પેરાલિમ્પિક્સમાં આપણને જે રીતે ધડાધડ મેડલ મળે છે એ જોઈને એ ખેલાડીઓનો વિડિઓ શોધીને જોવાની જબરદસ્ત ઈચ્છા થઈ ગઈ. આજે એમાંના અમુક વિડિઓ જોતાં જોતાં મને મારા બે સાબૂત હાથ,પગ ઉપર શરમ આવી ગઈ. આટલું સ્વસ્થ શરીર ને આપણે ફક્ત ચાલવા સિવાય કોઈ ખાસ કસરત નથી કરતાં 😦
આ લોકોનું ઝનૂન…જીજીવિષા…fighting spirit… confidence…. ઉફ્ફ…
કદાચ કોઈ અંગ ગુમાવ્યાં પછી માનવીમાં ટકી રહેવા અદભુત જીદ જન્મ લેતી હશે ( તમે મક્કમ હો તો જ ઈશ્વર તમને મદદ કરે એટલે ભગવાનની કૃપા નહિ કહું પણ એની સામે છાતી કાઢીને ઉભા રહીને મેળવેલો હક્ક કહીશ) જે અંતે આવા અદભુત પરિણામ મેળવી આપતી હશે.
કયો ખેલાડી કયા દેશનો એ તો પછી વિચાર આવે પણ એની લડવાની સ્પિરિટ આપણું દિલ ચોરી જાય…દેશ, જાતિ, રૂપરંગ બધું જ ગૌણ…કિંમત ફક્ત રાખમાંથી ઉભા થઈને સૂર્યની જેમ ચમકવાની જીદદવાળા દરેક લડવૈયાની. ભલે કોઈ પણ દેશનો કોઈ પણ ખેલાડી જીતે પણ હું એ દરેકે દરેક ખેલાડીને દિલથી પ્રણામ કરું છું ને મારા સાબૂત હાથ પગ શરીર માટે ભગવાનનો આભાર માનું છું.
— तुम आ गये हो, नूर आ गया है। — નમણું નકશીકામ કરનાર શબ્દશિલ્પી : ગુલઝારસાહેબ : –આજે 18 ઓગસ્ટના રોજ જેમણે 85 વર્ષ પૂરાં કર્યાં તે ગુલઝારસાહેબ ફિલ્મ અને સાહિત્ય-બંને ક્ષેત્રે છેલ્લા 58 વર્ષથી સક્રિય છે. પંજાબના દીના નામે નાનકડાં ગામ (હાલ પાકિસ્તાન) ખાતે બહોળા શીખ પરિવારમાં 1936 માં જન્મેલ ગુલઝારનું મૂળ નામ ‘સંપૂરણ સિંઘ કાલરા’. દસ – બાર વરસની ઉમરે જ દેશનું વિભાજન થતાં સમગ્ર પરિવાર અમૃતસર ખાતે સ્થળાંતરિત થયા બાદ ગુલઝાર પુખ્ત ઉમરે મુંબઈ પહોંચ્યા અને એક ગેરેજમાં મોટર મિકેનિક તરીકે નોકરી કરતાં કરતાં શેર-શાયરી-કવિતા પ્રત્યે ય નાનપણથી લગાવ હોવાથી એ ક્ષેત્રે પણ સમાંતરે સર્જન થતું રહ્યું. –દરમ્યાન, સુખ્યાત ફિલ્મકાર બિમલ રોય સાથે ઓળખાણ થતાં તેમના સહાયક તરીકે જોડાયાં. એ સમયે બિમલ રોય बंदिनी નાં નિર્માણમાં વ્યસ્ત હોઈ, એક ગીતની જરૂર પડતાં ગીતકાર શૈલેન્દ્રે ગુલઝારનાં નામની ભલામણ કરી ને बंदिनी માં એક ગીત લખીને ગુલઝારસાહેબે હિંદી ફિલ્મ – લેખન ક્ષેત્રે મંગલાચરણ કર્યું. 1963 ની એ ફિલ્મ बंदिनी માટે લખેલ ગીત : मोरा गोरा अंग ल ई ले मोहे श्याम रंग द ई दे
સચિન’દાનાં સ્વરાંકનમાં, લતાજીના મીઠડા સ્વરમાં, પડદા પર નૂતને ગાયેલ આ ગીતની લોકપ્રિયતાથી ગુલઝાર ગીત-લેખક તરીકે પ્રતિષ્ઠિત થતા ગયા અને બાદમાં તો 1871 સુધીમાં पूर्णिमा, दो दुनी चार, आशीर्वाद, आनंद, गुड्डी જેવી ઘણી ફિલ્મોમાં સત્વશીલ ગીતો લખીને ગુલઝારસાહેબે પોતાની ગીતલેખક તરીકેની સર્જક પ્રતિભાનો પરિચય કરાવ્યો. 