Satmo maal

19 March

જબરું થયું..આ વાતની આમતો મેં મારી સખી મનીષાને ક્રેડિટ આપેલી, કારણ એ ફિલ્મલાઈનની હોવાથી આ વાર્તા મને ફોનમાં બખૂબી ડિસકસ કરીને કહેલી ને આ મને બહુ જ ગમતા મેં એને શબ્દદેહ આપેલો. જોકે એણે પણ નિર્દોષભાવે જ કહેલું ને આજે પોસ્ટમાંથી પોતાનું નામ કાઢી નાંખવા વિનંતી પણ કરી.

આજે 3-4 મિત્રોના મેસેજ ને ફોન આવ્યા ત્યારે ખબર પડી કે આ તો અનુરાગ કશ્યપની 3લાખ લોકો જોઈ ચુક્યા છે એવી શોર્ટ ફિલ્મ છે.

મેં પણ આજે એ ફિલ્મ જોઈ, ને થોડો અફસોસ થયો કે પહેલા જોઈ હોત તો એની છોકરીનું ચિત્ર આખું છૂટી ગયું છે એ પણ વાર્તામાં લઇ લેત,નોડાઉટ 100% ક્રેડિટ એ ફિલ્મને જ..મને ક્રેડિટની કોઈ પડી નથી પણ આ વાર્તામાં જે સ્ત્રીને ,ટીસ્કાને બતાવી છે એવી દરેક સ્ત્રી બને એવી ઈચ્છા. મને બહુ કોમ્પ્લિમેન્ટ્સ મળ્યાં કે અસ્સલ એવી જ વાર્તા લખી છે..જાણે નજર સમક્ષ એ ફિલ્મ જોતા હોઈએ..આ મારી સફળતા, બાકી તો મિત્રો તમે ય આ ફિલ્મ જુવો ને વિચારો..અને હા,કે ઘણા મિત્રો ફોનમાં પોતાની વાત કહીને એના પર લખવાનું કહે છે..તો એમને વિનંતી કે આવી કોઈ મૂવીની વાર્તા ડિસકસ કરો તો મને ચોખ્ખું કહેવું જેથી યોગ્ય વ્યક્તિને યોગ્ય ક્રેડિટ આપી શકું.

નોર્મલી હું પોતાની રીતે જ વિચારીને, જોઈને વાર્તા જ લખું પણ આ બહુ અપીલ કરી ગઈ ને લખી. તમને ય ગમે તો વધુ ને વધુ share કરી મૂવી, વાર્તા આગળ પહોચાડજો.
બીજું કોઈ બીજી પંચાત સાથે અહીં આવે ઍ પહેલાં જ બધી ક્રેડિટ અનુરાગભાઈની ટીમને આપું છું. 😀

 

સાતમો માળઃ
‘ઠક..ઠક…ઠક..’
હિમાનીના સેંડલની હીલ થોડી નાની હતી પણ દાદર ચડતાં એક લયાત્મક ધ્વનિ ઉતપન્ન કરતી હતી. પરસેવાની બૂંદ એના લમણાંની બે બાજુથી વહેવા લાગી હતી. ‘ટપ..ટપાક..’ અચાનક એક બૂંદ એમાંથી એના આસમાની કલરના કલમકારી કુર્તા પર ટપકી અને હિમાની એની ઠંડકથી છેક અંદર સુધી થરથરી ઉઠી. જોકે વાતાવરણમાં એટલી ઠંડી નહતી કે આમ સાવ થથરી જવાય પણ….

સીડીઓની વચ્ચેથી પડતાં ગોળાકારમાંથી હિમાનીએ છેક ઉપર સુધી જોયું. લગભગ પચીસે’ક માળના ફ્લેટ હતાં, એ હજુ પાંચમા માળે પહોંચી હતી અને એની મંજિલ લગભગ સાતમા માળે હતી. હજી બે માળ આગળ.
‘આ સીડીઓ પણ મારા નસીબ જેવી જ છે – કાયમ બે ડગલાં આગળ’ વિચારતા વિચારતાં હિમાની મનોમન દર્દ અનુભવતી હસી પડી.

