વર્તમાન – રચયિતા !
પહેલાં પ્રથમ તો પથ્થરો આવે,
એ પછી ઊંચા શિખરો આવે !
–ભરત ભટ્ટ ‘તરલ‘
‘મમ્મી, હું તો બારમાની પરીક્ષા પછી મુંબઈ જ જઈશ.મારે ત્યાંની આઈ.આઈ.ટીમાં જ પ્રવેશ મેળવવો છે.’
‘બેટા, એ પછીની વાત છે. તું અત્યારે જમી લે અનેઆજના પેપરની તૈયારીમાં ધ્યાન આપ. આજે તારેફીઝીકસનું પેપર છે અને તારે પાછલા અઠવાડિયાંનીતારી માંદગીના કારણે એમાં બે ચેપ્ટર વાંચવાના ચૂકાઈગયેલા. હજુ બે કલાકનો સમય છે તો તું ફટફટ જમીલે અને પરીક્ષાની સરખી તૈયારી કર.’
‘મમ્મી, હું જાણું છું કે તને ડર લાગે છે.’
‘ડર! શાનો?’
‘કંઇ નહીં. બારમાની પરીક્ષા પછી હું બહારગામ જતોરહીશ અને તું અહીં એકલી થઈ જઈશ. ડેડી તોએમના કામમાં બીઝી રહે છે એટલે તું આખો દિવસએકલી પડી જઈશ અને એ બીકથી જ તું મારુંબહારગામની કોલેજમાં એડમીશનની વાત આવે ત્યારેઆઘી પાછી થઈ જાય છે અને વાતને ટાળી દે છે.’
‘ના બેટા, એવું કંઇ નથી. તારી સર્વશ્રેષ્ઠ કારકીર્દી બનેએ જ મારો અંતિમ ધ્યેય. તને બધી જ સ્વતંત્રતા છે. તારે જયાં એડમીશન લેવું હોય એની છૂટ છે. તું જ્યાંજઈશ ત્યાં હું તારી સાથે આવીને થોડો સમય આવીનેતને સેટ પણ કરી દઈશ. હું એકલી પડીશ તો કોઇ કામશોધી લઈશ. ‘નો ડાઉટ‘ મને એ થોડું અઘરું પડશે. કારણ મારી જીન્દગીના દોઢ–પોણા બે દાયકાં સતતતારી પાછળ જ વીતેલાં છે.’
‘મમ્મી..મારી પ્યારી મમ્મી. હું તારી લાગણી સમજું છુ. તું ભલે આમ બોલે છે, પણ તારા દિલમાં અલગ જભાવ છે.’દિવ્યાંગે પાછળથી જહાન્વીના ગળામાં હાથપૂરોવીને એના ગાલ પર પોતાનો ગાલ દબાવતાં કહ્યું.
‘દીકરાં તું હજી સુધી તારી માને ઓળખી નથી શક્યો. તું માને છે એવી કદાચ એનાથી ય વધુ લાગણીઓનુંચક્રવાત મારા દિલમાં ઉઠતું હોય છે પણ એઝંઝાવાતોની અસર તારા ઉજળા ભાવિ પર ના જપડવા દઉં. હું એકલી જ એ ચક્રવાતની સામે ઉભીરહીને દિવાલ બની શકું છું અને મુખ્ય વાત કે ટકી પણશકું છું એવો આત્મવિશ્વાસ છે.’
‘તો મમ્મી, હું જ્યારે પણ બહાર જવાની વાત કરુત્યારે તું આમ મને અટકાવી કાં દે?’
‘બેટા, તું પણ તાર પપ્પા જેવું વર્તન કરે છે એટલે મનેથોડી બીક લાગે છે.’
‘મતલબ?’