1971 નું વર્ષ ગુલઝારની કારકિર્દી માટે માટે એક નવો વળાંક લ ઈ ને આવ્યું. તેમણે દિગ્દર્શિત કરેલી પ્રથમ ફિલ્મ मेरे अपने ની સફળતાએ ગુલઝારનાં દિગ્દર્શક તરીકેનાં કૌશલ્યનો પરિચય કરાવ્યો. એ જ વર્ષે આવેલી अचानक પણ જમાવટ કરી ગઈ. આ પછી તો દિગ્દર્શક ઉપરાંત નિર્માતા,કથાલેખક, સંવાદલેખક, ગીતલેખક અને એડિટર તરીકે પણ પોતાની સર્જનકલા-પ્રતિભાને સહુએ જાણી, માણી અને પ્રમાણી. ગુલઝારની સાર્થક, સ-ફળ ફિલ્મોની યાદી તો પ્રલંબ છે પણ થોડી ઉલ્લેખનીય ફિલ્મો જોઈએ તો – मेरे अपने, अचानक, परिचय, आंधी, लेकिन, लिबास, घर, इजाजत, नमकीन, अंगूर, घरोंदा, देवता,किनारा, खूबसूरत, कोशिश, मासूम, मौसम, हू तू तू, माचिस વગેરે. ઉત્કૃષ્ટ ફિલ્મસર્જન બદલ દસેક જેટલા નેશનલ એવોર્ડ, 20 જેટલા ફિલ્મફેર એવોર્ડ ઉપરાંત ગીત, સંવાદ, વાર્તા વગેરે માટે પણ અઢળક એવોર્ડ પ્રાપ્ત કરનાર ગુલઝારસાહેબ એકમાત્ર એવા હિંદી ફિલ્મ ગીતકાર છે જેને ( ‘સ્લમડોગ મિલિનિયોર’ નાં ગીત जय हो માટે 2009 માં) વિશ્વવિખ્યાત ‘ઓસ્કાર એવોર્ડ’ મળેલ છે. આ ઉપરાંત માટે ફિલ્મ ક્ષેત્રે અનન્ય પ્રદાન બદલ એમને ભારત સરકાર તરફથી પ્રતિષ્ઠિત ‘દાદાસાહેબ ફાળકે એવોર્ડ’ થી પણ ઉચિત રીતે નવાજવામાં આવેલ છે. 1973 માં ગુલઝારે રાખી સાથે લગ્ન કર્યા ને એક દીકરી જન્મી ‘બોસ્કી’ ઉર્ફે ‘મેઘના’. પણ કમનસીબે દીકરી એક વરસની થઈ ત્યાં જ બંનેને વિખૂટાં પડવાનું ટાણું આવ્યું ને દીકરીને ગુલઝારે ઉછેરી, જેણે પણ બાદમાં फिलहाल જેવી ઓફબિટ ફિલ્મોનું સર્જન કરીને પિતાનો કળાકીય વારસો આગળ વધાર્યો છે. 2004 માં ‘પદ્મવિભૂષણ’ થી સન્માનિત ગુલઝારસાહેબનાં બિનફિલ્મી સાહિત્યસર્જન ઉપર દ્રષ્ટિપાત કરીએ તો – कुछ और नझमे/ पुखराज/पंद्रह पांच पचहत्तर /त्रिवेणी/रात पश्मिने की/ रात, चांद और मैं /यार झुलाहे જેવાં કાવ્યસંગ્રહો એમનાં ખાતે બોલે છે. ગુલઝાર એક અચ્છા વાર્તાકાર પણ છે. એમના એક વાર્તાસંગ્રહ ‘ धुंआ ‘ને તો કેન્દ્રીય સાહિત્ય અકાદમીએ પુરસ્કૃત કરેલ છે. दिल पडोशी है /मरासिम /ईश्क ईश्क /कोई बात चले જેવાં બિનફિલ્મી ગીત-ગઝલનાં આલ્બમ્સ ઉપરાંત मिर्झा ग़ालिब જેવી લોકપ્રિય ટી. વી. સિરિયલ્સ પણ ગુલઝારસાહેબની સર્વતોમુખી પ્રતિભાનાં પરિચાયક છે. ગુલઝારસાહેબે લખેલ ફિલ્મગીતો અનેક રીતે નોખાં /અનોખાં છે. એમનાં ગીતોમાં અનેક રંગો અને છટાઓ જોઈ શકાય છે. કાવ્યત્વની કોટિએ પહોંચતાં તેમનાં કેટલાક ગીતોમાં તો ભાતીગળ ભાષાવૈભવ સોળે કળાએ ખીલતો પામી શકાય છે. માનવીય સંવેદનો, જીવતરની કડવી વાસ્તવિકતાઓ, ભીતરી સંઘર્ષ /ગડમથલ/વલોપાત /વિરહની વેદના અને પ્રણય-સંવેદનોની લીલીછમ અભિવ્યક્તિ જેવા વૈવિધ્યસભર આયામ પર ગુલઝારસાહેબની કલમ યથેચ્છ વિહરી છે. ગુલઝારસાહેબનાં ચૂંટેલાં હિંદી ફિલ્મીગીતોનો અંગ્રેજી અનુવાદ કરનાર વિદ્વાન પ્રોફેસર શ્રી Sunjoy Shekhar ગુલઝારનાં ગીત-વિશ્વ વિશે જણાવતાં લખે છે:
“Gulzar has brought a rare poetic sensibility to popular Hindi film music over a five – decade long career. His sophisticated insights into psychological complexities, his spoken dialects in written words and, above all, his inimitable, surprising imagery have entertained his legions of fans over successive generations. “ સુખ્યાત પત્રકાર,ફિલ્મચરિત્રલેખિકા નસરીન મુન્ની કબીરે ગુલઝારનાં દીર્ઘ ઇન્ટરવ્યૂઝ લૈને એક સરસ મજાનું પુસ્તક આપેલ છે -‘ जिया जले’ – જેમાં ગુલઝારે પોતાનાં જીવનનાં અને કારકિર્દીના વિધવિધ પડાવ વિશે અને પોતાની આ યાત્રાના માર્ગમાં મળેલ વિવિધ પ્રતિભાઓ વશે મોકળાં મને વાત માંડી છે. બે’ક વરસ અગાઉ यशवंत व्यास દ્વારા ગુલઝારની દીર્ઘ મુલાકાતોના આધારે લખાયેલ એક હિંદી પુસ્તક : बोसकीयाना :પ્રકાશિત થયું છે, જેની ટેગલાઈન છે: बाते – मुलाकात :गुलझार: આ પુસ્તકમાં ગુલઝારસાહેબ કહે છે: –” હું ફિલ્મની સ્ક્રિપ્ટ કે ગીતો ક્યારેક જ લખું છું પણ ટેનિસ રોજ રમું છું… હું તો ક્લાર્ક છું. સાડા દસ વાગે મારી ઓફિસે પહોંચી જાઉં છું અને પાંચ વાગ્યા સુધી કામ કરું છું. કામ કરવાનું છે શિસ્તબદ્ધ. કાયદેસર કામ કરવાનું છે. કવિઓ કાંઈ પરગ્રહમાંથી આવેલાં પ્રાણીઓ થોડાં છે ?… ફિલ્મો મારી જિંદગીનો હિસ્સો જરૂર બની. પણ હું ફિલ્મો કરતો ને પાછો પુસ્તકો પાસે આવી જતો. મને બાંધી રાખનારું પરિબળ ફિલ્મો નહીં, પુસ્તકો ! “ –આવા અનન્ય પુસ્તકપ્રેમી, કલમ-ઉપાસક અને ઉત્કૃષ્ટ ફિલ્મસર્જક ગુલઝારસાહેબને દીર્ઘ, સ્વસ્થ, પ્રસન્ન, કલમમય જીવનની સુકામનાઓ. — R. P. Joshi : Rajkot :
Rotary club of salem દ્વારા સંપાદિત એંથોલોજીમાં 104 ગ્લોબલ કવિઓમાં મારી ગુજરાતી કવિતા અને એનો અંગ્રેજીમાં અનુવાદ પણ છપાયો છે એ ગૌરવભરી ક્ષણો આપની સાથે વહેંચતા મને ખૂબ આનંદ થાય છે.
શુકનવંતુ:
મારા શ્વાસની માળામાં તારા નામનું ફૂલ પૂરોવતી હતી ત્યાં બારીમાંથી દાદાગીરી કરીને ઘુસી જતી હવા, એક કાળિયો ભમરો મારા એ ગૂંથણ ઉપર નજર રાખીને જ બેઠા હતા. તરાપ મારી જ સમજો અને હું ગભરાઈ ગઈ, શ્વાસને બે હથેળીની આડશ કરી દીધી. મારી હથેળીમાં તારી ચાહતનો દરિયો છલકતો હતો એના મોજાં દિલના દરવાજે પછડાવા લાગ્યાં ધક..ધક…ધક..ધડામ.. મહેંક મહેંક થતાં મારા શ્વાસ બે ઘડી અસ્થિર – બેસૂરા થઈ ગયા હૃદય એની નિયમિત ગતિ ચૂકવા લાગ્યું ગભરામણ થઈ ગઈ શ્વાસ ચૂંથાવા લાગ્યો હોઠ થરથર… નજર ભેજવાળી થઈ અને બંધ થઈ ગઈ હોઠમાંથી આપોઆપ મારી અતિપ્રિય પ્રાર્થના સરી પડી. અચાનક ચમત્કાર થઈ ગયો.. ભમરો એનું ગણગણ બંધ કરીને મારી સામે ધ્યાનસ્થ થઈને બેસી ગયો, વાવાઝોડાં જેવી હવા મા ની લોરી જેવી નાજુક ફરફરમાં ફેરવાઈ ગઈ અને આખું વાતાવરણ મઘમઘ થઈ ગયું. હવે તને ખાત્રી થઈને કે આ દુનિયા તો ઠીક પણ પેલી દુનિયા પણ આપણું મિલન શુકનવંતુ ગણે છે.
