Videsh dharti

 

અમારામાં સતત અવઢવ રહે છે  અને અથવા,

અને  ચોકમાં સિક્કાને ઉછાળી નથી શકતાં !

 

ભરત ભટ્ટ.

 

 

સવારથી  સૌહાદ્રીનું મન ખૂબ બેચેન હતુંજે રાતે સરખી ઊંઘ પૂરી ના થઈ હોય સવારે મૂડ થોડો ઓફ રહેતો પણ કાલે રાતે તો  પૂરાં આઠ કલાક સૂઇ ગયેલી હતી અને પણ ઘસઘસાટતો પછી આજના વલવલાટનું કારણ શું હશે ? દાળનો વગાર કરવાએણે વગારિયું ગેસ પર મૂક્યુંતેલ તતડયાં પછી રાઈમેથીહીંગમરચુંલીમડો નાંખીનેવગારની વાટકી શાકના તાસળામાં ઊંધી કરી દીધી અને તરત  પોતાની ભૂલનો અહેસાસથયોઆજે  શું લોચાલાપસી થયા કરે છે ? ને બન્ને ગેસના બર્નર બંધ કરીને ડ્રોઇંગરુમમાં માથું પકડીને બેસી ગઈત્યાં  અચાનક એના ફોનની રીંગ વાગીફોનબાજુમાં  હતો એણે તરત  ઉપાડ્યો.

 

મમ્મીઓસ્ટ્રેલિયામાં આપણા સુમયની ગાડીને એક્સીડન્ટ થયો છેજોકે એને ખાસ કંઈવાગ્યું નથી એટલે તું ચિંતા ના કરીશ.’

સામે છેડેથી એનો મોટો દિકરો ધીરેન બોલી રહ્યો હતો.

 

ધીરેન અત્યારે ચંડીગઢમાં રહીને સાયન્સ વિષય સાથે પીએચડી નું કામ કરી રહ્યો હતો અનેસુમયથી બે વર્ષે મોટો હતોબારમામાં સાયન્સમાં લગભગ ૯૩લઈ આવનાર ધીરેનનુંસપનું અમેરિકામાં જઈને માસ્ટર કરવાનું હતુંખૂબ  મહેનતુ અને પોતાના કામમાં પૂરીરીતે ચોક્કસ એવા ધીરેન માટે  સપનું પૂરું કરવું  અશક્ય સહેજ પણ નહતુંએણે નેટપર પોતાનાથી બનતી બધી શોધ ચાલુ કરી લીધી હતી અને જરુરી બધી  માહિતી ભેગીપણ કરી દીધી હતીસવાલ હતો તો પૈસાનોસ્કોલરશીપ માટે પૂરતો પ્રયત્ન કરતો હતોસ્કોલરશીપ પછી પણ લગભગ પચીસ – ત્રીસ   લાખ તો ઓછામાં ઓછા કાઢવા પડે એમહતું ઘરમાં કમાનાર એક અને ખાનારા ચાર જણહોસ્ટેલમાં રહીને ધીરેનને કોલેજભણાવવાના ખર્ચાઓને પહોંચી વળવા એના પપ્પા સુરેન્દ્રભાઈએ પોતાના બીજા રખડું અનેભણવામાં ઓછા હોંશિયાર દીકરા પાછળ સહેજ પણ્ ધ્યાન નહોતું આપ્યુંઅને એનેશહેરની એક ચીલાચાલુ કોલેજમાં એડમીશન અપાવીને જેમ તેમે બી.કોમ કરાવી દીધોહતોસામે પક્ષે સુમયને ભણવાની ખાસ કોઇ પડી પણ નહતી ભલો એનું બાઈક ભલુંઅને એના રાતના હાઈવે પર બે બે વાગ્યાં સુધી રખડી ખાનારા દોસ્તારો ભલાએક પણએબ એવી નહતી કે જે સુમયમાં ના મળેમા બાપ બધું જાણતા પણ કશું કરી નહતાશકતાંએવા રખડું દોસ્તા્રોની સંગતમાં એક દિવસ સુમયને  ઓસ્ટ્રેલિયા જવાનો જેકપોટલાગી જવાની શક્યતા હાથ લાગીએણે એના પપ્પાને વાત કરીએમની બરાબર સામે ધીરેન  વખતે કોલેજના છેલ્લાં વર્ષની પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો વખતે એણેતનતોડ મહેનત કરવાની હતીએની સ્કોલરશીપનો બધો દારોમદાર  પરીક્ષાના પરિણામપર હતોસુરેન્દભાઈ સુમય સાથે પૈસાની જોગવાઈ બાબતે માથાકૂટ કરી રહ્યાં હતા.

