Miss perfectionist

Phulchhab newspaper > 20-9-2017> navrashni pal column

મિસ પરફેક્શનીસ્ટઃ

 

ક્યાં કહું છું કે દાવ છોડી દો?

ખેલ ખેલો, તણાવ છોડી દો.

-ડો. મનોજ જોશી ‘મન’

 

શતરુપા એની કોલેજના બસસ્ટોપ પર ઉભી હતી. બસને આવવાને હજુ પાંચ દસ મિનિટની વાર હતી. શતરુપાને સમય કરતાં થોડાં વહેલા જ પહોંચી જવાની ટેવ હતી. છેલ્લી મિનિટ સુધી ઘરમાં પરવાર્યા વિના હાંફ્ળા ફાંફળા ફર્યા કરવાનું એને સહેજ પણ પસંદ નહતું. એના ઘણાં બધા મિત્રોને એવી ટેવ હતી.સવારના ઉઠીને મોબાઈલમાં માથું ઘાલીને બેસી જાય, ટીવી ચાલુ…છેલ્લે જોવા જાવ તો બસને આવવાની દસ પંદર મિનિટ માંડ બાકી હોય અને એ લોકોની બેગ ભરવાની, લંચબોકસ, વોટરબોટલ, કપડાંનું મેચીંગ બધું બાકી હોય. ઘણીવખત વહેલાં ઉઠ્યાં છતાં એ લોકોને નહાવાનું સ્કીપ કરવું પડે. શતરુપાને એવું બધું નહતું પસંદ. એને બધું ટાઈમ ટુ ટાઈમ જોઇએ.

 

‘મિસ પરફેક્શનીસ્ટ’

 

રોજ સવારે બસ સ્ટોપ પર આવીને એ વધેલી દસ મિનિટ આજુબાજુનું નિરીક્ષણ કરવામાં પસાર કરતી. એની સાથે બસમાં એક આંટી ચડતાં. તેલ નાંખીને સુવ્યવસ્થિત રીતે ઓળાયેલા વાળ, કપાળ પર બરાબર મધ્યમાં મધ્યમ કદનો ગોળ લાલ ચાંદલો, આર કરેલી અવરગંડીની સાડી, હાથમાં ટીફિન, ફાઈલ ને ખભે મરુન ચોરસ પર્સ, પગમાં કોલ્હાપુરી ચંપલ. બધું જ વ્યવસ્થિત. શતરુપાને એમને જોવાની બહુ મજા આવતી. મનોમન એ સ્ત્રીની એ મોટી ફેન બની ગઈ હતી. ઘણી વખત એ સ્ત્રી ફોન પરથી એની કામવાળી બાઈ સાથે વાત કરતી.

 

‘રાધા, આજે રસોડાનું કબાટ ખાલી કર્યું છે. તો ત્યાં કચરો વાળી, પોતું કરીને પેપર મૂકીને બધું સરખું પાછું ગોઠવી દેજે. પ્લેટફોર્મ પર કાલનો હાંડવો છે એ લાલ ડબ્બામાં મૂકેલો છે એ તું લઈ જજે. તારા દીકરાને બહુ ભાવે છે ને એટલે થોડો વધુ બનાવેલો.’

 

‘……..’  સામે છેડેથી કંઈક બોલાય અને એ સ્ત્રી આખી વાત ધ્યાનથી સાંભળે પછી જવાબ વાળે,

 

‘હોય હવે રાધા, એ ય પુરુષ જાતિ છે, કંટાળે ને  ધોલધપાટ કરે તો સહી લેવાનું…તારે થોડું ચલાવી લેવાનું. તારી જાતિમાં તો આવું બધું ચાલ્યા જ કરવાનું બેન. એને સમજાવવાનો પ્રયત્ન કરતા રહેવાનું, અકળાવાનું નહીં.’

 

ઘણીવખત એ એમની સખીઓ સાથે વાત કરતી.

 

‘હાય બ્યુટીફુલ, ગુડ મોર્નિંગ.’

 

‘……’

 

‘હા. આજે સાંજે ધાત્રીના ઘરે ચોક્કસ મળીએ છીએ. એનો પતિ એને આમ અપશબ્દો બોલે, અપમાન કરે એ કેમનું ચલાવી લેવાય? આપણું મહિલા મંડળ એને બરાબરનો પાઠ શીખવીશું.’

 

એની વાતોના અમુક અંશો ઘણી વખત શતરુપાના કાને પડતાં. આજે પણ આવા બે ફોન સળ્ંગ આવ્યાં ને એમાં સાવ જ વિરોધાભાસી વાત જોઇને એ ચમકી ગઈ. એનાથી ના રહેવાયું ને એ બોલી,

 

‘હાય આંટી, એક વાત પૂછી શકું?’

 

‘બોલ ને બેટા, એક શું બે વાત પૂછ.’

