Taki javu


ટકી જવું:

બોમ્બ માફક વસંત ફૂટી તો,
પીડા મને ય ઊગવાની થઈ
.

-રમેશ પારેખ.

‘આ ચોરટા ‘રેન્સમવેરે’ મારો ડેટા તો નથી ચોરી લીધો ને,ચાલ ચેક કરવા દે’

હસતાં હસતાં સુબ્રતો લેપટોપ ખોલવા લાગ્યો અને  ટાઈપ કરતાં કરતાં એના હાથ અચાનક થરથર કાંપવા લાગ્યા. નજર સામે ઇમેઈલ એકાઉન્ટ ખુલ્લું હતું અને એમાં વર્ષોથી  બિઝનેસ કરી રહ્યાં હતાં એ પાર્ટીનો ઇનબોકસમાં ઇમેઇલ આવેલો  હતો. એણે એ ઓપન કર્યો. એ લોકોની અચાનક જ વિચિત્ર શરતો આવેલી જોઇને સુબ્રતોને ખ્યાલ આવી ગયો કે એ પાર્ટીને એમની સાથે ધંધો કરવામાં કોઇ જ રસ નથી. આ શરતો માને તો એનો ધંધો ખાડે જાય એમ હતું.

બે મિનિટ આંખો બંધ કરીને જમણા હાથની પહેલી આંગળી અને અંગૂઠાથી નાકની આજુબાજુ દબાવીને એ વિચારમાં પડી ગયો . અચાનક જ આ લોકોને શું થઈ ગયું ? શું એમને બીજો કોઇ સપ્લાયર મળી ગયો હશે જેની શરતો અમારા કરતાં પણ વધુ આકર્ષક હશે? ના.. ના..એ તો શક્ય જ નથી. એ લોકો તો મીનીમમ માર્જીન પર જ આમનું કામ કરે છે. રીપીટ ઓર્ડરસ ખાસા રહે છે એટલે વાંધો નથી આવતો. છેલ્લાં દસ વર્ષથી એમની સાથે ડીલ થાય છે, ક્યાંય કોઇ જ પ્રોબ્લેમ નથી આવ્યો, તો અચાનક આજે આવું…!

એણૅ મોબાઈલ કાઢીને પાર્ટીનો નંબર જૉડ્યો અને વાત કરી, ઇમેઇલમાં જે નકાર હતો એનાથી દસ ગણી દ્રઢતાથી મોબાઈલમાં નકારનો પડઘો પડ્યો. કારણ ગળે ઉતરે એવા નહતાં પણ પરિસ્થિતી સ્વીકાર્યા વિના છૂટકો પણ નહતો. આ પાર્ટી સાથે કામ કરી કરીને સુબ્રતો ખાસો આગળ આવેલો. એની કેટલીય લોનના હપ્તાં આ કામમાંથી નીક્ળતાં હતાં. પૂરપાટ દોડતી ગાડીમાં અચાનક જ પંચર પડી ગયું હતું. એ પોતાની જાતને અચાનક જ હારી ગયેલો, હતાશ અનુભવવા લાગ્યો. સિગારેટ સળગાવીને ઉપરાઉપરી કશ પર કશ લગાવવા લાગ્યો.

સોનિયા – એની પત્ની ક્યારની સુબ્રતોની બેચેની નિહાળી રહી હતી. એની નજર કોમ્પ્યુટરના સ્ક્રીન પર ગઈ. ઇમેઇલ અકાઉન્ટ ખુલ્લું હતું અને એમાં રહેલ વિગત વાંચીને સોનિયા ખાસી એવી પરિસ્થિતી પામી ગઈ. એ સુબ્રતોની નજીક ગઈ અને એના હાથ પર હાથ મૂકીને બોલી,

‘સુબુ, તને યાદ છે આપણે લેહલદાખના પ્રવાસમાં ગયા ત્યારે કેવી હાલત હતી ?’

‘સોનિયા, પ્લીઝ મને અત્યારે ડીસ્ટર્બ ના કર, હું સખત ટેન્શનમાં છું.ખબર નહીં આ પરિસ્થિતીમાંથી કેવી રીતે બહાર નીકળીશ અને નહીં નીકળી શકું તો..’ આગળના શબ્દો સુબ્રતોના ગળામાં જ ફસાઈ ગયા.

‘આમ સાવ પાણીમાં શું બેસી જાય છે સુબુ…?મેં તને એટલે જ લેહ લદાખ યાદ કરાવ્યું. યાદ કર એ પ્રવાસમાં આપણે બાઈક પર કરેલો અને કેવી કેવી પરિસ્થિતીનો સામનો કરેલો.’

સુબ્રતોની નજર સમક્ષ લેહનો બર્ફીલો રસ્તો તરવરી ઉઠ્યો અને છેક અંદર સુધી એક તીખી થરથરાહટ પ્રસરી ગઈ.

એ અને સોનિયા લગ્ન પછી તરત જ લેહ બાજુ ફરવા ઉપડેલાં. શરુઆતમાં ટ્રેનનો પ્રવાસ કર્યા પછી સાહસના શોખીન બે ય જીવડાંને બાઇક પર રખડવું હતું. મેપ, સાઈટ્સ બધું જોઇ જોઇને એ લોકોએ પેપર પર પરફેક્ટ પ્લાનીંગ કરી લીધેલું પણ જમ્મુ સ્ટેશન પર ઉતર્યા પછી ખ્યાલ આવ્યો કે સાંજના પાંચ વાગ્યા પછી એ લોકો ‘ગુડસ રીલીઝ’ નથી કરતાં અને એમની બાઈક એમને નહીં મળી શકે. એમણે તો હોટલ પટનીટોપમાં બુક કરેલી પણ અચાનક આવી ચડેલું આ વિધ્નનો તો એમને અંદાજ પણ નહતો. થાકેલા હારેલા એમણે સ્ટેશન નજીક જ જે હોટ્લ મળી એમાં રાતવાસો કરી લીધો અને બીજા દિવસે પટનીટોપ જવાનું મુલત્વી રાખીને સીધા શ્રીનગર પહોંચી ગયા. સફર જેટલી રોમાંચક હતી એટલી જ મુશ્કેલીભરી.  અચાનક જ વરસી પડતો વરસાદ, પવન સાથે વાવાઝોડું, ગ્લેશિયર્સ ઓગળવાના લીધે રસ્તામાં થયેલો કાદવ કીચડ, સોનિયાને માથું દુઃખીને તાવ આવવા લાગ્યો, ખાડાટેકરાવાળા રસ્તાના કારણે ૨૦ કીલોમીટરની ગણત્રીનો સમય ખોટો પડી જવો અને એક કલાકના રસ્તાની ગણત્રીની સામે એમણે આઠ આઠ કલાક આપવા પડ્યાં..આ બધી સ્થિતીથી સોનિયા એક વખત અંદરથી હાલી ગયેલી અને સુબ્રતોને કહેલું,’સુબુ, આપણે ક્યાંક ખોટું જોખમ તો નથી ખેડી બેઠાં ને ? બાર દિવસની ગણત્રી માંડેલી ત્યાં આજે અઢાર દિવસ થઈ ગયાં. આપણે આપણાં ઘરે પાછા પહોંચી તો શકીશું ને..?’

