Balatkar- haji Kya sudhi choop rahishu ?


http://www.proudofgujarat.com/viramgaam-7/

https://newstok24.com/%E0%AA%AC%E0%AA%B3%E0%AA%BE%E0%AA%A4%E0%AB%8D%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%86%E0%AA%AA%E0%AA%A3%E0%AB%87-%E0%AA%B9%E0%AA%9C%E0%AB%80-%E0%AA%95%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%82-%E

બળાત્કાર:

‘રોજ બળ્યાં એકના એક જ સમાચાર આવે છે, એમાં શું પેપર વાંચવાના? ‘ વિચારતો મોટા ભાગનો જનસમુદાય કામના લાગતા (!) સમાચારો રસપૂર્વક વાંચીને છાપા બાજુમાં મૂકી દે છે અને રોજિંદા કાર્યમાં પૂરોવાઈ જાય છે. મોટાભાગની વસ્તીને બળાત્કારના કેસની ખાસ કંઇ ખબર જ નથી પડતી હોતી. બહુ બહુ તો અમુક માણસ આને સમાચારથી અપડેટ રહેવાની પોતાની ભૂખ સંતોષવા, કાં તો પાનના ગલ્લે કે આજકાલ  ફેસબુકના ઓટલે ચર્ચામાં બે શબ્દ બોલીને પોતાનું જ્ઞાન છતું કરી શકે એ આશયથી આવા સમાચાર વાંચી લે એમાં પણ  કોઇ વ્યસ્ક છોકરી હોય તો એમ વિચારવાનું ચાલુ કરે છે કે,’આ છોકરીના લખખ્ણ જ એવા હતાં, આખો દિ’ ગામના – સોસાયટીના છોકરાંઓ સાથે હા હા હીહી..રોજ એમના સ્કૂટર બાઈક પર રખડવાનું અને હા..સાલું કપડાં પણ કેવાં પહેરે છે – અડધાં અંગ તો ખુલ્લાં જ રહે છે ! આ હાથે કરીને છોકરાંઓની ઉશ્કેરણી કરે છે ને પછી બળાત્કાર જેવું થાય ત્યારે રડતાં રડતાં સતી સાવિત્રી થવાના નાટકો કરે છે. કોને ખબર આની પહેલાં કેટલાંય છોકરાંઓ સાથે પોતાની મરજીથી સૂઇ ચૂકી હશે આ બિચારો કોઇ એની વાત નહી માની હોય એટલે હોહા કરીને બદનામ કરવાના ધંધા કરે છે.’ (છોકરીઓ જેની સાથે રખડે છે એ છોકરાંઓનો તો જન્મજાત અધિકાર છોકરીઓને લઈને ‘ફરવાનો..એમને એક અક્ષર ના કહેવાય. ઉલ્ટાનું એ ગૌરવપ્રદ વાત !)

બસ. અહીં હું વાંચકોને બે પળ અટકવાનું કહું છું અને આખી વાત ફરીથી વાંચીને વિચારવાનું કહું છું.

‘શું લાગ્યું ? છોકરી જ આડા પાટાની હતી ને ? છોકરાંઓ સાથે રખડે..ટૂંકા ટૂંકા કપડાં પહેરે પછી બળાત્કારો તો થાય જ ને..!’

મિત્રો, આ મારા શબ્દો નથી, આ અત્યાર સુધીના મોટા ભાગના બળાત્કારના કેસમાં સૌથી વધુ બોલાતા આવેલાં શબ્દો છે, પછી એ મોઢું સ્ત્રીનું હોય કે પુરુષનું – કોઇ ફર્ક નથી પડતો. બળાત્કાર થાય છે એમાં મુખ્ય વાંક જ સ્ત્રીઓના નખરા, કપડાં અને રહેણી કરણીનો હોય છે. પુરુષ તો બિચારો નાદાન – નેટ – મોબાઈલમાં પોર્ન વિડિઓ જોઇ જોઇને મગજ વિક્રુત કરી કાઢ્યું હોય, અમુક સમયે મિત્રોમાં પોતાની મર્દાનગી સાબિત કરવાં ની હોય –  પછી કોઇ પણ સ્ત્રીને જોઇને એ ઉત્તેજિત થઈ જાય અને પછી તો એનો પોતાની જાત પર કંટ્રોલ ક્યાંથી રહેવાનો ? એની તો પ્રક્રુતિ જ એવી કે એ બળાત્કાર કરી જ બેસે. પોતાની વાસના સંતોષવા એ કોઇ પણ સ્ત્રીને એની મરજી વિરુધ્ધ ભોગવી શકે   અરે પોતાની ‘સો કોલ્ડ’ મજા માટે એ છોકરીના ગુપ્તાંગોમાં ગમે તે વસ્તુ નાંખી શકે, ગમે ત્યાં સિગારેટના ડામ દઈ શકે. માત્ર એક દિવસ નહીં પણ આ કાર્યમાં મજા આવતાં એ છોકરી પર પોતાની માલિકી સમજીને એને કોઇ અવાવરુ જગ્યાએ પૂરીને એને ‘મજાની વસ્તુ’ સમજીને વાપરી શકે અને મન થાય તો એના શરીરને ચૂંથીને માંસભક્ષી વરુની જેમ ફાડી નાંખીને મારી પણ શકે છે..બિચારો પુરુષ શું કરે ? એની તો પ્રક્રુતિ જ એવી ભાઈ !

વિકૃત માનસ સાથે ફરતાં આવા પુરુષોએ હવે મનમાનીના નામે માઝા મૂકી છે. એક દ્ર્શ્ય વિચારો તો જરાઃ

પાંચ છ વર્ષની કુમળી બાળકીઓ પોતાના બાળપણની અલાયદી મસ્તીમાં મસ્ત થઈને ધૂળ – પાણી – તડકાં કશાની ચિંતા વિના મમ્મીની રજા લઈને પોતાની ગલી,પોળ,કંપાઉંન્ડમાં પોતાની ઉંમરના બાળકો સાથે ખિલખિલ કરતાં રમતો માણી રહી છે. મમ્મી પણ ઉનાળાની કાળઝાળ ગરમીથી કંટાળેલી હોય છે. છાપાં, ટીવી ના સમાચારો વાંચવા – સમજવા કે એ વાતની ગંભીરતા પોતાની નાનકડી ઢીંગલીઓને સમજાવવા જેટ્લો સમય પણ નથી મળતો હોતો કે વિચાર સુધ્ધાં આવતો હોતો નથી. આ છાપા – ટીવીવાળા તો આવું બધું લખ્યા કરે , બતાડ્યાં કરે. આજે આ બાવાની લંપટલીલા તો કાલે પેલા રાજકારણીના પ્રવચનો, તો ક્યાંક સદીઓથી ચાલ્યાં આવતા બળાત્કારોની  બે ત્રણ કોલમના સમાચારો..હોય હવે, આખરે એ લોકોને ય પોતાના પેટીયાં રળવાંના છે. આપણે હજારો કામ..એમા આવું બધું વિચારવા ક્યાં બેસીએ !

આ બધી ય ગતિવિધીઓનું ધ્યાન રાખીને પોતાના મનની મેલી મુરાદ પૂરી કરનારા હવસખોરો અચાનક એ ટોળામાંથી એક માસૂમ બાળકી ઉપર બાજની જેમ તરાપ મારીને પોતાના પિંજરામાં પૂરી દે છે. નાનકડી બાળકીને તો આ દુનિયાદારીની કોઇ જ સમજ નથી. એને મન તો આ ‘અંકલ’ એને રોજ ચોકલેટ આપે છે, પિત્ઝા ખવડાવે છે એટલે દુનિયાના સારામાં સારા ‘અંકલ’ છે. રોજ પેલો હવસખોર એક ચોકલેટ -પિત્ઝા જેવી લાલચ આપીને પેલી બાળકીને ‘આ વાત કોઇને કહીશ નહીં હોંકે, કાલે હું તને મોટી કેડબરી આપીશ..’કહીને પોતાની હવસ સંતોષે છે ને બાળકી ચોકલેટ ખાવામાં મગ્ન એની સાથે શું થઈ રહ્યું છે એનાથી ય અજાણ હોય છે. એને મન તો એનું આખું વિશ્વ એક ચોકલેટમાં વસ્યું હોય છે. મોટાભાગની છોકરીઓને પોતાના બાળપણમાં આવા ‘અંકલ – કઝિન’ ભટકાયાં જ હોય છે, પણ જ્યારે એ બધાંની સમજ આવે ત્યારે એ વિષયને એક સપનું સમજીને ભૂલી જવામાં જ સમજદારી સમજે છે. કારણ કેસ કરવા જાય તો પુરાવા, આબરુનો ફજેતો અને મુખ્યત્વે ભવિષ્યનો અંધકાર એની નજર સામે તરવરીને ડરાવે છે. કાયદામાં પણ લાલીયાવાડી…કેટલાં ધક્કા ખવડાવે અને કેવા કેવા પ્રશ્નો પૂછે…!

આજકાલ આવા બાળકીઓના બળાત્કારના કેસની સંખ્યા વધી રહી છે. વળી આ બળાત્કાર માટે માત્ર ‘બળાત્કાર’ શબ્દ નાનો પડે છે એટલી હદે એ લોકો છોકરીઓની સાથે વિકૃતિઆચરે છે , મારી પણ કાઢે છે. હવે આમાં સમાજનો પેલો ‘છોકરીના ટૂંકા કપડાં ને નખરાં જ જવાબદાર’વાળો વર્ગ એમની વાત સમજાવો કે આવા કેસોમાં એ વિચાર જ પકડી રાખશો કે?

