Mummy

મમ્મી,

તું બહુ યાદ આવે.

હજુ જાણે કાલની વાત જ લાગે છે કે

હું તારા ખોળામાં માથું મૂકીને સુઈ જતી

અને તું વહાલથી મારા વાળમાં હાથ ફેરવતી.

હું તને ભીંડાનું શાક અને દાળ ભાત બનાવવા માટે કહેતી.

‘મને અને તારા દોહિત્રને બહુ ભાવે છે’

આવું સાંભળતા જ તારું મોઢું ગર્વથી છલકાઈ ઊઠતું,

નેે તું સામેથી, ‘સાંજના દૂધીના મુઠીયા બનાવીશ..જમીને જ જજો’ નો મીઠો પ્રસ્તાવ મૂકી દેતી.

મા ને પોતાના છોકરાઓની રગ રગની માહિતી હોય ને !

તારી કાળજીની, મમતાની આવી તો કેટકેટલી વાતો છે મમ્મી..

આખું આભ ભરાઈ જાય તો ય નાનું પડે !

તને યાદ કરતા કરતા આજે એ સઘળી રગ રગ તૂટી જાય છે.

વળી છેલ્લા કેટલાક સમયથી એક નવું કૌતુક – નવી વાત સાંભળવા મળે છે,

‘સ્નેહા, તારો ચહેરો તો અદ્દલ તારી મમ્મી જેવો થતો જાય છે!’

– સ્નેહા પટેલ.

6-5-2018

One comment on “Mummy

 1. માતાની યાદમાં લખાયેલું સ્નેહસભર લખાણ…સુખ અને દુઃખ બંને પરિસ્થિતિમાં “માં” ની યાદ સૌથી વધુ આવે…દરેક સંતાન સૌથી વધુ પોતાની “માં” ની નજીક હોય છે…માતાના ખોળામાં સંતાન નિર્ભય બનીને રમી શકે, જમી શકે, સુઈ શકે, લાડ કરી શકે અને મોકળા મનથી રડી પણ શકે…એક માં પોતાના સંતાનની દરેક નાની-નાની બાબતોનું અને એની જરૂરીયાતોનું કેટલું ધ્યાન રાખે…અને એક માં જ પોતાના બાળકને સૌથી વધુ સમજી શકે…માતા નો પ્રેમ કેટલો નિસ્વાર્થ હોય છે, જગતમાં એની તોલે કોઈ ન આવે…તમને તમારી મમ્મી ની ગેરહાજરી વધુ સાલે છે એટલે લાગણીભર્યું લખાણ લખીને જાણે તમે એમને પત્ર લખીને કહેતા હોય કે માં તારી ખોટ જીવનમાં બહુ વર્તાય છે, હું ફરીથી તારો એ પ્રેમ ઝંખુ છું, તારી હુંફ ઝંખુ છું…અહીં તમારા આ ગદ્યમાં મને તમારુ જ અછાંદસ કાવ્ય “મમ્મી” યાદ આવી ગયું, જે અહીં મુકુ છું…
  “સામે ક્ષિતીજ પર
  સૂર્ય આથમી રહ્યો છે
  એ પણ મારી જેમ જ થાકેલો લાગતો હતો.
  તન -મનનો આ થાકોડો…
  કોઇ સાંભળી શકે…જોઇ શકે…
  એક ગ્લાસ પાણી આપે,
  ત્રણ ડીગ્રી તાવથી ધખતું માથું દબાવી આપે
  ‘વિક્સ’ની ગરમી સાથે હેતની હૂંફ પણ મળી જાય
  કેવું સારું..?
  ઇચ્છાઓ…ઇચ્છાઓ…
  ‘આઉટ ઓફ અપેક્ષાઝોન’ જઈને
  કુકર મૂકયું,
  ભાત – દાળ બનાવ્યા.
  સોફા પર બેસીને સામેની ટીપોઇ પર
  પગ લંબાવ્યા.
  પહેલો કોળિયો ભર્યો
  પણ આ શું ?
  ભાતમાં તો મીઠું જ નથી…
  મોઢું અને મૂડ બેય બગડ્યાં.
  અચાનક
  આંખો સામે એક હેતાળ-કરચલીવાળો જાણીતો બોખો ચહેરો તરવર્યો
  ‘મમ્મી…’
  ઓહ…નાની હતી ત્યારે
  તારી આ મીઠાની શરતચૂક પર
  હું કેટલો દેકારો મચાવી દેતી
  અકળાઇ જતી…
  રાતા લોચનીયામાંથી એક લીલો ડૂમો ફૂટી નીકળ્યો…
  આજે ભાતમાં મીઠું નથી,
  મમ્મી, તું બહુ યાદ આવી ગઈ..!!”
  – સ્નેહા પટેલ
  “જીવનમાં ચપટીક મીઠાની ખોટ કાયમ માટે રહી ગઈ”…

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s