જો સુમય મારે  ધીરેનને અમેરિકા મોકલવો છેમારી નોકરીના છેલ્લાં પાંચ વર્ષ બાકીછેમારી જે કંઈ મૂડી ગણે  મારું  ઘર અને બેંકમાં વીસ બાવીસ લાખ રુપિયા છેઘર પર થોડાં નાણા ઉછીના લઈને માંડ માંડ તો ધીરેનને મોકલવાનો ખર્ચો નીકળશેતારીમાનું થોડું ઘણું સોનું હશે પણ  તો સાચવી રાખવું પડેહજી તમે બે પગભર થશો ત્યાંસુધી ઘરનો ખર્ચો મારા એકલાના માથે છેહવે તું બોલમારે તારા માટે પૈસાની જોગવાઈક્યાંથી કરવી ?’

પપ્પાતમારી વાત હું સમજુ છુપણ  ગોલ્ડન ચાન્સ છેમારી સાથેના બીજા બે મિત્રોત્યાં જઈને પાંચ વર્ષમાં તો સારી નોકરી શોધી લઈને સરસ સેટ થઈ ગયાં છે ને હવે તોએમના ઘરે વર્ષના પાંચેક લાખ રુપિયા મોકલવાની ત્રેવડ ઘરાવતા થઈ ગયાં છે લોકોમને પૂરતી મદદ કરશેહવે તમે વિચારોપાંચ વર્ષ તમારી નોકરીના પતશે પછી હું તમને એકવર્ષના પાંચ લાખ મોકલી શકીશ્ તો આપણૂં ઘર તો તમે ચપટીમાં છોડાવી લેશો પણ ઉપરાંત તમે કેવી વૈભવી જીંદગી જીવી શકશો !’

સુરેન્દ્રભાઈની તપખીરી ચશ્મેરી આંખોમાં સોનેરી સપનાં તરવરવા લાગ્યાં.

ધીરેન બધી વાત ધ્યાનથી સાંભળી રહ્યો હતોબે  મીનીટમાં એણે પોતાનો નિર્ણય લઈલીધો અને બોલ્યો,

પપ્પાતમે સુમયને ઓસ્ટ્રેલિયા મોકલવાની તૈયારી કરોહું તો પૂરતો કેપેબલ છુંઅહીંઆપણ સારા એવા પગારની નોકરી શોધીને આરામથી સેટ થઈ જઈશઇનફેક્ટ અત્યારે મને બે સારી સારી કંપનીની ઓફર આવી ચૂકી છેપણ સુમયને અહીં નોકરી કરવા જશે તોમાંડ પંદર હજારથી વધુ નહીં મળેતમે મારી ચિંતા ના કરોમને લાગે છે કે મારા બદ્લેસુમયને વિદેશ જવાની જરુર વધારે છે.’

પણ ધીરેન…’સુરેન્દ્રભાઈ થોડાં થોથવાઈ ગયાપોતાના દીકરાના સપના  ખૂબ સારી રીતેજાણતા હતાંવળી આજ્ઞાકારીસમજુહોંશિયાર એવો ધીરેન એમનો વધુ લાડકોએનીઆખી જીંદગીનો સવાલ હતોઆમ એની કેરિયર સાથે ચેડા ? એમનો જીવ નહતો માનતો.

આખરે બધાની સહમતિથી સુમય હેમખેમ ને આરામથી ઓસ્ટ્રેલિયા પહોંચી ગયો.એનાજીવનમાં એને બધું આરામથી  મળતું હતુંનસીબદાર હતો.

લગભગ બે વર્ષ થવા આવ્યાંસુમય ઓસ્ટ્રેલિયામાં સ્ટ્રગલ કરી રહ્યો હતો અને ધીરેનચંડીગઢમાં પોતાની  કોલેજમાં પીએચડી સાથે જોબ કરીને પોતાના ખર્ચા જાતે કાઢતોઅને પોતાના ફોટોગ્રાફી માટે મોંઘામાંના એસએસાઅર ખરીદવા જેવા ખર્ચા કરવા ઉપરાંતથોડી બચત પણ કરી લેતો હતોબહારથી બધું ‘વેલ એન્ડ ગુડ‘ હતું ત્યાં  અચાનક સૌહાદ્રી ઉપર આવો ફોન આવ્યો અને દિલની દર્દી એવી સૌહદ્રીને ચક્કર આવી ગયાંએણેતરત  સોફાનું હેંડલ પકડી લીધું.

