sapnan ni duniya


સપનાંની દુનિયાઃ

રહ્સ્યો જીં્દગીના આટલાં છે,
કથા એની નથી લખવી હવે !
-રમેશ ભટ્ટ ‘રશ્મિ’.

દર્શના આજે બહુ જ ઉત્સાહમાં હતી. આજે એ વેબડિઝાઈનરને મળવા જવાની હતી. વર્ષોથી એણે એક સપનું જોયેલું હતું – પોતાના ‘બુટીક’ની વેબસાઈટ ખોલવાનું અને એના થકી ઓર્ડર મેળવવાનું.
છેલ્લાં દસ વર્ષથી અમદાવાદમાં અંકુર ચાર રસ્તા પાસે એની પોતાની એક શોપ હતી. એમાં એ જાતે ડિઝાઈન કરી કરીને લેડીઝ ડ્રેસીસ, બ્લાઉઝ વેચતી હતી અને એક્સ્પોર્ટ પણ કરતી હતી. થોડા ઘણા સમયથી એ પોતાના હરીફોને ઓનલાઈન બિઝનેસ કરતાં જોઇ રહી હતી અને એના અમુક ક્સ્ટમર પણ એને વેબસાઈટ્ર દ્વારા બિઝનેસ એક્સપાન્ડ કરવાની સલાહ આપતા હતાં. પોતે જેને લાયક છે એટલું મેળવી નથી શકતી એવો ભાવ લઈને જીવતી દર્શનાના મગજમાં વેબસાઈટનું સપનું ક્યારે પનપવા માંડ્યુ હતું એને ખબર જ નહતી. રોજે રોજ એની દુકાનમાં આવતા ફરફરીયામાં વેબસાઈટની એડવર્ટાઈઝ જોતી, આજુબાજુની દુકાનો પર પણ હવે ડબલ્યુ ડબલ્યુ.કોમ લાગવા માંડયા હતાં. અંદરની આગ ઓર ઘેરી થતી જતી હતી. એક દિવસ મનોમન વિચારીને એણે અમુક વેબડિઝાનર્સના કોન્ટેક્ટ્સ કર્યા અને એમાંથી એક સારો ને રીઝનેબલ લાગતા એને મળવાનો સમય નક્કી કરી લીધો.
આજે એનું સપનું એની દિશામાં એક કદમ ભરી રહ્યું હતું.
વેબડિઝાઈનરને મળીને એણે પોતાની રીકવાયરમેન્ટ્સ કહી અને ડિઝાઈનરે એને પોતાની બનાવેલી અમુક વેબસાઈટની ડિઝાઇન બતાવી. એમાંથી દર્શનાને એક ડિઝાઈન બહુ જ ગમી જતાં એણે પોતાની વેબસાઈટ એવા જ રંગરુપમાં બનાવવાની ઇચ્છા વ્યકત કરી. ડિઝાઇનરે કાગળ ઉપર દર્શનાની જરુરિયતના લિસ્ટ પર નજર નાંખી અને થોડી ગણત્રી કરીને પોતાની મહેનતના રુપિયા ૨૦,૦૦૦ કહ્યાં. આંકડો ધારણા કરતાં થોડો મોટો હતો, દર્શના કચવાઈ પણ નજર સામે તરત જ પોતાનું ડ્રીમ પૂરું થતું દ્ર્શ્યમાન થયું અને સાથે સાથે ડ્રીમ વિશે વાંચેલા – સાંભળેલા અનેકો ક્વોટ્સ ધમાચકડી મચાવવા લાગ્યાં. સાહસ વિના કોઇ સપનું પૂરું નથી થતું….સપના જુઓ છો તો એને પૂરાં કરવાની તાકાત પણ રાખો..સપના વિનાનું જીવન નક્કામું…વગેરે વગેરે..અને દર્શનાની આંખો પળભર બંધ થઈ ગઈ. મગજની નસોમાં સપનાનો નશો તરવરવા લાગ્યો, લોહી ધમધમવા લાગ્યુ અને એણે દિલ મક્કમ કરીને ‘હા’ પાડી દીધી.
લગભગ પંદરે’ક દિવસમાં તો ડિઝાઈનરે સાઈટ રેડી કરીને દર્શનાને ફોન કર્યો.
‘મેમ, સાઈટ તો રેડી છે બસ તમે હવે ડોમેઇન રજીસ્ટર કરાવી લો અને સ્પેસ લઈ લો એટલે તમારી જગ્યામાં એ ટ્રાંસફર કરી ્દઉં.’
‘હે..એ…એ…એ વળી કઈ બલા..?’
‘અરે મેમ, તમને કંઇ ખબર જ નથી. ડોમેઇન નેમ તો મસ્ટ છે. વળી તમારી પોતાની સ્પેસ ના હોય તો સાઈટ ચલાવશો ક્યાં ? વળી તમારો ઉદ્દેશ ધંધાનો છે એટલે ઓનલાઈન મની ટ્રાંસેક્શન માટે તમારે પેમેન્ટ ગેટવે પણ જોઇશે જ ને. ‘
‘એ બધું મને ના સમજાય ભઈલા…તું તારે એ બધાના ખર્ચાનો આંક્ડો કહે ને.’
‘લગભગ વર્ષના આઠ નવ હજાર તો થાય જ.’
‘અરે…એ પણ દર વર્ષના હોય ? એટલે કે મારે દર વર્ષે રીન્યુ કરાવવું પડે ?’
‘હાસ્તો મેમ..તમને ના ખ્યાલ હોય તો હું મારા કોંન્ટેક્ર્ટસમાં છે એમની પાસેથી સરવર , ડોમેઇન લઈ લઉં છું.’
પોતાને આ લાઈનમાં સાંધાની ય સમજ નહતી પડતી એટલે કચવાતે મને દર્શનાએ વેબડેવલોપર પર વિશ્વાસ મૂક્યે જ છૂટકો હતો.
વાજ્તે ગાજતે બધું ૩૦,૦૦૦ સુધીમાં પત્યું.
દર્શના માટે આ રકમ બહુ મોટી હતી પણ કંઇ નહીં પોતાનું સપનું પૂરું થઈ રહ્યું હતું. ઉત્સાહથી એનું રોમેરોમ નર્તન કરતું હતું, બમણાં જોશથી એણે પોતાના ડ્રેસીસના ફોટા, ડિટેઇલ્સ બધું વેબસાઈટ પર અપલોડ કરવા માંડ્યું. ડેવલોપરે પણ ખાસી એવી હેલ્પ કરી. બધું સમૂસુતરું પાર પડતું હતું. એક દિવસ ઓસ્ટેલિયાથી એક ગ્રાહકનો ઓર્ડર આવ્યો અને દર્શનાના દ્સે કોઠે દીવા થઈ ગયાં.
‘અહા..આ.. આ જ દિવસની તો એ રાહ જોઇ રહી હતી. પોતાની ડિઝાઈનને ઇંટરનેશનલ માર્કેટ મળી રહ્યું હતું.’
આંખમાંથી સંતોષનું એક આંસુ સરી પડયું. એ પછી એ ઓર્ડરને પહોંચી વળવાની કસરત ચાલુ થઈ અને છેલ્લે પંદર દિવસ પછી એને ડિસ્પેચ કરીને દર્શના સોફ્ટ ડ્રીંકની બોટલ લઈને પીતા પીતા બધાનો હિસાબ કરતી હતી તો એની આંખો પહોળી થઈ ગઈ. કમાણી કરતાં ખર્ચો ડબલ થઈ ગયો હતો. વળી વેબસાઈટનો ખર્ચો તો ચાલુ થઈ જ ગયો હતો. દર વર્ષે એ જફા તો ઉભી ને ઉભી જ. વળી ધાર્યા પ્રમાણે ઓર્ડર પણ નહતાં મળતા એટલે એણે અનેક સ્કીમો કાઢવી પડતી જેમાં નફો સહેજ પણ નહતો થતો. એમ છતાં પણ વેચાણ પછી પણ અનેક ગ્રાહકો કમ્પ્લેઈન કરતાં રીવ્યૂઝ લખતાં, માલ પાછો મોકલતાં.. એક શુભચિંતકે એને ડીઝીટલ માક્રેટીંગનો રસ્તોબતાવતા એણે એમાં પણ થોડું ગણું રોકાં કર્યુ પણ પરિણામ માઈનસ..માઈનસ ..માઈનસ.
વળી આ બધી ભાંજ્ગડમાં એ પોતાની દુકાન પણ વ્યવસ્થિત્ નહોતી સંભાળી શકતી. એના વર્ષો જૂના અમુક કસ્ટમર પણ ખોવા પડ્યાં હતાં. વર્ષના અંતે જ્યારે સ્પેસ, નેમ બધું રીન્યુ કરાવવાનું થયું ત્યારે દર્શનાએ કચકચાવીને મન મજબૂત કરી દીધું અને વેબસાઈટ્ર બંધ કરવાનો નિર્ણય લઈ લીધો.
મનોમન આખી ઘટનામાંથી પસાર થતા એને પોતાની અનેકો ભૂલો ખ્યાલ આવી હતી. સપનું પૂરું કરવું…પૂરું કરવું ની ધૂનમાં એ સપનાને પહોંચી વળવાની પોતાની તાકાત, એ માર્કેટ – ફિલ્ડનું ઘ્યાન સહેજ પણ નહ્તું એ તો ખ્યાલ જ ના રહ્યો. લોકોએ સલાહ આપી અને પોતે મૂર્ખાની જેમ માનીને હાલી નીકળી. આજે પોતે ઢ્ગલો સ્ટ્રેસ સાથે જ્યારે સાઈઠ થી સિત્તેર હજારના આંકડાને રડી રહી હતી ત્યારે એ વખતે એ સપના બતાવનારું કોઇ જ એના ખભે હાથ મૂકીને સાંત્વના આપવા હાજર નહતું.
હાર નહતી માની પણ હવે પછી બરાબર હોમવર્ક કરીને જ કોઇ કામ હાથમાં લેવું, સપના તો હજારો આવે પણ પ્રેકટીકલી એ કેટલાં શક્ય છે એ પૂરેપૂરી તપાસ કરીને જ આગળ વધવું અને મહેનત કરવી – એવો નિર્ણય કરીને ્દર્શનાએ પોતાની ઇઝીચેર પર પોતાનું માથું ટેકવીને આંખો બંધ કરી દીધી.

