મારો આખો લેખ અહીં બ્લોગ પર નહીં મૂકી શકું મિત્રો માફ કરશો. કારણ એમ કરતાં ક્યાંક ને ક્યાંક ગુજરાતી પ્રાઈડની એપ્લીકેશનને અન્યાય કર્યો કહેવાય. તો મારી આ કોલમ માટે આપ મિત્રોએ અહીં આપેલી લિંક પર જઈને જ વાંચવું પડશે. જોકે એ એપ ડાઉનલોડ કરીને લેખ વાંચવાની તસ્દી લેતાં એ શ્રમ વ્યર્થ તો નહીં જ જાય એની તો હું તમને સો ટકા ગેરંટી આપું છુ હોં કે !
લો આ લેખના થોડાંક અંશ આપની સમક્ષ રાખુ છું જેથી આપને આ વખતનો વિષય ખ્યાલ આવે :
આપણી વચ્ચે લાગણીનો નિરાકાર સેતુ છે જેની પર ચાલવા માટે શુધ્ધ પ્રેમથી વધુ કોઇ જ આવડતની જરુર નથી પડતી, વળી એ આવડત મેળવવા કોઇ મોટી મોટી હાઈ ફાઈ સ્કુલોમાં એડમીશન નથી લેવા પડતાં કે કોઇ મોટી મોટી ડિગ્રીઓની પરીક્ષાઓ પાસ નથી કરવી પડતી એ તો મગજને સાવ તળિયા સુધી ખાલી કરીને બે હાથ જોડીને આંખ બંધ કરો અને તને યાદ કરો તો એ આવડત તો આપોઆપ આવી જાય છે.કોઇ જ નક્કામા ભ્રમ કે અણસમજ- ખોટી સમજને ત્યાં સ્થાન નથી. એ તો જે છે એ જ છે ને કોઇ પણ ડિક્શનરીના શબ્દો , વાક્યોથી ઝુઠલાવી જ ના શકાય એવું છે.આ અનુભવ એકલતાના વનમાં ફરતાં એકાંતના પક્ષીના ટહુકા જેવો મીઠો છે. અધૂરપને કોઇ સ્થાન નથી સ્થાન છે તો ફક્ત મધુરપને જ !
થોડા સમય પહેલાં મેં એક પોસ્ટ લખેલી કે મારું લખાણ મારી મંજૂરી વગર કે ઇમેઈલ વગર ક્યાંય શેર ના કરવું એ પછી મારા ઘણા બધા મિત્રો સાથે વાત થઈ અને એમણે મને કહ્યું કે લખાણ તો એક મજાની પ્રક્રિયા છે અને તું તો જે લખે છે એ તો આજના જમાનામાં જેટલું વહેંચાય એટલું વધુ સારું એને વહેંચતા રહેવું જોઇએ…વધુ ને વધુ લોકો સુધી પહોંચાડવુ જ જોઇએ.
આમ તો બહુ બધી વાત થઈ પણ એ વાત માંડીને લખવાનો મતલબ નથી. એમની વાત પછી હું એ વિચાર પર આવી કે મારે મારા લખાણનો આટલો મોહ શું કામ રાખવો જોઇએ…? જે લખાઈ ગયું એ લખાઈ ગયું, હવે એ ભૂતકાળ થઈ ગયો. ભૂતકાળના સર્જનને પકડીને બેસી રહીશ તો નવા સર્જન માટે ક્યારે વિચારીશ ? જેની જેવી બુધ્ધિ એવું વર્તન કરશે. મારે તો માત્ર ને માત્ર મારા આગળના લખાણ પર જ ફોકસ કરવું જોઇએ.
તો મિત્રો, હું મારા વિચારોમાંથી થોડી આગળ વધુ છું (આને સર્જકની રાહમાં આગળ વધવા માટે જરુરી પરિવર્તન ગણીશ)અને બધા મિત્રોને મારું લખાણ શેર કરવાની મંજૂરી આપું છું. ઘણા બધા એડીટર મિત્રો પણ મારા લેખ માંગતા હોય છે એમને પણ એ છાપવાની રજા – પરવાનગી આપું છું. હા, મારું લખાણ મારા નામ સાથે શેર કરશે તો મને – એક સર્જકને વધુ ગમશે.બાકી કાલે કોને ખબર …હું તો નહીં હૌઉં પણ મારું લખાણ તો અહીં જ હશે. એ વખતે મારું લખાણ કોણ ક્યાં કેવી રીતે વાપરશે એ કોને ખબર…?