સુમયના કંપનીવાળા સારા હતાં લોકોએ સુમયને  કપરા કાળમાં બનતી હેલ્પ કરીબેવર્ષથી સ્ટ્રગલ કરી રહેલ સુમય અહીંના મોંદાદાટ ખર્ચા સામે ચટણી જેવી કમાણીમાં ખૂબસ્ટ્રગલ કરી રહ્યો હતોવળી રખડી ખાધા સિવાય ખાસ બીજી કોઇ હોંશિયારીની કમાણીકરી નહતીભણતર તો ઠીક મારા ભાઈવારંવાર એણે ઘરેથી પૈસા મંગાવીને પોતાનાજીવનની ગાડીને પાટા પર રાખવી પડતી હતીપણ  વખતે હોસ્પિટલ અને ગાડીડેમેજનો ખર્ચો મોટો હતોઆટલા બધા પૈસાની એને ત્યાં કોઇ મદદ કરવા તૈયાર નહતુંમોટાભાગના મિત્રો એની જેમ  સ્ટ્રગલ કરી રહ્યાં હતાઇચ્છા છતાં કોઇ કશું કરી શકેએમ નહતુંનાછૂટકે સુમયે ઘરે ફોન કરીને હકીકત જણાવવી પડીજમણાં હાથમાં ફ્રેકચરઅને સ્પાઈનમાં મૂઢ માર –   બે  ઇજાના કારણે લગભગ ત્રણ મહિનાનો ખાટલોસુમયના માથે આવી ગયોકંપનીવાળા ત્રણ મહિના એની રાહ જોઇ શકે એમ નહતાં એટલેદુકાળમાં અધિક માસની જેમ સુમયે જોબમાંથી પણ હાથ ધોવા પડયાંબહારથી બધુંસારું સારું લગાડવાની વાતથી હવે  પૂરતો કંટાળ્યો હતોઅહીંની ‘ સો કોલ્ડ પોશલાઇફના આકર્ષણ પર કાળી મજૂરી અને બીજા દેશમાં રહેવાથી ઉપાડવી પડતી અનેકોતકલીફોએ અમથી  એની કમર તોડી કાઢી હતીકમાણી કરતાં ખરચા ડબલ અને જીવનજરુરિયાત પૂરી થયા પછી બચત તો કશું  નહીં કે ના કોઇ કામની સિક્યોરીટીસુમયનીઆંખ આગળ ઘરમાં બધા ભેગાં બેસીને ખાધેલ દાળ ભાત રોટલી શાક તરવરી ઉઠતાં અનેઓસ્ટેલિયાની મોંઘી દાટ ચોકલેટો પણ ફીક્કી ફસ લાગતીઘણીવાર એને ધીરેન સાથેઆડકતરી રીતે અન્યાય કર્યાની ગુનાહિત લાગણી થઈ આવતી અને એને જંપવા નહતીદેતીએનો હક મારીને  અહીં આવ્યો હતો તો હવે એણે અહીં યેન કેન પ્રકારેણ સેટ થવું પડશે એવી મજબૂરી થઈ ચૂકી હતીપણ હવે  ‘તમાચો મારીને પોતાનો ગાલ લાલરાખી રાખીને કંટાળ્યો હતો.

 ત્રણ મહિનાન ખર્ચા કેમના કાઢીશઅચાનક  એણે નિર્ણય કર્યો અને બેગ બિસ્તરાંભેગાં કરી મન મક્કમ કરીને પોતાના વતન ભારત હાલતી પકડી લીધીઘરે આવીને મમ્મીપપ્પા અને ભાઈની સાથે બેસીને  ભરપેટ ભોજન કર્યું અને પોતાનો નિર્ણય સંભળાવી દીધો,

થોડા ઓછા પગારની તો ઓછા પગારની નોકરી કરીશ પણ ઓસ્ટ્રેલિયા  મારા ગજાનીવાત નથી.  મોટો ભણતરમજબૂતાઈ બધી રીતે  મારાથી વધુ સમર્થ છેએની ઇચ્છા હોયતો એને વિદેશ મોકલી દો ને ભણાવો પણ મારી પાછળ હવે આમ ખોટા પૈસા ના વેડફશોમારી તાકાત બહારની વસ્તુ છે   બધીમને જોબ – ફેમિલી  બધાની સિક્યોરીટીજોઇએ છેબહુ ભાગ્યો હવે બસહકીકત સ્વીકારીને ધરતી પર પગ રાખીને જીવવું છે.તમારો સાથ હશે તો બધી તકલીફો આરામથી સહન થઈ જશે પણ  વિદેશની ધરતીમારો જીવ લઈ લેશે.’

