પુરુષ અને ગમગીની

પુરુષ ગમગીન હોય ત્યારે સાવ ચૂપ થઈ જાય છે કાં તો ગુસ્સામાં આવીને હિંસક. કોઈની પાસે સ્પષ્ટપણે વાત કરી દિલ ખોલીને વાત કરવી, જીવ હળવો કરવો એવું બધું એને સામાન્યતઃ નથી ફાવતું. કોઈ વ્યક્તિના સ્પોર્ટ કરતાં એને સફેદ, છાતી – ફેફસાં બાળી કાઢતો કડવો ધુમાડો કે પછી પેટમાં આગનો કૂવો ખોદી કાઢતો દારૂનો સાથ વધુ પસંદ પડે છે. વિચારશીલ પુરુષો વળી ભગવાનમાં બહુ માનતા ના હોય એટલે એમને આવા કડવા સમયે ભગવાન સામે કોઈ ફરિયાદ પણ હોતી નથી. એકલા એકલા જાતમાં ઊંડે ઊંડે ખૂંપીને એ વિચાર્યા જ કરે છે, વિચાર્યા જ કરે છે અને અંતે થાકીને બધી સમસ્યા ભૂલીને બેહોશ થઈ જાય છે. કદાચ બેહોશીનો એ આલમ એને એની સમસ્યાના સમાધાન બતાવતો હશે..રામજાણે…પણ પુરુષોને ફૂંકી કાઢવું, પી જવું, ઠોકી દેવું એ બધું કોઈની સાથે વાત કરવા કરતાં વધુ સરળ લાગે છે.
-સ્નેહા પટેલ.

2 comments on “પુરુષ અને ગમગીની

  1. સહમત. ઘણાં સમય પહેલાં ક્યારેક નોંધ્યું હતું, ‘પુરુષને આંખથી રડવાની છુટ નથી હોતી, તેણે તો દિલથી છાનું રડી લેવું પડતું હોય છે.’

    સાઇડટ્રેકઃ પુરુષ પોતાની સમસ્યા વિશે નિખાલસતાથી વાત કરી શકે એવું વાતાવરણ આ ‘પુરુષપ્રધાન’ સમાજમાં શક્ય જ નથી. સ્ત્રીઓ આગળ આવે, મજબુત બને! અને સ્વીકારે કે પુરુષ પણ નબળો પડી શકે છે. તો બોલો, ફેમીનીઝમ ની જય હો!!! 😀

    Like

  2. Link: https://www.marobagicho.com/2012/majburi/

    *ક્યારેક અમારા લખાણની પણ જાહેરાત પણ કરતાં રહીએ ને! 🙂 (અલબત, આપનું ઠેકાણું છે એટલે ‘જાહેરાત થવા દેવી કે નહી’ તે નિર્ણય લેવા આપ સ્વતંત્ર છો. અમે તેનો આદર કરીશું.)

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s