-સ્નેહા પટેલ.

Virodhnu vavazodu


વિરોધનું વાવાઝોડું :

નક્શા તો એના એ જ છે ભ્રમણો નવાં નવાં,

રસ્તા તો એનાં એ જ છે ચરણો નવાં નવાં.

-હરિશ્ચંદ્ર જોશી.

‘ચીંટુ, કેવો ગયો બેટા તારો આજનો દિવસ?’

‘જવા દે ને મમ્મી, કંઈ પૂછીશ જ નહીં.’ બોલતાં બોલતાં ચીંટુનો ગોરો ચહેરો લાલ લાલ થઈ ગયો.

‘અરે-અરે…શું થયું મારા દીકરાને?’ ચીંટુની સ્કુલબેગમાંથી વોટરબેગ અને લંચબોકસ કાઢતાં કાઢતાં કૈરવી બોલી.

‘અમારો આજનો ફિઝિકસનો પીરીઅડ હતો, એમાં એક પ્રોજેક્ટ હતો જે અમારે આવતા સોમવારે સબમીટ કરવાનો હતો પણ અચાનક સરના પપ્પા એક્સપાયર થઈ જતાં એમણે એ પ્રોજેક્ટ આજે ને આજે જ મંગાવી લીધો. જોકે, મારે પ્રોજેક્ટ કંપ્લીટ થઈ જ ગયો હતો અને અચાનક આપણું લેપટોપ એની જાતે અપડેટ લઈ લેતાં મારો લગભગ ૩ કલાકનો સમય ખાઇ ગયું અને મારે એ બધું પતાવતાં પતાવતાં રાતના ત્રણ વાગી ગયા.’

‘હા, મેં રાતે એક વાગે તારા રુમની લાઇટ ચાલુ જોયેલી પણ મને એમ કે તું યુટ્યુબ જોતો હોઇશ કે તારા ગીતો સાંભળતો હોઇશ.’

‘ના મમ્મી, આ બધી લમણાકૂટ હતી. એ બધું તો ઠીક પણ મેં પ્રોજેક્ટની પ્રીંટ તો કાઢી લીધી પણ એને સ્પાઈરલ કરાવવા ક્યાં જવું ? રાતના ત્રણ વાગે કયો કાકો દુકાન ખોલીને બેઠો હોય ? એક ૨૪ બાય ૭ વાળી શોપ છે પણ એ અહીંથી કલાકન રસ્તે. રાતે ત્રણ વાગે ત્યાં જઈને પાંચ વા્ગે પાછો આવું અને સવારે છ વાગ્યે સ્કુલે જઉ ..એવું થાય. મનેબહુ જ ઉંઘ આવતી હતી તો બે ત્રણ કલાકની ઉંઘ ખેંચી લેવાના ઇરાદાથી હું લેપટોપ અપડેટ થઈ જતાં મારા કરેલ કામની ફાઈલની પ્રીન્ટ કાઢીને સૂઇ ગયો. સ્પાઇરલના બદલે સ્ટેપ્લરથી કામ ચલાવી લીધું હતું.’

‘હા, તો.એમાં ખોટું શું થયું ? માર્કસ તો તારા લખાણના મળવાના હતાં ને – સ્પાઇરલ તો ખાલી ડેકોરેશન જ ને! ‘

‘ હા મમ્મી, આમ તો એવું જ હોય પણ આજના જમાનાના સર એવું ક્યાં સમજવાના ? જડની જેમ જીદ પર અડી ગયા ને કહે,

‘ લેપટોપ હેરાન કરતું હતું તો બીજાનું વાપરવું હતું કાં તો બીજો કોઇ પણ રસ્તો શોધવો હતો. રાતના ત્રણ વાગે સ્પાઈરલવાળાને ત્યાં જવું પડે તો જવાનું એમાં શું ? તમે આજકાલના છોકરાંઓ જ સાવ માયકાંગલા છો. બે ચાર રાતોના ઉજાગરા ય તમારા જેવા જુવાનિયાઓને ના નડવા જોઇએ. જે હોય એ..તમે કામ કમ્પ્લીટ નથી કર્યુ એટલે હું તને ફુલ માર્ક્સ નહીં જ આપું.’

‘ઓહ..સાવ આવા જડભરત!’