બસ કર બેટાઆવું ના બોલ.’ અને સૌહાદ્રીએ સુમયના મોઢા પર હાથ મૂકી દીધો.

સુરેન્દ્રભાઈએ સુમયને ગળે લગાડી દીધો અને બોલ્યાં,

‘ અરે ગાંડા તારો બાપો હજુ બહુ તાકાત ધરાવે છેતું તારે સહેજ પણ ચિંતા ના કરીશઅહીં  તને સેટ કરી દઇશું અને ધીરેન તો મહામહેનતુ અને સમર્થ છેએને તોઅમેરિકામાંથી એક કંપનીએ મોટા પગારની જોબ ઓફર કરી છે તો અહીં હોય કે ત્યાંબધું જાતે મેનેજ કરવાની ક્ષમતા ધરાવે  છેતું થોડો નબળો એટલે માળીને તારું ધ્યાનરાખવાની વિશેષ જવાબદારે હોય  હિસાબે  અમે તને ઓસ્ટ્રેલિયા મોકલેલોપણ હવેતને તારી તાકાતસમજ બધાંનો ખ્યાલ જાતે  આવી ગયો છે એટલે અમારે શું કહેવાનું ?  એક સારો બોધપાઠ સમજીને જીવનની નવેસરથી શરુઆત કર દીકરા.’

અને ઘરમાં ચાર જોડી આંખોમાં વર્ષા છલકાઈ ઊઠી.

અનબીટેબલઃ વિદેશની ધરતીને ‘મોટી ડીગ્રી‘ માનવાની આપણી માનસિકતનો અંત ક્યારે ?

-sneha patel

 

my blog – https://akshitarak.wordpress.com/
my facebook page – https://www.facebook.com/pages/Sneha-h-patel/897742246922927

2 comments on “Videsh dharti

  1. સરસ લેખ અને કરન્ટ ટોપીક…તમે લેખમાં સરસ વાત કરી કે આજે લોકોની “ભણવા, કમાવા તથા સેટલ” થવા માટેની વિદેશ જવાની ઘેલછા કે આંધળી દોટ વધતી જાય છે, કહે છે ને કે “છેટે થી ડુંગર રળિયામણા લાગે” પણ સાચી ખબર અને વેઠવી પડતી મુશ્કેલીઓની તો ત્યાં ગયાં પછી ખબર પડે છે કે “કેટલી વિસે સો થાય છે”…એક પરિવારે જે સપનાઓ જોયા હોય છે તેને પુરા કરવાની મથામણ અને આર્થિક મુશ્કેલી વગેરે બાબતો છતા પરિવારનો સાથ-સહકાર-સંપ-પ્રેમ-હૂંફ-લાગણીથી દરેક સંકટનો સામનો કરી શકાય છે અને તે સંકટમાંથી ઉભરી શકાય છે તે બાબતને અહીં લેખિકા મિત્રએ સચોટ રીતે રજુ કરી છે…એ પરિવારનો મોટો દીકરો પોતાની કારકિર્દીનું બલિદાન આપીને નાના ભાઈને વિદેશ મોકલવા માટે તૈયાર થઈ ગયો એ જ તો પરિવારનો પ્રેમ બતાવે છે અને “વાર્યા ન માને એ હાર્યા માને” એ ન્યાયે નાનો દીકરો સમજી ગયો કે આ ખાવાના ખેલ નથી અને છેવટે બધું સારા વાના થઈ ગયું ને ખાધુ-પીધુ ને રાજ કર્યું જેવો લેખનો સુખદ અંત…લેખની શરૂઆતમાં ભરત ભટ્ટની સરસ, અર્થસભર અને “વેદના ની વાચા” ને રજુ કરતી રચના…”અનબીટેબલ : વિદેશની ધરતીને ‘મોટી ડીગ્રી’ માનવાની આપણી માનસિકતાનો અંત ક્યારે ?”… બસ “જ્યારે સમજણનાં દ્વાર ખુલે ત્યારે”…

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s