Opposite attrects

opposite attractsઃ

એને બંધ બારી ઉપર પડદાવાળો રુમ પસંદ છે
મને ખુલ્લી ઓસરીવાળો – મઘમઘતા ફૂલની વેલ લટકતી હોય એવો !
એને કઢી-ભાત પસંદ છે,
મને દાળભાત !
એને બીયરનું ટીન લઈને સિગરેટ પીવાનું પસંદ છે,
મને ફ્રેસ ફ્રુટ જયુસ સાથે સલાડ !
એનું દિમાગ વધારે ચાલે,
મારું દિલ !
એને મોટા મોટા સાહસથી જ એક થ્રીલ મળે છે
મોટી મોટી ખુશીઓનો માણસ,
મને તો કળીમાંથી ફૂલ બને અને એની સુગંધ શ્વાસમાં ભરાઈ જાય તો ય ન્યાલ,
સાવ નાની નાની ખુશીઓની માણસ !
એ મશીનો સાથે માથા ફોડે,
હું શબ્દોના અર્થમાં ડૂબી જઉં !
એ સાવ જ એકાંતપ્રિય,
મને માણસો- માણસો પસંદ !
એને સેન્ડવીચ વધુ પસંદ,
મને ઢોંસા !
કેટલાં વિરોધાભાસ કહું હવે….
માણસમાં પણ
એને હું સૌથી વધુ પસંદ
અને
મને એ !
સ્નેહા પટેલ.

‘સોહાભાભી, તમે કેટલાં અદભુત છો!’

દેવાંગ સુહાનાની સામે ચકિત નજરે નિહાળી રહ્યો અને સોહા મન મૂકીને મુક્ત હાસ્ય વેરતાં બોલી,

‘શું થયું દેવાંગભાઈ? આજે અચાનક તમને આ શું થઈ ગયું? કેમ આવી વાત કરો છો?’

‘બસ તમે અદભુત છો, કોઇ માણસ તમારા વિશે થોડું ઘણું પણ જાણી લે, તમારી સાથે અડધો કલાક વાત કરી લે તો એ તમારા પ્રેમમાં પડી જાય.’

સોહા એક મીનીટ સ્તબ્ધ થઈ ગઈ. દેવાંગ – એના પતિનો જીગરજાન મિત્ર આ શું બોલી રહ્યો હતો ? એ એના હોશોહવાસમાં નથી લાગતો. ગળું ખંખેરીને અવાજ થોડો તીખો કરીને સોહા બોલી,

‘દેવાંગભાઈ, આપન કહેવાનો મતલબ શું?’

‘અરે..અરે…ભાભી, કંઇ આડું અવળું ના સમજતાં પ્લીઝ, પણ હું સાચું કહું છું. તમે – તમારો સ્વભાવ- તમારી વાતો- તમારી સમજશક્તિ- તમારું રુપ તો હું હજી ગણતો જ નથી…એ પણ અદભુત ! એક વ્યક્તિને ઇશ્વરે આટલા બધા વરદાન કેવી રીત આપી દીધા એ જ નવાઈ લાગે છે. મારી પત્ની તનુશ્રીને હું કાયમ તમારી વાત કરુ છુ,’એ તું સોહાભાભી પાસેથી જરા આ બધું શીખ..પણ એ છે કે…’ને દેવાંગનો ઉત્સાહી અવાજ નિરાશામાં પલટાઈ ગયો.

‘તનુશ્રી તો બહુ સ્માર્ટ છે દેવાંગભાઈ. એ આખો દિવસ ઘરના અને બહારના બધા કામ કેટલી સરળતાથી કરી લે છે. ઘરની, છોકરાંઓની, સામાજીક જવાબદારી પણ કેટલી સુપેરે પાર પાડે છે. ઘરમાં કંઇ જ લાવવું – મૂકવું હોય તો તમારે ક્યાં કદી કશું જોવું પડે છે.’

‘હા, પણ એ તો એને બહાર રખડવાનો શોખ છે એટલે. એ દિવસમાં બે વાર ઘરની બહાર ના નીકળે તો એને ચેન ના પડે.એટલે આવા બધા કામના બહાના કાઢે. પાંચ મીનીટનું શાક લેવા જવાના કામમાં એ પોણો કલાક આરામથી ફરીને પાછી આવે ને શાકની બાજુમાં જ રહેલ કરિયાણાની દુકાનમાંથી કરિયાણું લાવવા બે કલાક રહીને બીજો ધક્કો ખાય. ઘરના કામમાં સાવ જ રેઢિયાળ અને બોલવા બેસે તો સાવ જ મૂર્ખી છે. કોની આગળ શું અને કેટલું બોલવું એનું એને ભાન જ નથી. છુપાવવાની વાતો એ લોકો આગળ પહેલાં બોલી કાઢે ને બોલી નાખ્યા પછી ય એને પોતાની ભૂલની સમજ ના પડે, એકલાં પડીએ ને હું સમજાવું ત્યારે તો એને ખ્યાલ આવે કે શું લોચાલાપસી થઈ ગઈ. સાવ જ મૂરખ છે એ..’