અલ્યાં ભાઈ, આ નાનકડી માસૂમોને સૂસૂ કરવાં ય ક્યાં જવાનું એ ભાન નથી હોતું. ઘણી તો હજુ ચડ્ડી ભીની કરી દેતી હોય છે, તો ઘણીને ફેશનના મોટા મોટા થોથા સાથે કોઇ જ નાતો નથી હોતો, મમ્મીએ જે પહેરાવ્યાં એ કપડાં પહેરીને રમવાં નીકળી પડી હોય છે. રમવું એ જ એમનું વિશ્વ. મિત્રો સાથેની ધમાલ મસ્તીમાં આવા કોઇ દાનવ સાથે ભેટો થાય તો શું કરવું એવું તો એમની પરીકથામાં ય નથી સાંભળ્યું હોતું. અરે એમના તો અંગોપાંગો પણ હજુ વિકસ્યા નથી હોતાં કે જેનાથી કોઇ પુરુષને બળાત્કાર જેવી કક્ષાએ જવા મજબૂર કરે, ઉત્તેજિત કરે. તો હવે આમાં કોનો વાંક ગણીશું  ?

 શું કહો..જરા જોરથી બોલો તો…ધીમા ધીમા અવાજે સત્ય સ્વીકારનાર સમાજ ખોખલો લાગે છે, મજબૂત ને મક્કમ બુલંદ સ્વરે જે ‘વિકૃત માનસની’ હકીકત છે એનો સ્વીકાર કરો ને શક્ય એટલો બહિષ્કાર કરો. આજે એમના ઘરનો  તો કાલે તમારા ઘરનો વારો પણ હોઇ જ શકે છે.

હજી બેજવાબદારી અને વેવલાંપણાંની ઓથે કેટલી નિર્ભયાનું બલિદાન આપીશું ?

તો ચાલો મિત્રો, જાગૃત બનો અને આવી વિકૃતિને સમાજમાંથી હાંકી કાઢવા બનતાં બધા પ્રયત્નો કરવાની પ્રતિજ્ઞા લઈએ.

‘આજ પછી મારા દેશમાં એક પણ બળાત્કાર ના થવો જોઇએ.’ જેવી વાત વધુ ને વધુ ફેલાવીને સમાજમાં એનો ભાવ વિક્સાવીએ, મજબૂત કરીએ.

-સ્નેહા પટેલ, અમદાવાદ

૨૬૨૦૧૮.

કીડી


Microfiction:

પલંગ પર આરામથી બેસીને લેપટોપ વાપરતા વાપરતા ખાવાની ટેવના કારણે હમણાં કાળી કીડી એ ગૌરવથી પલંગ પર અડ્ડો જમાવ્યો. બહુ રોફથી આમતેમ આંટા માર્યા, થોડી ગલીપચી કરવાના પ્રયત્ન પણ કર્યા અને…

મેં હસતાં હસતાં ઉભા થઈને શાંતિથી મારા બેડની ચાદર બદલી કાઢી.☺

-સ્નેહા પટેલ.

Najar – akshitarak


નજરઃ

अज मौतो हयात चंद पुरसी मन ?

खुर्शीद अज रौजनी दर अफतादो बेरफ्त ।

મોત અને હયાતી વિષે મને શું પૂછો છો ?

સૂર્યનો તડકો એક બારીમાંથી આવ્યો અને નીકળી ગયો.

-રૂમી

આરુષિના ઘરે આજે એનું મિત્ર વર્તુળ ભેગું થયેલું. દરેક જણ પોત પોતાના ફેમિલી સાથે ત્યાં હાજર હતાં અને પાર્ટીની મજા માણી રહ્યાં હતાં. આરુષિ પાર્ટીલવર હતી. એને પાર્ટી આપવાનો અનોખો શોખ હતો. એની આગતા સ્વાગતા એના સર્કલમાં બહુ જ વખણાતી હતી. એના ઘરની બહાર એના મોટા ગાર્ડનમાં લગભગ વીસ બાવીસ જણ હાજર હતાં. ચોમેર ચહલપહલ મચી રહી હતી. એમાં લગભગ સાત આઠ બાળકો પણ હતાં. આરુષિની સખી અરુંધતીનો દસ વર્ષનો દીકરો અદ્વૈત આ બધા ટોળામાં જરા અલગ પડતો હતો. એના હાથમાં ક્યાંકથી થોડી બોલપેન આવી ગઈ હતી – કાં તો એ ઘરેથી એની સાથે જ લઈને આવેલો. અત્યારે બધા છોકરાંઓ ગાર્ડનમાં દોડાદોડ કરી રહ્યાંં હતા, ધમાચકડી ! પણ અદ્વૈત એની બોલપેનની દુનિયામાં મગ્ન હતો. કોઇ એક બોલપેનની રીફિલને આગળથી ખોલી કાઢેલી અને એની ભૂંગળીમાં બીજી બાજુથી ફૂંક મારી મારીને એમાં રહેલી શ્યાહીને એ આગળ ધકેલી રહ્યો હતો.બોલપેન બહુ વખતથી બંધ હશે કદાચ, શ્યાહી જલ્દી આગળ વધતી નહતી. અદ્વૈત એના નાજુક ગાલ ફુલાવી ફુલાવીને એને ધક્કો મારીને આગળ ધકેલી રહ્યો હતો. એ શ્યાહી ભૂંગળીના છેક છેડાં સુધી આવી એટલે એણે બીજી અડધી ભરેલી બોલપેનની રીફિલ એની આગળ ધરી દીધી અને એક રીફિલની શ્યાહી બીજી રીફિલમાં ભરવાનો પ્રયત્ન કરવા લાગ્યો. આ કડાકૂટમાં રીફિલની થોડી શ્યાહી એના કપડાં પર પડી અને પતી ગયું. અરુંધતીનું ધ્યાન જતાં જ બધાંની વચ્ચે એણે દીકરાને એક ઝીંકી દીધી. આખું ય ખુશનુમા વાતાવરણ બે ઘડી સ્તબધ થઈ ગયું. આરુષિએ ધીમેથી અરુંધતિના ખભા પર હાથ મૂક્યો અને બોલી,

‘જસ્ટ રીલેક્સ, તારો દીકરો તો બહુ જ ક્રીએટીવ – સ્માર્ટ છે.’

‘શું ધૂળ ને ઢેફાં સ્માર્ટ ? એનું રીપોર્ટ કાર્ડ જોજે . મેથ્સમાં ૩૦, સાયન્સમાં ૪૨, અંગ્રેજીમાં તો માંડ ૨૫. આખો દિવસ આવું આડું અવળું કામ જ કર્યા કરશે. ભણવામાં તો એનું ચિત્ત જ નથી ચોંટતું. સાવ ડબ્બો છે. શું કરું ?’

‘અરે તારો દીકરો જે કરતો હતો એ વિશે વિચાર. એની નજર સાવ અલગ છે. એ એની રીતે પ્રોબ્લેમ્સનું સોલ્યુશન લાવવાની મહેનત કરે છે. ચોપડીમાં લખ્યું હોય એ પ્રમાણે એને નથી ફાવતું. વળી ચોપડીઓ તો કેટલાં વર્ષો પહેલાં છપાઈ હોય, એમાંથી અમુક અમુક વસ્તુઓ તો સમય સાથે બદલાઈ પણ જાય છે. એટ્લે પુસ્તકીયું જ્ઞાન એ જ બુધ્ધિ કે હોંશિયારી માપવાનું સાધન નથી. સવાલ નજરનો છે. આ જો સામે ડોઇંગરુમના ખૂણામાં વ્હીલવાળી બેગ દેખાય છે ને ? હું ખોટી ના હોઉં તો આપણે બધાંએ પહેલાં ખભે , પીઠ પર થેલાં ઉંચકીને અને હાથમાં વિશાળ બેગો લઈ લઈને સવારી કરી જ હશે.કોઇના મગજમાં એ વજન વિશે કોઇ વિચાર જ નહીં આવ્યો હોય. બધા ગધેડાંની જેમ વજન ઉંચકી ઉંચકીને દોડાદોડ કરતાં હતાં – દુનિયા આમ જ ચાલે છે ને મારે પણ એમ જ ચાલવાનું છે, કોઇ ઓપ્શન જ ક્યાં છે ? એ પછી કોઇ આવા જ ક્રીએટીવ મગજમાં વિચાર આવ્યો હશે કે આ વજન શું કામ ઉચકવાનું ? એનો કોઇક રસ્તો તો હોવો જ જોઇએ. રસ્તો ખબર તો નથી પણ શોધવાથી દરેક સમસ્યાનો ઉકેલ નીકળે જ એવી મક્ક્મ વિચારધારા વાળાએ એના વિશે વિચારવાનું શરુ કર્યું ને વિચારતાં વિચારતાં એ એના સોલ્યુશન સુધી ગયો અને આમ બેગની નીચે વ્હીલની શોધ કરી. અત્યારે આપણે બધાંને બહારગામ જવું હોય તો આ વ્હીલના લીધે કેટલી શાંતિ થઈ ગઈ છે એ વિચાર.’

અરુંધતિ બે ઘડી અસમંજસમાં પડી ગઈ.

‘તું કહેવા શું માંગે છે આરુ?’