‘સોનિયા, હવે આગળવા રસ્તે બાઇકર્સ દેખાય છે જો..એમની સાથે સાથે જ રહીશું જેથી થોડી મદદ મળી રહે. વળી એમ પાણીમાં બેસી જવાથી કંઈ ના થાય. આમ પણ આટલે પહોંચ્યાં પછી આપણી પાસે કોઇ ઓપ્શન પણ નથી. હાર માનીને અહીં જ બેસી રહેવાનું, અટકી જવાનું તો શક્ય જ નથી. પાછા વળવાનો રસ્તો પણ પસાર તો કરવો જ પડશે. ભલે ને એ ધીમે ધીમે કપાશે પણ રસ્તો કપાય તો છે જ ને ! આપણાં પેપર પરના પ્લાન પર આ હવામાન દેવતાએ ઠંડુ પોતું મારી દીધું છે, વાંધો નહીં સહેજ વાતાવરણ બદલાતાં એ પણ સુકાઈ જશે. તું તો એક એથ્લીટ છે. બસ, વિચારી લે કે આ એક એવી ગેમ છે  જેમાં હાર કે જીત નહીં પણ એ પૂરી કરવી એ મહત્વનું છે.’

અને એના શબ્દોથી સોનિયામાં એક અદભુત જોર પ્રવેશી ગયેલું. એ પછી આખો રસ્તો કોઇ જ અડચણ વિના પાર કરીને  ચોથા દિવસે હસતાં રમતાં ઘરે પહોંચી ગયેલાં. આજે પણ એ સાહસ અને રોમાંચની વાત યાદ આવતાં સુબ્રતોના રુંવાડાં ઉભા થઈ ગયા અને તન મન આનંદથી છલકાઈ ગયું. સોનિયા એના મુખના હાવભાવ બરાબર નિહાળી રહેલી ને બોલી,

‘ એ દિવસે તેં મને જે પાઠ ભણાવેલો એ યાદ કર અને તું પણ આ જે પરિસ્થિતી છે એમાં ટકી જવાની મહેનત કર, બસ મારે એટલું જ કહેવું છે.એક ઓર્ડર હાથમાંથી જતા રહેતાં દુનિયા નથી લૂંટાઈ જવાની. થોડો સમય હાથ ખેંચમાં રહેશે, માન્યું – પણ તું આમાં સ્વસ્થતાથી ટકી ગયો તો સફળ થઈ ગયો એમ સમજી લે જે.’

‘હા મારી સોનુ, તારી વાત સાચી છે. તું ચિંતા ન કર – હું ટકી તો જઈશ જ.’

અનબીટેબલઃ રમત પતે નહીં ત્યાં સુધી રમવામાં પણ વીરતા છે.

-સ્નેહા પટેલ

 

my blog – https://akshitarak.wordpress.com/

Opposite attrects


opposite attractsઃ

એને બંધ બારી ઉપર પડદાવાળો રુમ પસંદ છે
મને ખુલ્લી ઓસરીવાળો – મઘમઘતા ફૂલની વેલ લટકતી હોય એવો !
એને કઢી-ભાત પસંદ છે,
મને દાળભાત !
એને બીયરનું ટીન લઈને સિગરેટ પીવાનું પસંદ છે,
મને ફ્રેસ ફ્રુટ જયુસ સાથે સલાડ !
એનું દિમાગ વધારે ચાલે,
મારું દિલ !
એને મોટા મોટા સાહસથી જ એક થ્રીલ મળે છે
મોટી મોટી ખુશીઓનો માણસ,
મને તો કળીમાંથી ફૂલ બને અને એની સુગંધ શ્વાસમાં ભરાઈ જાય તો ય ન્યાલ,
સાવ નાની નાની ખુશીઓની માણસ !
એ મશીનો સાથે માથા ફોડે,
હું શબ્દોના અર્થમાં ડૂબી જઉં !
એ સાવ જ એકાંતપ્રિય,
મને માણસો- માણસો પસંદ !
એને સેન્ડવીચ વધુ પસંદ,
મને ઢોંસા !
કેટલાં વિરોધાભાસ કહું હવે….
માણસમાં પણ
એને હું સૌથી વધુ પસંદ
અને
મને એ !
સ્નેહા પટેલ.

‘સોહાભાભી, તમે કેટલાં અદભુત છો!’

દેવાંગ સુહાનાની સામે ચકિત નજરે નિહાળી રહ્યો અને સોહા મન મૂકીને મુક્ત હાસ્ય વેરતાં બોલી,

‘શું થયું દેવાંગભાઈ? આજે અચાનક તમને આ શું થઈ ગયું? કેમ આવી વાત કરો છો?’

‘બસ તમે અદભુત છો, કોઇ માણસ તમારા વિશે થોડું ઘણું પણ જાણી લે, તમારી સાથે અડધો કલાક વાત કરી લે તો એ તમારા પ્રેમમાં પડી જાય.’

