ગોડ બ્લેસ યુ !
માથું મૂકાય એવા ખભા તો ઘણા મળે,
આંસુ મૂકાય એવા ખભા એક બે જ હોય.
– પાર્થ તારપરા
ચોમાસાની ભીની ભીની એક સાંજ હતી અને અનોખી એની મનપસંદ જગ્યા- બગીચાની એની
મનપસંદ બેન્ચ પર બેઠી હતી. સાંજનો પાંચથી છ વચ્ચેનો આ સમય એ પોતાના માટે ચોરી લેતી અને બગીચામાં અડધો કલાક ચાલીને આ બેન્ચ પર બેસીને આજુબાજુની હસતી – ખિલખિલાતી બાળપણ – જુવાન – વૃદ્ધ બધી જ જિંદગીઓને અકારણ જ નિહાળતી રહેતી. હા, અમુક ઘટનાઓ, સંવાદો એના માનસપટલ પર જાતે જ અંકાઈ જતા એ વાત અલગ હતી. આજે બપોરે સારો એવો વરસાદ પડી ગયો હતો અને બગીચાના બધા છોડ – વૃક્ષ ધોવાઈને લીલાછમ થઈ ગયા હતાં. અમુક પાંદડા પર હજુ વરસાદની બૂંદો સચવાયેલી હતી તો અમુક બૂંદ પર્ણ પરથી ધીરે ધીરે લસરતી જતી હતી. માટીની ભીની ભીની સુગંધ, સુંવાળી – મુલાયમ હવા..અ..હા..હા..અનોખીના મગજમાં એક નશો છવાતો જતો હતો. એને યાદ આવ્યું કે, ‘નાની હતી ત્યારે એ વરસાદની કેવી ચાતક રાહ જોતી હતી ! કારણ તો એક જ..કે વરસાદના એકઠાં થતા પાણીના પ્રવાહમાં એને કાગળની હોડી બનાવીને તરતી મૂક્વાની બહુ જ મજા આવતી હતી. આ વિચારતી હતી ત્યાં જ અચાનક એની નજર બાંકડાંની નીચે હોવાથી કોરા રહી ગયેલ એક કાગળ પર પડી. હોડી બનાવવાની તીવ્ર ઝંખના સાથે અનોખીએ એ કાગળ હાથમાં લીધું. ત્યાં જ એની સામેની બેન્ચ પર વૃધ્ધ પુરુષ આવીને બેઠો. બે ઘડી અનોખી પોતાની ‘હોડી બનાવવાની’ બચકાની હરકત પર થોડી ક્ષોભમાં મૂકાઈ ગઈ. આ કાકા રોજ એને આ જ બેન્ચ પર જોવા મળતાં. વળી એમના મોઢા પર કાયમ કંટાળા – ગુસ્સાના વિચિત્ર ભાવ અંકિત રહેતા હોવાથી અનોખી જેવી ખુશમિજાજ સ્ત્રીને એ સહેજ પણ પસંદ નહતા. એણે ધરાર એમની તીખી લાગતી નજરને અવગણીને કાગળને ત્રિકોણ આકારમાં વાળવા જ જતી હતી અને એની નજર કાગળમાં અંકાયેલા મરોડદાર અક્ષર ઉપર પડી અને અનોખીના મનમાં એને વાંચવાનો મોહ પ્રગટી ગયો. એણે સહેજ ભેજવાળા કાગળને સીધો કરીને કરચલીઓ સરખી કરી, ભેજ્વાળો કાગળ હોવાથી શ્યાહીન થોડી થોડી પ્ર્સરી ગયેલી, વાંચવામાં તકલીફ પણ પડતી હતી પણ અનોખીએ જેમ તેમ કરીને એ લખાણ વાંચ્યું,
‘હું મારા જીવનસાથીના મૃત્યુ પછી વેઠવી પડતી એકલતાથી ખુબ જ હતાશ છું. કોઇને મારી પડી નથી, મારી દરકાર નથી કરતું – શું તમે મને કોઇ મદદ કરી શકો?’
