વિષચક્ર

‘બીક અને સાવચેતી’ વચ્ચે ‘અહમ અને ગર્વ’ જેવી જ એક પતલી રેખા હોય છે.

આજના જીવનમાં સ્વાસ્થ્ય, તંદુરસ્તી માટે લોકો ખૂબ જ સાવચેત રહેતા થઈ ગયા છે. અવરનેસ ખૂબ વધી છે પણ સામે પક્ષે બેફામ અભિવ્યક્તિના પ્લેટફોર્મ પણ ઢગલો વધી ગયાં છે. આખી દુનિયાએ જાણે ઠેર ઠેર માહિતી કુરિયર કરવાનું કામ નિસ્વાર્થભાવે માથે લઈ લીધું છે. દરેક ફોન ધારક જાણતાં અજાણતા દિવસનો સરેરાશ કલાક આવા કાર્ય માટે દાનમાં આપે જ છે અને એમની જાણ બહાર એમના મગજની રેમ અનેક અધૂરી, અધકચરી, ખોટી માહિતીઓથી full કરતો રહેતો હોય છે.

દરેક જણને આજે સ્માર્ટ અને જ્ઞાની દેખાવું છે અને એનો હાથવગો ઉપાય ગૂગલ અને લોકોને યેનકેન પ્રકારેણ નેટ પર વ્યસ્ત રાખતી જાત જાતની સમાચારોની વેબસાઇટ્સ, વિડિયો,એપ્સ વગેરે છે. Mind fresh કરવા ખોલેલો મોબાઈલ અજાણતા જ લોકોના જરૂરી કામના ઢગલો કલાકો ખાઈ જાય છે ને પરિણામે એ અધૂરા કામ stress આપી જાય છે એની ખબર વપરાશકર્તાને ખૂબ મોડી પડે છે.

વળી, આ બધા ઉપરાંત મગજને સ્પીડ, અપડેટ,ડાઉનલોડ, એકધારી માહિતીની તલબ લાગ્યા કરવી અને એ માટે મોબાઇલનું વ્યસન થતું જાય છે એ નફામાં. આજે દરેક વ્યક્તિ લેખક છે,દરેક વ્યક્તિ ડોકટર છે,દરેક વ્યક્તિ બિઝનેસમેન સોરી…enterprenour છે,દરેક વ્યક્તિ ફોટોગ્રાફર છે, દરેક વ્યક્તિ ગાયક છે…દરેક વ્યક્તિ બધું જ છે પણ હકીકતે તો એ માહિતીના ઓવરલોડથી થાકેલા મગજથી અધિક કશું જ નથી.

લેખની શરૂઆત જે વાક્યથી કરી કે, ‘ બીક અને સાવચેતી વચ્ચે બહુ પાતળી રેખા છે.’ એની પર પાછી આવું તો સાવચેતીની ઈચ્છા ઉપર આવી હાથવગી, અધકચરી, અણધડ માહિતીઓનો રંગ ચડતો જાય છે અને છેલ્લે શું સાચું, શું ખોટું એ આપણે નક્કી નથી કરી શકતા. પરિણામે માથું પકડીને, થાકેલી નજરથી એ બધી માહિતીઓનો છપ્પનભોગ નિહાળતા નિહાળતા આપણી વિચારશક્તિ પણ થાકી જાય છે. કયો રસ્તો પકડવો ને શું કરવું…શું ના કરવું એવો કોઈ જ નિર્ણય લઇ શકાતો નથી. પરિણામ….આપણી સાવચેતી અંતે બીકમાં ફેરવાઈ જાય છે.

તો આ છે આખું વિષચક્ર જેનાથી બચવાનો ઉપાય શોધવા પાછા ગૂગલમાં તો ના જ જતા પ્લીઝ..

– સ્નેહા પટેલ

A vicious cycle
There is a fine line between ‘fear and caution’ just like ‘ego and pride’.

In today’s life, people have become very careful about health and fitness. Our awareness has increased, but on the other hand, the platforms for unbridled expression have also increased. The whole world has selflessly taken up the task of couriering information everywhere. Every phone holder knowingly and unknowingly donates an average hour of the day for such work and without their knowledge, their brain RAM is filled with many incomplete, incomplete, wrong information.

Everyone today wants to look smart and knowledgeable and the handy solution is Google and various news websites, videos, apps etc. that keep people busy on the net like Yenken. The mobile phone opened to freshen the mind unknowingly consumes hours of people’s necessary work and as a result, the unfinished work gives stress to the user, it is very late.

Also, in addition to all this, the brain needs speed, updates, downloads, uniform information and for that, the mobile becomes addicted to the profit. Today everyone is a writer, everyone is a doctor, everyone is a businessman sorry…entrepreneur, everyone is a photographer, everyone is a singer…everyone is everything but in reality nothing more than a brain tired of information overload.

The article started with the phrase, ‘There is a very thin line between fear and caution’. If we come back to it, the desire for caution is overshadowed by such sloppy, clumsy, crude information and finally we cannot decide what is right and what is wrong. . As a result, holding our heads, looking at all that information with tired eyes, our thinking power also gets tired. No decision can be taken as to which path to take and what to do…what not to do. The result….our caution eventually turns to fear.

So this is the whole vicious cycle from which please don’t go back to Google to find a solution.

– Sneha Patel

2 comments on “વિષચક્ર

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s