 

‘આંટી તમે તમારી કામવાળીને એનો પતિ મારપીટ કરે છે તો પણ ચલાવી લેવા કહ્યું અને તમારી બહેનપણીને એનો પતિ અપશબ્દો બોલે છે તો પણ એની ખબર લઈ નાંખવાની વાત કરી. આ બધું મને સમજાયું નહીં. આવું વિરોધાભાસી વલણ કેમ?’

 

‘હા, તારી વાત સાવ સાચી છે. તને ખબર છે?  માનવીના અલગ અલગ સમાજ, રીતિરિવાજો, વિચારસરણી હોય છે. એમની સમસ્યાઓનું સમાધાન આપણે એમના લેવલે જઈને શોધવું પડે. હવે આ કામવાળીને એમ કહું કે તારો વર મારે તો તારે સામે હાથ ઉપાડવાનો કે પોલિસમાં જઈને ફરિયાદ કરી દેવાની તો એ એવું કરી શકવાની નથી. કારણ એમનામાં પુરુષો વર્ષોથી આમ જ વર્તન કરતાં આવ્યાં હોય છે ને એ સ્ત્રીઓને આ બધું સામાન્ય સહજ જ લાગવાનું. એમનું માનસ આ બળવાની વાત એક ઝાટકે સ્વીકારી જ ના શકે. સૌથી પહેલાં તો એની સાથે અન્યાય થાય છે એ વાત એને સમજાવી જોઇએ અને એનો રસ્તો શોધવા આપણી પાસે આવે તો આપણે એને આગળ વધવાનો રસ્તો બતાવાય, બાકી પહેલાં એને સમજાવો કે તારી સાથે અન્યાય થઈ રહ્યો છે ને પછી એની સામે લડવાના રસ્તા બતાવવાના..આ બધા ચકકરોમાં એ કમાવા ધમાવાનું છોડીને આમાં જ પડી પાથરી રહે તો બની શકે એના છોકરાંઓને એક ટંકનો રોટલો ગુમાવવાનો વારો આવે એટલે એમના સંસારને છંછેડવાની આપણે કોઇ જરુર નથી હોતી.  આપણાં સમાજમાં આજે ઘણાં ઘરોમાં માસિક ધર્મ દરમ્યાન પણ કોઇ આભડછેટ નથી પળાતી, બધી સ્ત્રીઓ આરામથી રુટિન વર્ક કરે છે,  ઘણી તો મંદિરમાં સુધ્ધાં જાય છે. એ દિવસોમાં ખાવાપીવામાં વધારે ન્યુટ્રીશિયનસ ફૂડ લે છે જેથી એમને કામ કરવાની તાકાત મળતી રહે. મહિનાના પાંચ દિવસ આમ અટકી જવાનું આજકાલની નારીને સહેજ પણ ના પોસાય. પણ આ જ વાત હું મારી કામવાળીને કહું તો એની આંખો પહોળી થઈ જાય, જીભ બહાર નીકળી જાય..કદાચ બીજા દિવસથી એ મને પાપી ગણીને મારા ઘરે કામ કરવા આવવાનું જ છોડી દે. દરેકના સામાજીક, માનસિક સમજણના સ્તર અલગ અલગ હોય છે. એમની રહેણી કરણી જોઇને જ આપણાંથી વાત કરાય. હું કામવાળી બાઈ રાધાને પણ પરિવર્તનની વાતો કરું છું પણ એ જે લેવલે છે એનાથી એને એક સ્ટેપ આગળ લઈ જવાય તો એને સ્વીકાર્ય હોય. બાકી હજી એ પરિવર્તનના નામે એબીસી શીખતી, સ્વીકારતી હોય અને આપણે છેક ઝેડ કક્ષાની સલાહ આપીએ તો એને પચે નહીં અને એ સ્વીકારી પણ ના શકે. હું મારા પોતાના ઘરની વાત કરું તો મારા દીકરા અને દીકરીના કામકાજમાં કોઇ જ ફરક નહીં. દરેક માણસે ઇવન મારા પતિદેવ પણ પોતાના ઘણાં ખરા કામ જાતે કરી લે, હું નોકરી કરીને ઘરમાં આર્થિક સહાય કરું છું એટલે એ ઘરકામમાં મારો સાથ આપવાની એમની ફરજ સમજે છે. પણ આ બધું આપણાં જેવા સુશિક્ષિત અને સ્વીકારવા તૈયાર હોય એવા લોકોની વાતો. પણ કોઇનું માનસ ફ્લેક્સીબલ ના હોય તો સમાજના દરેક પરિવર્તન એણે સ્વીકારવા એવી ફરજ પાડીને એનું મગજ ના ખાવાનું હોય. વળી પરિવર્તનના નામે હક જોઇતા હોય તો આપણી સામે ફરજ પણ વધી જાય છે એનું પણ ધ્યાન રાખીને એ ફરજ બજાવવાની માનસિક – શારીરિક તૈયારી રાખવી જોઇએ. આ બધું એક ઝીગ શો પઝલ જેવું હોય છે બેટા, દરેક પીસ એની યોગ્ય જગ્યાએ ગોઠવવાની સમજણ ને આવડત જોઇએ નહીં તો આખું પિકચર બગડી જાય, વેરણ છેરણ થઈ જાય.’