‘હા અને મુખ્ય વાત તો હવે – અમારા ક્લાસની બે ત્રણ છોકરીઓને કોઇ સોશિયલ ફંકશન, ઘરમાં મહેમાન જેવાં કારણૉ હતાં તો સરે એમના પ્રત્યે એકદમ જ કૂણું વલણ અપનાવ્યું. બોલ્યાં,’હા છોકરીઓને બિચારીઓને હજાર જાતનાં કામ હોય.’ અને એમને અધૂરા લખાણ છતાં પૂરા માર્કસ આપી દીધાં. કાયમ અમારા છોકરાંઓ સાથે આમ જ વર્તન થાય છે -જાણે કે અમે ઓરમાયા ના હોઇએ! સ્પોર્ટ્સના પીરીઅડમાં કોર્સ છૂટી જાય તો અમને કહેવાય કે જાતે કરી લેજો, જ્યારે છોકરીઓને નોટ્સ આપે. રીસેસમાં પણ છોકરીઓનો વારો પતે પછી અમારો વારો…ત્યાં સુધીમાં તો રીસેસ પતી જવા આવે છે. મમ્મી, આ છોકરીઓને આમ સ્પેશિયલ અનામત શું કામ આપવાનું ? આજકાલના જમાનામાં છોકરીઓ અમારા છોકરાં જેટલી જ મેન્ટલી અને ફિઝીકલી પણ મજબૂત છે . એ લોકો સામેથી તો આવી બધી ડીમાન્ડ નથી કરતી તો સમાજ એમને આવી ખાસ સગવડો આપીને કૂણી શું કામ બનાવે છે ? એ લોકોને પણ હવે ખબર પડી ગઈ છે પોતાની આ ફેવરની એટલે એ લોકો પણ ઓછી મહેનતે અને માત્ર ‘છોકરી’ હોવાના ફાયદા ઉઠાવવાના નવા નવા રસ્તા શોધતી ફરે છે. આમ ને આમ સમાજ એમની ટેવો બગાડી રહ્યું છે એવું નથી લાગતું. સ્ત્રી સશક્તિકરણના નામે મને તો એમ લાગે છે કે સ્ત્રીઓને પહેલવહેલાં તો એમ જ સમજાવાય છે કે – તમે કમજોર છો એટલે તમારે સશકત થવાનું છે. આટલી બધી ફેવર – ઉફ્ફ. અમે છોકરાંઓ કંટાળી ગયા છીએ આ જાતિભેદથી. સમાજ એ નથી સમજતો કે અમારી સાથે અત્યારથી જ આ ભેદભાવ ઉભા કરવાના ધંધા કરે છે એથી અમારા મગજમાં કિશોરાવસ્થાથી જ છોકરીઓ માટે એક ઇર્ષ્યાનો ભાવ ઉત્પન્ન થાય છે. આ જ છોકરીઓની જાતિ મોટી થઈને સ્ત્રી થશે અને અમે પુરુષ…ત્યારે અમારા લગ્નજીવનમાં આ બધાની શું અસર થશે એ આજના કહેવાતા સમાજ્સુધારકો સહેજ પણ નથી સમજતાં. જ્યાં જરુર છે ત્યાં ચોકકસપણે સ્ત્રીઓને સહાય કરો, સપોર્ટ કરો પણ દરેક વાતમાં સ્ત્રીસશક્તિકરણના નારા લગાવી લગાવીને પોતાની જાતને મોટા સમાજસુધારક કહેવડાવાના મોહથી દૂર રહો. આજની છોકરીઓ કોઇ પણ બાબતે અમારાથી કમ નથી મમ્મા. ઉલ્ટાની માનસિક રીતે તો ઘણી બધી છોકરીઓ છોકરાંઓને પણ ટપી જાય એવી તેજતર્રાર છે. શું કામ આવા ભેદભાવોની દિવાલ ઉભી કરે છે અને અમારા મનમાં અત્યારથી છોકરીઓ માટે એક અલગ જ ભાવ ઉભો કરે છે આ સમાજના ‘સો કોલ્ડ’ ઇંટેલીજન્ટ લોકો ! મને સહેજ પણ નથી સમજાતું આ બધું.’

‘હા બેટા, હું તારી વાતથી બિલકુલ સહમત છું.ધીમે ધીમે છોકરીઓ પોતે જ આ પોતાને ‘સ્ત્રી સશક્તિકરણ’ ના નામે અપાતી આવી સ્પેશિયલ ટ્રીટનો વિરોધ કરશે એવી મને ખાત્રી છે.’

અનબીટેબલઃ વિરોધના વાવાઝોડામાં સમજ અને યોગ્ય દિશા ના હોય તો વિનાશ નોંતરે છે.

સ્નેહા પટેલ

Sakhaiyo – sadehe .


ઈશ્વર  સાથેના  મારા  સંવાદ : સખૈયો -સ દેહે !

સખા, પ્રેમ એ શબ્દ તેં સાંભળ્યો છે કદી ? સાંભળ્યો તોઅનુભવ્યો છે ખરો ? પ્રેમ એ એક આહલાદક, અવર્ણનીય સ્થિતીછે. જેમાં તમે તમારી ગમતી વ્યક્તિના વિચારોમાં જ રમમાણરહો. દિવસ, રાત જેવા કોઇ જ કાળનું ધ્યાન ના રહે. ઉંઘમાં યજાગો ને જાગતાં હોવ ત્યારે જ એક ઘેનમાં જ રહો. તમારી નજરસમક્ષ તમારા પ્રિયતમનો ચહેરો  ઇન્દ્રધનુષી રંગ સાથે રમ્યા જકરે. બસ, મારી ખરી મૂંઝવણ અહીંથી જ શરુ થાય છે પ્રિય !

મેં તને સદેહે તો કદી જ જોયો નથી. તારી ફરકતી પાંપણ, હોઠપર રમતું મુલાયમ સ્મિત, તારા સુંવાળા, વાંકડિયા ઝુલ્ફોની હળ્વીહળ્વી ફરફર, તારી નજરમાંથી નીતરતા અમી …આ બધું તો મારીરોજબરોજની કલ્પના મુજબ બદલાતું રહે છે. એમાં મારા મનનીસ્થિતી બહુ અગત્યનો ભાગ ભજવે છે. હું ખુશ હોવું છું ત્યારે તુંબહુ જ રુપાળો લાગે છે – દુનિયાનો સૌથી સુંદર – સુંદરતમ