સોહા એક મીનીટ સ્તબ્ધ થઈ ગઈ. દેવાંગ – એના પતિનો જીગરજાન મિત્ર આ શું બોલી રહ્યો હતો ? એ એના હોશોહવાસમાં નથી લાગતો. ગળું ખંખેરીને અવાજ થોડો તીખો કરીને સોહા બોલી,

‘દેવાંગભાઈ, આપન કહેવાનો મતલબ શું?’

‘અરે..અરે…ભાભી, કંઇ આડું અવળું ના સમજતાં પ્લીઝ, પણ હું સાચું કહું છું. તમે – તમારો સ્વભાવ- તમારી વાતો- તમારી સમજશક્તિ- તમારું રુપ તો હું હજી ગણતો જ નથી…એ પણ અદભુત ! એક વ્યક્તિને ઇશ્વરે આટલા બધા વરદાન કેવી રીત આપી દીધા એ જ નવાઈ લાગે છે. મારી પત્ની તનુશ્રીને હું કાયમ તમારી વાત કરુ છુ,’એ તું સોહાભાભી પાસેથી જરા આ બધું શીખ..પણ એ છે કે…’ને દેવાંગનો ઉત્સાહી અવાજ નિરાશામાં પલટાઈ ગયો.

‘તનુશ્રી તો બહુ સ્માર્ટ છે દેવાંગભાઈ. એ આખો દિવસ ઘરના અને બહારના બધા કામ કેટલી સરળતાથી કરી લે છે. ઘરની, છોકરાંઓની, સામાજીક જવાબદારી પણ કેટલી સુપેરે પાર પાડે છે. ઘરમાં કંઇ જ લાવવું – મૂકવું હોય તો તમારે ક્યાં કદી કશું જોવું પડે છે.’

‘હા, પણ એ તો એને બહાર રખડવાનો શોખ છે એટલે. એ દિવસમાં બે વાર ઘરની બહાર ના નીકળે તો એને ચેન ના પડે.એટલે આવા બધા કામના બહાના કાઢે. પાંચ મીનીટનું શાક લેવા જવાના કામમાં એ પોણો કલાક આરામથી ફરીને પાછી આવે ને શાકની બાજુમાં જ રહેલ કરિયાણાની દુકાનમાંથી કરિયાણું લાવવા બે કલાક રહીને બીજો ધક્કો ખાય. ઘરના કામમાં સાવ જ રેઢિયાળ અને બોલવા બેસે તો સાવ જ મૂર્ખી છે. કોની આગળ શું અને કેટલું બોલવું એનું એને ભાન જ નથી. છુપાવવાની વાતો એ લોકો આગળ પહેલાં બોલી કાઢે ને બોલી નાખ્યા પછી ય એને પોતાની ભૂલની સમજ ના પડે, એકલાં પડીએ ને હું સમજાવું ત્યારે તો એને ખ્યાલ આવે કે શું લોચાલાપસી થઈ ગઈ. સાવ જ મૂરખ છે એ..’

‘ઓહ, એમ? પણ દેવાંગભાઈ તમે તો તનુશ્રી સાથે લવમેરેજ કરેલાં છે ને…ખોટું ના લગાડતા પણ એક વાત પૂછું ? એ વખતે તમને એનામાં  આ બધી ખામી નહતી દેખાઈ ?’

‘એકચ્યુઅલી ભાભી, હું બોલવામાં પહેલેથી સ્માર્ટ – બોલકો અને આ એકદમ ચૂપ ચૂપ.મને એ વખતે એની ચૂપકીદીમાં એક અનેરું આકર્ષણ લાગતું. પેલું કહે છે ને કે,’ opposite attracts’ એ દરેક વાતમાં મારાથી સાવ ઉલ્ટી હતી. ઇન્ટ્રોવર્ડ, શરમાળ, સિમ્પલ, માસૂમ. એન જોઇને મને થતું કે કોઈ માણસ કલાકો સુધી આટલું ચૂપચાપ કેમ બેસી શકે ? હું તો એક મીનીટ પણ આમ ચૂપ ના રહી શકું. આજે મને સમજાય છે કે એ વ્યક્તિ પાસે ખાસ એવું કોઇ નોલેજ જ નહતું એથી એની પાસે ચૂપચાપ બેસીને લોકોને સાંભળ્યા સિવાય કોઇ રસ્તો જ નહતો. હું દરેક વાત ફટાફટ કરી નાંખુ ને એ એકદમ શાંતિથી કરે…એ વખતે એનું એ ધૈર્ય મારામાં રહેલ ઉતાવળીયાને બહુ આકર્ષતું હતું. અમે બે સાવ જ ઉંધા..’

