માનવીનું મન અથાગ ઊંડાણવાળું. ભલભલા મનોચિકિસ્તકો એની ગહેરાઈ માપવા પુસ્તકીયા જ્ઞાનનો ઓક્સિજન લઈને ‘ડાઈવ’ માર્યા જ કરે છે. માણસની નાજુક રગોમાં આવતા ઉછાળા – અવરોહ – શીતલતા -ઉષ્ણતા એ બધાની સચોટ જાણકારી પામવામાં કોઈ જ પૂર્ણ સ્વરૂપે સફળ નથી થઈ શકતું. આમ ને આમ માનવમાનના રહસ્યોની ડાયરી અકબંધ રહે છે.એક કોકડું ખૂલે ને બીજા દસ કોકડાં એ જગ્યા લેવા તૈયાર જ ઉભા હોય છે.
દરેક માનવી જન્મે સમ્પૂર્ણ માસૂમ હોય છે તો પછી વખત જતા બધા અલગ અલગ સ્વભાવના થઈને કેમ મળે છે ? તો એનો જવાબ છે એની આજુબાજુનું વાતાવરણ – એનો અનુભવ – એના સંસ્કાર – એની વાતને સમજવાની દ્રષ્ટિ ને એમાંથી અર્થ કાઢવાની વૃત્તિ – શક્તિ !
અમુક વખત એવું થાય છે કે ઘણાં માણસો ખૂબ જ પ્રેમાળ હોય છે પણ એક દાયકા પછી જો એમને મળવાનું થાય તો આપણે અચંબિત રહી જઈએ એટલી હદે બદલાઈ ચુક્યા હોય છે. કોઈ બહિર્મુખી વ્યક્તિત્વ એમના સારા માઠા અનુભવોને કારણે સાવ જ બંધ થઈ ગયેલું મળે. ખીલેલું પુષ્પ જાણે ફરી કળી બની ગયું હોય એવું ! પણ આ ‘કળીપણું’ મોટાભાગે આવકારદાયક નથી જ હોતું. આ ‘કળી’ સમય જતાં વધુ ને વધુ અંદરની બાજુ ભીડાતી જાય છે, જગ્યા નથી મળતી તો ય જોર કરીને એ ભીડાવાનું ચાલુ રાખે છે જે અમુક હદ પછી ભીંસાવામાં પરિવર્તીત થઈ જાય છે એની એ વ્યક્તિને જાણ સુદ્ધાં નથી થતી. ખુલવાનો સ્વભાવ બંધ થતો જાય છે ને બંધ થવાનો સ્વભાવ ખૂલતો જાય છે. નેચરલ પ્રોસેસથી થતો ઉછેર હવે અનુભવોના જહેરી રસાયણોના હાથમાં પહોંચી જાય છે.
ઝેર તો આખરે ઝેરના ગુણધર્મો જ ધરાવાનું અને જીવ લઈને જ જંપવાનું !
એ ધીમા – અદ્રશ્ય સ્વરૂપે માનવીની નસોમાંથી હળવે હળવે આખા શરીરમાં પ્રવેશતું જાય છે. ધીમી ગતિના કારણે માનવી ખુદ પોતાના કાતીલપણાથી અણજાણ હોય છે. એ સઘળી પ્રક્રિયાને ‘સ્વ બચાવ’ તરીકે જ લે છે ને મનોમન મજબૂત થતો હોવાનું અનુભવી ખુશ થતો રહે છે. જોકે આ ખુશી પેલી માસુમિયાતની ખુશી જેવી લાંબી અસર ધરાવતી નથી જ હોતી પણ માનવી બધું જોઈને ય નજોયું કરવામાં કે ટૂંકા ગાળાનો ફાયદો વિચારવામાં જ હોંશિયાર હોય છે. એની માસુમિયતનો ‘ગુલાબી’ રંગ જોઈ ચૂકનારા હિતેચ્છુઓ એને કદાચ પણ હિંમત કરીને એ સમય – સ્વભાવ ની પળો વાગોળવાની હિંમત કરે તો ઝેરના ‘લીલા’ રંગમાં રંગાઈ ચૂકેલ એ માનવી જાણે મોઢામાં ભૂલથી ‘કવિનાઇન’ ચવાઈ ગઈ હોય એમ મોઢું બગાડીને એ સંસ્મરણો થૂંકી કાઢે છે.
જોકે કુદરતી સ્વભાવ સાવ તો ના જ મરી જાય સિવાય કે જાણીજોઈને એને મારવાના પ્રયાસો ના કરાય. પ્રસંગોપાત ‘લીલા’ રંગ પર ‘ગુલાબી’ રંગના સ્વભાવની હલકી ઝાય જોવા તો મળી જ જાય.
દુનિયા આ ‘ ગુલાબી’ રંગથી રંગાયેલી રહે એવી અભ્યર્થના ! બાકી માનવમનને સમજવાનો દાવો કરતા દરેક ચિકિત્સકને દૂરથી જ મારા સલામ.