પણજ્યારે હું ઉદાસ હોઉં છું ત્યારે તારી નજરમાંથી મારે ભોગવવીપડતી તકલીફોના અંશ ટપકે છે, તારા લીલાછમ અધરની મધુરલાલી સાવ ફીકાશ પકડી લે છે, સાવ સપાટ – દુનિયાની સર્વખુશીઓથી જોજનો દૂર હોય એવી દશામાં વંકાઈ જાય છે. આબધું શું મારા મનનો ભ્રમ જ હશે કે ? કારણ તો એ જ કે મેં તનેમાનવસ્વરુપે જોયો જ ક્યાં છે ! હું તો તારા પ્રત્યેના અદમ્યઆકર્ષણથી અભિભૂત થઈ જાઉં છું અને પછી તો મને કશું ભાનજ ક્યાં રહે છે ! મારી મનઃસ્થિતીનો તારી મૂર્તિમાં કાયમ પડછાયોપડે છે. આમ તો મને ખબર છે કે હું તને કાયમ પથ્થરની મૂર્તિમાંજ શોધવાનો યત્ન કરું છું. મારા એ પ્રયાસોમાં,વિચારધારામાં હુંકેટલા અંશે સાચી, કેટલા અંશે ખોટી છું એની કોઇ જ જાણકારીમને નથી. વળી હું રહી ભારે ગુમાની ! દુનિયાવાળા સમજાવવાઆવશે તો પણ હું એમની વાત કાને નહીં ને નહીં જ ધરું. મનેસમજાવી શકવાની શકવાની તાકાત જો કોઇમાં પણ હોય તો એફકત અને ફક્ત તારામાં જ છે બાકી કોઇ કાળામાથાનો માનવી, કોઇ માઈનો લાલ એ માટે સમર્થ નથી. પણ તું મને સમજાવવાઆવે એટલો સમય જ ક્યાં છે તારી પાસે . તારે શિરે તો આખીદુનિયાનો ભાર, મારા જેવી કેટલી ય ભગતના મૂડ સાચવવાનીચિંતાનો તાજ છે. હું તારી મર્યાદા સમજી શકું છું અને વર્ષોથી એમર્યાદાને માન આપીને સ્વીકાર કરતી આવી છું. પણ ઘણી વખતમન થઈ જાય છે કે તને મારી સામે ઉભેલો , સદેહે જોવું. તું તોમર્યાદા પુરુષોત્તમ છું, તને આ મર્યાદાઓની મર્યાદા શું કામ નડવીજોઇએ. ના, તને જીવથી ય અદકેરો ચાહનારા માટે આવી બધીમર્યાદા નડતી હોય તો તું ભગવાન હોઇ જ ના શકે. મારી શ્રધ્ધાથીઘડેલી તારી કલ્પના – મૂર્તીમાં આ મર્યાદા શબ્દ ‘ખંડન’ સમો લાગેછે. હું આખરે એક માણસ છું, સાવ જ સામાન્ય માણસ. તું મારીપાસે, મારી કલ્પનાશક્તિ પાસે, મારી શ્રધ્ધા પાસે ગજા બહારનીઅપેક્ષાઓ ના રાખ અને મને દર્શન આપી દે. બની શકે તારા દર્શનમાટેના મારા આ ટળવળાટમાં હું તને સ્વાર્થી લાગુ, પણ તને સદેહેજોવા મળવાનો લહાવો મળતો હોય તો મને એ ‘સ્વાર્થી’નું બિરુદપણ માન્ય છે દોસ્ત.  કમ સે કમ તને એક વાર સદેહે જોઇશ પછીમને મારી કલ્પનાને હકીકતનો ઢોળ તો ચડશે. મનોમન બંધાતીજતી તારી મૂર્તિમાં પ્રાણ તો પડશે. હું કેટલી સાચી કેટલી ખોટીએની સમજ પણ પડશે.

તને ખબર છે કે પ્રેમમાં પડીએ તો માનવીની શું હાલત હોય છે ? કદાચ તને એ ખ્યાલ નથી જ. કારણ પ્રેમનો એક સર્વસામાન્યનિયમ છે કે તમે જેને પ્રેમ કરતાં હો એને સ્પર્શવાનું મન થાય. ના..ના..મૂર્તિ નહીં – સદેહે જ્સ્તો ! એના વાળમાં હાથ ફેરવવાનુંમન થાય, એની નજર સાથે તારામૈત્રક સાધીને એની આંખ વાટેસીધા એના દિલમાં પ્રવેશવાનું મન થઈ જાય. હું તને ચાહું છું,અતિશય ને એ ચાહતના પડઘા તારા દિલમાં પડે તો જ મને મારીચાહતની સાર્થકતા લાગે છે. આ એક અદના માણસનીમનોસ્થિતી છે. હું બીજા બધા માણસથી અલગ થોડી છું ?  મારેપણ બે કાન,બે આંખ, બે હોઠ, એક નાક અને એક લાગણીથીછલોછલ હૈયું છે. એ હૈયામાં તારા દર્શનની અદમ્ય તરસ છે. પોતાના ચાહનારાની તું કઠોર પરીક્ષાઓ  લે છે અને ચૂપચાપઉપર બેઠો બેઠો હસ્યાં કરે છે પણ યાદ રાખજે કે જેની પરીક્ષાલો એને પરિણામ આપવાની તૈયારી રાખવી પડે. પાસ કે નાપાસએટલું પણ કહેવા નીચે આવવાની તસ્દી તારે લેવી તો પડશે જ. તો બસ, તું તારું પરીક્ષાઓ લેવાનું કામ ચાલુ રાખ હું તો એનારીઝલ્ટની રાહ જોવામાં જ દિવસો ગાળું છું ! -સ્નેહા પટેલ.

shabd-sabha


રોજ શબ્દોની સભા ભરીને હું બેસું છું,
હું જ રાજા
હું જ પ્રજા.
તો ય આખી દુનિયા પર શાસન કરી લીધાનો ભાવ જન્મે છે.
જોકે..દિલમાં કોઈ રાજપાટ ની આશા ક્યારેય નથી જન્મી,
પણ એક સિંહાસનના માલિકની લાગણી તીવ્રપણે અનુભવાય છે.
કોઈ તલવાર..મુગટ..બખ્તરની મને જરૂર નથી લાગતી,
હું તો મારા વિચારોથી, શબ્દોથી જ સંરક્ષાયેલી છું !
-સ્નેહા પટેલ.
16-11-2017 , બપોરનાં 1.25 મિનિટ

ચાહકઃ


ચાહકઃ

લવારીઓ – શબ્દોનાં ખડકલાં,
ઢગલે ઢગલાં.
અસ્ત વ્યસ્ત બુધ્ધિ,
બુઠ્ઠી લાગણીઓ,
નકરું બોલ બોલ – લખ લખ.
શબ્દોના વેપાર જાણે કે !
આંખ – કાન – દિલ – દિમાગ
સઘળું ય ત્રસ્ત.
શાંતિની શોધમાં પાછા શબ્દો જ ફંફોસવાના !
-સ્નેહા પટેલ-અક્ષિતારક પુસ્તકમાંથી.
શહેરમાં લગભગ છેલ્લાં અઠવાડિયાથી ગીત,સંગીત અને સાહિત્યનો મોટો ઉત્સવ ઊજવાઈ રહ્યો હતો. સવારના અગિયાર વાગ્યાથી રાતના દસ વાગ્યા સુધી વિધ વિધ પ્રોગ્રામથી ઉસ્તવ મજેદાર બની ગયો હતો. લોકો પોતાની સતત ભાગતી જીન્દગીથી થાકી હારીને આવા પ્રોગ્રામમાં જઈને થોડો પોરો ખાતા હતા, મગજ માટે પૌષ્ટિક આહાર મેળવતા હતાં અને ફરીથી દોડવા તૈયાર થઈ જતા હતાં.

ભાર્ગવી, સાહિત્યનો શોખીન જીવડો ! એ લગભગ રોજ આ ઉત્સવમાં હાજર રહેતી અને રોજ પોતાના માનીતા લેખક, કવિ, ગાયક, સંગીતકારને મળીને ખુશ ખુશ થઈ જતી. રોજ પ્રોગ્રામના પાસમાં જોઇ જોઇને આજે કોને કોને સાંભળવા – જોવાના છે એ નકકી કરી લેતી ને પછી શક્ય હોય તો એ કલાકારને રુબરુ મળતી, ઓટોગ્રાફ લેતી, શક્ય હોય તો વાતો પણ કરતી. પોતાની મસ્તીમાં મસ્ત રહેતી ભાર્ગવીએ આજે પાસમાં જોયું અને ખુશ ખુશ થઈ ગઈ.

આજે તો એના ખૂબ ગમતા ગાયક હરિલાલ આવવાના હતાં. એ હરિલાલના ગીતોની દિવાની હતી. લગભગ સાઈઠીએ પહોંચવા આવેલ હરિલાલની સૂર પર પક્કડ જબરદ્સ્ત હતી અને ઘેરો ઘૂંટાઈને આવતો અવાજ ઓડિયન્સને તસુભાર હલવા નહતો દેતો. વર્ષોનો રિયાઝ હતો. યોગ્ય દિશામાં થતી મહેનત અને નિષ્ઠા ભેગાં થાય ત્યારે સફળતા તો ઝખ મારીને કદમ ચૂમવાની જ હતી. આજે હરિલાલની આજુબાજુ ઉભો રહી શકે એવું પણ કોઇ ગાયક નહતો દેખાતો. જોકે હરિલાલને મન આ બધું સહજ હતું. સફ્ળતાએ એમના મગજમાં રાઈ નહતી ભરી. એ ભલા અને એમની ગાયકી ભલી. એમનું તો આખું વિશ્વ જ જાણે અલગ !