‘એ જ કે માનવીના સકસેસ અને એણે ભણેલા ચોપડાંને કોઇ લેવા દેવા નથી હોતું. ખરો વિજય તો સમસ્યાઓના નિરાકરણ માટેના એટીટ્યુડમાં છે. સિક્યોરીટી – સેફ્ટીના ચોકઠામાં જો ગોઠવાઈ ગયાં તો ખલાસ, દુનિયા તમને એનો ઝાંસો આપીને તમારો પૂરતો ઉપયોગ કરી લેવા તૈયાર જ બેઠી છે. પણ જે માનવીમાં સિક્યોરીટીની બહાર જઈને વિચારવાની, વર્તવાની ક્ષમતા છે એ ખરો ક્રીએટીવ છે. કોલેજમાં પહેલો નંબર આવ્યો તો ય ઠીક, સારી જોબ મળશે તો ય ઠીક નહીં તો હું મારી કાબેલિયતના બળ પર મને ગમતું કંઇક ઢંગનુ તો કરી જ લઈશ. આ એટીટ્યુડ ખૂબ જરુરી છે.તારા દીકરાનો નજરિયો સાવ અલગ છે. એક પેનની સૂકાઈ ગયેલી શ્યાહી કાઢી નાંખીને બીજી રિફિલમાં એને પૂરીને એ એક આખી રીફિલ તૈયાર કરવાનો પ્ર્યત્ન કરે છે જે એક ચોકઠાંથી બહારનું થીન્કીંગ છે . એના આ થીંકીંગને તું પ્રોત્સાહન આપ. એકાદ કપડાંની પેર ખરાબ થાય તો થવા દે…તને ક્યાં કંઈ ફરક પડવાનો છે? દીકરાના રચનાત્મક કાર્ય આગળ એ કપડાંની કિંમત પણ શું ? એકચ્યુઅલી સૌપ્રથમ મા બાપને એમના સંતાનોની ખૂબી – કમીની ખબર પડવી જોઇએ. એ થઈ જાય તો સંતાનના ઉછેરમાં -વિકાસમાં એ બહુ જ મદદરુપ થઇ શકે છે. છોકરાંઓને આખો દિવસ ભણ, આ કર તે કર ના ચોકઠાંઓથી મુકત કરીને થોડાં દુનિયામાં એકલા પણ મૂકવા જોઇએ જ્યાં એ પોતાની મરજી, આવડત પ્રમાણે વર્તી શકે અને પછી એમાંથી જ એક દિવસ એ પોતે સૌથી સારું કામ કયું કરી શકે એ વિશે માહિતગાર પણ થઈ શકે. બાકી રોજ રોજની બદલાતી ટેકનોલોજીમાં આ પુસ્તકો તો દર છ મહિને બદલાઈ જાય છે. પુસ્તકના આધારે જ છોકરાંઓને ઉછેરવા એ તદ્દન ખોટો અભિગમ છે.’

અને આરુષિએ બોલવાનું બંધ કયું ત્યારે એની આજુબાજુ બધાં ટોળે વળીને ઉભા હતાં, દરેકના કપાળ પર એક વિચારની પતલી સી લાઈન સ્પષ્ટપણે દેખાતી હતી.

અનબીટેબલઃ જીવનના દરેક તબક્કે આપણે કંઈક ને કંઇક ચોકક્સપણે શીખતાં જ હોઇએ છીએ, શાંતિથી વિચારતાં શું શીખ્યા ? એનો ઉત્તર ચોકક્સપણે મળી આવે છે.

-સ્નેહા પટેલ.

Dhoko


‘ઠ્ક…ઠક…ઠકાક…’
ત્રણ રુમ ધરાવતા ફ્લેટની રસોડાની બહાર આવેલી ચોકડીમાંથી અવાજ આવી રહ્યો હતો. રુપા – શહેરમાં સ્થાયી થવાના અરમાનો સાથે એના એક ના એક પુત્ર અને પતિ સાથે ગામડાંની તાજગીભર્યુ વાતાવરણ છોડીને આવેલી અને અહીં આવીને પતિ કાળુને પૈસા કમાવામાં મદદરુપ થવાના હેતુથી થોડા ઘરના વાસણ – ક્પડાં ધોવાનું કામ કરતી હતી. આ ત્રણ રુમની માલકિન પૂર્વી ફોન પર કોઇની સાથે વાત કરતાં કરતાં ઘરના બીજા કામ આટોપી રહી હતી. રુપા એના અસ્સલ લહેંકામાં કોઇ ગામઠી ગીત ગણગણતી હતી અને કપડાં ધોવાનું કામ કરી રહી હતી. કપડાં ધોકાવતી હતી અને ત્યાં જ એના કાને પૂર્વીનો અવાજ અથડાયો,
‘રુપા, જરા ધીમેથી ધોકા માર. આમ ને આમ તો કપડાં ફાટી જશે .’
અને રુપાની મસ્તીમાં ખલેલ પડી.
‘આ બેનને તો કાયમ દરેક વાતમાં કચકચ જ હોય. વળી હું ક્યાં એમના કપડાં રોજ ધોઉં છું ? એમણે ક્યાં આ કામ બંધાવ્યું છે? આ તો એમનું વોશિંગ મશીન બગડયું છે ને મને આજીજી કરી એટલે સમય ન હોવા છતાં મેં એમનું આ કામ કરી આપવાનું સ્વીકાર્યું હતું, પણ મૂઉ આ શહેર – અહીં કોઇને સમય સાચવ્યાંની કદર જ ક્યાં છે ? બધી વાતો પૈસાથી જ થાય છે.’ અને અચાનક રુપાના જમણાં હાથનો છેલ્લી આંગળીનો નખ ધોવાઈ રહેલ બ્લ્યુ જીન્સના કાપડમાં ફસાઇ ગયો. પાણીમાં પલળવાથી થોડો પોચો થઈ ગયેલ નખ તરત જ તૂટી ગયો અને રુપાના મોઢામાંથી એક ‘હાય’ નીકળી ગઈ. સાબુવાળું પાણી હોવાથી તરત બળવા લાગ્યું. એણે ફટાફટ હાથ ધોઇને નખને સાચવીને દાંત વડે કાપી નાંખ્યો અને ગેલેરીમાં થૂંકી દીધો. પૂર્વી પ્રત્યેની બધી કડવાશ પણ એમાં થૂંકાઈ ગઈ અને ફરી પાછી રુપા પોતાની મસ્તીમાં આવી ગઈ, પેન્ટ પર સાબુ લગાવવા લાગી. અચાનક એનો હાથ અટકી ગયો અને આ પેન્ટ પહેરનારા ઘરના માલિકનો ચહેરો એની નજર સમક્ષ તરવરવા લાગ્યો.
નાજુક નાક નકશાવાળો સ્વસ્તિક ! કાલે કામ કરવા આવતી જ હતી અને લિફ્ટમાં માલિક એની સાથે થઈ ગયા હતાં. આખી લિફટમાં સ્વસ્તિકના બોડીસ્પ્રેની સુગંધ તરતી હતી. રુપાએ નજરની કિનારીએથી જ સ્વસ્તિકની સામે જોયું તો એ એની મસ્તીમાં મસ્ત થઈને ઉભો હતો.વારે ઘડીએ એની નજર ઘડિયાળમાં જતી હતી. રુપાથી સભાનપણે એક અંતર જાળવેલું જેથી કરીને એના કપડાંને પણ ના અડકી જવાય. રુપા એના ગોરા ચિટ્ટા અને એમાં કાળી કાળી દાઢીથી ભરેલ પૌરુષથી ભરેલા ચહેરાંને જોતી જ રહી ગઈ. સ્વસ્તિકનું ઇસ્ત્રી ટાઈટ ફુલ સ્લીવનું વ્હાઈટ શર્ટ જોઇને એની ક્રીસ પર હાથ ફેરવવાનું મન થઈ ગયું. પોતાની આખી જીંદગીમાં રુપાએ આવા ઇસ્ત્રીટાઈટ્ કપડાં નહતાં જોયાં. સલૂકાઈથી શર્ટના કોલરના બટન પણ બંધ કરેલા હતાં અને છેક ઉપરનું બટન પણ બંધ કર્યું હતું , કદાચ એ ટાઈ પહેરવાનું વિચારતા હશે. ટાઈવાળા શર્ટના બટન છેક સુધી બંધ હોય એવું એને હમણાં હમણાંથી થોડું ખબર પડી રહી હતી. વ્હાઈટ શર્ટ અને નીચે લાઈટ સ્કાય બ્લ્યુનુ જીન્સ એ છ ફૂટના વ્યક્તિત્વને અદભુત ઓપ આપતો હતો. ત્યાં જ લિફ્ટ ખચાક દઈને ઉભી રહી ગઈ. બે ય જણ લિફ્ટમાંથી નીકળીને પોતપોતાની મંઝિલ તરફ વળી ગયાં. રુપાના મગજમાં હજી પેલી બોડીસ્પ્રેની સુગંધ તરી રહી હતી. આજી એ જ બ્લ્યુ ડેનિમનું જીન્સ એના હાથમાં હતુ. અચાનક રુપાના મગજના અમુક કીડાં સક્રિય થઈ ગયાં.
‘સ્વસ્તિક.’
કેટલું સરસ નામ અને સ્વભાવ પણ કેવો સરસ ! માલકિણ અને એમની દીકરીને કેવાં હાથમાં ને હાથમાં રાખે છે ! ક્યારેય એમના મોઢામાંથી ઉંચો કે ક્ડવો અવાજ નથી સાંભળ્યો. ગયા મહિને માલકિણ એની બે રજાનો પગાર કાપવા જતી હતી ત્યારે એમણે માલકિણને ટોકી હતી અને કહેલું કે,
‘જવા દે ને પૂર્વી, આ બિચારીએ બે રજા જ તો પાડી છે , બાકીન અઠ્ઠાવીસ દિવસ તારા એ કેવા પ્રેમથી સાચવી લે છે. વળી એ પણ માણસ છે ને, આખો મહિનો એકધારા કામના ઢસરડાં ..’
‘આ તમે પુરુષો શું સમજો ઘરની વાતો ? આમ ને આમ આ લોકોને માથે ચડાવીએ ને તો એક દિવસ આંગળી આપતાં પહોંચો પકડી લે. તમે કંઈ બોલશો નહીં’ અને પૂર્વીએ ધરાર એની બે દિવસના પૈસા કાપી લીધાં હતાં. રુપાનું મોં પડી ગયેલું. એ જ્યારે ઘરની બહાર નીકળી ત્યારે પૂર્વી બેડરુમમાં આડી પડીને કોઇ પુસ્તક વાંચી રહેલી. સ્વસ્તિક ધીરેથી ઉભો થઈને રુપાની પાસે ગયો અને ચૂપચાપ એને સો રુપિયાની નોટ પકડાવી દીધી હતી. મોઢા પર આંગળી મૂકીને ચૂપચાપ એને નીકળી જવા આંખથી જ આદેશ આપી દીધેલો. બે પળ શું કરું – શું ના કરું ની દ્વિધામાં અટવાયેલી રુપા તરત જ સભાન થઈ ગઈ અને આંખોથી જ સાહેબનો આભાર માનીને ત્યાંથી નીકળી ગઈ.
‘સાહેબ.’
અને રુપાનો હાથ જીન્સ પર ફરવા લાગ્યો. જીન્સના પાંયચા, ઢીંચણ આગળથી થોડું સફેદ થઈ ગયેલ કાપડ, કમરની બે બાજુના એક ખીસાની અંદર બીજું નાનું ખીસું, જાડી અને મોટી પિત્તળની મજબૂત ચેન..આ બધા પર સાબુવાળો હાથ હતો કે બીજુ કંઈક..રુપાનું મન લપસવા લાગ્યું. જાણે જીન્સ નહીં જીન્સનો માલિક સાક્ષાત ત્યાં હતો. આંખો ઘેરાવા લાગી હતી. મગજમાં બધું સૂન્ન થઈ જતું હતું. પોતાનો રુખ્ખો હાથ જીન્સને વાગી ના જાય એમ ધીમે ધીમે ફેરવતી હતી.અને
‘રુપા.’
અચાનક પૂર્વીના અવાજથી એની તંદ્રા તૂટી ગઈ.
‘જી..જી ભાભી..’
‘આ મારું વોશિંગ મશીન રીપેર થઈ ગયું છે. હવે કાલથી તું કપડાં ના ધોઇશ. ફકત કચરાં પોતાં અને વાસણ. તારા આટલા દિવસના કપડાં ધોવાના જે પૈસા થતા હોય એ લઈ જજે.’
અને રુપાના દિલમાં એક ધ્રાસકો પડ્યો.
‘બેન, આટલો મહિનો ધોવડાવી દો ને કપડાં.’
‘અરે, મારે શું કામ ખાલી ખાલી તને પૈસા આપવાના ? વળી બ્રશ અને ધોકા મારી મારીને તેં મારા કપડાંની જો હાલત કરી છે એ. ના બાબા ના..તું તારે આજનો છેલ્લો દિવસ કપડાં ધોઇ લે. તમારા લોકોની આ જ તકલીફ છે. કામ બંધાવો એટલે છોડાવીએ ત્યારે દાદાગીરી જ કરી ખાઓ…’ આગળ પણ કેટલું ય બોલી ગઈ પણ રુપાના કાને રોજની જેમ એની કચકચને કાનમાં ઘૂસવા જ ના દીધી અને કામે વળગી.
ડ્રોઇંગરુમમાં પૂર્વી ફોનમાંથી એનું ગમતું ગીત શોધીન કાનમાં ઇયરપ્લગ ભરાવીને આંખો બંધ કરીને સોફામાં આડી પડી ગઈ.
રુપાનો જીવ કળીએ ને કળીએ કપાતો જતો હતો. ચોકડીમાં સામે હજી પેલું જીન્સ પડ્યું હતું, એની સામે જાણે અટ્ટહાસ્ય કરીને એની મજાક ઉડાવી રહ્યું હતું.
‘મૂઆ આ વોશિંગ મશીનની શોધ કોણે કરી હશે ? આવા રુપાળા જીન્સને સ્પર્શવાનો આજે છેલ્લો દિવસ !’
અને રુપાની આંખમાં બોર બોર જેવડાં આંસુ ઉભરાઈ ગયાં. પાણી નાંખીને જીન્સમાંથી સાબુ કાઢ્યો અને વધારાનો સાબુ નીકળી જાય એ હેતુથી બીજું પાણી નાંખીને વધારાનો સાબુ કાઢવા હેતુ હળવા હાથે ધોકો મારવા લાગી.
‘ધબ..ધબ…ધબા..ધબ..’
‘અલી, કપડાં જરા ધીરેથી ધોકાવતી હો તો. આમ ને આમ મારા કપડાં ફાડી કાઢીશ.’
અને અચાનક રુપાના મગજમાં શું ભૂત ભરાયું ખબર નહીં એ ધોકો લઈને ઉભી થઈ . જોયું તો ઘરનો મુખ્ય દરવાજો બંધ હતો, મોઢા પર હિંમત વધી ગઈના ભાવ સ્પષ્ટ થયાં અને હતી એટલી બધી તાકાત ભેગી કરીને એણે સોફા પર આંખો બંધ કરીને ગીતો સાંભળતી પૂર્વીના માથામાં ઉપરા ઉપરી ચાર પાંચ ઘા કરી દીધા.