‘દેવાંગભાઈ, આવું જ થાય. તમારી પાસે જે વસ્તુ કે ક્વોલિટી ના હોય એ વાત કે ગુણથી તમે પ્રથમ આકર્ષાઓ અને પછી એ આકર્ષણમાં જ એ પાત્ર સાથે લગ્ન કરી લો. પણ સમય જતાં એ જ અલગ અલગ સ્વભાવ, પસંદગીમાં ફેરફાર તમને અકળાવે છે ને એ વખતે તમે એમ વિચારો છો કે આ મારાથી સાવ જ ઉલ્ટી વ્યક્તિ છે, આની સાથે મારે કેટલું અને કેવી રીતે એડજસ્ટ કરવું ? શું આખી જીંદગી મારે આની સાથે એડજસ્ટ કરવામાં જ કાઢવાની ? અને ત્યારે જ તમારા પ્રેમની, તમારી, તમારા એકબીજાને અપાયેલા વચનોની કસોટી થાય છે. શરુઆતમાં જે વસ્તુ તમને બેહદ ગમતી હતી એ આજે તમારી સામે આવતાં જ તમે અકળાઈ જાઓ છો અને ‘opposite repel’ થઈને  ઉભું રહે છે. આની પાછળ જીવનની એકવિધતા અને ઇઝીલી અવેલેબિલીટી જેવા અનેક પાસાઓ કામ કરે છે. પણ દેવાંગભાઈ સાચું કહું તો આપણું લગ્નજીવન આ તબક્કે જ ચાલુ થાય છે. આ તબક્કા સુધી એક આકર્ષણ ભાગ ભજવતું હોય છે અને હવે સમજણ, થોડું જતું કરવાની ભાવનાથી કામ લેવાનું હોય છે અને આ બધું શીખવે છે માત્ર અને માત્ર પ્રેમ. તમને મારામાં રહેલી સમજણ આકર્ષે છે તો મને તનુશ્રીમાં રહેલ આઠ વર્ષની છોકરી જેવું બાળપણ. ઘણી વખત વિચારું કે મારામાં એના જેવી માસૂમિયત અકબંધ રહી હોત તો..પણ હાય રે સમજદારી…એના ચક્કરમાં બધી સરળતા અને માસૂમિયતનો ભોગ લેવાઈ ગયો છે. આ તબક્કે આકર્ષણ છોડીને એકબીજાની ચિંતા કરવી, સંભાળ લેવી – એની ખોટી વાતોને પણ બહુ સહજતાથી સાચી કરીને સાચવી લેવી..એ બધા કામ કરવાના હોય છે .બીજાની સાથે તુલના કરવામાં આ અમૂલ્ય સમય બગાડવાનો  ના હોય. કોઇ અચાનક જ બદ્લાઈ ના શકે આપણે એ વ્યક્તિને એ જેવી છે એવો સ્વીકારવાનો પ્રયાસ કરવાનો હોય અને એ પણ સાચા મનથી. આફટરઓલ એ વ્યક્તિ તમને મન મૂકીને – સાચા દિલથી ચાહે છે અને એ ચાહતનો તમારે જીવનભર આદર કરવાનો હોય છે.’

દેવાંગ એકીટશે સોહાને નિહાળી રહ્યો હતો. એની આંખમાં ઝળઝળિયાં ચમકી ઉઠયાં.

‘ભાભી, તમે સાવ સાચું કહ્યું. તમારી સાથે તુલના કરવામાં ને કરવામાં મેં આજ સુધી તનુને બહુ અન્યાય કર્યો છે. એની કમઅક્ક્લની વાત કરું છું તો હું પણ ક્યાં સમજદાર છું ? આપે મને સાચી દિશા બતાવી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર.ચાલો હું રજા લઉં.’

ને દેવાંગ ઘરની બહાર નીકળ્યો.

અનબીટેબલઃ આકર્ષણનો તબકકો વટાવી ચૂક્યા બાદ જ પ્રેમ સાચી દિશા પકડે છે.

sneha patel

Ransomeware


Massive Ransomeware attack…Total 74 countries affected…Please do not open any email which has attachments with tasksche.exe. file… Pl spread across all possible groups and branches… Not to open email attachments from unknown sources and update AV patch immediately.

રેનસમ વાયરસ ની કોઇ એક પેટર્ન નથી. તે અલગ – અલગ સર્વર થી અલગ – અલગ લીંક થી તમારી સીસ્ટમ – સર્વર મા કે ડીવાઇઝ પર હાવી થઇ શકે છે.
– જીઓ ની મફત સ્કીમ

– વોટ્સ એપ નવા કલરમા

– ઓફ લાઇન વોટ્સ એપ

– સરકારી યોજનાઓ બાબતે જાણો

– કેજરીવાલ ના કૌભાંડ અહી છે.

– ઐશ્વર્યા રાયે સલમાન ખાન ને ઝાપટ મારી

– રાહુલ ગાંધી છોટા ભીમ જોતો પકડાયો

– દિલ્હીમાં કરા નો વરસાદ ફોટા જુઓ ક્લીક કરીને

– GST ના અમલ બાબતે એક્સપર્ટ CA દ્વારા તૈયાર કરેલ પ્રેસન્ટેશન જોવા ક્લીક કરો

– યોગીજી એ લીધેલ નવુ પગલું જોવા ક્લીક કરો

– વિન્ડોઝ નું નવુ વર્જન ઇન્સટોલ કરો મફત મા, માત્ર એક ક્લીક થી

– તમારી ફેસબુક મિત્ર એ તમને મોકલેલ ઇન્વીટેશન

– આઇફોન ૭ માત્ર ૧૫૦૦૦ મા

– ઓપો ફોન એમેઝોન ઓફર

– એમેઝોન મા અત્યારે નોંધણી કરાવો અને ૨૦૦૦ ની ચિજ વસ્તુઓ મફત મા મેળવો.
આવી અનેક બાબતો અમુક લીંક સાથે આવે છે જેમાં ક્લીક કરવાથી તમારા કોમ્યુટર કે સિસ્ટમ મા તમે રેનસમ વાયરસ ને એન્ટર કરી ઇન્સટોલ કરવા સહમતિ આપો છો.
આ વાયરસ jepg, gif, xls, word જેવા અનેક ફોર્મેટ મા લીંક અપ થઇ તમારી સિસ્ટમ પર આવી શકે છે.
આ વાયરસ તમારી સિસ્ટમ ની અમુક ફાઇલ – ફોલ્ડર જે તમે રોજ યુઝ કરતા હો છો તે શોધે છે તે માટે ફ્રીક્વન્ટલી યુઝ્ડ ફાઇલ અને લાસ્ટ મોડીફાઇડ ફાઇલ ચેક કરે છે અને પછી અંતે તે ફાઇલ નું ફોરમેટ ચેન્જ કરી નાંખે છે અને જેથી તમે જો તે ફાઇલ ફરી થી ઓપન કરવા જાઓ તો યા તો શોધી શકતા નથી યા તો ખોલી શકતા નથી.
અમુક અમુક વખતે આવી ફ્રીક્વન્ટલી યુઝ્ડ ફાઇલ અને લાસ્ટ મોડીફાઇડ ફાઇલો ને આ વાયરસ માલવેર બનાવી દે છે જેથી તમે જ્યારે તે ઓપન કરવા પ્રયત્ન કરો ત્યારે વાયરસ ચાલુ થઇ જાય.
હવે આપની સ્ક્ીન પર રેનસમ નો મેસેજ આવે છે જે કહે છે ૫ દિવસમાં આટલા રુપિયા (બીટકોઇન) આપો અને આપનો ડેટા પાછો મેળવો. નિર્ધારિત સમયમાં બીટકોઇન ન આપનાર પાસે થી વધુ બીટકોઇન ની માંગણી થાય છે. જે પુર્ણ ન થતા આપણે આપણો ડેટા સંપુર્ણ પણે ગુમાવવો પડે છે. 
આવુ ન થાય તે માટે 

– પેન ડ્રાઇવ નો ઉપયોગ ટાળો

– અજાણ્યા લોકો નો ઇમેઇલ ચેક ન કરો 

– જાણીતા વ્યક્તિઓ પાસે થી આવેલ નવિન પ્રકારના વિષયો વાળા ઇ મેઇલ ને અવગણી નાખો.