હરિલાલનો પ્રોગ્રામ સાંજના સાત વાગ્યે હતો. ભાર્ગવી પાંચ વાગ્યામાં જ રસોઇ પાણીથી પરવારી ગઈ અને તૈયાર થઈ ગઈ. ઘરમાંથી બહાર નીકળતા પર્સ ખોલીને ઓટોગ્રાફની બુક ફરીથી ચેક કરી લીધી. લગભગ અડધો કલાકમાં તો એ પ્રોગ્રામના સ્થળ પર હતી. ત્યાં જઈને અલગ અલગ હોલમાં ચાલતા બે પ્રોગ્રામમાં ઉડતી નજર નાંખી પણ એની નજર તો એના પ્રિય ગાયકને શોધતી હતી અને એક હોલમાં હરિલાલ એને દેખાઈ જ ગયાં. સ્ટેજથી – ભીડભાડથી ખાસી દૂર બેઠાં બેઠાં હરિલાલ સ્ટેજ પર ચાલતી કોઇ ચર્ચાનો આનંદ ઉઠાવી રહ્યાં હતાં. એમની બાજુમાં થોડી ખાલી જગ્યા જોઇને ભાર્ગવી ઓર ખુશ થઈ ગઈ અને એ ફટાફટ ત્યાં પહોચી ગઈ.
‘નમસ્તે સર.’
‘નમસ્તે નમસ્તે.. બેન તમને પહેલાં પણ જોયેલાં છે.’
‘જી સર, હું તમારા બધા જ પ્રોગ્રામ બને ત્યાં સુધી અટેન્ડ કરું જ છું.’
‘હા, મને પણ એવું લાગ્યું જ. આભાર.’
‘અરે સર, એવું ના બોલો. તમને ગાતા સાંભળવા એ તો કોઇનું પણ સદભાગ્ય છે.’
એમની વાત ચાલતી હતી ત્યાં હરિલાલના બીજા ચાહક આવી ગયાં.
‘અરે હરિભાઇ, કેમ છો?’
ભાર્ગવી થોડી ચમકી ગઈ. બોલનારના અવાજમાં એક પ્રકારની બેફિકરાઈ હતી, જાણે હરિભાઇના વર્ષોથી ઓળખીતા હોય એમ. જોકે હરિભાઇના સૌમ્ય ઉમળકાથી બોલાયેલ શબ્દો સાંભળીને ભાર્ગવી સમજી ગઈ કે,’આ ભાઇ તો એમને પ્રથમ વખત જ મળતાં હતાં.’ ભાર્ગવી થોડી હબકી ગઈ. એ પછી તો એ ચાહકભાઈ હરિભાઈની એકદમ જ નજીક બેસી ગયા અને હરિભાઈ સાથે સંગીત વિશે વાતો કરવા લાગ્યાં. શરુઆતમાં તો હરિભાઈએ ખૂબ જ ઉમળકાથી જવાબ આપ્યા પણ ધીમે ધીમે પેલા ચાહકભાઈ હરિલાલની ગાયકી પરથી પોતાની ઘરના બાથરુમમાં ગવાતી ગાયકી પર આવી ગયાં. એમના ધંધા, ઓળખાણો અને સંગીતના અધકચરા જ્ઞાનની વાતો કરીને વાતાવરણમાં શબ્દોનો કચરો ઠાલવવા લાગ્યાં. હરિભાઈ ધીમે ધીમે મૌન થતાં ચાલ્યાં અને ફકત ને ફકત એ ભાઈને સાંભળવા લાગ્યાં. પોતાની ધૂનમાં મસ્ત ચાહકભાઈને હરિભાઈના ચૂપ થઈ જવાની ઘટનાની જાણ સુધ્ધાં ના થઈ એ તો પોતાની બડાઈ હાંકવામાંથી અને પોતાનું મહત્વ બતાવવામાંથી જ ઉંચા ના આવ્યાં. છેવટે હરિલાલના પ્રોગ્રામની જાહેરાત થતાં હરિલાલ ત્યાંથી વિનયસહ રજા લઈને ઉભા થયાં.
એમનો પ્રોગ્રામ અપેક્ષા કરતાં પણ વધુ સારો રહયો. એમણે આ વખતે ગાયકીમાં થોડા પ્ર્યોગો કરેલા જેને એમના ચાહકોએ ‘વન્સ મોર – વન્સ મોર’ના નારાથી વધાવી લીધા. બધાનો આભાર માનીને હરિભાઈ સહજ રીતે ફરીથી આગળનો પ્રોગ્રામ નિહાળવા ઓડિયન્સમાં બેસી ગયાં અને ભાર્ગવીએ ચાન્સ ઝડપીને પોતાની ઓટોગ્રાફ બુક એમની સામે ધરી દીધી. હરિલાલે હસતાં હસતાં એમાં ઓટોગ્રાફ આપ્યાં.
‘સર એક વાત પૂછું?’
‘બોલોને બેન.’
‘પેલો માણસ જે રીતે એની બડાઈ હાંકતો હતો એનાથી તમને કંટાળો ના આવ્યો ? તમે એમને રોક્યાં કેમ નહીં. ‘
‘બેન, આજના જમાનામાં બધા વ્યક્તિને એક સાંભળનારો જોઇએ છે પણ એમને કોઇને સાંભળવાની તસ્દી લેવાની ધીરજ નથી કેળવવી. હું ઇચ્છત તો એને ચૂપ કરી શકત, તમારી વાત સાચી છે. પણ મારે એ વ્યક્તિના લેવલ સુધી જવું પડે અને એને સમજાવવું પડે કે ભાઈ તું સર્વજ્ઞનું અભિમાન લઈને ફરે છે પણ હકીકતે તો કશું સમજતો જ નથી. મારા આટલા વર્ષોની સાધના પછી પણ હું એના જેટલા જ્ઞાનનો દાવો ના કરી શકું તો એ ભાઈ તો એમની વાતો પરથી સાવ જ અધકચરાં લાગ્યાં. પોતે કશું નથી જાણતો એવું સમજતા માણસને કોઇ હકીકત સમજાવી શકે પણ આ તો પોતાની સમજણના આંખ કાન પર દંભના પડદા પાડીને બેઠાં હતાં. બધું જ જાણતાં હોય એવા માણસને સમજાવવું એ સૌથી જોખમી વાત બેના. એટલે હું ચૂપચાપ એને સાંભળતા એ વિચારતો હતો કે,’અધુરુ જ્ઞાન માનવીને કેવું પતનના રસ્તે દોરી જાય છે! એ ભાઈને મને સાંભળવા કરતાં મને સંભળાવવામાં જ વધુ રસ હતો. એવા અનેક કહેવાતા ચાહકો સાથે મારો ભેટો થયા જ કરે છે ,હવે ટેવાઈ ગયો છું. પોતાના બોલાતા શબ્દોનો અર્થ સુધ્ધાં ના સમજતા હોય એ તમારા શબ્દોની ગહેરાઈ શું સમજી શકવાના? તમારા શબ્દોનું માન ના હોય ત્યાં કશું ના બોલવામાં જ માલ છે.’
‘હા સર તમે બહુ જ સાચી વાત કહી. હું પણ હવેથી આ જ વાતનો અમલ કરીશ.’ ને ભાર્ગવી ત્યાંથી ઘર તરફ જવા નીકળી.