દરેક લખાણનું – સર્જનનું પોતાનું એક આગવું નસીબ હોય છે. મેં તો મારું સર્જનાત્મક કાર્ય પ્રામાણિકતાથી કર્યું છે એનો સંતોષ. તમારો સંતોષ – તમારી પ્રામાણિકતા તમને ખબર દોસ્તો.
મને તો અહીં મારું હિત ઇચ્છનારા મિત્રો મળ્યાં છે એનો પણ સંતોષ છે.
વાંચતા રહો મિત્રો….વંચાવતા રહો…આટલા વર્ષોથી જેમ વરસાવો છો એમ જ અવિરતપણે મારા લખાણ પર પ્રેમ વરસાવતા રહો, શુભેચ્છાઓ -દુવાઓ આપતા રહો.!
વર્ષોથી સાંભળતા આવી હોઉં એવા ગીતો ફરી એક વાર સાંભળતા ધ્યાન જાય કે,
” અરે,આ ગીતનું તો ખાલી મુખડું જ સારું છે બાકી આખા ગીતમાં તો કોઇ દમ નથી, જ્યારે અમુક ગીતોમાં એ ધ્યાન જાય કે – અરે, આ ગીતનું મુખડું જ હું ગાયા કરું છું. જ્યારે આના તો એકે એક શબ્દ અને પંક્તિઓ અર્થપૂર્ણ , ઉંડી અને ભાવવાહી છે જે હજુ સુધી મારા ધ્યાનમાં જ નથી આવી.’
ગૃપ..ગૃપ..ગૃપ…ગૃપ હોય તો તમે અહીં બહુ જ આસાનીથી આગળ વધી શકો છો અને બેમત એમાં કંઈ જ ખોટું નથી.
પણ મિત્રો,
આ બાબતમાં મને માફ કરશો. હું ફેસબુક કે બહારની દુનિયામાં પણ કોઇ જ ગૃપમાં નથી અને એવો કોઇ જ ઇરાદો છે પણ નહીં. કોઇ એવો દાવો કરતાં હોય કે સ્નેહાબેન અમારા ગૃપમાં છે તો એ વાત તદ્દન ખોટી માનજો. હું અહીં મારી પોસ્ટસ લાઈક કરવા કોઇને વિનંતી નથી કરતી કે કોઇ સારી સુંદર શબ્દોવાળી, અનુભૂતિવાળી, રચનાત્મક, નિંદા કે અતિવખાણ વિનાની તટસ્થ પોસ્ટ જોવામાં આવી જાય તો કોઇના ઇન્વીટેશનની રાહ પણ નથી જોતી. અહીં ઘણા મિત્રોને મારી પોસ્ટ ગમે છે, ઘણા એની વિરોધમાં પણ હોય છે, કોઇને અતિરેક લાગે છે તો કોઇને નમ્રતા-સાદગી…તમે તમારી સમજ મુજબ મને જે પણ સમજી શકો બધું ય સર આંખો પર..મોસ્ટ વેલકમ ! જેવી આપની વિચારસરણી – સમજદારી.
આગળ વધવા માટે લોકોના સતત સંપર્કમાં રહો, એ તમારા વખાણ કરે તમે એમના- વળી છૂટા પડીને એકબીજાની નિંદા કરવી અને પોતે જ બોલેલા એકે એક શબ્દથી ફરી જવું..ઉફ્ફ… એ બધા પાછળ સમય ફાળવવાને બદલે હું મારા ઘરની સાફસફાઈ કરવું, દીકરાની સાથે થોડો સમય કાઢવો, ડ્રોઈંગ કરવું, મારા કુંડાના છોડની દેખભાળ કરવી, કંઈ સરસ ખાવાનું બનાવવું, મારા પેરેન્ટ્સ માટે થોડો વધુ સમય કાઢવો.. એ બધું વધુ મહત્વનું ગણું છું. મારો સંતોષ એનાથી સંતોષાય છે.
એનો મતલબ એવો સહેજ પણ નથી કે જે લોકો આ બધા માટે સમય કાઢી શકે છે એ બધા ખોટ્ટા. ના, સહેજ પણ નહીં. આ દુનિયામાં તમારે જે જોઇએ એની કિંમત ચૂકવવાની તૈયારી રાખવી પડે છે. એ તમારે નક્કી કરવાનું હોય કે તમારો સંતોષ શેમાં છે, તમારે શોધવાનું હોય. મારો સંતોષ મને બરાબર ખબર છે અને એટલે હું મારી જાતને બહુ જ ખુશનસીબ માનું છું.