– નવી વેબસાઇટો સર્ફ કરવાનું ટાળો

– રોજ નું રોજ બેકઅપ લો

– ઓનલાઇન બેકઅપ પર પુરો ભરોષો ન રાખો

– અગત્યના ડેટા સાચવતી સિસ્ટમ નેટ કનેક્શન રાખવું જરુરી ન હોય તો ન રાખો.

– લોભામણી વોટ્સએપ પોસ્ટ વિચાર્યા વગર ક્લીક ન કરો.

– રેનસમ વાયરસ જો તમારા કોમ્યુટર મા આવે તો તે કોમ્યુટર તુરંત બીજી સીસ્ટમ થી અલગ કરી નાખો.

– વિશ્વાસ પાત્ર વાયરસ કંટ્રોલ સોફ્ટવેર રાખો અને તેને હંમેશ ઓન રાખો
તકેદારી જરુરી છે.

મમ્મી.


ક્યાં લખું તો મારી લાગણી તારા સુધી પહોચે મમ્મા…સાવ લાચાર છું હું આજે..તને ગયાને 5-5 વર્ષ થઇ ગયા, તારું મૃત્યુ ક્યારેય ‘રિવાઇન્ડ’ કરીને ‘એડીટ’ ના કરી શકાય એવી  ઘટના છે,પણ તું હજુ રોજ સપનામાં આવે છે,ને વ્હાલ વરસાવે છે,મારી ચિંતા કરે છે.. હું ત્યાં પણ તારી અડધી વાતો નો ધરાર વિરોધ કરું છું..ને અડધી માની પણ લઉં છું. મારા સપના મને બહુ વ્હાલા છે કારણ એ એક જ જગ્યા એ મારી મા મારી સાથે વાતો કરે છે.જાણે હું હજુ નાની બાળકી હોઉં ને એમ જ .અફસોસ એક જ કે એ દુનિયામાં હું કાયમ નથી રહી શકતી,આજે હું પણ એક મા છું ને..તને મારા કરતા પણ વધારે વહાલા એવા તારા પૌત્રનું ધ્યાન રાખવાનું હોય છે આખરે મારે..એક પા નો ખાલીપો બીજી પા થી ભરવાની અસફળ કોશિશોમાં અવિરત રહું છું

મા

હું તને ‘આઈ લવ યુ’ કહેવા ગઈ

ને

સમય  વીતી ગયો..

મીસ યુ મમ્મા…

સ્નેહા પટેલ.

Mograna ful


મોગરાના ફૂલઃ

હર ક્ષણ નહીં ને હાલ આવે છે,

તારા પર બહુ વ્હાલ આવે છે.

-સ્નેહા પટેલ.

સવારના બ્ર્શ કરીને ચા મૂકવા માટે દૂધ લેવા નાવ્યાએ ફ્રીજનો દરવાજો ખોલ્યો અને એનું નાક જાણીતી સુગંધથી ભરાઈ ગયું, જોયું તો સામે બીજા નંબરની ટ્રે માં નકશીદાર કાચના રંગીન વાટકામાં મોગરાનાં સફેદ ફુલ જળમાં વિચરતા હંસલા સમા દીસતા હતા. નાવ્યા અચરજથી છલકાઈ ગઈ. મોગરાની તીખી સુગંધ એને ખૂબ જ પ્રિય હતી અને આ વાત દેવ ખૂબ જ સારી રીતે જાણતો હતો. ‘દેવ – એનો પતિ’.

આજે સવારે દેવને અગત્યની મીટીંગ હતી એટલે એ વહેલો ઉઠીને છ વાગ્યામાં તો ઘરની બહાર નીકળી ગયો હતો. આગલી રાતે મોડે સુધી પોતાના પ્રેઝંતેશનના કામમાં મશગૂલ નાવ્યા રાતે ખૂબ મોડી સૂતી હતી, એને ખબર પણ ના પડી કે એ ક્યારે પરવાર્યો અને ક્યારે ઓફિસે જવા નીકળ્યો. આમ પણ એ ના ઉઠી શકે તો દેવ એને કદી સવારના ઉઠાડતો નહીં. એ એની રીતે તૈયાર થઈને જતો રહેતો. ‘સો કેરીંગ હબી’ મનોમન બોલીને નાવ્યાના હોઠ પર એક આકર્ષક મુસ્કાન ફેલાઈ ગઈ.ચા એની જગ્યાએ રહી અને દૂધ એની જગ્યાએ – નાવ્યાનું મગજ તો સુગંધના દરિયામાં તરબતોળ. એના મગજમાં એક નશો છવાઈ ગયો હતો, એ દેવના પ્રેમનો હતો કે મોગરાના ફૂલોની સુગંધનો સમજાતું નહતું ? કદાચ એ બે ય નું કોમ્બીનેશન કામ કરી ગયું હશે. થોડી પળ રહીને નાવ્યાએ સ્વસ્થતા ધારણ કરી અને ચા બનાવીને ફોન લઈને સોફા પર બેઠી. ચા પીતા પીતા એની બહેનપણી દીપાલી સાથે વાત કરવી એ એનું મનગમતું કામ હતું. અઠવાડિયામાં લગભગ બે વાર તો આમ હોય જ અને આજે તો એની સાથે વાત કરવાનું ખાસ કારણ પણ હતું. ચા ની ચુસ્કી લઈને ઓટનાં બદામ પિસ્તાંવાળા બિસ્કીટનો એક ટુકડો મોઢામાં નાખીને દીપાલીને ફોન લગાવ્યો.