હર્ષ સાથે આજથી વીસ વર્ષ પહેલાં એના પ્રેમલગ્ન થયાં હતાં. બે ફૂલ જેવા સંતાન પણ હતાં. હર્ષ એને ખૂબ જ પ્રેમ કરતો હતો પણ છેલ્લાં ચાર પાંચ વર્ષથી હર્ષ થોડો બદલાયેલો બદલાયેલો લાગતો હતો. આખો દિવસ ફોન – મેસેજ – મીટીંગ- બહારગામ જેવી પ્રવ્રુતિઓ વધી ગઈ હતી. આટલા વર્ષોથી ધંધો કરતો હતો પણ આટલું બહારગામ જવાનું એને ક્યારેય નહતું થતું. શરુઆતમાં ઘરમાં બધાને થોડુંક ઓકવર્ડ લાગ્યું પણ પછી બધા ટેવાઈ ગયા હતાં.

‘ઠક …ઠક..ઠક…હાશ…’ ને હિમાનીની મંઝિલ આવી પહોંચી. ‘સાતમો માળ’

દુપટ્ટાથી પરસેવો લૂછીને અસ્ત વયસ્ત થઈ ગયેલ વાળ પર એક હાથ ફેરવીને સરખા કર્યાં અને ડોરબેલ વગાડીને પોતાના આજકાલ કંટ્રોલ બહાર જતાં બ્લ્ડ પ્રેશરના કારણે વધારે ફુલી જતાં શ્વાસ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કરવા લાગી.
‘ડીંગ ડોંગ.’
ફરી બેલ વગાડી. પણ હજુ દરવાજો ખુલતો નહતો.
‘ચિરાગી ઘરમાં નહીં હોય કે ? ના…ના…ઘરમાં ટીવીનો અવાજ તો આવે જ છે. વળી હમણાં જ એની સાથે વોટસઅપમાં મેસેજમાં વાત થયેલી ત્યારે એ એવું જ કહેતી હતી કે,’ આજે તો ક્યાંય બહાર નથી જવું. બહુ કામ કર્યું છે આખું વીક.આજે ફુલ આરામનો મૂડ છે.’

ફરીથી બેલ વગાડી અને પોરો ખાવા એ દરવાજાની બાજુમાં આવેલી સીડી પર બેસી ગઈ. ત્યાં જ દરવાજો ફટાક દઈને ખૂલી ગયો.
અંદરથી ચિરાગીના દર્શન થયા. અડધો દરવાજો ખોલીને એ હિમાનીને જોઇ રહી.
અસ્ત વયસ્ત ઉતાવળમાં આંતરવસ્ત્ર પર ચડાવેલી પારદર્શક નાઈટી, લીસા સુવ્યવસ્થિત કપાયેલ અને કાયમ સેટ રહેતા વાળની અમુક લટ પણ ડાબેથી જમણે ને જમણેથી ડાબે થઈ ગઈ હતી. એક કાનમાંથી બુટ્ટી પણ ગાયબ હતી.

‘મને એક ગ્લાસ પાણી મળશે કે ? તમારી લિફ્ટ બંધ હતી તો…’

‘હા..હા ચોક્કસ..અને પાણીનો જગ ને ગ્લાસ લાવીને ફટાફટ એણે હિમાનીને પાણીનો ગ્લાસ ભરીને પકડાવી દીધો. પાણી પીધા પછી બે સેકંડે હિમાનીનો શ્વાસ હેઠો બેઠો અને એની નજર ચિરાગીના અધખુલ્લા ઘરમાં ફરી વળી.

‘શું હું થોડી વાર અંદર આવીને બેસી શકુ?’

ચિરાગીનું મોઢું ઉતરી ગયું, કમને પણ એણે હા પાડવી જ પડી.

અચાનક હિમાનીની નજર ચિરાગીના ખૂણામાં પડેલા સુંદર નકશીકામ કરેલા સફેદ સંગેમરમરના ફ્લાવરવાઝ પર પડી.
‘અરે..અદ્દલ આવું જ ફ્લાવરવાઝ હર્ષ ચાઇનાની ટ્રીપ પર ગયેલો ત્યારે લાવેલો.’ને હિમાની ઉભી થઈને એના ઉપર હાથ ફેરવવા લાગી. એની નજર ત્યાં પડદા પાછળથી જરીક જ દેખાતા સોફા નીચે પડેલ કાળા શૂઝ ને મોજા પર પડી.

‘બહુ જ સરસ ઘર સજાવ્યું છે તેં.’

‘હા હમણાં જ ઘરમાં પૂરાં સાત લાખનો ખર્ચો કર્યો છે, આ ફ્લાવરવાઝ તો મેં અહીં કોલબાદેવીની એક દુકાનમાંથી જ લીધેલુઁ સાડા ત્રણસો રુપિયામાં’ ચિરાગી બોલી .