 

‘માય ગોડ આંટી તમે કેટલી મોટી વાતો કરી દીધી. મને તો સપનામાં પણ આવા વિચાર ના આવે. હું તો કોઇ માણસ બોલે એટલે એના પરથી જ એને જજ કરી લઉં પણ આજે સમજાયું કે દરેક માણસના સમાજ અલગ અલગ હોય છે. આપણે વાત કરવા – સમજવા એ માનવીના માનસિક લેવલ સુધી પહોંચવું પડે તો જ સાચી સ્થિતીનો તાગ કાઢી શકીએ.’

 

‘સારું ચાલ હવે, આપણી બસ આવી ગઈ.’  અને બે ય જણ સામસામે મીઠું મરકીને બસમાં ચડી.

 

અનબીટેબલઃ પરિવર્તનનો પવન ધીમો પણ મક્કમ હોય, વાવાઝોડું હંમેશા વિનાશકારી જ નીવડે છે.

 

-સ્નેહા પટેલ.

4 comments on “Miss perfectionist

  1. Very nice presentation Sneha. Aavi vat aatli barik hova chhata aatli saradta thi lakhi shaki chho. 👌👍[20/09, 12:44] Kishor Vyas Mumbai Samachar: Aama e samaj ni stree ni mansikta , rudhigat jivan ane e varg ke e star ni chhanavat saras rite kari chhe.
    [20/09, 12:46] Kishor Vyas Mumbai Samachar: Be mahilao ni odkhan ane triji mahila tu jate. Trane saras bhumika ma jova mado chho.
    -from watsapp…KISHORBHAI vyas..columinst of Mumbai samachar

    Like

  2. સરસ અને સામાજીક સંદેશ આપતો લેખ તથા અલગ વિષય…લેખમાં “આંટી” ના પહેરવેશનું અને તેમની પાસે રહેલી વસ્તુઓનું એકદમ બારીક અને કાબીલેદાદ વર્ણન…જેમ કે, તેલ નાંખીને સુવ્યવસ્થિત રીતે ઓળાયેલા વાળ, કપાળ પર બરાબર મધ્યમાં મધ્યમ કદનો ગોળ લાલ ચાંદલો, આર કરેલી અવરગંડીની સાડી, હાથમાં ટીફિન, ફાઈલ ને ખભે મરુન ચોરસ પર્સ, પગમાં કોલ્હાપુરી ચંપલ…best lines of the article : *** માનવીના અલગ અલગ સમાજ, રીતિરિવાજો, વિચારસરણી હોય છે. એમની સમસ્યાઓનું સમાધાન આપણે એમના લેવલે જઈને શોધવું પડે. દરેકના સામાજીક, માનસિક સમજણના સ્તર અલગ અલગ હોય છે. એમની રહેણી કરણી જોઇને જ આપણાંથી વાત કરાય. પણ આ બધું આપણાં જેવા સુશિક્ષિત અને સ્વીકારવા તૈયાર હોય એવા લોકોની વાતો. પણ કોઇનું માનસ ફ્લેક્સીબલ ના હોય તો સમાજના દરેક પરિવર્તન એણે સ્વીકારવા એવી ફરજ પાડીને એનું મગજ ના ખાવાનું હોય. વળી પરિવર્તનના નામે હક જોઇતા હોય તો આપણી સામે ફરજ પણ વધી જાય છે એનું પણ ધ્યાન રાખીને એ ફરજ બજાવવાની માનસિક – શારીરિક તૈયારી રાખવી જોઇએ…અનબીટેબલ : પરિવર્તનનો પવન ધીમો પણ મક્કમ હોય, વાવાઝોડું હંમેશા વિનાશકારી જ નીવડે છે.*** બિલકુલ યોગ્ય, સાચી અને વ્યવહારિક વાત…લેખની શરૂઆતમાં ડો. મનોજ જોશી ‘મન’ ની સરસ અને અર્થસભર રચના…

    Liked by 1 person

  3. આ વાત એકદમ સાચી છે કે માણસની વાત-મુદ્દો સમજવા કે સમજાવવા એના સ્તરે જવું પડે. એટલે જ છોકરા-છોકરીના લગ્ન વખતે આપણે હમેશા ધ્યાન રાખીએ છીએ કે એમના શૈક્ષણિક સ્તરમાં ઘણો ફેર ન હોય. શરાબી અથવા ભાંગ લેનાર પતિ અને એનો વિરોધ કરતી પત્ની વચ્ચે થતા ઝઘડાઓના મૂળમાં પણ બંને વચ્ચેના માનસિક સ્તરનું અંતર કારણભૂત હોય છે.

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s