‘હાય દીપુ…ગુડ મોર્નિંગ.’

‘વેરી ગુડ મોર્નિંગ ડીઅર.’

‘શું કરે? ડીસ્ટર્બ તો નથી કરતી ને ?’

‘ ના રે….ફ્રી જ છું. છાપું વાંચતી હતી. બોલ બોલ..’

‘ મોબાઈલમાં જો એક પિક્ચર મોકલ્યું છે.’

દીપાલીએ વોટસએપ ખોલ્યું તો એક સરસ મજાના વાટકામાં સફેદ ઝગ મોગરાના ફૂલ હતાં..એની સુગંધ મોબાઈલની સ્ક્રીનમાંથી બહાર પ્રસરી રહી હોય એમ બે પળ દીપાલી મંત્રમુગ્ધ બની ગઈ.

‘અરે વાહ..ક્યાંથી આવ્યાં? તારે તો ગાર્ડન છે નહીં.’

‘દેવ રોજ સવારે ચાલવા જાય છે. આજે એ ચાલવા ગયો હશે તો રસ્તામાં દેવીક્રુપા આશ્રમ આવે છે ત્યાંથી આ ફૂલ તોડી લાવ્યો હશે. મને કંઇ જ ખબર નથી આના વિશે..એના મગજમાં શું ચાલે એ તો રામ જાણે…પણ મેં ફ્રીજ ખોલ્યું ને આ ચમત્કાર થઈ ગયો. મારો દિવસ સુધરી ગયો યાર…’

‘અરે વાહ, હવે સાંજે એ આવે ત્યારે આની વેણી બનાવીને માથામાં ગૂંથજે. એટલે દેવ ખુશ થઈ જશે’

‘ના, હું આ ફૂલો સાચવી રાખીશ. રોજ થોડાં થોડાં મારા મંદિરમાં મારા ભગવાનને ચડાવીશ.’

‘અરે, એવું થોડી હોય…એ કેટલાં મનથી તારા માટે લાવ્યો હશે.’

‘ના દીપુ, યાદ છે અમારા જૂના ઘરે મસમોટું ગાર્ડન હતું. ત્યાં મેં અને દેવે અનેક જાતના છોડ – ઝાડ રોપેલાં. અમે બંને એમની ખૂબ જ માવજત કરતાંએ વખતે પણ અમે ફૂલો આમ ભેગાં કરીને ફ્રીજમાં મૂકી રાખતાં જેથી રોજ થોડાં થોડાં ભગવાનને ચડાવી શકાય. વળી હું કોઇ દિવસ આમ વેણી બેણી વાળમાં લગાવતી નથી. મારા વાળ કાયમ ખુલ્લાં જ હોય તને તો ખબર છે. એટલે દેવને પણ મારી પાસે એવી આશા ના હોય. એ તો જસ્ટ એમ જ આ લઈ આવ્યો હશે. એને ખબર કે મને મોગરાંની સુગંધ બહુ ગમે. હું ઘણી વખત સૂતી વખતે મોગરાંની એક બે કળી પણ મારા ઓશિકા પાસે રાખતી હતી. એ જે ઇરાદાથી લાવ્યો હશે એ..પણ મને સાચે ખૂબ મોટી સરપ્રાઈઝ મળી ગઈ.’

‘એવું ના કર નાવ્યા. એણે તને સરપ્રાઈઝ આપી હવે તારી પણ ફરજ બને છે કે તારે એને વળતી કોઇ સરપ્રાઈઝ આપવી. તારે દેવના આ પગલાંને વખાણવું જોઇએ. આમ જ વાતને ‘ટેકન ફોર ગ્રાન્ટેડ’ ના લેવાય.’

‘અરે..મેં ક્યાં વાતને ‘ટેકન ફોર ગ્રાંટેડ’ લીધી છે પણ…વળી હું દેવને પ્રોત્સાહન નથી આપતી, નથી વખાણતી એવું તને કોણે કહ્યું ? અમે એકબીજાથી ખૂબ જ ખુશ છીએ. તને તો ખબર છે. ‘ વી આર મેડ ફોર ઇચ અધર’ અમારે બે ય ને ઘણી વખત શબ્દોની જરુર નથી પડતી. એણે બોલી લીધું અને મેં સમજી લીધું.હા વચ્ચે જીવનમાં અમુક સંઘર્ષનો ગાળો આવી ગયેલો પણ એમાં પણ અમે એક બીજાના પ્રેમાળ સથવારે હેમખેમ પાર નીકળી ગયાં છીએ. હવે આવું નાનું નાનું સમજાવવાની કે બોલવાની જરુર નથી અમારે બે ય ને..’

‘તું ભૂલે છે નાવ્યા, માનવીને દરેક પગલે પ્રોત્સાહન, પ્રસંશાની જરુર હોય છે. તું આ નથી કરતી એટલે દેવને દુઃખ થતું જ હશે..’

‘પણ દેવનો એવો નેચર જ નથી. વળી હું તો કાયમ એના યોગ્ય કામની યોગ્ય પ્રસંશા કરતી જ હોઉં છું..’

પછી તો વાત બહુ લાંબી ચાલી અને અચાનક દરવાજાનો બેલ વાગ્યો.

‘ચાલ ફોન મૂકું દીપુ. પછી વાત.’ અને નાવ્યાએ દરવાજો ખોલ્યો તો સામે દેવ.

ઉપરાઉપરી આ બીજી સરપ્રાઇઝ જોઇને નાવ્યા ખુશીથી પાગલ થઈ ગઈ અને દેવને વળગી પડી.

‘અરે શું થયું મારી પાગલ ?’ દેવ એના રેશમી વાળમાં હાથ ફેરવતાં બોલ્યો.

‘કંઈ નહી. આજે બસ તારા પર અમથું જ વ્હાલ આવી રહ્યું છે. પણ તું કેમ પાછો આવ્યો ?’