‘સાત લાખ..બહુ કહેવાય. મારે તો ઘરમાં કલર કરાવવો છે પણ એ ત્રીસ ચાલીસ હજારનો મેળ પણ નથી પડતો. પણ ચિરાગી તું તો એ એડ એજન્સીમાં કામ કરે ને..તારો પગાર તો એટલો બધો નહીં હોય તો પછી આ..’ને હિમાની અટકી ગઈ.

ચિરાગીનું મોઢું તમતમી ઉઠ્યુ પણ કશું બોલી ના શકી.

‘ચાલ હવે સીધી વાતના મુદ્દા પર આવું?’
‘મતલબ ?’
ચિરાગી બાઘી બની ગઈ.
‘અઠવાડિઆના બે દિવસ તું એને રાખજે, બાકીના પાંચ દિવસ અમને આપી દે.’
‘હે..એ…એ…!’
‘જો વાતને ગોળ ગોળ ફેરવવાનો અર્થ નથી. આપણે આવી રીતે એક બીજાને એડજસ્ટ કરી લઈશું તો કમ સે કમ રુટીન બની જશે ને લાઈફ સરળ બની જશે, સોમ ને બુધ છોકરાઓને ટ્યુશન હોય છે તો એ બે દિવસ તને આપ્યાં બાકીના પાંચ દિવસ અમારા.’
‘ના.ના….સોમ ને બુધ તો મારે ડાન્સીંગ ક્લસ ને યોગા હોય છે.’
‘ઓહ…એમ વાત છે…તો…એક કામ કર…મંગળ અને શુક્ર તું રાખ.’
‘ના..ના…ંમંગળવાર તો મારે ડાંસ ક્લાસ હોય..’
‘પણ તું તો બુધ્વાર બોલીને હમણાં.’
‘હા પણ એક દિવસ સાલ્સા ને બીજા દિવસે ક્લાસીકલ…કેમ બે ટાઈપના ન્રૂત્ય ના શીખી શકાય?’
‘શનિ…’
‘એ તો સહેજ પણ નહીં ..શનિવાર તો હું અભિનવ..’ ને અચાનક ચિરાગી બોલતાં અટકી ગઈ.
‘ઓહ અભિનવ ..તારી એજન્સીનો માલિક એમ ને…’
‘રવિવાર તો છોકરાંઓ આખો દિવસ ઘરે હોય..એમને એ સમય એમના પપ્પા સાથે વિતાવવો હોય છે એટલે રવિવાર તો તને આપવો બહુ કઠિન પડે..પણ વાંધો નહીં એક રવિવાર તું રાખી લે બાકીના દિવસો અમારા..ચાલ…એમ તો એમ…એક રુટીન તો સેટ થશે.’
‘ના યાર રવિવાર તો હું ટોટલી રીલેક્ષ થાઉં છું. ઘરના અનેકો કામ મારે પતાવવાના હોય. હિમાનીની ઠંડક હવે ચિરાગીની સહનશક્તિની હદ વટાવતી જતી હતી.
‘ઇફ યુ ડોંટ માઈન્ડ હિમાની, મારે કામ પર જવાનું મૉડું થાય છે.’
‘અરે હા..હા..હું તો ભૂલી જ ગઈ કે તારે ઘણાં બધા કામ એકલા હાથે સંભાળવાના હોય છે ! પણ તું મારી પ્રપોઝલ પર વિચારી લે જે શાંતિથી અને પછી મને વોટ્સઅપ પર જ મેસેજ કરી દેજે. અને હા..મહેરબાની કરીને મોજાંની જોડ યાદ કરીને મોકલાવતી રહેજે..શું છે ને કે મારે હવે ઘરમાં મોજાં ખૂટવા લાગ્યાં છે. નાહકનો ખર્ચો કરવો પડશે.’
ને હિમાની ઘરની બહાર નીકળી ગઈ.
એના ગયા પછી લાકડામા વોર્ડરોબમાંથી અડધા વસ્ત્ર ધારણ કરેલો હર્ષ ધૂંઆપૂંઆ થતો બહાર આવ્યો,
‘અભિનવ..હાં…શરમ નથી આવતી તને ?’
નીચે હિમાનીએ ગાડી ચાલુ કરીને ગીયર પાડ્યું અને ત્યાં જ સાતમા માળની ગેલેરીમાંથે એની ગાડીની આગળ હર્ષનું પેંટ્, શર્ટ, મોજા, શૂઝ અને ટાઈ આવીને પડ્યાં. પાતળા ગુલાબી હોઠ પર કાતિલ હાસ્ય ફેલાઈ ગયું અને એ બધાંને ક્રૂરતાથી કચડીને હિમાનીની ગાડી આગળ વધી ગઈ.