-sneha patel.

તત્વમસિ – રેવા


ધ્રુવ ભટ્ટની તત્વમસિ –
આ બુક મેં વાંચીને એના ઝીણાં ઝીણાં સંવેદનોને ભરપૂર માણ્યાં છે. આજે જયારે એના પરથી ‘રેવા’ નામની મૂવી બની છે ત્યારે એની પાસે મારી આશા અપેક્ષાઓ ખૂબ જ છે. હું ગુજરાતી, માતૃભાષાને બહુ પ્રેમ કરું એટલે હોલીવુડ,બૉલીવુડ થી થોડું ઓછું ચલાવી લઈશ જેવા વેવલાં બહાના નહિ વિચારું, બોલું કે લખું !
https://wp.me/povbN-O2

‘સંવેદનાનો ખરખરો ‘જેવો લેખ લખતાં અનુભવેલ દુઃખ આ મૂવીની ભારોભાર સંવેદનાઓ માણીને સરભર કરવાનું છે!
-સ્નેહા પટેલ.

આજે મૂવી જૉયું.

માતૃભાષાનો સાચો અર્થ સમજાવવા આજની પેઢીને આપણી સંસ્ક્રુતિ, મૂળ સાથે જોડાયેલા રહેવાની લાગણી, મહત્વ સમજાવીએ તો કદાચ ‘મા’ જેવી ભાષાના વપરાશ માટે ઉપદેશનો એક શબ્દ ના કહેવો પડે. એ બધી લાગણી આપોઆપ ગુજરાતીઓના દિલમાં ઉગી નિકલે. ધ્રુવભટ્ટના પુસ્તક ‘તત્વમસિ’ પરથી બનેલ સુંદર, નિર્મલ ને પ્રકૃતિના ખોળે રમાડતું, ઝુલાવતું પિકચર ‘રેવા’ જોઈને આ એક જ વિચાર મગજમાં આવ્યો.

હું આવું રખડી શકવાની નથીએટલે જોઈને માજા માણું.. મને આવી પ્રજાની નિખાલસતા ગમે પણ એમનું જંગલીપણું સહન કરવાની તાકાત નથી. હજુ નર્મદા ના વધુ સિન લેવા જેવા હતા એવું લાગ્યું..
– સ્નેહા પટેલ.
23-4-2018.
રાતના દસ વાગ્યે.
શુભ રાત્રી.

One beautiful lekh on word ‘tat vam ashi’ from https://yogicjourneys.com/tag/tatvamasi/

Tatvamasi

  • Tat Vam Asi

    I am the ocean. You are the ocean.

    We are part of the same ocean.

    I am a wave born of the ocean. You are a wave born of the ocean.

    Each wave is a specific expression.

    It is my expression. It is your expression. It is our expression.

    Our waves may be different, yet we are still part of the same ocean.

    Once our waves crash on the shores they will return to the ocean.

    To the original form and to everyone else.

    Tat Tvam Asi

    Tat Tvam Asi (तत्त्वमसि) is a Sanskrit phrase and one of four of the great sayings of the Upanishads which were the ancient teachings and dialogues shared between teacher and student.

    Tat Tvam Asi

    You are that. That you are.

    Meaning there is a spark of divine, god, consciousness within each of us.And this same sparks rests within everyone else too. We are a part of the universe and the universe manifests in us.

    “Tat Tvam Asi is a concept, if taken at a practical level, will act as a panacea for most human problems today. To internalise the concept of Tat Tvam Asi we as individuals need to grow mentally and spiritually. It’s not easy but the reward on offer for those who embrace it, can be one of the most liberating feelings in the world” – Ranjith Vallathol

    Tat Tvam Asi

    We no longer see ourselves as separate.