હું અહીં કોઈની સામે મારો વિરોધ નથી નોંધાવતી એ વાત સો ટચના સોના જેવી. મને એવો કોઇ જ હક્ક નથી અને એવો સમય પણ નથી.
હા મારા અમુક સિલેક્ટેડ મિત્રો છે એમને અવારનવાર મળવાનું ચોક્કસ બહુ ગમે છે. એમને મળીને મજા મજા કરું છું.
આટલી વિશાળ દુનિયામાં રોજ સવારે ઉઠીને બારીની બહાર જોતાં અજાણ્યાં – નવા નવા ચહેરાંઓ નજરે અથડાય છે અને સવાર સવારમાં ઇશ્વરની હયાતીનો સાક્ષાત્કાર અનુભવાય છે ને મનોમન એને વંદન થઈ જાય છે.
-સ્નેહા પટેલ.
ઘણી વખત મને મેસેજીસમાં ‘ તમે આ ફોટામાં બહુ સુંદર – અદભુત લાગો છો, શું આપણે ચેટ કરી શકીએ,,મારું ઇમેઈલ એડ્રેસ …, ફોન નંબર… છે ‘ આવું વાંચવા મળે ત્યારે વિચાર આવે છે કે ઃ
પોતાની સુંદરતાના વખાણ સાંભળીને અભિભૂત થઈને આવી રીતે ચેટ કરવા લલચાઈ જઈને પુરુષોનેઆવી ટેવ પાડતી સ્ત્રીઓની દયા ખાવી
કે
દરેક સ્ત્રીને વખાણ કરીને એની સાથે ચેટ કરીને ટાઈમપાસ કરી શકાય એવી નીચી કક્ષાની મેન્ટાલીટી ધરાવતા પુરુષવર્ગ ઉપર ગુસ્સે થવું…? સમજાતું નથી
જે વાત / વસ્તુ / પરિસ્થિતીને પૂર્ણ ધીરજ – ભરપૂર માન અને તીવ્ર લાલસાથી પ્રેમ કરશો એ કાયમ તમારી પાસે રહેશે.
(ઇર્ષ્યા કરવી – પ્રેમ કરવો – નફરત કરવી – હરીફાઈઓમા રચ્યા પચ્યા રહેવુ કે આપણા પોતાના પથ પર મક્ક્મતાથી વિશ્વાસપૂર્વક આગળ વધવું જેવી બધી ય સારી -નરસી વાતોમા નિર્વિવાદપણે આ લાગુ પડે છે.)
પોતાના ફીલ્ડમાં (ક્ષેત્ર) થોડા આગળ વધ્યા પછી ઘણાબધાના મગજમાં રાઈ ભરાઈ જાય છે. પોતે એ ફીલ્ડના કર્તા – ધર્તા બનીને એ ફીલ્ડનો કબ્જો જમાવીને બેસી જાય છે. એ ફીલ્ડમાં પ્રવેશ કરવાને ઇચ્છુક દરેક વ્યક્તિએ એમની સંમતિની તીક્ષ્ણ – કડક ગતિવિધીઓ, એમની બાંધેલી વાડની વિચારધારાઓમાંથી પસાર થવું પડે તો જ એમનું કાર્ય માન્ય ગણાશે. વળી પોતે તો ‘ધ બેસ્ટ’ જ છે એવું સાબિત કરવા એડી-ચોટીનું જોર લગાવીને પણ શિખર પર ઉભા રહેવા માટેના ફાંફા મારતા દેખાય છે. એમની મનાસિકતાનું તો કંઇ ના થઈ શકે..
પણ મારા દોસ્તો તમને લોકોને એક વાત જરુર કહીશ..તમે દરેક જણ તમારા પોતાનામાં અનન્ય છો. તમારી સફળતા તમારા કામ, આત્મવિશ્વાસ, લગન અને પ્રામાણિકતાથી નક્કી થાય છે નહીંકે આવા બની બેઠેલા ઠેકેદારોથી. સો કીપ ઈટ અપ. . . . એવી કોઇની સાડાબારી રાખવાની જરુર નથી.
આમ તો કોઇને ખાસ ઉદ્દેશીને નથી લખ્યું..પણ જેને પણ બંધબેસતી હોય કે એવી પાગડીઓ પહેરવાનો શોખ ધરાવતા હોય એ આરામથી આ પાઘડી પહેરી શકે છે.