Peraolympics 2021


પેરાલિમ્પિક્સમાં આપણને જે રીતે ધડાધડ મેડલ મળે છે એ જોઈને એ ખેલાડીઓનો વિડિઓ શોધીને જોવાની જબરદસ્ત ઈચ્છા થઈ ગઈ. આજે એમાંના અમુક વિડિઓ જોતાં જોતાં મને મારા બે સાબૂત હાથ,પગ ઉપર શરમ આવી ગઈ. આટલું સ્વસ્થ શરીર ને આપણે ફક્ત ચાલવા સિવાય કોઈ ખાસ કસરત નથી કરતાં 😦

આ લોકોનું ઝનૂન…જીજીવિષા…fighting spirit… confidence….
ઉફ્ફ…

કદાચ કોઈ અંગ ગુમાવ્યાં પછી માનવીમાં ટકી રહેવા અદભુત જીદ જન્મ લેતી હશે ( તમે મક્કમ હો તો જ ઈશ્વર તમને મદદ કરે એટલે ભગવાનની કૃપા નહિ કહું પણ એની સામે છાતી કાઢીને ઉભા રહીને મેળવેલો હક્ક કહીશ) જે અંતે આવા અદભુત પરિણામ મેળવી આપતી હશે.

કયો ખેલાડી કયા દેશનો એ તો પછી વિચાર આવે પણ એની લડવાની સ્પિરિટ આપણું દિલ ચોરી જાય…દેશ, જાતિ, રૂપરંગ બધું જ ગૌણ…કિંમત ફક્ત રાખમાંથી ઉભા થઈને સૂર્યની જેમ ચમકવાની જીદદવાળા દરેક લડવૈયાની. ભલે કોઈ પણ દેશનો કોઈ પણ ખેલાડી જીતે પણ હું એ દરેકે દરેક ખેલાડીને દિલથી પ્રણામ કરું છું ને મારા સાબૂત હાથ પગ શરીર માટે ભગવાનનો આભાર માનું છું.

-સ્નેહા પટેલ (પેરાલિમ્પિકનો નશો 😀 )