મમ્મી.

ક્યાં લખું તો મારી લાગણી તારા સુધી પહોચે મમ્મા…સાવ લાચાર છું હું આજે..તને ગયાને 5-5 વર્ષ થઇ ગયા, તારું મૃત્યુ ક્યારેય ‘રિવાઇન્ડ’ કરીને ‘એડીટ’ ના કરી શકાય એવી  ઘટના છે,પણ તું હજુ રોજ સપનામાં આવે છે,ને વ્હાલ વરસાવે છે,મારી ચિંતા કરે છે.. હું ત્યાં પણ તારી અડધી વાતો નો ધરાર વિરોધ કરું છું..ને અડધી માની પણ લઉં છું. મારા સપના મને બહુ વ્હાલા છે કારણ એ એક જ જગ્યા એ મારી મા મારી સાથે વાતો કરે છે.જાણે હું હજુ નાની બાળકી હોઉં ને એમ જ .અફસોસ એક જ કે એ દુનિયામાં હું કાયમ નથી રહી શકતી,આજે હું પણ એક મા છું ને..તને મારા કરતા પણ વધારે વહાલા એવા તારા પૌત્રનું ધ્યાન રાખવાનું હોય છે આખરે મારે..એક પા નો ખાલીપો બીજી પા થી ભરવાની અસફળ કોશિશોમાં અવિરત રહું છું

મા

હું તને ‘આઈ લવ યુ’ કહેવા ગઈ

ને

સમય  વીતી ગયો..

મીસ યુ મમ્મા…

સ્નેહા પટેલ.

3 comments on “મમ્મી.

 1. माँ एक ऐसा शब्द हैं, जिसे लिखने वाला कभी अपनी कलम से पूरा नहीं कर पाता | माँ की ममता को शब्दों में बांधना नामुमकिन हैं | हर एक माँ में भगवान की छवि होती हैं, कहते हैं भगवान हर किसी के पास नहीं जा पाते इसलिए माँ को भेजते हैं | माँ शब्द ही अनमोल हैं, इसके आगे पीछे कुछ भी कहना कम हैं, ममता को शब्दों में व्यक्त करना ही नामुमकिन हैं | मातृत्व के आगे गलत सही की परिभाषा ही बदल जाती हैं | माता एक ऐसी ढाल हैं जो साथ हैं तो जीवन सदैव चिंतामुक्त रहता हैं |
  ममता की भावना सभी तकलीफों से ऊपर होती हैं, एक माँ कितना भी दुःख सहले अपने बच्चे को हमेशा ख़ुशी देती हैं, उसके लिए वो हर तकलीफ उठाती हैं, जिससे उसे बस ख़ुशी मिलती हैं | माँ अपने बच्चों के लिए हर कुर्बानी देती हैं | फिर भी हर दम मुस्काती हैं |
  वो मेरी आशा, वो मेरी अभिलाषा,
  ममता से भरी,अपनेपन की परिभाषा |
  वो साथ मेरे हरदम, बनकर एक साया,
  उसने ही मेरा जीवन महकाया |
  तकलीफ़ में भी मुस्काती हैं,
  हर गम ख़ुशी से सह जाती हैं |
  मेरी राहों पर फूल बिछाती वो,
  खुद कांटो पर भी सो जाती हैं |
  ममता की मूरत होती हैं माँ,
  भगवान की छवि कहलाती हैं माँ |
  – कर्णिका पाठक
  …Happy mother’s day…

  Liked by 1 person

 2. મારી મા પણ અચાનક દિવાળીની વહેલી સવારે ગુજારી ગઈ હતી ત્યારે મને આખરી મ્હોં-મેળાપ માં થયાનો વસવસો રહી ગયો અરે આગલી રાતે હું ફોનથી વાત પણ કરી શક્યો હોત પણ ‘કાલે મળવાના જ છીએ ને’ એમ વિચારી ફોન ના કર્યો.. એ કાળ પછી આવતી જ નથી મારી માતાનું આમ અચાનક જતું રહેવું આજે પણ કઠે છે આ લખતાંય આંખમાં ઝળઝળિયાં છે પણ હવે શું ?

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s