‘મીટીંગ કેન્સલ થઈ ગઈ. રસ્તામાં હતો ને ફોન આવ્યો તો થયું કે લાવ ઘરે પાછો જઈને તારી સાથે ચા પીવું. મજા આવી જશે.’

‘ઓહોહો..એવું? અને પેલાં મોગરાંનું શું  રહસ્ય?’

‘અરે, એ તો ચાલતાં ચાલતાં રસ્તામાં એનું ઝાડ જોયું તો તોડી લીધાં. તને પણ એની સુગંધ ગમે છે ને?’

‘મેં દીપુ ને આમ જ કહ્યું પણ એ માની જ નહીં અને લાંબુ લચક લેકચર આપવા બેસી ગઈ. એમાં ને એમાં મારો બધો મૂડ મરી ગયો.’

‘મારી પગલી, દરેક વાતોની ચર્ચા ના હોય. જ્યાં કશું જ વિચારવાનું નથી, સાવ સીધી ને સરળ વાત છે ને તારે એનો આનંદ લેવાનો છે ત્યાં તારું દિમાગ શું કામ ચલાવવાનું ? લોકો તો બોલ્યાં કરે…બહુ ધ્યાન નહીં આપવાનું. તું મને ઓળખે છે ને હું તને બરાબર જાણું છું. બસ એથી વધુ કશું નથી. તું જેવી છુ એવી જ રહે – સીધી સાદી – પારદર્શક – લાગણીશીલ – સરળ.  તારે દુનિયાદારી શીખવાની કોઇ જરુર નથી. એ બધા કામ હું સંભાળી લઈશ.લોકોને સમજવા ને સમજાવવાના ચક્કરોમાં તારી માસૂમિયતનો ભોગ લેવાઈ જાય એ મને સહેજ પણ પસંદ નથી.’

‘ઓહ મારા દેવુ..તું મારું કેટલું બધું ધ્યાન રાખે છે! આઈ લવ યુ સો મચ.’ નાવ્યાએ પ્રેમથી દેવનો ગાલ ખેંચ્યો.

‘લવ યુ ટુ માય ડાર્લિંગ.’ ને દેવે નાવ્યાના માથામાં પ્રેમથી ટપલી મારી દીધી.

અનબીટેબલઃ પ્રેમ સરીખો આસવ બીજો ન કોઇ !

-સ્નેહા પટેલ.

 

Dream girl


ડ્રીમગર્લઃ

वो पहली दफ़ा सुना रहा है कहानी अपनी,
जो सो गये है उन्हें जगाओ दिये जलाओ !
-फैझल खय्याम

તર્જની આખી રાત સૂઇ જ ન શકી. મન છેક તળિયા, ઊંડાણથી બેચેની અનુભવતુ હતું. એનું સબકોન્સીયસ માઇન્ડ એની સાથે રમત રમી રહ્યું હતું. વિચારો હતા કે અટકવાનું નામ જ નહતા લેતાં. અણગમતી એક ઘટનાએ એની જીંદગી આખી બદલી કાઢી હતી. આત્મવિશ્વાસ, સફળતાની ટોચ પર રમતી એવી એને આ ઘટનાએ સાવ જ ‘ડલ’ – નિષ્ક્રીય બનાવી કાઢેલી, આત્માનું હીર ચૂસી લેતી એવી ઘટના એટલે તર્જનીની મમ્મી – એની સૌથી પ્રિય બહેનપણીનું ‘હાર્ટ એટેક’માં થયેલ આકસ્મિક મૃત્યુ !

તર્જનીની મમ્મી સુચિત્રાબેન એટલે તર્જનીનું સર્વસ્વ. એમની સાથે એ પોતાની દરેકે દરેક વાતા બેધડક રીતે ખુલીને કરતી. અમુક સમયે મૂડ સારો ના હોય તો એમની સાથે ઝગડો પણ કરી લેતી, જો કે પાછળથી અફસોસ થતાં એના ગળે વળગીને માફી પણ માંગી લેતી અને એના ખોળામાં માથુ મૂકીને દિન-દુનિયાથી બેખબર થઈને સૂઇ જતી. મમ્મીનો ખોળો એનું નાનકડું સ્વર્ગ હતું. સુચિત્રાબેનનો ઠ્સ્સો લગભગ સાઈઠની ઉંમર હતી તો પણ જબરદસ્ત. ટેકનોલોજી સાથે કદમથી કદમ મિલાવીને શક્ય એટલું શીખવાને કાયમ તત્પર. ગોળ મટોળ તેજથી ઝગમગતું મોઢું, આર કરેલ અવરગંડીનો કડક ઇસ્ત્રીવાળો સાડલો, માથામાં ડાબી બાજુ એક પતલી સી સફેદ લટ અને કપાળમાં લાલચટ્ટક મોટો ચાંદલો. મધ્યમ અને બેઠી કદકાઠી ધરાવતા સુચિત્રાબેનનો ઠસ્સો જ અલગ. સુચિત્રાબેન તર્જનીના “ડ્રીમગર્લ’ હતાં. તર્જની પણ મોટી થઈને એમના જેવી આત્મવિશ્વાસથી છલોછલ અને પથ્થરમાંથી પાણી કાઢનારી સ્ત્રી બનવા માંગતી હતી. એમને જોઇ જોઇને એકલવ્યની જેમ જ એ ઘણું બધું શીખતી જતી હતી. એવા સુચિત્રાબેન અચાનક જ બે કલાક છાતીમાં દુઃખવાની ફરિયાદ કરતાં કરતાં તો પ્રભુને પ્યારા થઈ ગયા અને તર્જની અવાચક ! ના કશું બોલી શકતી હતી કે ના કોઇ બોલે એ સમજી શકતી હતી. મગજ શૂન્યમનસ્ક થઈ ગયેલું. લોકોની અવરજવર વચ્ચે ચાર -પાંચ દિવસ વીતી ગયા પણ તર્જની હજુ બઘવાયેલી હતી.