-સ્નેહા પટેલ.
20-8-201
#માનસશાસ્ત્ર #સાયકોલોજી
આ લેખ સમજવો ઘણા મિત્રોને અઘરો પડ્યો ત્યારે તમે આટલી લાંબી મુદ્દાસર કોમેન્ટ કરી એ મારા માટે બહુ જ સંતોષજનક વાત કહેવાય
LikeLike
ખુબ જ સરસ લેખ અને એટલો જ સરસ વિષય…વિષય તથા વિષયને આવરી લેતુ મુદ્દાસર લખાણ અને એની સરળ સમજણ અને એટલું જ ગહન ચિંતન-મનન…તમે ખુબ સરસ વાત કહી કે, ભલભલા મનોચિકિત્સકો પણ માનવીના મનને માપી શકવામાં થાપ કે ગોથા ખાય જાય છે…માનવીનું મન અકળ છે તેને કળવું કઠીન છે…”मन तो बडा ही चंचल और गहन है, ना उसे कोई भाप सका, ना उसे कोई माप सका..!” – AB स्वामि…આ લેખનો સાર આ પેરેગ્રાફમાં આવી જાય છે કે, “દરેક માનવી જન્મે સંપૂર્ણ માસુમ હોય છે તો પછી વખત જતા બધા અલગ-અલગ સ્વભાવના થઈને કેમ મળે છે ? તો એનો જવાબ છે એની આજુબાજુનું વાતાવરણ – એનો અનુભવ – એના સંસ્કાર – એની વાતને સમજવાની દ્રષ્ટિ ને એમાંથી અર્થ કાઢવાની વૃત્તિ – શક્તિ !” અહીં તમે પોતે મનોચિકિત્સક બની ગયા હોય એવું લાગે…તમે ઉત્તમ ઉદાહરણ દ્વારા આ વાતને સરસ રીતે વર્ણવી છે કે, “કોઈ બહિર્મુખી વ્યક્તિત્વ એમના સારા માઠા અનુભવોને કારણે સાવ જ બંધ થઈ ગયેલું મળે. ખીલેલું પુષ્પ જાણે ફરી કળી બની ગયું હોય એવું ! પણ આ “કળીપણું” મોટાભાગે આવકારદાયક નથી જ હોતું…” અહીં બીજી તમે કડવી પણ સાચી વાત કહી કે, “એની માસુમિયતનો “ગુલાબી રંગ” જોઈ ચુકનારા હિતેચ્છુઓ એને કદાચ પણ હિંમત કરીને એ સમય – સ્વભાવની પળો વાગોળવાની હિંમત કરે તો ઝેરના “લીલા” રંગમાં રંગાઈ ચુકેલ એ માનવી જાણે મોઢામાં ભુલથી “ક્વિનાઈન” ચવાઈ ગઈ હોય એમ મોઢું બગાડીને એ સંસ્મરણો થૂંકી કાઢે છે…” (પહેલા તમે લેખમાં મીઠી “ચા” ની વાત કરતા ને હમણાંથી અમુક લેખોમાં કડવી “ક્વિનાઈન” ની વાત કરો છો…જો કે જીવનમાં દરેક સ્વાદ ભળેલા જ છે, ગમે કે ન ગમે..!) અને આ જીવનમાં હકારાત્મકતા દર્શાવતું વાક્ય કે, “જો કે કુદરતી સ્વભાવ સાવ તો ના જ મરી જાય સિવાય કે જાણીજોઈને એને મારવાના પ્રયાસો ના કરાય. પ્રસંગોપાત “લીલા” રંગ પર “ગુલાબી” રંગના સ્વભાવની હલકી ઝાય જોવા તો મળી જ જાય…” બસ વધુ તો શું કહું, આપે કહ્યું એમ આપણે સૌ આશા રાખીયે કે, “દુનિયા આ “ગુલાબી” રંગથી રંગાયેલી રહે”…
LikeLike
अहाहा, अहाहा !! पोस्टना अंते आपे लखेल छे के …દુનિયા આ ‘ ગુલાબી’ રંગથી રંગાયેલી રહે એવી અભ્યર્થના ! બાકી માનવમનને સમજવાનો દાવો કરતા દરેક ચિકિત્સકને દૂરથી જ મારા સલામ.
खरेखर सलाम….
LikeLike
મન – અચરજભર્યુ. એક અત્યંત શક્તિશાળી સાધન. ઉપયોગ કરતા આવડે તો પરમ મિત્ર અને ગાફેલ રહ્યાં તો ધીરેથી ક્યારે કબજો જમાવી લે તે કહી ન શકાય.
સ-રસ લેખ…
LikeLike
Thank you vkvora ji. Plz keep visiting
LikeLike
ખૂબ સરસ
LikeLike