અને અનોખી અવાચક થઈ ગઈ. આ શું ? એણે આજુબાજુ નજર નાંખી પણ કોઇ જ નોંધનીય વ્યક્તિ ના લાગી કે જેના પર આ કાગળની માલિકી હોવાનો અંદેશો જાગે! બધા પોતપોતાની જીંદગીમાં, મસ્તીમાં મસ્ત હતાં. ત્યાં એના કાને કોઇના મોટેથી બોલવાનો અવાજ પડ્યો અને એનું ધ્યાન એ અવાજ તરફ ખેંચાયુ, આ તો પેલા કચકચીયા કાકા..રોજ રોજ એને કોઇ ને કોઇ સાથે બબાલ થતી જ હતી. આજે શિંગવાળા સાથે શિંગ ઓછી કેમ આપી? ની બાબતે મગજ ખરાબ થઈ ગયેલું. એક ધૃણાભરી નજર એમના તરફ્ નાંખીને અનોખીએ એ કાગળની નીચે ખાલી પડેલી જગ્યામાં બાજુમાં બેઠેલાં એક કોલેજીયન પાસેથી પેન લઈને એણે એની પર લખ્યું, ‘જીવન અને મૃત્યુ તો બધો ઉપરવાળાનો ખેલ છે, તમારા જીવનસાથીએ એમના કરવાના કર્મો કરી લીધા અને હવે એ જ્યાં પણ હોય ત્યાંથી તમને નિહાળતા હશે.એમની ખુશી માટે પણ તમારે ખુશ રહેતાં શીખવું જોઇએ. એકલતા એ અભિશાપ જેવી હોય છે પણ જેમ ઝેરનું મારણ ઝેર એમ એકલતાનું મારણ તમારા જેવા કોઇ એકલતાથી પીડાતા વ્યક્તિઓને મદદ કરવામાં સમય ફાળવી જુઓ, કોઇના માટે મનમાં નિસ્વાર્થ લાગણીઓના છોડ ઉછેરી જુઓ તો મારા માનવા પ્રમાણે તમારા પ્રોબ્લેમનું સોલ્યુશન આવી જ જશે.’ લિ. આપની નવી મિત્ર.’
કાગળને ગડી કરી અને એના ઉપર એક લાલ માટીનો ઇંટાળો મૂકીને એ જ જગ્યાએ બાંકડાની નીચે મૂકી દીધો અને ઘરે ચાલી ગઈ.
એ પછી રોજ બગીચામાં આવીને એની નજર સૌપ્રથમ બેન્ચની નીચે કાગળ શોધતી પણ એ નિરાશ થતી. મનમાં વિચારતી કે એ પણ શું નું શું વિચાર્યા કરે છે? કોઇએ ક્યારેક અકળાઈને આવું લખી કાઢ્યું હોય અને કાગળ ઉડતો ઉડતો અહીં આવી ચડ્યો હોય એમ પણ બને…કાં તો શક્ય છે કે આજના જમાનામાં કોઇ આવા ‘પ્રેન્ક’ પણ કરે અને અચાનક એને પોતાની ઉપર શરમ ઉપજી આવી.
બરાબર દસ દિવસ પછી બગીચામાં પ્રવેશતાં વેંત જ અનોખીની નજરે પેલા વૃધ્ધ કાકા પર પડી. આજે નવાઈ વચ્ચે એ કોઇ સાથે ઝગડી નહતાં રહ્યાં પણ એમની બાજુવાળા સાથે હસી હસીને વાતો કરી રહ્યાં હતાં. ‘આજે સૂરજ કદાચ પસ્ચિમમાંથી ઉગ્યો હશે’ વિચારતી હતી ત્યાં જ એની નજર બાંકડાંની નીચે પડેલ ઈંટાળાની નીચેના કાગળ પર પડી અને એણે રીતસરની દોટ જ મૂકી. કાગળ ખોલીને વાંચવા લાગી , કેમ જાણે એને પાક્કો વિશ્વાસ હતો કે આ કાગળ ચોકકસપણે પેલા એકલતાથી પીડાતા માનવીનો જવાબ જ છે. આજે વાતાવરણ કોરું હોવાથી કાગળ – એની શાહી સહેજ પણ પલળ્યાં નહતાં.
‘પ્રિય મિત્ર, તમારી વાત સાવ જ સાચી છે. મેં મારા ઘરની બાજુમાં આવેલ અપંગ માનવ મંડળમાં જવાનું ચાલુ કર્યું છે. બહેરાં, મૂંગા, આંધળા એ લોકોની સાથે મારો સારો એવો સમય પસાર કરું છું અને બદલામાં એ લોકો મને ખૂબ જ માન આપે છે. મારા જવાની આતુરતાથી રાહ જોયા કરતાં હોય છે. એ લોકોને પૈસાની કોઇ જ પડી નથી, એના માટે ઢગલો ડોનેશન મળી રહે છે ,એમને જરુર છે તો ફકત મારા જેવા લોકોના સાથની, પ્રેમની, , હૂંફની. બદલામાં એ લોકો ધરાઈને પ્રેમ કરે છે, મારા જીવનમાં ચોતરફ પ્રેમ જ પ્રેમ છે. હું ખૂબ જ ખુશ છું.
થેંક્સ.’