એક દિવસ અચાનક એણે મનોમન ગાંઠ વાળીને નક્કી કર્યું કે,’મમ્મી હજી મરી જ નથી. એ મારી સાથે જ છે અને કાયમ રહેશે જ.’ આમ મનને થોડી શાતા વળી અને એણે થોડી રાહત અનુભવી. એણે વિચાર્યુ કે, ‘ અત્યારે આમ ને આમ મનને મનાવવા દે થોડો સમય જશે એટલે બધું થાળે પડી રહેશે. સમય બધી સમસ્યાનો ઉપાય છે.’

અને એણે ‘મમ્મી હજી જીવીત છે અને એની સાથે છે’ના વિચાર સાથે ખુશ રહેવાનો નિર્ણય કર્યો અને સુચિત્રાબેનના મૃત્યુનો અસ્વીકાર કરી દીધો. અસર સારી થતી હતી પણ લાંબાગાળાની સ્થિતી જોતાં આ સ્થિતી ‘શાહમૃગવેડાં’ જેવી હતી. તર્જનીનું અજાગ્રુત અને જાગૃત મગજ કાયમ એકબીજા સાથે ઝગડતું રહેતું, ઘર્ષણ અનુભવતું રહેતું. ‘મ્રુત્યુ અને જીવનની માન્યતાઓ’ તર્જની થાકી જતી હતી.

એક દિવસ સવારે એ સમાચારપત્ર વાંચી રહી હતી ત્યાં એની નજર બેસણાંની જાહેરાતની કોલમ પર પડી અને એની આંખ ચમકી. એની ખાસ બહેનપણી આમન્યાના પપ્પાનું આકસ્મિક અવસાન થયેલું અને એનું બેસણું રવિવારે એના નિવાસસ્થાને રાખેલું હતું. ‘રવિવારે – અને આજે શુક્રવાર છે. હજુ બે દિવસ છે’  આ જ દિવસો ખાસ સાચવી લેવાના હોય છે એ વાત એ પોતાના અનુભવને આધારે શીખેલી હતી. એણે આમન્યાને ફોન લગાવ્યો.

‘બોલ તર્જુ.’ હાય – હલો કંઇ જ નહી, સીધી જ વાત!

‘માન્યા, આઈ એમ સોરી. હું તારી હાલત સમજી શકું છું. તું તારા પિતાની ખૂબ જ નજીક હતી અને આમ અચાનક….તારો આઘાત હું અનુભવી શકું છું. પણ એક વાત ખાસ ધ્યાન રાખજે.’

‘કંઇ..’ સામેથી થોડો ભીનો ભીનો અવાજ સંભળાયો.

‘ જે સ્થિતી આવી ચડી છે એનાથી ભાગીશ નહી. ભગવાનના ન્યાય પર વિશ્વાસ રાખીને ધીમે ધીમે એને સ્વીકારી લેવાનો પ્ર્યત્ન કરજે.’

‘તું આવું બોલે છે બકા ? અત્યારે તો મારાથી પપ્પાનું મ્રુત્યુ સ્વીકારાતું જ નથી. હજુ એ મારી ચોપાસ શ્વસતાં જ અનુભવું છું અને એ મને રાહત આપે છે, સધિયારો આપે છે. થોડો સમય જતાં બધુ એની જાતે થાળે પડશે ત્યારે હું એમનું મોત સ્વીકારી લઈશ. પણ અત્યારે એ શક્ય જ નથી.’

‘બસ આ જ..આ જ વાત મારે તને કહેવી હતી મારી બેના. મનમાં આવી અસ્વીકારની ગાંઠ ના વાળીને બેસી જતી. અત્યારે થોડું અઘરું જરુર લાગશે, ઘાવ તાજો છે ને એટલે. પણ આ ઘડીઓમાં સમયસૂચકતા વાપરીને કામ નહીં લે તો તારા જેવી સંવેદનશીલ વ્યક્તિને આગળ જતાં અઘરું પડી જશે. મારી પણ  આ જ હાલત હતી. મેં ધરાર મમ્મીના મોતનો અસ્વીકાર કરીને કલ્પનામાં એને જીવતી રાખેલી હતી. વખત જતાં એ જ ધારણાં મારા દિલોદિમાગ પર એટલી હાવી થઈ ગઈ કે મારે મમ્મી હવે હયાત નથી એ વાત પર આવતાં, એનો સ્વીકાર કરતાં કરતાં નવ ના તેર થઈ ગયાં ! જે હકીકત છે એ છે ..છે ને છે જ…તું અત્યારે ટેમ્પરરી ધોરણે અસ્વીકાર કરે તો પણ એ હાલત બહુ લાંબી ના ચલાવીશ, કારણ હકીકત અને ધારણાંઓનું ઘર્ષણ ટાળવું  લાંબો સમય જતાં બહુ જ અઘરું બની જાય છે. ધારણા સાથે સ્વીકાર માટે પણ મનના બારણાં ખુલ્લાં જ રાખશે. મેં એ બારણાં ચપોચપ વાસી દીધેલા એટલે મારી માનસિક હાલત બહુ જ ખરાબ થઈ ગયેલી.’

‘ઓહ.આવું થાય ? સારું થયું તેં મને સમય રહેતાં ચેતવી દીધી તર્જુ..એક વાત કહું..તું ફ્રી હોય તો અહીં આવી જા ને.મારે તારી બહુ જરુર છે.’

‘એ તો હું આવવાની જ હતી પાગલ..અને હા…કપડાં બદલીને તૈયાર રહેજે..થોડો બહાર આંટો મારી આવીશું. તું થોડી એ વાતવરણથી અળગી થાય એ પણ બહુ જરુરી છે. એમાં ને એમાં જ રહીશ તો પાગલ થઈ જઈશ. લોકોની ચિંતા ના કરીશ – એ તો બોલ્યાં કરે.’

‘હ્મ્મ્મ….’અને આમન્યાએ ફોન કટ કર્યો.

અનબીટેબલઃ કાયમ લડવાનું શક્ય નથી હોતું, અમુક વાતોનો સ્વીકાર કરવો   હિતાવહ હોય છે.

-sneha patel.