-સ્નેહા પટેલ.
I was sewing an exquisite splendour of daffodils Made of thy name, in my garland of breath, Just then, A gust of wind entered through the window tenaciously, A black bumblebee Fluttered about gazing fixatedly at my embroidery, It was almost about to attack, I was scared stiff!! I shielded my breath with my palms, The same palms on which the ocean of your love overflowed, And its waves began to pound on the door of my heart, Bang……Bang…..Bang…..Boom!!!! My breath, which spread fragrance and perfume, started to tremble, and turned dissonant for a while, My heart skipped a beat, My breath started to feel constricted, I was shaken, My lips quivered, eyes moist, Began to shut!!! My heart’s treasured prayer started to spill from my lips, And suddenly there was a miracle!!! The bee’s buzzing stopped as it sat before me in a trance, The monstrous wind turned into The delicate tune of a mother’s lullaby, And fragrance filled the atmosphere with its sweetness, Now did you accept? Not only this world, But heaven too, believes our rendezvous is a good omen!!!!
આમ તો આ ઘણો વ્યાપક વિષય છે અને મારે બ્લૉગ લખવો જોઈએ, પણ હાલ અહીં પ્રાથમિક વિચારો વ્યક્ત કરું છું. અફઘાનિસ્તાનની હાલની સ્થિતિ માટે અમેરિકા જવાબદાર છે એવું શા માટે મોટાભાગનાને લાગે છે? મારી દૃષ્ટિએ અમેરિકા જવાબદાર નથી. કોઈ પુત્ર કે પુત્રી 20 વર્ષે આત્મનિર્ભર ન થાય તો એના માટે જવાબદાર કોણ? અનેક દાયકાથી #હિંસાખોર_ડાબેરીઓ દ્વારા એક પર્સેપ્શન ઘૂંટી ઘૂંટીને – ઘોળી ઘોળીને ફેલાવવામાં આવી રહ્યું છે કે, દુનિયાના બધા દૂષણ માટે અમેરિકા જવાબદાર છે! એ જ હિંસાખોર ડાબેરીઓ ભારત સહિત દુનિયાભરના દેશોમાં ત્યાંના ધનિકોને વિલન ચીતરતા રહે છે. બસ એ જ કામ ડાબેરીઓ અમેરિકા વિરુદ્ધ કરતા રહ્યા છે. અફઘાનિસ્તાનના સંદર્ભમાં મુદ્દો એ છે કે, અમેરિકા જેહાદી માનસિકતાનો સફાયો કરવા 20 વર્ષ સુધી ઝઝુમતું રહ્યું. બે-પાંચ દેશો સિવાય કોઈએ એને સાથ ન આપ્યો. બીજી તરફ જેહાદીઓને મદદ-શરણ-સહાય-શસ્ત્રો આપનારા ઘણા દેશ હતા/છે. કંગાળ પાકિસ્તાનીઓની પ્રગતિ કરવાની કોઈ હેસિયત નથી, એટલે એ ચીનની પૂંઠે ભરાયું છે. માઓવાદી ચીનના ઈરાદા કોણ નથી જાણતું? તુર્કીમાં જેહાદી માનસિકતાનો પ્રમુખ બેઠો છે. રશિયાને અફઘાનિસ્તાનમાંથી કરવી પડેલી પીછેહઠનો ચચરાટ હજુ શમ્યો નથી. આ તમામ પરિબળોથી ઉપર… મૂળભૂત #જેહાદી માનસિકતાને એનાં જ ઉદ્દગમ સ્થાનમાં હરાવવા માટે અમેરિકાએ 20 વર્ષ/કરોડો ડૉલર/અને હજારો સૈનિક ગુમાવ્યા પછી આવો નિર્ણય લીધો હોય…તો પણ એ જ વિલન?!🤔 કેટકેટલાં જીઓ-પોલિટિકલ કારણોએ આ સમગ્ર બાબતમાં ભાગ ભજવ્યો છે, એનો કોઈને અંદાજ છે ખરો?!🤔 — અલકેશ પટેલ.