અનબીટેબલઃ સાચા જ્ઞાનથી જેટલાં ભરાશો એટલા અંદરથી વધુ શાંત થશો.
સ્નેહા પટેલ.

Videsh dharti


 

અમારામાં સતત અવઢવ રહે છે  અને અથવા,

અને  ચોકમાં સિક્કાને ઉછાળી નથી શકતાં !

 

ભરત ભટ્ટ.

 

 

સવારથી  સૌહાદ્રીનું મન ખૂબ બેચેન હતુંજે રાતે સરખી ઊંઘ પૂરી ના થઈ હોય સવારે મૂડ થોડો ઓફ રહેતો પણ કાલે રાતે તો  પૂરાં આઠ કલાક સૂઇ ગયેલી હતી અને પણ ઘસઘસાટતો પછી આજના વલવલાટનું કારણ શું હશે ? દાળનો વગાર કરવાએણે વગારિયું ગેસ પર મૂક્યુંતેલ તતડયાં પછી રાઈમેથીહીંગમરચુંલીમડો નાંખીનેવગારની વાટકી શાકના તાસળામાં ઊંધી કરી દીધી અને તરત  પોતાની ભૂલનો અહેસાસથયોઆજે  શું લોચાલાપસી થયા કરે છે ? ને બન્ને ગેસના બર્નર બંધ કરીને ડ્રોઇંગરુમમાં માથું પકડીને બેસી ગઈત્યાં  અચાનક એના ફોનની રીંગ વાગીફોનબાજુમાં  હતો એણે તરત  ઉપાડ્યો.

 

મમ્મીઓસ્ટ્રેલિયામાં આપણા સુમયની ગાડીને એક્સીડન્ટ થયો છેજોકે એને ખાસ કંઈવાગ્યું નથી એટલે તું ચિંતા ના કરીશ.’

સામે છેડેથી એનો મોટો દિકરો ધીરેન બોલી રહ્યો હતો.

 

ધીરેન અત્યારે ચંડીગઢમાં રહીને સાયન્સ વિષય સાથે પીએચડી નું કામ કરી રહ્યો હતો અનેસુમયથી બે વર્ષે મોટો હતોબારમામાં સાયન્સમાં લગભગ ૯૩લઈ આવનાર ધીરેનનુંસપનું અમેરિકામાં જઈને માસ્ટર કરવાનું હતુંખૂબ  મહેનતુ અને પોતાના કામમાં પૂરીરીતે ચોક્કસ એવા ધીરેન માટે  સપનું પૂરું કરવું  અશક્ય સહેજ પણ નહતુંએણે નેટપર પોતાનાથી બનતી બધી શોધ ચાલુ કરી લીધી હતી અને જરુરી બધી  માહિતી ભેગીપણ કરી દીધી હતીસવાલ હતો તો પૈસાનોસ્કોલરશીપ માટે પૂરતો પ્રયત્ન કરતો હતોસ્કોલરશીપ પછી પણ લગભગ પચીસ – ત્રીસ   લાખ તો ઓછામાં ઓછા કાઢવા પડે એમહતું ઘરમાં કમાનાર એક અને ખાનારા ચાર જણહોસ્ટેલમાં રહીને ધીરેનને કોલેજભણાવવાના ખર્ચાઓને પહોંચી વળવા એના પપ્પા સુરેન્દ્રભાઈએ પોતાના બીજા રખડું અનેભણવામાં ઓછા હોંશિયાર દીકરા પાછળ સહેજ પણ્ ધ્યાન નહોતું આપ્યુંઅને એનેશહેરની એક ચીલાચાલુ કોલેજમાં એડમીશન અપાવીને જેમ તેમે બી.કોમ કરાવી દીધોહતોસામે પક્ષે સુમયને ભણવાની ખાસ કોઇ પડી પણ નહતી ભલો એનું બાઈક ભલુંઅને એના રાતના હાઈવે પર બે બે વાગ્યાં સુધી રખડી ખાનારા દોસ્તારો ભલાએક પણએબ એવી નહતી કે જે સુમયમાં ના મળેમા બાપ બધું જાણતા પણ કશું કરી નહતાશકતાંએવા રખડું દોસ્તા્રોની સંગતમાં એક દિવસ સુમયને  ઓસ્ટ્રેલિયા જવાનો જેકપોટલાગી જવાની શક્યતા હાથ લાગીએણે એના પપ્પાને વાત કરીએમની બરાબર સામે ધીરેન  વખતે કોલેજના છેલ્લાં વર્ષની પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો વખતે એણેતનતોડ મહેનત કરવાની હતીએની સ્કોલરશીપનો બધો દારોમદાર  પરીક્ષાના પરિણામપર હતોસુરેન્દભાઈ સુમય સાથે પૈસાની જોગવાઈ બાબતે માથાકૂટ કરી રહ્યાં હતા.

જો સુમય મારે  ધીરેનને અમેરિકા મોકલવો છેમારી નોકરીના છેલ્લાં પાંચ વર્ષ બાકીછેમારી જે કંઈ મૂડી ગણે  મારું  ઘર અને બેંકમાં વીસ બાવીસ લાખ રુપિયા છેઘર પર થોડાં નાણા ઉછીના લઈને માંડ માંડ તો ધીરેનને મોકલવાનો ખર્ચો નીકળશેતારીમાનું થોડું ઘણું સોનું હશે પણ  તો સાચવી રાખવું પડેહજી તમે બે પગભર થશો ત્યાંસુધી ઘરનો ખર્ચો મારા એકલાના માથે છેહવે તું બોલમારે તારા માટે પૈસાની જોગવાઈક્યાંથી કરવી ?’

પપ્પાતમારી વાત હું સમજુ છુપણ  ગોલ્ડન ચાન્સ છેમારી સાથેના બીજા બે મિત્રોત્યાં જઈને પાંચ વર્ષમાં તો સારી નોકરી શોધી લઈને સરસ સેટ થઈ ગયાં છે ને હવે તોએમના ઘરે વર્ષના પાંચેક લાખ રુપિયા મોકલવાની ત્રેવડ ઘરાવતા થઈ ગયાં છે લોકોમને પૂરતી મદદ કરશેહવે તમે વિચારોપાંચ વર્ષ તમારી નોકરીના પતશે પછી હું તમને એકવર્ષના પાંચ લાખ મોકલી શકીશ્ તો આપણૂં ઘર તો તમે ચપટીમાં છોડાવી લેશો પણ ઉપરાંત તમે કેવી વૈભવી જીંદગી જીવી શકશો !’

સુરેન્દ્રભાઈની તપખીરી ચશ્મેરી આંખોમાં સોનેરી સપનાં તરવરવા લાગ્યાં.

ધીરેન બધી વાત ધ્યાનથી સાંભળી રહ્યો હતોબે  મીનીટમાં એણે પોતાનો નિર્ણય લઈલીધો અને બોલ્યો,

પપ્પાતમે સુમયને ઓસ્ટ્રેલિયા મોકલવાની તૈયારી કરોહું તો પૂરતો કેપેબલ છુંઅહીંઆપણ સારા એવા પગારની નોકરી શોધીને આરામથી સેટ થઈ જઈશઇનફેક્ટ અત્યારે મને બે સારી સારી કંપનીની ઓફર આવી ચૂકી છેપણ સુમયને અહીં નોકરી કરવા જશે તોમાંડ પંદર હજારથી વધુ નહીં મળેતમે મારી ચિંતા ના કરોમને લાગે છે કે મારા બદ્લેસુમયને વિદેશ જવાની જરુર વધારે છે.’