    There is no separateness.

    There is no loneliness or disconnection.

    There is only “oneness” and with that, comes unity.

    Union between our individual souls (atman) and the infinite (brahman).

    Ramana Maharshi said “Awareness is the only truth. The spatio temporal universe is an illusion. THere is no difference between awareness or the individual self. The goal, is to realise that one is not an individual but awareness itself. Everything is awareness.

    Lets start our journey in 2017 with this awareness. The awareness that each soul is potentially divine. And that god is within us. Each of us. The search has to be within. The journey needs to be inward.

    Om Shanti!

gujarati grammer


From watsaap – kiritbhai

જોડણીના સામાન્ય નિયમો!

સામાન્ય રીતે બધા જ વિદ્યાર્થીઓ જોડણી કરતી વખતે દ્વિધા અનુભવતા હોય છે. ખાસ કરીને હ્રસ્વ ઇ – િ તથા દીર્ઘ ઈ – ી, તેમજ હ્રસ્વ ઉ – ુ તથા દીર્ઘ ઊ- ૂ, તેમજ અનુસ્વાર ‘ં’ તથા જોડાક્ષર.

આ બધી બાબતો જો સરળતાથી સમજાય તો ભૂલો થવાની સંભાવના બહુ ઓછી રહે છે. અને તેથી જ અહીં જોડણીના કેટલાક સામાન્ય નિયમો આપેલ છે. જે માત્ર વિદ્યાર્થીઓને જ નહીં પણ તેના વાલીઓને પણ ઉપયોગી થઈ શકશે.

1) ‘ત્રિ’ થી શરૂ થતા શબ્દમાં હ્રસ્વ ‘ઇ’ િ ની માત્રા કરવી.

દા.ત. ત્રિફળા, ત્રિશુળ, ત્રિશંકુ, ત્રિરંગો, ત્રિરાશિ વગેરે…

2) ‘પ્રિ’ થી શરૂ થતાં શબ્દમાં હ્રસ્વ ‘ઇ’ િ ની માત્રા કરવી.

દા.ત. પ્રિન્ટ, પ્રિન્સ, પ્રિય વગેરે…

3) બંને અક્ષર ઈ કાર વાળા શબ્દમાં પ્રથમ અક્ષરમાં દીર્ઘ ‘ઈ’-ી તથા બીજા અક્ષરમાં હ્રસ્વ ‘ઇ’– િ ની માત્ર કરવી.

દા.ત. રીતિ, પ્રીતિ, ભીતિ, ગીતિ, કીર્તિ, શ્રીતિ વગેરે…

4) ‘ઇત’ પ્રત્યે વાળા શબ્દોમાં હ્રસ્વ ઇ – િ ની માત્ર કરવી

દા.ત. પ્રેરિત, પ્રોત્સાહિત, ઉત્સાહિત, કલંકિત,ઇચ્છિત.વગેરે….

પ) શબ્દના અંતે ‘ઈક’ લાગે ત્યારે તેવા શબ્દોમાં પણ હ્રસ્વ ‘ઇ’ –િ ની માત્ર કરવી.

દા.ત. સામાજિક, ધાર્મિક, શૈક્ષણિક, આધ્યાત્મિક,વૈવાહિક, પૌરાણિક, ઔપચારિક, નૈતિક, પ્રમાણિક,દૈનિક, ભૌગોલિક, વૈજ્ઞાનિક, પારંપારિક, વૈશ્વિક,ઈસ્લામિક, પ્રસ્તાવિક વગેરે…

૬) ‘ઈયા’ પ્રત્યેય લાગેલા શબ્દોમાં હ્રસ્વ ઇ – િ ની માત્ર કરવી

દા.ત. દરિયા, રૂપિયા, વાણિયા, કડિયા,ગાંઠિયા, ઘડિયાળ, કાઠીયાવાડ, પટોળિયા વગેરે…

૭) શબ્દાંતે ‘ઇય’ વાળા શબ્દોમાં દીર્ઘ ‘ઈ’- ી ની માત્રા કરવી.

દા.ત. રાજકીય, રાષ્ટ્રીય, વિદ્યાકીય, માનનીય,આદરણીય, નાટકીય, ભારતીય, ભાષાકીય,સંચાલકીય, શાળાકીય, નાણાકીય વગેરે…

૮) આ ઉપરાંત બંને ‘ઇ’ હ્રસ્વ થતા હોય તેવા કેટલાક શબ્દો જોઈએ તો …

સ્થિતિ, તિથિ, ટિકિટ, ગિરિ, મિતિ, ભૂમિતિ, સમિતિ

(૯) શબ્દમાં આવતા ‘(રેફ) પૂર્વે ‘ઈ-ઊ’ દીર્ઘ હોય છે.
કીર્તન, તીર્થ, જીર્ણ, મૂર્તિ, સ્ફૂર્તિ, ચૂર્ણ, સૂર્ય, સંપૂર્ણ,કીર્તિ, દીર્ઘ, શીર્ષક, આશીર્વાદ, ઈર્ષા, ઊર્ધ્વ, ઊર્મિ,મૂર્ચ્છા, ધૂર્ત, મૂર્ખ, ઊર્જા, પૂર્ણિમા, પ્રકીર્ણ.
અપવાદ – ઉર્વશી

(૧૦) ‘ય’ પહેલાં આવતો ‘ઇ’ હ્રસ્વ થાય છે.
ક્રિયા, સક્રિય, નિષ્ક્રિય, પ્રિય, નિયામક, ક્ષત્રિય,ઇંદ્રિય, હોશિયાર, કાઠિયાવાડ, ખાસિયત, મિયાં,એશિયા, દરિયો, રશિયા, ઓશિયાળું, કજિયો,ખડિયો, ચડિયાતું, રેંટિયો, કરિયાતું, પિયર, દિયર,નાળિયેર, ફેરિયો.

(૧૧) શબ્દના છેડે આવતા ‘ઈશ’, ‘ઈન્દ્ર’માં દીર્ઘ ‘ઈ’કરવામાં આવે છે.
અવનીશ, જગદીશ, ગિરીશ, રજનીશમ સત્તાધીશ,ન્યાયાધીશ, યોગેન્દ્ર, ભોગીન્દ્ર, રવીન્દ્ર, હરીન્દ્ર, મુનીન્દ્ર.

(૧૨) નીચેના શબ્દોનાં નારીજાતિના રૂપમાં હ્રસ્વ ‘ઇ’આઅવે છે.
તપસ્વી-તપસ્વિની, વિદ્યાર્થી-વિદ્યાર્થિની, યોગિ-યોગિની, માયાવી-માયાવિની, તપસ્વી-તપસ્વિની,સુહાસિની, મોહિની, વિનોદિની, ગૃહિણી, વિલાસિની,હેમાંગિની, મૃણાલિની, વીણાવાદિની, સરોજિની,નંદિની, પદ્મિની.

(૧૩) નીચેના શબ્દોમાં નામવાચક પ્રત્યય ‘તા’ કે ‘ત્વ’લગાડાતાં અંતે આવતો દીર્ઘ ‘ઈ’ હ્રસ્વ થાય છે.
દા.ત. ઉપયોગી-ઉપયોગિતા, તેજસ્વી-તેજસ્વિતા,સ્વામી-સ્વામિત્વ, ઓજસ્વી-ઓજસ્વિતા.

(૧૪) શબ્દમાં જોડાક્ષર પહેલાંના ઇ, ઉ હ્રસ્વ હોય છે. જેમ કે –
દા.ત. શિષ્ય, ભિસ્તી, મુક્કો, દિવ્યા, ઉત્સાહ, રુદ્ર,લુચ્ચો, ક્લિષ્ટ, પરિશિષ્ટ, હુલ્લડ, જુસ્સો,ખિસ્સાકોશ, સિક્કો, કિસ્મત, દુશ્મન, તુક્કો, પુત્ર,પુષ્પ, સમુદ્ર, શુક્ર, શુદ્ધ, બુદ્ધ, અનિષ્ટ, મુક્ત, પુષ્કળ,મનુષ્ય, ઉત્સાહ, દુષ્ટ, મિત્ર, વિશ્વ, વિષ્ણુ, ચિત્ર,વિદ્યુત, વિદ્યા, ઇચ્છા, પવિત્ર, સંક્ષિપ્ત, સંદિગ્ધ.
અપવાદ : તીવ્ર, શીઘ્ર, ગ્રીષ્મ, ભીષ્મ, સૂક્ષ્મ, સૂત્ર,શૂન્ય, મૂલ્ય, દીક્ષા.

(૧૫) નીચેની જગ્યાએ અનુસ્વાર મુકાય છે.
હું અને તું, મેં, તેં, સર્વનામમાં-
બોલું, લખું તેવા ક્રિયાપદોમાં-
બોલવું, વાંચવું તેવા ક્રિયાપદોમાં-
પોતાનું, રાજાનું, મીનાનું, ઘોડાનું શ્યામનું, વગેરેમાં….
ઘરમાં, નદીમાં, શાળામાં –‘આમાં’ ‘ઓલામાં’‘પેલામાં’ એમ સ્થાન દર્શાવે તે અધિકરણ વિભક્તિમાં જ અનુસ્વાર આવે માતા માટે ‘મા’ વપરાય તેમાં નહીં.
ખાતું, પીતું, લખતું, જ્યાં, ત્યાં, ક્યાં… વગેરેમાં અનુસ્વાર આવે.