‘ઓહ, એમ? પણ દેવાંગભાઈ તમે તો તનુશ્રી સાથે લવમેરેજ કરેલાં છે ને…ખોટું ના લગાડતા પણ એક વાત પૂછું ? એ વખતે તમને એનામાં  આ બધી ખામી નહતી દેખાઈ ?’

‘એકચ્યુઅલી ભાભી, હું બોલવામાં પહેલેથી સ્માર્ટ – બોલકો અને આ એકદમ ચૂપ ચૂપ.મને એ વખતે એની ચૂપકીદીમાં એક અનેરું આકર્ષણ લાગતું. પેલું કહે છે ને કે,’ opposite attracts’ એ દરેક વાતમાં મારાથી સાવ ઉલ્ટી હતી. ઇન્ટ્રોવર્ડ, શરમાળ, સિમ્પલ, માસૂમ. એન જોઇને મને થતું કે કોઈ માણસ કલાકો સુધી આટલું ચૂપચાપ કેમ બેસી શકે ? હું તો એક મીનીટ પણ આમ ચૂપ ના રહી શકું. આજે મને સમજાય છે કે એ વ્યક્તિ પાસે ખાસ એવું કોઇ નોલેજ જ નહતું એથી એની પાસે ચૂપચાપ બેસીને લોકોને સાંભળ્યા સિવાય કોઇ રસ્તો જ નહતો. હું દરેક વાત ફટાફટ કરી નાંખુ ને એ એકદમ શાંતિથી કરે…એ વખતે એનું એ ધૈર્ય મારામાં રહેલ ઉતાવળીયાને બહુ આકર્ષતું હતું. અમે બે સાવ જ ઉંધા..’

‘દેવાંગભાઈ, આવું જ થાય. તમારી પાસે જે વસ્તુ કે ક્વોલિટી ના હોય એ વાત કે ગુણથી તમે પ્રથમ આકર્ષાઓ અને પછી એ આકર્ષણમાં જ એ પાત્ર સાથે લગ્ન કરી લો. પણ સમય જતાં એ જ અલગ અલગ સ્વભાવ, પસંદગીમાં ફેરફાર તમને અકળાવે છે ને એ વખતે તમે એમ વિચારો છો કે આ મારાથી સાવ જ ઉલ્ટી વ્યક્તિ છે, આની સાથે મારે કેટલું અને કેવી રીતે એડજસ્ટ કરવું ? શું આખી જીંદગી મારે આની સાથે એડજસ્ટ કરવામાં જ કાઢવાની ? અને ત્યારે જ તમારા પ્રેમની, તમારી, તમારા એકબીજાને અપાયેલા વચનોની કસોટી થાય છે. શરુઆતમાં જે વસ્તુ તમને બેહદ ગમતી હતી એ આજે તમારી સામે આવતાં જ તમે અકળાઈ જાઓ છો અને ‘opposite repel’ થઈને  ઉભું રહે છે. આની પાછળ જીવનની એકવિધતા અને ઇઝીલી અવેલેબિલીટી જેવા અનેક પાસાઓ કામ કરે છે. પણ દેવાંગભાઈ સાચું કહું તો આપણું લગ્નજીવન આ તબક્કે જ ચાલુ થાય છે. આ તબક્કા સુધી એક આકર્ષણ ભાગ ભજવતું હોય છે અને હવે સમજણ, થોડું જતું કરવાની ભાવનાથી કામ લેવાનું હોય છે અને આ બધું શીખવે છે માત્ર અને માત્ર પ્રેમ. તમને મારામાં રહેલી સમજણ આકર્ષે છે તો મને તનુશ્રીમાં રહેલ આઠ વર્ષની છોકરી જેવું બાળપણ. ઘણી વખત વિચારું કે મારામાં એના જેવી માસૂમિયત અકબંધ રહી હોત તો..પણ હાય રે સમજદારી…એના ચક્કરમાં બધી સરળતા અને માસૂમિયતનો ભોગ લેવાઈ ગયો છે. આ તબક્કે આકર્ષણ છોડીને એકબીજાની ચિંતા કરવી, સંભાળ લેવી – એની ખોટી વાતોને પણ બહુ સહજતાથી સાચી કરીને સાચવી લેવી..એ બધા કામ કરવાના હોય છે .બીજાની સાથે તુલના કરવામાં આ અમૂલ્ય સમય બગાડવાનો  ના હોય. કોઇ અચાનક જ બદ્લાઈ ના શકે આપણે એ વ્યક્તિને એ જેવી છે એવો સ્વીકારવાનો પ્રયાસ કરવાનો હોય અને એ પણ સાચા મનથી. આફટરઓલ એ વ્યક્તિ તમને મન મૂકીને – સાચા દિલથી ચાહે છે અને એ ચાહતનો તમારે જીવનભર આદર કરવાનો હોય છે.’

