મમ્મી


એક જ વાક્યમાં કહું તો,
“ગમે ત્યારે જેની પર પ્રેમથી દાદાગીરી કરી શકાય..લોજીક – બિનલોજીકની ચિંતા કર્યા વિના બકબક કરી શકાય, જે ગમે એટલું હેત વરસાવે તો ય આપણે એના આગળના વરસાદની ચાતક દિલથી રાહ જોઇને જ બેઠા હોઈએ, આપણાં વાળમાં હાથ ફેરવે ત્યારે દિલ પાણી પાણી થઈ જાય ને ઘણીવાર હેરસ્ટાઇલ બગાડી કાઢીનો ખોટો ગુસ્સો ય કરી લીધો હોય., તું તો રોજ રોજ એકનું એક જ બનાવે છે કહેતા હોઈએ ને લાંબો સમય જો ઘરની બહાર ખાવું પડે ત્યારે એ એકનું એક કૈક સ્વર્ગીય સ્વાદવાળું ભોજન કાયમ યાદ આવે, એ હાથ એ રસોઈ એ કોળિયાં માટે દિલ તરસે..એવી #મા એટલે દુનિયાની સૌથી સુંદર સ્ત્રી હોય છે.”😊
-સ્નેહા પટેલ.
13મે, 2018
#mother #મમ્મી