Khalil gibran


*”Pity the nation”*
*”એ દેશ ની દયા ખા જો”*
*~ Khalil Gibran*

Pity the nation that is full of beliefs and empty of religion.

Pity the nation that wears a cloth it does not weave
and eats a bread it does not harvest
and drinks a wine that flows not from its own wine-press.

Pity the nation that acclaims the bully as hero,
and that deems the glittering conqueror bountiful.

Pity a nation that despises a passion in its dream,
yet submits in its awakening.

Pity the nation that raises not its voice
save when it walks in a funeral,
boasts not except among its ruins,
and will rebel not save when
its neck is laid between the sword and the block.

Pity the nation whose statesman is a fox,
whose philosopher is a juggler,
and whose art is the art of patching and mimicking

Pity the nation that welcomes its new ruler with trumpeting,
and farewells him with hooting,
only to welcome another with trumpeting again.

Pity the nation whose sages are dumb with years
and whose strongmen are yet in the cradle.

Pity the nation divided into fragments,
each fragment deeming itself a nation.

― Khalil Gibran

એ દેશની દયા ખાજો

એ દેશની દયા ખાજો જે માન્યતાઓથી ભરેલો અને ધર્મથી ખાલી છે.

એ દેશની દયા ખાજો જે પોતે નથી વણ્યું એ કાપડ પહેરે છે
અને એ રોટલી ખાય છે જે એણે નથી લણી
અને એ શરાબ પીએ છે જે એના શરાબખાનાંમાંથી નથી વહી.

એ દેશની દયા ખાજો જે લફંગાની નાયક તરીકે જયકાર કરે છે,
અને જે ઝાકમઝોળવાળા વિજેતાને ઉદાર સમજે છે.

એ દેશની દયા ખાજો જે પોતાના સ્વપ્નમાં આવેશને તિરસ્કારે છે,
અને જાગૃતિમાં તાબે થઈ જાય છે.

એ દેશની દયા ખાજો જે પોતાનો અવાજ ઊંચો નથી કરતો
સિવાય કે અંતિમયાત્રામાં હોય,
ઇતરાતો નથી સિવાય કે એના ખંડેરોમાં હોય,
અને બળવો નથી કરતો સિવાય કે
એની ગરદન પર તલવાર તોળાઈ હોય.

એ દેશની દયા ખાજો જેનો વેપારી લુચ્ચો હોય,
જેનો ફિલસૂફ કીમિયાગર હોય,
અને જેની કળા થીંગડિયાળ અને નકલચી હોય.

એ દેશની દયા ખાજો જે એના નવા શાસકને વાજતેગાજતે આવકારે,
અને હુરિયો કરીને વિદાય આપે,
ફક્ત બીજાનું ફરીથી વાજતેગાજતે સ્વાગત કરવા માટે.

એ દેશની દયા ખાજો જેના સાધુઓ વર્ષોથી ગૂંગા છે
અને જેના મહારથીઓ હજી પારણાંમાં છે.

એ દેશની દયા ખાજો જે ટુકડાઓમાં વહેંચાયેલો છે,
દરેક ટુકડો પોતાને એક દેશ ગણતો હોય.

– ખલિલ જિબ્રાન
(અનુ. વિવેક મનહર ટેલર)

એ દેશની દયા ખાજો…

રામરાજ્યની સ્પૃહા કોણે ન હોય? પણ રામરાજ્ય તો રામના નસીબમાંય નહોતું. એનેય કૈકયી-મંથરા, રાવણ ને અંતે ધોબી નડ્યા હતા. મનુષ્યજાતિને આદર્શ રાજ્યની ખેવના કાયમ રહી છે. ૧૫૧૬માં થોમસ મોરે ‘યુટોપિયા’ (આદર્શ કલ્પદ્વીપ) પુસ્તક લખીને આ શબ્દ લોકબોલીમાં રમતો કરી દીધો. સેમ્યુઅલ ટેઇલર કોલરિજે તો રીતસર બાર સદગૃહસ્થો અને બાર સદગૃહિણીઓની મદદથી ‘પાન્ટિસોક્રસી’ (Pantisocrasy) નામના સમાજની સ્થાપના કરી યુટોપિયા બનાવવાની કસરત કરી હતી. પણ યુટોપિયા શબ્દનો ખરો અર્થ જ ‘ક્યાંય નહીં’ (ou-ના, topos-સ્થળ) થાય છે. ખલિલ જિબ્રાન દેશને આદર્શ બનાવવો હોય, રામરાજ્ય સ્થાપવું હોય તો કઈ કઈ કમજોરીથી બચીને રહેવું જોઈએ એની વાત પ્રસ્તુત રચનામાં કરે છે.

જિબ્રાન ખલિલ જિબ્રાન. ૦૬-૦૧-૧૮૮૩ના રોજ લેબેનોન ખાતે ખલિલ અને કામિલાને ત્યાં ખ્રિસ્તી ગરીબ પરિવારમાં જન્મ. ગરીબીના કારણે બાળપણમાં માત્ર ઘરેલુ શિક્ષણ જ મળ્યું. ઉચાપતના ગુનાસર પિતાને જેલ થઈ અને સંપત્તિ જપ્ત થઈ ગઈ. આ કારણોસર નાનપણમાં જ માતાએ બાળકો સાથે બોસ્ટન, અમેરિકા ઉચાળા ભર્યા. શાળામાં એના નામની જોડણી Khalil ના સ્થાને ભૂલથી Kahlil લખાઈ ગઈ જેના કારણે આજે પણ એમના પુસ્તકોમાં બંને પ્રકારની જોડણી જોવા મળે છે. શાળેય શિક્ષણોપરાંત કળા પણ ભણ્યા. ૧૫ વર્ષની વયે ફરી બૈરુત ભણવા આવ્યા અને ‘કોલેજ પોએટ’ બન્યા. અમેરિકા પરત ફર્યા એ ગાળામાં એમના ભાઈ-બહેન ક્ષયરોગથી અને માતા કેન્સરથી નિધન પામ્યા. એકાધિક સ્ત્રીઓ સાથે સ્નેહસંબંધ. મેરી એલિઝાબેથ હસ્કેલ સાથે મૈત્રી થઈ જે આજીવન ટકી પણ લગ્નમાં ન પરિણમી. મેરીએ એમના ચિત્રો અને લખાણોમાં એટલા બધા સુધારા કર્યા કે સહલેખિકા જ કહી શકાય. પેરિસની આર્ટ સ્કૂલમાં પણ ભણ્યા. ૧૯૧૮ પછી મોટાભાગે અંગ્રેજીમાં જ લખ્યું પણ અમેરિકાનું નાગરિકત્વ કદી સ્વીકાર્યું નહીં. ૧૯૨૩માં ‘ધ પ્રોફેટ’ પ્રગટ થયું અને બે મહિનામાં તો પ્રથમ આવૃત્તિ ખપી પણ ગઈ. પચાસથી વધુ ભાષાઓમાં એનો અનુવાદ થયો છે. એકલી અમેરિકન આવૃત્તિ જ નેવુ લાખથી વધુ વેચાઈ ચૂકી છે. ૨૦૧૨ સુધીમાં તો વિશ્વભરમાં એક કરોડથી વધુ પ્રત વેચાઈ ચૂકી હતી. કહેવાય છે કે દર બીજી-ત્રીજી મિનિટે હજી એક પ્રત વેચાઈ રહી છે. મરણ થયું ત્યારે જિબ્રાન પ્રોફેટના બીજા ભાગ ‘ધ ગાર્ડન ઑફ પ્રોફેટ’ લખી રહ્યા હતા. અને ત્રીજો ભાગ ‘ધ ડેથ ઓફ ધ પ્રોફેટ’નું તો એક વાક્ય જ લખી શક્યા હતા. ૧૦-૦૪-૧૯૩૧ના રોજ ન્યૂયૉર્ક ખાતે પારાવાર શરાબખોરીના કારણે યકૃત ખરાબ થવાથી અને ક્ષયરોગના બેવડા મારથી દેહાવસાન. એમની ઇચ્છા પ્રમાણે લેબેનોન ખાતે દફનાવાયા. કબર પર લખ્યું છે: ‘હું તમારી જેમ જીવંત છું, અને તમારી બાજુમાં જ ઊભો છું. આંખો બંધ કરો, અને આજુબાજુ જુઓ, તમે મને તમારી સામે જ ઊભેલો જોશો.’

ઉત્તમ ચિત્રકાર, કવિ અને લેખક. અંગ્રેજી અને અરબી એમ બંને ભાષામાં લખ્યું. ઓગણીસમી સદીમાં થઈ ગયેલા સિરિઅન લેખક ફ્રાન્સિસ મારાશની એમના લખાણમાં ઊંડી અસર જોવા મળે છે. એમના નિબંધ, કવિતાઓ, ગદ્યકાવ્યો અને કાવ્યાત્મક ગદ્ય વિશ્વસાહિત્યમાં અલગ તરી આવે છે. અરબી સાહિત્યની કાયાપલટ કરવામાં એમની બળવાખોરીનો પ્રમુખ ફાળો હતો. પારંપારિક ક્લિષ્ટ અરબી સાહિત્યને સરળ નિરાડંબરી ભાષા અને અંગ્રેજી રોમેન્ટિસિઝમની છાંટથી એમણે ચોંકાવી દીધું જેના પરિણામે અરબી સાહિત્યજગતમાં પુનર્જાગૃતિ (રેનેસન્સ)ના શ્રીગણેશ થયા. વિવેચકોએ એમની કળા અને સાહિત્ય બંનેની ખાસ્સી અવગણના કરી છે પણ હકીકત એ છે કે શેક્સપિઅર અને લાઓઝી પછી દુનિયામાં આજદિનપર્યંત સૌથી વધુ વેચાતા-વંચાતા કોઈ કવિ હોય તો તે જિબ્રાન છે. સમયની સાથે વધતી રહેલી એમની લોકપ્રિયતા કોઈ વિવેચનની મહોતાજ નથી.