‘તારા પપ્પાનો સ્વભાવ છે કે એ ભવિષ્યનુ વિચારવિચાર કરવામાં વર્તમાન સમયને જીવવાનું ભૂલી જાયછે. ભવિષ્યના સપનામાં એ ખોવાઈ જાય અનેહકીકતમાં એટલે કે વર્તમાન સમયમાં પૂરતીતન્મયતાથી કામ ના કરે, ઘણી વખત ધંધામાં રીસ્કફેકટર્સ પણ આવે છે ત્યારે એ એ સ્થિતીથી એટલાંબધા ડરી જાય છે કે એની ચિંતામાં ને ચિંતામાં એવર્તમાન સમયના મહત્વના નિર્ણયો કરવામાં થાપ ખાઈજાય છે. પોતાની જાતમાં સહેજ પણ વિશ્વાસ નથીરહેતો. વળી અમુક સમયે ભૂતકાળમાં મેળવેલીસિધ્ધીઓના આનંદમાં એવા તરબતર થઈ જાય છે કેહવે એમને આ ધંધામાં કોઇ જ બીટ નહીં કરી શકેએવા ‘ઓવર કોન્ફીડન્સ‘માં આવી જઈને કામમાં સાવરેઢિયાળપણું જ વર્તે છે. કાયમ એ સ્થિતીના બેઅંતિમ છેડાં જ પકડે છે જ્યારે આપણે જીવવાનું તોવર્તમાનમાં એ અંતિમ છેડાંઓનું બેલેન્સ રાખીને એનીમધ્યમાં હોય છે એ વાત તેઓ સાવ ભૂલી જ જાયછે. પરિણામે તેઓ કાયમ એમનું શ્રેષ્ઠ આપવામાંથી ચૂકી જાય છે એનો એમને સતત અફસોસ રહ્યાં કરે છે. તું જ્યારે બારમા પછીની કોલેજની વાત કરે છે ત્યારેમને પણ તારામાં તારા પપ્પાનો પડછાયો દેખાય છે નેહું ડરી જાઉં છું. બેટા, તું બહુ જ હોંશિયાર છે પણહજુ તું તારી સ્કુલ, ઇન્સ્ટીટ્યૂટમાંથી જ કોમ્પીટીશનકરી રહ્યો છે. હવે તારી હરિફાઈ આખા ભારતનાવિધ્યાર્થીઓ સાથે થશે અને એમાં તારો જે નંબરઆવશે એના ઉપર તને કોલેજમાં એડમીશન મળશે. એ માટે તારે તારી સ્કુલની, એ કોર્સની એન્ટરસનીપરીક્ષાઓ બહુ જ સારા માર્કસ સાથે પાસ કરવીપડશે. તું જો આમ જ અત્યારથી કોલેજોના સપનાજોઈને એની ઇન્ફોર્મેશન્સ ભેગી કરવામાં સમયબગાડતો રહીશ તો પતી ગયું….તું તારું પૂરતું ફોકસતારી પરીક્ષાઓ પર રાખ બેટાં. જરુર પૂરતી બધી જમાહિતી આપણે લોકોએ ભેગી કરી લીધી છે, વળીરોજે રોજ હું એની સાઈટ્સ પર અપડેટ્ હોય તોપૂરતું ધ્યાન આપીને સજાગ રહું જ છું. છાપામાંઆવતા સમાચારો પર પણ તારા ડેડીની બરાબર નજરહોય છે. તો આટલું ઇનફ છે. તારે એ બાજુ વિચારવિચાર કરીને તારો કિંમતી સમય ત્યાં બગાડવાનીજરુર નથી, નથી ને નથી જ. વર્તમાન બેસ્ટ હશે તો જતારો ભૂતકાળ અને ભવિષ્યકાળ સુંદર ઘડાઈ શકશેએ એક વાત બરાબર સમજી લે બેટા.’
‘હા મમ્મી, તમે સાચા છો. હવે હું આજથી બધું જભૂલીને માત્ર ને માત્ર મારી પરીક્ષા પર ધ્યાન આપીશ. આઈ લવ યુ મમ્મા, યુ આર ધ બેસ્ટ…’ ને દિવ્યાંગેજહાનવીના ગાલ પર ચુંબન કરી લીધું.
અનબીટેબલઃ ભાવિ અને ભૂતકાળનો રચયિતા તમારોઆજનો વર્તમાન અને માત્ર વર્તમાન છે.
–સ્નેહા પટેલ
ખુબ જ સરસ અને પ્રેમાળ લેખ…માતા અને પુત્રના લાગણીસભર સંવાદો…આ જગતની દરેક માતા પોતાના સંતાનના ભવિષ્યની ચિંતા કરતી જ હોય છે…ભલે પુત્ર યુવાન અને સમજણો થઈ જાય તેમ છતાં માઁ માટે તો તે સદાય બાળક જ રહે છે…માઁ પોતાના સંતાનનાં ઉજળા ભવિષ્ય માટે પોતાની લાગણી, પ્રેમ, ઈચ્છાઓનો ત્યાગ કરતી હોય છે…માઁ ભલે પોતે ઉપરથી એવું દેખાડતી હોય કે તે ગમે તેવા ચક્રવાતની સામે દિવાલ બનીને ઉભી રહી શકે છે, પણ અંદરથી એવું ફિલ થતું હોય છે કે સંતાન પોતાની પાસે રહીને આગળનો અભ્યાસ કરે તો વધુ સારુ…અહીં માઁ થોડા અસમંજસમાં છે કે એક બાજુ પોતાના સંતાનની ઉજળી કારકિર્દી માટે તે પોતાની લાગણીનો ત્યાગ કરવા પણ તૈયાર છે અને બીજી બાજુ તે પોતાના સંતાનને સાથે રાખવા પણ માગે છે…એક બાજુ માતાની મમતા છે અને બીજી બાજુ પુત્રનું ભવિષ્ય…તમે લેખમાં ખુબ જ સરસ વાત કરી કે ભુતકાળને વાગોળવામાં અને ભવિષ્યની ચિંતામાં વર્તમાનનો આનંદ ન ભુલાવો જોઈએ…ભુતકાળને ભુલી જવાનો અને ભવિષ્યની વધારે પડતી ફિકર નહીં કરવાની, આ બાબતને ધ્યાનમાં રાખો તો જ વર્તમાનના આનંદનો લ્હાવો માણી શકો…વર્તમાનને સારી રીતે જીવશો અને માણશો તો ભવિષ્ય તો ઉજળું જ છે…Line of the article – “અનબીટેબલ : ભાવિ અને ભૂતકાળનો રચયિતા તમારો આજનો વર્તમાન અને માત્ર વર્તમાન જ છે.”…
LikeLike