Masik dhrma


આનો મારી મચડીને ‘માસિકમાં આવેલી સ્ત્રી અસ્વચ્છ કહેવાય ‘ એવો અર્થ કરવાની સહેજ પણ જરૂર નથી. એવા વિચારોને લઈને મારી વોલ પર ચર્ચા કરવા આવવું જ નહીં અને આવો તો એના પરિણામોની જવાબદારી સંપૂર્ણપણે તમારી 😀

આજકાલ જે સ્ત્રીઓ સ્વતંત્રતાની દીવાની થઈ છે એમણે પહેલા આ વાત સમજવાની ખાસ જરૂર છે. પોતાના નિર્ણયની જવાબદારી પોતાની જ હોવી જોઈએ પછી રડવા કે ફરિયાદો કરવા ના બેસાય..

સાચું સ્ત્રીસશક્તિકરણ એટલે :-

#માસિક ધર્મ, #metoo જેવા સંવેદનશીલ મુદ્દાઓમાં પોતે શુ કરવું શું નહીં – એ દરેક સ્ત્રીનો પોતીકો નિર્ણય હોવો જોઈએ.બીજાની મદદની રાહ જોઇને ના બેસી રહેવાય, self defence આવડવો જ જોઈએ. એને નિર્ણયો લેવાની સ્વતંત્રતા હોવી જ જોઈએ. જોકે સ્ત્રીઓ જાતે જે નિર્ણય લે એની સમજી વિચારીને પૂરતી જવાબદારી લેતા ખાસ શીખવું જોઈએ.
‘સ્વતંત્રતા ક્યારેય જવાબદારી વિના નથી મળતી.’

‘માસિકધર્મ’ શબ્દ જ ખોટો છે. આપણા મગજમાં ‘ધર્મ’ વિચાર આવતા જ એના નિયમો પાળવાનો વિચાર ઉતપન્ન થાય. ખરેખર તો માસિક એ કોઈ ધર્મ નથી કે સ્ત્રીઓએ પાળવાનો હોય. એ તો માત્ર શારીરિક અવસ્થા છે . જેમ પુરુષોમાં વીર્ય સ્ખલન થાય એમ સ્ત્રીઓમાં માસિક આવે છે એટલી સરળ ને સહજ વાતને ધર્મના નામે ચગાવીને કહેવાતા પુરુષપ્રધાન સમાજે (નેઅમુક અંશે અણઘડ ને જડબુદ્ધિ સ્ત્રીઓએ પણ ) અત્યાર સુધી બહુ મનમાની કરી હવે બસ…આજની નારી વધુ સંવેદનશીલ ને વધુ સમજુ થઈ રહી છે. એને જે વાત સમજાય છે એનો આદર કરીને સ્વીકારે છે ને ના સમજાતી દરેક વાત પર પ્રશ્ન, વિરોધ કરતી ને લડતી પણ થઈ છે. એ આવા પાયાવિહોણા શબ્દનો વિરોધ કરશે જ. માસિકધર્મના બદલે માત્ર ‘માસિક’ બોલવાની – લખવાની ટેવ પાડશે ને પડાવશે જ.

– મિત્ર વિનુભાઈની કૉમેન્ટમાંથી ઉદ્દભવેલ વિચાર.
સહજ શબ્દપ્રયોગ ગણાઇ જાય એ હદ સુધી આના મૂળિયા છે…એટલે જ પેલી ગેઝેટેડ ઓફીસર સ્ત્રીઓ પણ મંદિર નથી જતી. આખી સાયકોલોજીકલ ઇફેક્ટ છે. હું પણ ક્યારેય ધર્મ નથી બોલતી…પણ કાલે સ્ટેટ્સ લખવામાં સહજ (!!) રીતે જ મેં આ શબ્દપ્રયોગ કર્યો…કાજલબેને એમના લેક્ચરમાં પણ સહજ (!!)રીતે બોલવામાં એ જ શબ્દ ઉપયોગ કર્યો…ને એ પછી વિનુભાઈએ કોમેન્ટ કરી ત્યારે મને ખ્યાલ આવ્યો આ શબ્દના ઊંડા મૂળિયાનો…મારા ધ્યાન બહાર જ મેં પણ એ શબ્દ જૂના જમાનાથી બોલાતો ને લખાતો આવ્યો છે એ જ સ્વીકારેલો
..એ જોઈને મને આ સ્ટેટ્સ લખવાનો વિચાર આવ્યો.બાકી બધા સહજને વંદન બીજું શું ! લખાવાનો પણ બંધ થવો જોઈએ આ શબ્દ..મેં ઉપર લિંક આપી એમાં હાજી વારંવાર આ શબ્દ વપરાયો જ છે…જાતે ગૂગલ કરીને જોજો ને વિચારજો.

ગેઝેટેડ ઓફિસર એમની મરજીથી મંદિર નહીં જાય તો ચાલશે પણ કોઈ અભણ (ભણેલી પણ) સ્ત્રીના માથે એની મરજી વિરુદ્ધ આ વાતને લઈને ખોટા ખોટા બંધનો લદાય એ જરાય ના ચલાવી લેવાય. કોઈ પણ સ્ત્રીની સ્વતંત્રતા ના છીનવાવી જોઈએ આ શબ્દની આડમાં …આ સો વાતની એક વાત.

હાર જીતની વાત નથી…લોકોની ( સ્ત્રી ને પુરુષ ) બે ય ની આ બાબતે માનસિકતા બદલાય એ જ હેતુ છે ભાઈ. કાલે કહ્યું એમ..સ્વચ્છતા માટે વધુ ધ્યાન અપાવું જોઈએ..એ દિવસો દરમ્યાન થતા રોગો..ચેપથી કેમ બચવું…જાતની કેર કરતા જાતે શીખવું…વપરાયેલ પેડનો યોગ્ય નિકાલ કેવી રીતે કરવો.. એનું જ્ઞાન અપાવવુ જોઈએ એ વધુ મહત્વનું પગલુ.


-સ્નેહા પટેલ

27 ઓક્ટોબર,2018.

‘માસિક’ વિષયની પોસ્ટ્સમાં પુરુષો તરફથી વધુ ને હકારાત્મક રિસ્પોન્સ મળે છે..આજનો પુરુષ પણ પૂરતો સપોર્ટિંવ ને અપડેટ થઈ રહ્યો છે એ ખૂબ જ ખુશીની વાત છે !

સ્ત્રીને સમજવા, એના લેવલ સુધી પહોંચનારા એ સઘળાં પુરુષોને દિલથી અભિનંદન છે દોસ્તો !

સ્ત્રીઓને પણ એક અરજ કે એ પણ થોડો સમય કાઢીને આ પાસું જોઈને એની કદર કરે, સમજે અને પોતાને મળતી સ્વતંત્રતાનો દુરુપયોગ ના કરે.

એક તંદુરસ્ત સમાજના પાયા નંખાઈ રહયાનો ખૂબ આંનદ અનુભવાય છે. ભાવિમાં આપણા સંતાનોને
હેલ્ધી વાતાવરણ મળશે.
-સ્નેહા પટેલ.