અને અનોખી ખુશ ખુશ થઈ ગઈ. કાગળમાં જવાબ લખ્યો,
‘મને ખુબ જ ખુશી થઈ. આપની નવી મિત્ર આપને મળવા માંગે છે, મળશો?’ પેપર ઇંટ નીચે ભરાવીને એ વોક લેવા ગઈ. અડધો કલાકની વોક પછી એની નજર એ કાગળ પર પડી અને મનમાં ચળ ઉપડી,’કદાચ કાગળમાં જવાબ આવી ગયો હોય તો?’ એક પળ તો પોતાની બેચેની પર એને હસવું પણ આવી ગયું એમ છતાં કાગળ લેવાનો મોહ જતો ના જ કરી શકી. નવાઈ વચ્ચે એમાં પ્રત્યુત્તર હતો,
‘આપણે આમ જ પત્રદેહે મળતાં રહીશું ને..!’
અને અનોખીનું મોઢું એક પળ માટે પડી ગયું. હળવે પગલે એ ગાર્ડનની બહાર નીકળી ગઈ.
એના બહાર નીકળી ગયા પછી પેલા કચકચીયા વ્રુધ્ધ કાકાએ બાંકડાંની નીચે પડેલો કાગળ ઉઠાવીને ચૂમીને ખીસામાં મૂક્યો અને મનોમન બોલ્યાં,’ગોડ બ્લેસ યુ માય ચાઈલ્ડ.’
અનબીટેબલઃ જીવનમાં પ્રેમ મેળવવા કોઇને નિઃસ્વાર્થ પ્રેમ આપી જુઓ.
-sneha patel

ખુબ જ સરસ, સરળ અને હકારાત્મક અભિગમ દર્શાવતો લેખ…ખરેખર લેખ વાંચવાની મજા આવી…લેખની શરૂઆતમાં પાર્થ તારપરાનો અદ્ભુત શેર “માથું મૂકાય એવા ખભા તો ઘણા મળે, આંસુ મૂકાય એવા ખભા એક બે જ હોય” જે સ્વાર્થવૃત્તિ જેવી જીવનની કડવી વાસ્તવિકતા રજુ કરે છે અને થોડામાં ઘણુ બધુ કહી જાય છે તથા લેખને બિલકુલ અનુરૂપ…તમે લેખમાં બગીચાનું, વરસાદ પડી ગયા પછીના વાતાવરણનું અને પેલા ભેજવાળા કાગળનું ખુબ જ સરસ વર્ણન કર્યું છે…તમે લેખમાં કહ્યું તેમ કે આજે એકલતા માણસને અંદરથી કોરી ખાય છે એટલે વ્યક્તિ હતાશ થઈ જતો હોય છે અને સ્વભાવ ચીડિયો બની જાય છે, ત્યારે જીવન જીવવું નકામું કે દોહ્યલું લાગે છે…પણ જો આવા એકલા વ્યક્તિ, સમાજના “દિવ્યાંગ” લોકો કે સમાજના બીજા કોઈપણ વ્યક્તિઓ કે જેમની પાસે બધી ભૌતિક સગવડતા તો હોય પણ કોઈ માણસનો સાથ-સંગાથ-મિત્રતા-પ્રેમભાવ-હૂંફ નો અભાવ હોય ત્યારે આવા લોકોના હમદર્દ બનીને, વ્યક્તિ પોતે અને સામેની વ્યક્તિનો બંને એકબીજાના આધાર બનીને સમદુઃખીયા માંથી સમસુખીયા બની જતા હોય છે…”અનોખી” તો ખરેખર નામ પ્રમાણે અનોખી જ છે…તેને એક નાના અમથા પત્ર ના જવાબથી બીજી વ્યક્તિનું જીવન ‘વેરાન’ માંથી ‘નંદનવન’ બનાવી દીધું…અહીં લેખિકા મિત્ર લેખમાં શબ્દોની તાકાતનો પરચો આપે છે કે જોમવંતા શબ્દોથી માણસનો પોતાના જીવન પ્રત્યેનો અભિગમ જ બદલાય જાય છે, માટે જીવનમાં હંમેશા હકારાત્મક વલણ રાખવું, જેથી જીવન ખરેખર જીવવા જેવું અને માણવા જેવું લાગે…અને છેલ્લે, best line of this article “અનબીટેબલ : જીવનમાં પ્રેમ મેળવવા કોઈને નિઃસ્વાર્થ પ્રેમ આપી જુઓ”…પછી જુઓ જીવન જીવવાની મજા…
LikeLiked by 1 person
Very nice
LikeLiked by 1 person
Saras …khub saras
LikeLiked by 1 person