દેવાંગ એકીટશે સોહાને નિહાળી રહ્યો હતો. એની આંખમાં ઝળઝળિયાં ચમકી ઉઠયાં.

‘ભાભી, તમે સાવ સાચું કહ્યું. તમારી સાથે તુલના કરવામાં ને કરવામાં મેં આજ સુધી તનુને બહુ અન્યાય કર્યો છે. એની કમઅક્ક્લની વાત કરું છું તો હું પણ ક્યાં સમજદાર છું ? આપે મને સાચી દિશા બતાવી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર.ચાલો હું રજા લઉં.’

ને દેવાંગ ઘરની બહાર નીકળ્યો.

અનબીટેબલઃ આકર્ષણનો તબકકો વટાવી ચૂક્યા બાદ જ પ્રેમ સાચી દિશા પકડે છે.

sneha patel

Advertisements

5 comments on “Opposite attrects

  1. ખુબ સરસ લેખ અને એટલો જ સરસ વિષય…લેખની શરૂઆતમાં તમારી જે રચના છે તે ખુબ સરસ અને લેખને બિલકુલ અનુરૂપ…તમે લેખમાં ખુબ સરસ વાત કહી કે દરેક માણસમાં કંઈક ને કંઈક ખામી કે નબળાઈ તો હોવાની કે રહેવાની જ, કોઈ વ્યક્તિ સર્વગુણ સંપન્ન નથી હોતી…પછી તે જીવનસાથી હોય કે પરિવારના સભ્યો હોય કે મિત્રો હોય કે પછી અન્ય કોઈ વ્યક્તિ હોય…જેવું છે તેનો સ્વીકાર કરતાં શીખવાની જરૂર છે નહીં કે તિરસ્કાર…સામેની વ્યક્તિમાં આપણી અપેક્ષા વધારે પડતી હોય છે અથવા તો જાણે-અજાણે વધારે પડતી રાખતા હોઈએ છીએ, જે બિલકુલ વાજબી નથી…કારણ કે આપણે જો બીજા પાસે વધારે પડતી અપેક્ષા રાખતા હોઈએ અને તે અપેક્ષામાં સામેની વ્યક્તિ ખરી ન ઉતરે તો આપણું મગજ છટકે છે, ત્યારે આપણે એટલો વિચાર કરવાનો કે સામેની વ્યક્તિ પણ આપણી પાસેથી ઘણીબધી અપેક્ષાઓ રાખતી હોય છે, ત્યારે આપણે પણ તેમાં ઘણી વખત ખરા નહીં ઉતરતા હોઈએ, ત્યારે સામેની વ્યક્તિ પણ આપણા પર પિત્તો ગુમાવતી હશે ને..? આવા સમયે પરસ્પર બંને તરફથી સમજણ કેળવવાની જરૂર હોય છે, નહીં કે એકબીજા પર આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરવા…આમપણ વ્યક્તિને કુટેવ હોય છે કે પોતાની પાસે જે વ્યક્તિ કે વસ્તુ છે, એના કરતા પારકુ વધારે સારુ, ઉત્તમ કે આકર્ષિત લાગતું હોય છે…આપણા ગુજરાતીમાં પેલી કહેવતો છે ને કે, છેટે થી ડુંગર રળીયામણા લાગે અને બીજી કહેવત છે કે, પારકે ભાણે લાડવો મોટો [અને યોગ્ય શેપ (આકાર) માં] લાગે…અનબિટેબલ : આકર્ષણનો તબક્કો વટાવી ચૂક્યા બાદ જ પ્રેમ સાચી દિશા પકડે છે. એકદમ યોગ્ય, સચોટ અને સાર્થક…

    Liked by 1 person

  2. Mane uttam comments lakhvanu man thay che …..hu jyare aa badhu Sara’s vachu su to sabd bhuli jav chu…..ava great!!! Author …..Sneha Patel jii

    Like

  3. Wow that was strange. I just wrote an incredibly long comment but after I clicked submit my comment didn’t appear. Grrrr… well I’m not writing all that over again. Anyway, just wanted to say great blog!

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s