પ્રસ્તુત ગદ્યકાવ્ય ‘પ્રોફેટ’ના બીજા ભાગ ‘ગાર્ડન ઑફ ધ પ્રોફેટ’નો એક અંશ છે. અલમુસ્તફા એના મા-બાપના બગીચામાં આવે છે અને દરવાજો બંધ કરી દે છે જેથી કોઈ આવી ન શકે. લોકો જાણે છે કે એ બાગમાં એકલો છે પણ કોઈ એને ખલેલ કરવા દરવાજાની નજીક પણ આવતું નથી. એક-બે નહીં, ચાળીસ દિવસો સુધી અલમુસ્તફા એ મકાન અને બગીચામાં એકલા રહ્યા પછી એ દરવાજો ખોલે છે અને નવ માણસો અંદર આવે છે. એક સવારે હાફીઝ એને પૂછે છે, ‘સ્વામી, એ ઓરફાલિઝ શહેર અને એ ભૂમિ વિશે અમને કહો જ્યાં તમે બાર વરસ વિતાવી દીધાં.’ જવાબમાં અલમુસ્તફા જે કહે છે તે આ કવિતા છે. જિબ્રાન એમની આગવી શૈલી મુજબ એકદમ સીધીસટીક ભાષામાં જ વાત કરે છે. ૧૯૩૩માં આ પુસ્તક પ્રગટ થયું પણ વાત આજે સાડા આઠ દાયકા પછી પણ આજના ભારત માટે જ ન લખાઈ હોય એવી તંતોતંત પ્રસંગોચિત છે!

અખા ભગતના છપ્પા અને ભોજા ભગતના ચાબખા જેવી તીવ્રતા જિબ્રાનની મસૃણવાણીમાંથી પડઘાતી સંભળાય છે. પહેલી પંક્તિથી આગળ જ ન વધીએ, એ એક પંક્તિ જેટલો જ સુધારો પણ દેશમાં કરી શકીએ તો પણ આખો જન્મારો સાર્થક ગણાય! જિબ્રાન એ દેશની દયા ખાવાનું કહે છે જે ખોખલી માન્યતાઓથી ભર્યોપડ્યો છે પણ સાચા ધર્મના નામે ખાલીખમ હોય. ભારતવર્ષના સમગ્ર ઇતિહાસ પર નજર કરતાં આપણને જણાશે કે ધર્મના નામે આપણે શૂન્યથી વિશેષ કંઈ જ નથી. અખો બહુ સરસ વાત કરી ગયો:

તિલક કરતાં ત્રેપન વહ્યાં, ને જપમાળાનાં નાકાં ગયાં;
તીરથ ફરી ફરી થાકયાં ચરણ, તોય ન પહોંચ્યો હરિને શરણ;
કથા સુણી સુણી ફૂટ્યા કાન, અખા, તોય ન આવ્યું બ્રહ્મજ્ઞાન.

આપણો ધર્મ એ બાહ્ય પહેરવેશ માત્ર છે, ભીતરનું શરીર તો એનાથી સાવ અલગ ને અળગું જ છે. ધર્મસ્થાનોમાં જઈને ભક્તિ કરવી, ગાયને ચારો નીરવો, ગંગામાં નહાવું, દિવસમાં પાંચવાર નમાજ પઢવાથી કે દર રવિવારે ચર્ચમાં સર્મન્સ સાંભળવાની નિયમિતતા એ જ આપણી ધાર્મિકતા. હરિવંશરાય બચ્ચન ‘બુદ્ધં શરણં ગચ્છામિ’ કવિતામાં કહે છે: ‘જ્યાં છે તારી વસ્તીઓ, તારા બજાર, તારી લેવડ-દેવડ, કમાઈ-ખર્ચના સ્થાન, ત્યાં ક્યાં છે રામ, કૃષ્ણ, બુદ્ધ, મહમ્મદ, ઈસુના કોઈ નિશાન? માનવતાનો થાત બુરો હાલ, જો ઈશ્વર હાજર રહત સર્વસ્થળ, સર્વકાળ. એણે બનાવડાવીને મંદિર, મસ્જિદ, ગિરજાઘર ખુદાને કરી દીધો છે બંધ; આ છે ખુદાની જેલ.’ ઓશોએ એના એક પ્રવચનમાં કહ્યું હતું, ‘દુનિયાને બચાવવી હોય તો ધર્મને મારી નાંખો.’ સાચી વાત છે. મનુષ્ય ઈશ્વરનું નહીં, ઈશ્વર મનુષ્યનું સર્જન છે. કોઈકે કહ્યું છે: ‘ઈશ્વરનો આવિષ્કાર કરતી વખતે, સૌથી અગત્યની બાબત એ દાવો કરવાની છે કે એ દરેક પ્રકારે અદૃશ્ય, અશ્રાવ્ય અને અતીન્દ્રિય છે’ ઈશ્વર એ સદીઓથી થતું આવેલું માનવજાતનું સામૂહિક બ્રેઇનવૉશિંગ છે. સાચું કહીએ તો ધર્મથી મોટો કોઈ અધર્મ જ નથી અને ઈશ્વરથી મોટું કોઈ અસત્ય નથી. ભગવાનના નામે જેટલા ખૂનખરાબા થયા છે એટલા તો કોઈ શેતાનના નામે પણ થયા નથી. ધર્મના નામે જેટલો અધર્મ થયો છે એની સામે રોજિંદા વ્યવહારનો અધર્મ તો રતીભાર પણ નથી. આજે પણ વાતવાતમાં ધર્મના નામે લોકો રસ્તા ઉપર આવી જાય છે. હકીકત એ છે કે સાચો ધર્મ કદી કોઈને કોઈપણ પ્રકારનું નુકશાન પહોંચાડી શકે જ નહીં. સાચો ધર્મ એટલે સમગ્ર સૃષ્ટિ પરત્વે કરુણા, સમદૃષ્ટિ. ધર્મ એટલે વયષ્ટિથી સમષ્ટિ સુધીનો સદભાવ. એટલે જ જિબ્રાન ધર્મથી ખાલી દેશની દયા ખાવા કહે છે.

પછીની વાતમાં ગાંધીજીના સ્વદેશી અને વિનોભા ભાવેના સર્વોદયની વાત નજરે ચડે છે. જે દેશ પોતાની મૂળભૂત જરૂરિયાત જાતે પૂરી ન કરી શકતાં બીજા દેશ પર અવલંબિત હોય એનાથી વધુ દયનીય દેશ બીજો કયો હોઈ શકે? સિંગાપોર અને મલેશિયા વચ્ચેની પાણીની તકરાર જાણીતી છે. બંને દેશો વચ્ચે અવારનવાર કરાર કરવામાં આવ્યા છે. એક જમાનો હતો જ્યારે સિંગાપોર એની પાણીની જરૂરિયાત માટે મલેશિયા પર પૂર્ણપણે આલંબિત હતો પણ ધીમે ધીમે સિંગાપોર પાણીની બાબતમાં સંપૂર્ણ સ્વાવલંબી થવા જઈ રહ્યું છે. જે કામ ૨૦૬૧ સુધીમાં કરવાનું હતું એ ૨૦૧૮ સુધીમાં લગભગ કરી દઈને સિંગાપોરે સ્વાવલંબનનું મસમોટું ઉદાહરણ બેસાડ્યું છે. અને કદની દૃષ્ટિએ સાવ ટચુકડું સિંગાપોર સ્વમાનની દૃષ્ટિએ આપણા કરતાં ચાર ચાસણી ચડે એમ છે.

જિબ્રાન કહે છે કે ગુંડાઓને નાયક સમજે અને સમૃદ્ધિની ઝાકમઝોળ કરનારને ઉદાર સમજે એ દેશનું ભલું થઈ રહ્યું. ભારતમાં પહેલાં ડાકુઓ ચંબલની કોતરોમાં ને જંગલોમાં વસતા હતા, હવે સંસદભવનમાં આવી ગયા છે. મોટાભાગના સાંસદો કે ધારાસભ્યો પર કોઈને કોઈ કેસ ચાલી રહ્યા છે, મોટા મોટા માથાંઓ કોઈને કોઈ કૌભાંડમાં સલવાયેલા છે. લોકશાહીના સ્થાને આપણે ત્યાં આજે ગુંડાઓની બેરોકટોકશાહી ચાલે છે.