-Sneha Patel.

5 comments on “Satmo maal

  1. Snehabahen, Tame bahu saras lakho chhe, pan vadhare maulik lakhavanu suchan karish.
    Aa j story ni Short film ghana samay pahela joyeli chhe. Aa rite to koi pan lakhi shake.

    Like

  2. Sneha H Patel

    19 March

    જબરું થયું..આ વાતની આમતો મેં મારી સખી મનીષાને ક્રેડિટ આપેલી, કારણ એ ફિલ્મલાઈનની હોવાથી આ વાર્તા મને ફોનમાં બખૂબી ડિસકસ કરીને કહેલી ને આ મને બહુ જ ગમતા મેં એને શબ્દદેહ આપેલો. જોકે એણે પણ નિર્દોષભાવે જ કહેલું ને આજે પોસ્ટમાંથી પોતાનું નામ કાઢી નાંખવા વિનંતી પણ કરી.

    આજે 3-4 મિત્રોના મેસેજ ને ફોન આવ્યા ત્યારે ખબર પડી કે આ તો અનુરાગ કશ્યપની 3લાખ લોકો જોઈ ચુક્યા છે એવી શોર્ટ ફિલ્મ છે. મેં પણ આજે એ ફિલ્મ જોઈ, ને થોડો અફસોસ થયો કે પહેલા જોઈ હોત તો એની છોકરીનું ચિત્ર આખું છૂટી ગયું છે એ પણ વાર્તામાં લઇ લેત,નોડાઉટ 100% ક્રેડિટ એ ફિલ્મને જ..મને ક્રેડિટની કોઈ પડી નથી પણ આ વાર્તામાં જે સ્ત્રીને ,ટીસ્કાને બતાવી છે એવી દરેક સ્ત્રી બને એવી ઈચ્છા. મને બહુ કોમ્પ્લિમેન્ટ્સ મળ્યાં કે અસ્સલ એવી જ વાર્તા લખી છે..જાણે નજર સમક્ષ એ ફિલ્મ જોતા હોઈએ..આ મારી સફળતા, બાકી તો મિત્રો તમે ય આ ફિલ્મ જુવો ને વિચારો..અને હા,કે ઘણા મિત્રો ફોનમાં પોતાની વાત કહીને એના પર લખવાનું કહે છે..તો એમને વિનંતી કે આવી કોઈ મૂવીની વાર્તા ડિસકસ કરો તો મને ચોખ્ખું કહેવું જેથી યોગ્ય વ્યક્તિને યોગ્ય ક્રેડિટ આપી શકું.

    નોર્મલી હું પોતાની રીતે જ વિચારીને, જોઈને વાર્તા જ લખું પણ આ બહુ અપીલ કરી ગઈ ને લખી. તમને ય ગમે તો વધુ ને વધુ share કરી મૂવી, વાર્તા આગળ પહોચાડજો.
    બીજું કોઈ બીજી પંચાત સાથે અહીં આવે ઍ પહેલાં જ બધી ક્રેડિટ અનુરાગભાઈની ટીમને આપું છું. 😀

    Like

  3. આ વાતની આમતો મેં મારી સખી મનીષાને ક્રેડિટ આપેલી, કારણ એ ફિલ્મલાઈનની હોવાથી આ વાર્તા મને ફોનમાં બખૂબી ડિસકસ કરીને કહેલી ને આ મને બહુ જ ગમતા મેં એને શબ્દદેહ આપેલો. જોકે એણે પણ નિર્દોષભાવે જ કહેલું ને આજે પોસ્ટમાંથી પોતાનું નામ કાઢી નાંખવા વિનંતી પણ કરી.

    આજે 3-4 મિત્રોના મેસેજ ને ફોન આવ્યા ત્યારે ખબર પડી કે આ તો અનુરાગ કશ્યપની 3લાખ લોકો જોઈ ચુક્યા છે એવી શોર્ટ ફિલ્મ છે.