પણ ધીરેન…’સુરેન્દ્રભાઈ થોડાં થોથવાઈ ગયાપોતાના દીકરાના સપના  ખૂબ સારી રીતેજાણતા હતાંવળી આજ્ઞાકારીસમજુહોંશિયાર એવો ધીરેન એમનો વધુ લાડકોએનીઆખી જીંદગીનો સવાલ હતોઆમ એની કેરિયર સાથે ચેડા ? એમનો જીવ નહતો માનતો.

આખરે બધાની સહમતિથી સુમય હેમખેમ ને આરામથી ઓસ્ટ્રેલિયા પહોંચી ગયો.એનાજીવનમાં એને બધું આરામથી  મળતું હતુંનસીબદાર હતો.

લગભગ બે વર્ષ થવા આવ્યાંસુમય ઓસ્ટ્રેલિયામાં સ્ટ્રગલ કરી રહ્યો હતો અને ધીરેનચંડીગઢમાં પોતાની  કોલેજમાં પીએચડી સાથે જોબ કરીને પોતાના ખર્ચા જાતે કાઢતોઅને પોતાના ફોટોગ્રાફી માટે મોંઘામાંના એસએસાઅર ખરીદવા જેવા ખર્ચા કરવા ઉપરાંતથોડી બચત પણ કરી લેતો હતોબહારથી બધું ‘વેલ એન્ડ ગુડ‘ હતું ત્યાં  અચાનક સૌહાદ્રી ઉપર આવો ફોન આવ્યો અને દિલની દર્દી એવી સૌહદ્રીને ચક્કર આવી ગયાંએણેતરત  સોફાનું હેંડલ પકડી લીધું.

સુમયના કંપનીવાળા સારા હતાં લોકોએ સુમયને  કપરા કાળમાં બનતી હેલ્પ કરીબેવર્ષથી સ્ટ્રગલ કરી રહેલ સુમય અહીંના મોંદાદાટ ખર્ચા સામે ચટણી જેવી કમાણીમાં ખૂબસ્ટ્રગલ કરી રહ્યો હતોવળી રખડી ખાધા સિવાય ખાસ બીજી કોઇ હોંશિયારીની કમાણીકરી નહતીભણતર તો ઠીક મારા ભાઈવારંવાર એણે ઘરેથી પૈસા મંગાવીને પોતાનાજીવનની ગાડીને પાટા પર રાખવી પડતી હતીપણ  વખતે હોસ્પિટલ અને ગાડીડેમેજનો ખર્ચો મોટો હતોઆટલા બધા પૈસાની એને ત્યાં કોઇ મદદ કરવા તૈયાર નહતુંમોટાભાગના મિત્રો એની જેમ  સ્ટ્રગલ કરી રહ્યાં હતાઇચ્છા છતાં કોઇ કશું કરી શકેએમ નહતુંનાછૂટકે સુમયે ઘરે ફોન કરીને હકીકત જણાવવી પડીજમણાં હાથમાં ફ્રેકચરઅને સ્પાઈનમાં મૂઢ માર –   બે  ઇજાના કારણે લગભગ ત્રણ મહિનાનો ખાટલોસુમયના માથે આવી ગયોકંપનીવાળા ત્રણ મહિના એની રાહ જોઇ શકે એમ નહતાં એટલેદુકાળમાં અધિક માસની જેમ સુમયે જોબમાંથી પણ હાથ ધોવા પડયાંબહારથી બધુંસારું સારું લગાડવાની વાતથી હવે  પૂરતો કંટાળ્યો હતોઅહીંની ‘ સો કોલ્ડ પોશલાઇફના આકર્ષણ પર કાળી મજૂરી અને બીજા દેશમાં રહેવાથી ઉપાડવી પડતી અનેકોતકલીફોએ અમથી  એની કમર તોડી કાઢી હતીકમાણી કરતાં ખરચા ડબલ અને જીવનજરુરિયાત પૂરી થયા પછી બચત તો કશું  નહીં કે ના કોઇ કામની સિક્યોરીટીસુમયનીઆંખ આગળ ઘરમાં બધા ભેગાં બેસીને ખાધેલ દાળ ભાત રોટલી શાક તરવરી ઉઠતાં અનેઓસ્ટેલિયાની મોંઘી દાટ ચોકલેટો પણ ફીક્કી ફસ લાગતીઘણીવાર એને ધીરેન સાથેઆડકતરી રીતે અન્યાય કર્યાની ગુનાહિત લાગણી થઈ આવતી અને એને જંપવા નહતીદેતીએનો હક મારીને  અહીં આવ્યો હતો તો હવે એણે અહીં યેન કેન પ્રકારેણ સેટ થવું પડશે એવી મજબૂરી થઈ ચૂકી હતીપણ હવે  ‘તમાચો મારીને પોતાનો ગાલ લાલરાખી રાખીને કંટાળ્યો હતો.

 ત્રણ મહિનાન ખર્ચા કેમના કાઢીશઅચાનક  એણે નિર્ણય કર્યો અને બેગ બિસ્તરાંભેગાં કરી મન મક્કમ કરીને પોતાના વતન ભારત હાલતી પકડી લીધીઘરે આવીને મમ્મીપપ્પા અને ભાઈની સાથે બેસીને  ભરપેટ ભોજન કર્યું અને પોતાનો નિર્ણય સંભળાવી દીધો,

થોડા ઓછા પગારની તો ઓછા પગારની નોકરી કરીશ પણ ઓસ્ટ્રેલિયા  મારા ગજાનીવાત નથી.  મોટો ભણતરમજબૂતાઈ બધી રીતે  મારાથી વધુ સમર્થ છેએની ઇચ્છા હોયતો એને વિદેશ મોકલી દો ને ભણાવો પણ મારી પાછળ હવે આમ ખોટા પૈસા ના વેડફશોમારી તાકાત બહારની વસ્તુ છે   બધીમને જોબ – ફેમિલી  બધાની સિક્યોરીટીજોઇએ છેબહુ ભાગ્યો હવે બસહકીકત સ્વીકારીને ધરતી પર પગ રાખીને જીવવું છે.તમારો સાથ હશે તો બધી તકલીફો આરામથી સહન થઈ જશે પણ  વિદેશની ધરતીમારો જીવ લઈ લેશે.’

બસ કર બેટાઆવું ના બોલ.’ અને સૌહાદ્રીએ સુમયના મોઢા પર હાથ મૂકી દીધો.

સુરેન્દ્રભાઈએ સુમયને ગળે લગાડી દીધો અને બોલ્યાં,

‘ અરે ગાંડા તારો બાપો હજુ બહુ તાકાત ધરાવે છેતું તારે સહેજ પણ ચિંતા ના કરીશઅહીં  તને સેટ કરી દઇશું અને ધીરેન તો મહામહેનતુ અને સમર્થ છેએને તોઅમેરિકામાંથી એક કંપનીએ મોટા પગારની જોબ ઓફર કરી છે તો અહીં હોય કે ત્યાંબધું જાતે મેનેજ કરવાની ક્ષમતા ધરાવે  છેતું થોડો નબળો એટલે માળીને તારું ધ્યાનરાખવાની વિશેષ જવાબદારે હોય  હિસાબે  અમે તને ઓસ્ટ્રેલિયા મોકલેલોપણ હવેતને તારી તાકાતસમજ બધાંનો ખ્યાલ જાતે  આવી ગયો છે એટલે અમારે શું કહેવાનું ?  એક સારો બોધપાઠ સમજીને જીવનની નવેસરથી શરુઆત કર દીકરા.’