જે દેશના સ્વપ્ન અને જાગૃતિના કાંટલા અલગ છે એ દેશની દયા ન ખાવ તો બીજું શું કરી શકો? આવેશ એ બેકાબૂ દોડતો અશ્વ છે, એની લગામ ખેંચીને ન રખાય તો એ ક્યારે જમીનદોસ્ત કરી દે એ કહેવાય નહીં. મરણાસન્ન થયા સિવાય અવાજ ઊંચો ન કરી શકે એ દેશનું વળી ભવિષ્ય શું? નાક દબાય ત્યારે જ મોઢું ખોલે એની પાસે શી આશા રખી શકાય? પ્રગતિ તો એ દેશ જ કરી શકે જેની વૃત્તિ આગ લાગતા પહેલાં કૂવો ખોદવાની ને પાણી પહેલાં પાળ બાંધવાની હોય. પોતાના ભવ્ય ભૂતકાળની ગાથામાં રાચતા રહીને કંગાળ વર્તમાન અને ચીંથરેહાલ ભવિષ્યને જોઈ શકવાની સહદેવદૃષ્ટિ ન હોય એ દેશની હથેળીમાં માત્ર વિનાશની રેખા જ અંકાયેલી છે. ‘સોનેકી ચિડિયા’ અને ‘સતયુગ’ના તૂટી ગયેલાં તણખલાં લઈને આપણે વર્તમાનના સાગરમાં હવાતિયાં મારવાથી વિશેષ શું કરી રહ્યાં છીએ આજે? જે દેશમાં માણસો ઈમાનદાર ન હોય, વિચારકો પ્રપંચમુક્ત ન હોય અને જેની પાસે પોતાની મૌલિક કળા પણ ન હોય એ દેશને તો ઈશ્વર જ બચાવે. (જો હોય તો!) એલેક્ઝાંડરે થિબ્સ જીત્યું હતું ત્યારે સૈનિકોને આખા થિબ્સને ધૂળમાં મેળવી દેવાની, મન ફાવે એમ લૂંટ મચાવવાની છૂટ આપતી વખતે કવિ પિન્ડારના ઘરને નુકશાન ન પહોંચે એ માટેની ચીમકી પણ આપી હતી કેમકે એ જાણતો હતો કે કળા શું છે અને કળાનું મહત્ત્વ શું છે.

ચડતા સૂરજને પૂજે અને આથમતાને ઠોકરે ચડાવે એવા દેશનું પણ કોઈ ભલુ કરી ન શકે. જિબ્રાને આ વાત આપણી આરંભથી જ ખોરંભે ચડેલી રેઢિયાળ લોકશાહી માટે જ લખી હોય એવું નથી લાગતું? આપણને શરૂથી જ ‘સાહેબ-કલ્ચર’ કોઠે પડી ગયું છે. ટોળાંની ગુલામ માનસિકતા જ એ છે કે સત્તા પર હોય એને માથે બેસાડવા ને સત્તા ગુમાવે એના પર ખિખિયાટા બોલાવવા ને ચક્ર આમ જ ચાલુ રાખવું. સાધુપુરુષો (સાચા!) દેશનો આત્મા છે કેમકે તેઓ દિશા બતાવે છે અને મહારથીઓ દેશની કાયા છે કેમકે તેઓ સુકાન સાચવે છે. સજ્જનો મૂંગા રહે ત્યારે જ દુર્જનો માથે ચડે છે. પ્લેટૉ ‘રિપબ્લિક’માં કહે છે: ‘(શાણા માણસો માટે શાસનના) અસ્વીકારની સૌથી ખરાબ સજા તેમના કરતાં વધુ ખરાબ માણસના હાથે શાસિત થવું એ છે.’

સરદાર પટેલ અંગ્રેજોના સમય પહેલાં થઈ ગયા હોત અને એમણે ગુલામી પૂર્વે અખંડ ભારતનું સર્જન કર્યું હોત તો અંગ્રેજો કદી ફાવી શક્યા ન હોત. કમનસીબે ભારત દેશ શરૂથી જ નાનાં-મોટાં પરગણાંઓમાં વહેંચાયેલો હતો ને શરૂથી જ એકત્વના અભાવે વિદેશી શાસકો આપણા પર અવારનવાર રાજ કરતા આવ્યા છે. આઝાદીના આટલા વર્ષો પછી પણ દર થોડા વરસે કોઈ એક નવા રાજ્યની રચના કરવાની ફરજ પડે છે ને નવા સ્વતંત્ર દેશોની માંગણીને દબાવતા રહેવું પડે છે કેમકે ટુકડા બનીને જીવવાની મથરાવટી હજી બદલાઈ નથી.

આઠ-નવ દાયકા પહેલાં ખલિલ જિબ્રાને ઊંધા હાથે કાન પકડીને રામરાજ્ય-યુટોપિયા કેવું હોવું જોઈએ એનો ચિતાર આપણને આપ્યો હતો જે સમયની સાથે વધુને વધુ પ્રસ્તુત બનતો જાય છે. રવીન્દ્રનાથ ટાગોરની ગીતાંજલિનું ૩૫મું પુષ્પ યાદ આવ્યા વિના નહીં રહે:

જ્યાં મન નિર્ભય છે ને મસ્તક ઉન્નત છે;
જ્યાં જ્ઞાન મુક્ત છે;
જ્યાં વિશ્વ સાંકડી સ્થાનિક દીવાલોથી છિન્નભિન્ન થઈ વિખરાયેલ નથી;
જ્યાં શબ્દો સત્યના ગર્ભમાંથી પ્રગટે છે;
જ્યાં અથાક પ્રયત્નો એમની બાંહો ફેલાવે છે સંપૂર્ણતા તરફ;
જ્યાં વિવેકનું નિર્મળ ઝરણ ભૂલું નથી પડ્યું મૃત આદતોના ઉજ્જડ રણની રેતીમાં;
જ્યાં મન તારા વડે નિત-વિકસિત વિચાર અને કાર્યમાં આગળ દોરવાય છે-
એ સ્વતંત્રતાના સ્વર્ગમાં, હે મારા પિતા, મારા દેશને જગાડ.

Compliment : whatsapp classic group,, bharat bhattjiઆ

આ કાવ્ય અહીં પણ છે..

એ દેશની ખાજો દયા – ખલિલ જીબ્રાન http://layastaro.com/?p=1911

મિત્ર મુર્તઝા પટેલે બતાવ્યું.આભાર

 

એ  દેશની ખાજો દયા – ખલિલ જીબ્રાન

Posted by ધવલ

દોસ્તો, સફરના સાથીઓ, એ દેશની ખાજો દયા
જ્યાં ધર્મનો છાંટો નહીં, ફિરકા છતાં ફાલી રહ્યા.

સૂત સફરાં અંગ પે – પોતે ન પણ કાંતે વણે,
જ્યાફતો માણે – ન ભૂમિપાક પોતાનો લણે,
લોક જે દારૂ વિદેશી રોજ ઢીંચે ખંતથી,
વતન કેરું મધ પરંતુ જેમણે ચાખ્યું નથી:
રંગ છે બહાદુર! બિરદાવી ફુલેકે ફેરવે,
જે પ્રજા નાચી રહે ગુંડા, ટણકને ટેરવે.

ને દમામે જીતનારાને ગણે દાનેશરી,
હાય, એવા દેશના જાણો ગયા છે દી ફરી.

ભાવનામાં વાસના કેરાં વછોડે આંગળાં,
જિંદગીમાં એ પિશાચીનાં પછી ચાટે તળાં.
મરશિયા વિણ મોકળું ક્યાંયે ગળું ન મૂકતાં,
એકલી ડંફાસ ખંડેરો મહીં જઈ ફૂંકતાં;
માંચડે ફાંસી તણે ચડતાં, કપાતાં ખંજરે,
એ વિના જે હરફ હોઠે કાઢતા યે થરથરે!

જાણજો એ લોકને કાજે રહ્યાં છે છાજિયાં –
દોસ્તો, સફરના સાથીઓ, એ દેશની ખાજો દયા.

લોકનેતા લોંકડી શા જ્યાં કપટના કાંધિયા,
ભૂર ભાષાના મદારી હોય પંડિત વેદિયા,
નામ ફૂટીને કળાનું થીગડાં મારી ફરે,
જ્યાં જુવાનો નકલ નખરાંય ફિસિયારી કરે!

નવા રાજાને કહે વાજાં વગાડીને જિયો!
જાય તો પાછળ ઉડાડી ધૂળ બોલે હૂડિયો,
ને છતાં એ કોઈ બીજાને ફરી સત્કારવા,
એ જ નેજા ! એ જ વાજાં! એજ ખમ્મા, વાહ વા!

જાણજો એવી પ્રજાના ખીલડા ખૂટલ થયા,
દોસ્તો, સફરના સાથીઓ, એ દેશની ખાજો દયા.

મૂક, જર્જર જ્યાં મહર્ષિઓ અવસ્થા કારણે,
જેમના શૂરા જનો પોઢ્યા હજી છે પારણે,
ભાગલા પાડી ઉડાડે નોખનોખી જે ધજા,
ને બધા એ ભાગ પોતાને ગણે આખી પ્રજા!

જાણજો એવી પ્રજાનાં પુણ્ય પરવારી ગયાં,
દોસ્તો, સફરના સાથીઓ, એ દેશની ખાજો દયા.

– ખલિલ જીબ્રાન
અનુવાદ : મકરંદ દવે

રાષ્ટ્રની વ્યાખ્યા કરતી પંક્તિઓ જીબ્રાને એના પુસ્તક ગાર્ડન ઓફ પ્રોફેટમાં લખેલી. એના પરથી મકરંદ દવેએ આ ગીતની રચના કરી છે. ગીત એટલું સરસ છે કે એમાં ભાષા, સમય અને સ્થળની સિમાઓથી પર એક ચિરંજીવ સંદેશ અવતરિત થાય છે. કમનસીબે આ ગીત હજુ આજે પણ એટલું જ પ્રસ્તુત છે. કહે છે The more things change, the more they stay the same.
👆