    મેં પણ આજે એ ફિલ્મ જોઈ, ને થોડો અફસોસ થયો કે પહેલા જોઈ હોત તો એની છોકરીનું ચિત્ર આખું છૂટી ગયું છે એ પણ વાર્તામાં લઇ લેત,નોડાઉટ 100% ક્રેડિટ એ ફિલ્મને જ..મને ક્રેડિટની કોઈ પડી નથી પણ આ વાર્તામાં જે સ્ત્રીને ,ટીસ્કાને બતાવી છે એવી દરેક સ્ત્રી બને એવી ઈચ્છા. મને બહુ કોમ્પ્લિમેન્ટ્સ મળ્યાં કે અસ્સલ એવી જ વાર્તા લખી છે..જાણે નજર સમક્ષ એ ફિલ્મ જોતા હોઈએ..આ મારી સફળતા, બાકી તો મિત્રો તમે ય આ ફિલ્મ જુવો ને વિચારો..અને હા,કે ઘણા મિત્રો ફોનમાં પોતાની વાત કહીને એના પર લખવાનું કહે છે..તો એમને વિનંતી કે આવી કોઈ મૂવીની વાર્તા ડિસકસ કરો તો મને ચોખ્ખું કહેવું જેથી યોગ્ય વ્યક્તિને યોગ્ય ક્રેડિટ આપી શકું.

    નોર્મલી હું પોતાની રીતે જ વિચારીને, જોઈને વાર્તા જ લખું પણ આ બહુ અપીલ કરી ગઈ ને લખી. તમને ય ગમે તો વધુ ને વધુ share કરી મૂવી, વાર્તા આગળ પહોચાડજો.
    બીજું કોઈ બીજી પંચાત સાથે અહીં આવે ઍ પહેલાં જ બધી ક્રેડિટ અનુરાગભાઈની ટીમને આપું છું. 😀

    Aa fb post chhe….joi lejo tya ne khatri Kari lejo.Blog ma update baki hati..Thnx for reminding….koi pan established -writer 3lakh up click Cali youtubeni short film ni copy karvanu pan vichare to pan murkh kahevaay…hahaaaha….

    anyways..Hu totally maulik j lkhu chhu ne Jene jya credit aapvani hoy tya aapu j chhu…aatli posts joine tamne aa vaat khayal aavvo j joie ! chalo E bahane aap Mara blog par aavya ne aatla varshoma first time comment Kari e badal aabhar.aavta rahejo…most welcome..Ne khas to Mara maulik lakhaan par pan feedback aapta rahejo. Thnx

    Biji ek vaat..Aatli short ma aavi asarkarkta sathe varta lkhvi Nana bachchaona khel nathi..Koi pan lakhi shake e vaat no virodh chhe.tame jate j try karjo. Hope success thaao. Anuvaad vise jano chho ? Sahityano vadhu felavo thaay…em Aavi Sundar vaat no mari kalam thaki vadhu felavo thayo evu khayal aave to positive rep karjo.baki aapni marji.
    Sry for Gujarati English. Good night.

    Like

  4. લાગે છે મારાથી ઘણું વધારે લખાઈ ગયું,માફ કરશો.
    લેખન માં તો હું હજુ વિદ્યાર્થી જ છું.
    પણ આગળની કોમેન્ટ એટલે કરી કે વાર્તા છાપામાં આવી છે પણ ત્યાં કોઈને ક્રેડિટ નથી અપાઈ. તમારી પાસેથી કોઈ સફાઈ નથી જોઈતી.
    આભાર.

    Like

  5. અમીબેન,વધારે તો મારાથી પણ લખાઈ ગયું પણ એ જવાબ જરૂરી હતો.hu ધારું તો આપની કોમેન્ટ પણ અપ્રૂવ ના થાય.પણ હું સાચી હતી એટલે મને કોઈ બીક નહોતી.તમારી જેવી લાગણી સચચાઈ નજાણતા લોકોને થાય જ. મારો આખો બ્લોગ મારા નામે કોઈએ સ્નેહા શાહ-અક્ષિતારક સાથે કોપી, રજીસ્ટર કરેલોછે, એફબીમાં અક્ષિતારકનું પેજ સુદ્ધાંબનાવી દીધું છે.. અવારનવાર કાવ્યોની ઉઠાંતરી થતી હોય છે પણ મને હવે ફરક નથી પડતો. એની પાછળ સમય નથી વેડફતી, જેવી જેની સમજણ ને નીતિ, પણ મેં ક્યાંકથી ઉઠાંતરી કરી એવો આક્ષેપ સહન ના થાય એટલે આટલું લખવું પડ્યું.મને તમારી કોઈ વાતનું ખોટું નથી લાગ્યું. કોઈ નાનું ne મોટું નથી હોતું. બધા યુનિક હોય છે. લખતા raho.ખૂબ આગળ vadho – શુભેચ્છાઓ.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s