અને ઘરમાં ચાર જોડી આંખોમાં વર્ષા છલકાઈ ઊઠી.

અનબીટેબલઃ વિદેશની ધરતીને ‘મોટી ડીગ્રી‘ માનવાની આપણી માનસિકતનો અંત ક્યારે ?

-sneha patel

 

my blog – https://akshitarak.wordpress.com/
my facebook page – https://www.facebook.com/pages/Sneha-h-patel/897742246922927

Rashtraprem


રાષ્ટ્રપ્રેમઃ

 

ઘણી ઘટ્ટ ભીની હઠીલી એ સોડમ અને કૈંક સાકાર સાકાર થાતું,

નવી ચાક્ડે કોઈ માટી ચડે કે, તરત એક કાગળ તને હું લખું છું !

-સુરેન્દ્ર કડિયા.

 

સુલભા અને અવંતિકા ટ્રેનમાં રોજ સાથે મુસાફરી કરતાં હતાં. કલાકની આ સફરમાં બંને વચ્ચે ગાઢ સખીપણા થઈ ગયાં હતાં. સવારે છાપામાંથી કોઇ ટોપિક મગજમાં ચઢી ગયો હોય તો એ અને સાંજે બંને ઓફિસમાં કોઇ ઘટના બની હોય તો એની ચર્ચા કરતાં. બંનેનું ‘ઇંટેલીજન્ટ લેવલ’ સરખું હતું અને બે ય માનુનિઓ ખુલ્લા દિલની હતી એથી એકબીજાની વાતો સમજતી અને અપનાવતી પણ ખરી. આજે સુલભાના મગજમાં ‘રાષ્ટ્રીય ગાન’ વિશે કોર્ટે આપેલ ચુકાદાના સમાચાર રમતા હતાં ને એ ઉકળાટ સમય મળતાં જ અવંતિકા સામે નીકળી ગયો.

‘આ બાવન સેકંડનું રાષ્ટ્રગીત ગાવામાં, થિયેટરમાં ઉભા થવામાં પણ લોકોને શું જોર પડી જતું હશે? એમાં વળી સુપ્રીમ કોર્ટનો ફેંસલો..લોકો પોપકોર્ન, કોકમાંથી ક્યારેય ઉંચા જ નથી આવવાના.’

‘અરે કૂલ મેડમ, કૂલ. પોણી મિનીટના રાષ્ટ્ર્ગીતમાં ઉભા થવાથી આપણી દેશભક્તિ સાબિત નથી થઈ જતી.  સૌ ઘેટાંની માફક વર્ષોથી આંખો બંધ કરીને આ ગીત વખતે ઉભા થઈ જઇએ છીએ. મુખ્ય તકલીફ શું છે ખ્યાલ છે તને?’

‘શું?’

‘આજના જુવાનિયાઓને હકીકતે ખબર જ નથી કે રાષ્ટ્રભક્તિ એટલે શું ? રસ્તે કોઇ આંધળો માણસ ચાલતો જતો હોય તો એને ચાર રસ્તા ક્રોસ કરાવી આપવા તો બાજુમાં રહ્યા પણ ઝીબ્રા કોસિંગ પર એવા લોકોને ટકકર મારીને ભાગી જાય છે ને પાછુ વળીને પણ નથી જોતાં. જ્યાં ત્યાં પાનની પીચકારીઓ મારે છે, થૂંકે છે, પેશાબ કરે છે, ટ્રાફિકના નિયમોનું છડેચોક ઉલ્લંઘન કરે છે, દાણચોરી શબ્દ તો હવેના ગોટાળાઓ આગળ વામણો લાગે એવો થઈ ગયો છે.આ પ્રજા સાચી દેશભક્તિ એટલે શું એ જાણતી જ નથી. જો કે અમુક ટકા અપવાદ હોય છે એની ના નહી પણ અપવાદોની તાકાત અપવાદ જેટલી જ રહે છે. સ્વતંત્રતા આપણને જન્મથી જ મફતમાં મળી ગઈ છે એટલે આપણે એનો સાચો અર્થ કે મહત્વ જાણતાં જ નથી.’

‘તું કહે છે એ સાચું હોય તો વાત થોડી ગંભીર છે અવિ.’

‘હા ચોકકસ. શરમ ખાતર થિયેટરમાં પોણી મિનીટ ઉભા થઈ જનારા લોકો દેશભકત નથી બની જતા અને ના ઉભા થનારા પોતાની સ્વછંદતા બતાવે છે.  અજ્ઞાન તો  બે ય જણ ચોકક્સ છે જ, રાષ્ટ્રગીતના શબ્દોનો અર્થ જાણવાની તસ્દી જ કોઇ નથી લેતું. વળી દેશ માટે ખરી રીતે પ્રેમ કેવી રીતે બતાવી શકાય એની પણ લોકોને જાણ નથી. બધા એક કાળાધબ અંધારામાં જ જીવે છે. મોટાભાગના તો દેશે મને શું આપ્યું તો હું દેશ માટે મારો કિંમતી સમય કાઢું જેવી ટણીમાં જ જીવે છે. પેલી કહેવત છે ને કે, “બધાનું કામ એ કોઇનું નહીં”. કોઇ જ પોતાની જવાબદારી સમજવા કે ઉપાડવા તૈયાર નથી. જો કે ખરો વાંક જ સિસ્ટમનો છે. નાનપણથી જ એમણે અંગ્રેજી કે ગુજરાતી જે પણ માધ્યમ હોય એમાં રાષ્ટ્રભક્તિનો વિષય ફરજીયાતપણે  શીખવાડવો જોઇએ અને એમાં પસંદ કરાતા વિષયોને રાજકારણથી દૂર રાખીને ફકત દેશદાઝને ધ્યાનમાં રાખીને જ કામ થવું જોઇએ. એમાં આ બધી વાતો, નૈતિક ફરજો પર સમજાવવું જોઇએ. પણ આપણે ત્યાં તો શિક્ષણપ્રથા પણ ખાડે ગઈ છે. બધા ખીસા ભરવામાં પડ્યાં છે. અમુક અપવાદો છે એમના પર આશા છે. કોઇ તિખારો ચમકી જાય અને ક્યાંક આગ લાગી જાય, રોશની થઈ જાય ને એ આગ દાવાનળ બની જાય ત્યાં સુધીની રાહ જોવી રહી. આપણે આપણાંથી બનતા પ્રયત્નો કરવાના, માચીસની દિવાસળી હાથમાં લઈને ફરવાનું.’

‘આજે મને કશું સમજ નથી પડતી અવિ કે તને શું જવાબ આપું. હું પણ આંખો મીંચીને રાષ્ટ્રગાન વખતે ઉભા થઈ જવું એને મહાન દેશભકતિ માનતી હતી. બાકીના સમયમાં એ ભાવના સાવ મૃતપાય જ પડી રહેતી હતી, એટ્લે મને પણ કોઇ જ શબ્દ બોલવાનો હક નથી. પહેલાં મારે મારી સમજના દ્વાર ખોલીને બદલાવું પડશે પછી જ હું કોઇને કંઈક કહી, સમજાવી શકું એ લેવલે જઈ શકું.’

અને બે ય બહેનપણીઓ પોતપોતાના વિચારોની દુનિયામાં ખોવાઈ ગઈ.

અનબીટેબલઃ રાષ્ટ્રભક્તિ ગાવાની નહીં, જીવી બતાવવાની ભાવના છે.

સ્નેહા પટેલ.