મિચ્છામિ દુક્કડમ

મિત્રો, તમે કદાચ નહીં જાણતા હોવ પણ હું જન્મે જૈન છું એટલે આજના દિવસનું મહત્વ સૌથી વધુ મારે !

આજે મહાપર્વ સંવત્સરી છે, જેમાં આખા વર્ષના પાપ ધોઈ કાઢવાની આપણી એષણા હોય પણ હકીકતે શુ થાય એ બધા જ જાણીએ ને સમજીએ છીએ. જેની સાથે મનદુઃખ થયું હોય એ સામેથી આપણને ‘મિચ્છામિ દુક્કડમ’ કહીને પહેલ કરે એવી જીદ મનમાં સળવળતી હોય છે. સામે પક્ષે પણ એવી જ ઇચ્છાઓના તોરણ લટકતા હોય છે. પરિણામ… આજનો દિવસ પણ સામાન્ય દિવસોની જેમ ઈગો સાચવવામાં વહયો જાય છે.આપણે બધી જ ધાર્મિક વિધીઓ પૂરા મનથી કરીએ છીએ, સાજ શણગાર સજીએ છીએ, ને પૂરા પ્રભુમય થઈ જઈએ છીએ, હજારો લોકો પાસે સહૃદય થઈને માફી માગીએ છીએ, મેસેજ ને ફોન સુધ્ધાં કરીએ છીએ પણ પેલું એક ના કહી શકાયેલું સૌથી જરૂરી ‘ મિચ્છામિ દુક્કડમ’ મનનો કોઈ ખૂણો દુખાડતું રહે છે. જ્યાં બોલવાનું સૌથી વધુ જરૂરી છે ત્યાં જ સાવ ચુપ્પી ધારણ કરાઈ ગઈ છે. તો મિત્રો.. હજારો ફોર્મલિટીના પોકળ – કહેવા ખાતર કહેવાતા મિચ્છામિ દુક્કડમ ની જગ્યાએ પેલું એક ના કહી શકાયેલું મિચ્છામી દુક્કડમ બોલવું વધુ જરૂરી અને સૌથી પહેલું કરવા જેવું કામ છે.પરમાત્મા તમને એ કાર્ય કરવાની શક્તિ આપે જેથી તમે મન, વચન અને કાયાથી હલવાફૂલ થઇ શકો.
મારા આપ સૌને ‘ મિચ્છામિ દુક્કડમ.’
સ્નેહા પટેલ.

One comment on “મિચ્છામિ દુક્કડમ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s